Lafzullah

Gucaratça Meal — Rabîla el-Umerî — Kadr 97:1 – Nas 114:6

Author / source: Rabîla el-Umerî — QuranEnc.com (v1.1.3)

Contents
  1. Kadr 97:1
  2. Kadr 97:2
  3. Kadr 97:3
  4. Kadr 97:4
  5. Kadr 97:5
  6. Beyyine 98:1
  7. Beyyine 98:2
  8. Beyyine 98:3
  9. Beyyine 98:4
  10. Beyyine 98:5
  11. Beyyine 98:6
  12. Beyyine 98:7
  13. Beyyine 98:8
  14. Zilzal 99:1
  15. Zilzal 99:2
  16. Zilzal 99:3
  17. Zilzal 99:4
  18. Zilzal 99:5
  19. Zilzal 99:6
  20. Zilzal 99:7
  21. Zilzal 99:8
  22. Adiyat 100:1
  23. Adiyat 100:2
  24. Adiyat 100:3
  25. Adiyat 100:4
  26. Adiyat 100:5
  27. Adiyat 100:6
  28. Adiyat 100:7
  29. Adiyat 100:8
  30. Adiyat 100:9
  31. Adiyat 100:10
  32. Adiyat 100:11
  33. Karia 101:1
  34. Karia 101:2
  35. Karia 101:3
  36. Karia 101:4
  37. Karia 101:5
  38. Karia 101:6
  39. Karia 101:7
  40. Karia 101:8
  41. Karia 101:9
  42. Karia 101:10
  43. Karia 101:11
  44. Tekâsür 102:1
  45. Tekâsür 102:2
  46. Tekâsür 102:3
  47. Tekâsür 102:4
  48. Tekâsür 102:5
  49. Tekâsür 102:6
  50. Tekâsür 102:7
  51. Tekâsür 102:8
  52. Asr 103:1
  53. Asr 103:2
  54. Asr 103:3
  55. Hümezeh 104:1
  56. Hümezeh 104:2
  57. Hümezeh 104:3
  58. Hümezeh 104:4
  59. Hümezeh 104:5
  60. Hümezeh 104:6
  61. Hümezeh 104:7
  62. Hümezeh 104:8
  63. Hümezeh 104:9
  64. Fil 105:1
  65. Fil 105:2
  66. Fil 105:3
  67. Fil 105:4
  68. Fil 105:5
  69. Kureyş 106:1
  70. Kureyş 106:2
  71. Kureyş 106:3
  72. Kureyş 106:4
  73. Mâûn 107:1
  74. Mâûn 107:2
  75. Mâûn 107:3
  76. Mâûn 107:4
  77. Mâûn 107:5
  78. Mâûn 107:6
  79. Mâûn 107:7
  80. Kevser 108:1
  81. Kevser 108:2
  82. Kevser 108:3
  83. Kâfirun 109:1
  84. Kâfirun 109:2
  85. Kâfirun 109:3
  86. Kâfirun 109:4
  87. Kâfirun 109:5
  88. Kâfirun 109:6
  89. Nasr 110:1
  90. Nasr 110:2
  91. Nasr 110:3
  92. Tebbet 111:1
  93. Tebbet 111:2
  94. Tebbet 111:3
  95. Tebbet 111:4
  96. Tebbet 111:5
  97. İhlas 112:1
  98. İhlas 112:2
  99. İhlas 112:3
  100. İhlas 112:4
  101. Felak 113:1
  102. Felak 113:2
  103. Felak 113:3
  104. Felak 113:4
  105. Felak 113:5
  106. Nas 114:1
  107. Nas 114:2
  108. Nas 114:3
  109. Nas 114:4
  110. Nas 114:5
  111. Nas 114:6

Kadr 97:1

૧. અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.

Kadr 97:2

૨. અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે?

Kadr 97:3

૩. કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.

Kadr 97:4

૪. તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.

Kadr 97:5

૫. આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).

Beyyine 98:1

૧. અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જેઓ કાફિર હતા, તેઓ (પોતાના કુફ્રથી) ત્યાં સુધી અળગા નહીં રહે, જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય.

Beyyine 98:2

૨. (અર્થાત) અલ્લાહ તરફથી એક રસૂલ, જે તેઓને પવિત્ર સહિફા પઢીને સંભળાવે છે.

Beyyine 98:3

૩. જેમાં સાચા અને ઠોસ આદેશો છે.

Beyyine 98:4

૪. અહલે કિતાબ પોતાની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા પછી જ (વિવાદમાં પડી) જુદા જુદા થઇ ગયા.

Beyyine 98:5

૫. અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે, અને નમાઝને કાયમ કરે., તેમજ ઝકાત આપતા રહે. આ જ સાચો દીન છે.

Beyyine 98:6

૬. અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જે લોકોએ કુફ્ર કર્યું, તે સૌ જહન્નમની આગમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દરેક સર્જનીઓ માંથી દુષ્ટ સર્જન છે.

Beyyine 98:7

૭. જે લોકો ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, આ જ લોકો શ્રેષ્ઠ સર્જન છે.

Beyyine 98:8

૮. તેમનો બદલો તેમના પાલનહાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશા-હંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમનાથી ખુશ થયો અને તેઓ અલ્લાહથી ખુશ થયા. આ બધું તેના માટે છે, જે પોતાના પાલનહારથી ડરતો રહ્યો.

Zilzal 99:1

૧. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

Zilzal 99:2

૨. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

Zilzal 99:3

૩. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે?

Zilzal 99:4

૪. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

Zilzal 99:5

૫. એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.

Zilzal 99:6

૬. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

Zilzal 99:7

૭. બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

Zilzal 99:8

૮. અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.

Adiyat 100:1

૧. કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.

Adiyat 100:2

૨. પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.

Adiyat 100:3

૩. પછી વહેલી સવારે છાપા મારનારની કસમ!

Adiyat 100:4

૪. બસ! તે વખતે ધુળ ઉડાવે છે.

Adiyat 100:5

૫. પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.

Adiyat 100:6

૬. ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.

Adiyat 100:7

૭. અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.

Adiyat 100:8

૮. તે માલના મોંહમાં સખત પડ્યો છે.

Adiyat 100:9

૯. શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.

Adiyat 100:10

૧૦. અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.

Adiyat 100:11

૧૧. તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.

Karia 101:1

૧. ખટખટાવી નાખનાર.

Karia 101:2

૨. શું છે તે ખટખટાવી નાખનાર.

Karia 101:3

૩. તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે?

Karia 101:4

૪. જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.

Karia 101:5

૫. અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.

Karia 101:6

૬. પછી જેનું ત્રાજવું ભારે હશે.

Karia 101:7

૭. તો તેઓ મનપસંદ જીવનમાં હશે.

Karia 101:8

૮. અને જેનું પલડું હલકું હશે.

Karia 101:9

૯. તેમનું ઠેકાણું હાવિયહ છે.

Karia 101:10

૧૦. તમને શું ખબર કે તે શું છે?

Karia 101:11

૧૧. ભડકે બળતી આગ (છે).

Tekâsür 102:1

૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.

Tekâsür 102:2

૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.

Tekâsür 102:3

૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.

Tekâsür 102:4

૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.

Tekâsür 102:5

૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.

Tekâsür 102:6

૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.

Tekâsür 102:7

૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.

Tekâsür 102:8

૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.

Asr 103:1

૧. જમાનાની કસમ!

Asr 103:2

૨. ખરેખર માનવી નુકસાનમાં છે.

Asr 103:3

૩. સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા.

Hümezeh 104:1

૧. વિનાશ છે, તે દરેક લોકો માટે જે લોકોની ખામીઓ કાઢે છે અને મહેણાં-ટોણાં મારે છે.

Hümezeh 104:2

૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.

Hümezeh 104:3

૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

Hümezeh 104:4

૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

Hümezeh 104:5

૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે?

Hümezeh 104:6

૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

Hümezeh 104:7

૭. જે હૃદયો પર ચઢતી જશે.

Hümezeh 104:8

૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

Hümezeh 104:9

૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)

Fil 105:1

૧. શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ?

Fil 105:2

૨. શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી?

Fil 105:3

૩. અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.

Fil 105:4

૪. જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.

Fil 105:5

૫. બસ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.

Kureyş 106:1

૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.

Kureyş 106:2

૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

Kureyş 106:3

૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

Kureyş 106:4

૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.

Mâûn 107:1

૧. શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે?

Mâûn 107:2

૨. તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,

Mâûn 107:3

૩. અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.

Mâûn 107:4

૪. પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.

Mâûn 107:5

૫. જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.

Mâûn 107:6

૬. જેઓ દેખાડો કરે છે,

Mâûn 107:7

૭. અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.

Kevser 108:1

૧. અમે તમને કૌષર આપ્યું છે.

Kevser 108:2

૨. બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.

Kevser 108:3

૩. ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.

Kâfirun 109:1

૧. તમે કહી દો કે હે કાફિરો!

Kâfirun 109:2

૨. જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.

Kâfirun 109:3

૩. અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.

Kâfirun 109:4

૪. અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.

Kâfirun 109:5

૫. અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.

Kâfirun 109:6

૬. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.

Nasr 110:1

૧. જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો.

Nasr 110:2

૨. અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે.

Nasr 110:3

૩. તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે.

Tebbet 111:1

૧. અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.

Tebbet 111:2

૨. ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.

Tebbet 111:3

૩. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.

Tebbet 111:4

૪. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,

Tebbet 111:5

૫. તેના ગળામાં કાથીનું દોરડું હશે.

İhlas 112:1

૧. તમે કહી દો કે અલ્લાહ એક જ છે.

İhlas 112:2

૨. અલ્લાહ બેનિયાઝ છે.

İhlas 112:3

૩. ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.

İhlas 112:4

૪. અને તેના બરાબર કોઈ નથી.

Felak 113:1

૧. તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.

Felak 113:2

૨. દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.

Felak 113:3

૩. અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.

Felak 113:4

૪. અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ).

Felak 113:5

૫. અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે.

Nas 114:1

૧. તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.

Nas 114:2

૨. જે લોકોનો બાદશાહ છે.

Nas 114:3

૩. જે લોકોનો મઅબૂદ છે.

Nas 114:4

૪. તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.

Nas 114:5

૫. જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.

Nas 114:6

૬. (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.