Gucaratça Meal — Rabîla el-Umerî — Maide 5:1 – Enfal 8:75
Contents
- Maide 5:1
- Maide 5:2
- Maide 5:3
- Maide 5:4
- Maide 5:5
- Maide 5:6
- Maide 5:7
- Maide 5:8
- Maide 5:9
- Maide 5:10
- Maide 5:11
- Maide 5:12
- Maide 5:13
- Maide 5:14
- Maide 5:15
- Maide 5:16
- Maide 5:17
- Maide 5:18
- Maide 5:19
- Maide 5:20
- Maide 5:21
- Maide 5:22
- Maide 5:23
- Maide 5:24
- Maide 5:25
- Maide 5:26
- Maide 5:27
- Maide 5:28
- Maide 5:29
- Maide 5:30
- Maide 5:31
- Maide 5:32
- Maide 5:33
- Maide 5:34
- Maide 5:35
- Maide 5:36
- Maide 5:37
- Maide 5:38
- Maide 5:39
- Maide 5:40
- Maide 5:41
- Maide 5:42
- Maide 5:43
- Maide 5:44
- Maide 5:45
- Maide 5:46
- Maide 5:47
- Maide 5:48
- Maide 5:49
- Maide 5:50
- Maide 5:51
- Maide 5:52
- Maide 5:53
- Maide 5:54
- Maide 5:55
- Maide 5:56
- Maide 5:57
- Maide 5:58
- Maide 5:59
- Maide 5:60
- Maide 5:61
- Maide 5:62
- Maide 5:63
- Maide 5:64
- Maide 5:65
- Maide 5:66
- Maide 5:67
- Maide 5:68
- Maide 5:69
- Maide 5:70
- Maide 5:71
- Maide 5:72
- Maide 5:73
- Maide 5:74
- Maide 5:75
- Maide 5:76
- Maide 5:77
- Maide 5:78
- Maide 5:79
- Maide 5:80
- Maide 5:81
- Maide 5:82
- Maide 5:83
- Maide 5:84
- Maide 5:85
- Maide 5:86
- Maide 5:87
- Maide 5:88
- Maide 5:89
- Maide 5:90
- Maide 5:91
- Maide 5:92
- Maide 5:93
- Maide 5:94
- Maide 5:95
- Maide 5:96
- Maide 5:97
- Maide 5:98
- Maide 5:99
- Maide 5:100
- Maide 5:101
- Maide 5:102
- Maide 5:103
- Maide 5:104
- Maide 5:105
- Maide 5:106
- Maide 5:107
- Maide 5:108
- Maide 5:109
- Maide 5:110
- Maide 5:111
- Maide 5:112
- Maide 5:113
- Maide 5:114
- Maide 5:115
- Maide 5:116
- Maide 5:117
- Maide 5:118
- Maide 5:119
- Maide 5:120
- Enam 6:1
- Enam 6:2
- Enam 6:3
- Enam 6:4
- Enam 6:5
- Enam 6:6
- Enam 6:7
- Enam 6:8
- Enam 6:9
- Enam 6:10
- Enam 6:11
- Enam 6:12
- Enam 6:13
- Enam 6:14
- Enam 6:15
- Enam 6:16
- Enam 6:17
- Enam 6:18
- Enam 6:19
- Enam 6:20
- Enam 6:21
- Enam 6:22
- Enam 6:23
- Enam 6:24
- Enam 6:25
- Enam 6:26
- Enam 6:27
- Enam 6:28
- Enam 6:29
- Enam 6:30
- Enam 6:31
- Enam 6:32
- Enam 6:33
- Enam 6:34
- Enam 6:35
- Enam 6:36
- Enam 6:37
- Enam 6:38
- Enam 6:39
- Enam 6:40
- Enam 6:41
- Enam 6:42
- Enam 6:43
- Enam 6:44
- Enam 6:45
- Enam 6:46
- Enam 6:47
- Enam 6:48
- Enam 6:49
- Enam 6:50
- Enam 6:51
- Enam 6:52
- Enam 6:53
- Enam 6:54
- Enam 6:55
- Enam 6:56
- Enam 6:57
- Enam 6:58
- Enam 6:59
- Enam 6:60
- Enam 6:61
- Enam 6:62
- Enam 6:63
- Enam 6:64
- Enam 6:65
- Enam 6:66
- Enam 6:67
- Enam 6:68
- Enam 6:69
- Enam 6:70
- Enam 6:71
- Enam 6:72
- Enam 6:73
- Enam 6:74
- Enam 6:75
- Enam 6:76
- Enam 6:77
- Enam 6:78
- Enam 6:79
- Enam 6:80
- Enam 6:81
- Enam 6:82
- Enam 6:83
- Enam 6:84
- Enam 6:85
- Enam 6:86
- Enam 6:87
- Enam 6:88
- Enam 6:89
- Enam 6:90
- Enam 6:91
- Enam 6:92
- Enam 6:93
- Enam 6:94
- Enam 6:95
- Enam 6:96
- Enam 6:97
- Enam 6:98
- Enam 6:99
- Enam 6:100
- Enam 6:101
- Enam 6:102
- Enam 6:103
- Enam 6:104
- Enam 6:105
- Enam 6:106
- Enam 6:107
- Enam 6:108
- Enam 6:109
- Enam 6:110
- Enam 6:111
- Enam 6:112
- Enam 6:113
- Enam 6:114
- Enam 6:115
- Enam 6:116
- Enam 6:117
- Enam 6:118
- Enam 6:119
- Enam 6:120
- Enam 6:121
- Enam 6:122
- Enam 6:123
- Enam 6:124
- Enam 6:125
- Enam 6:126
- Enam 6:127
- Enam 6:128
- Enam 6:129
- Enam 6:130
- Enam 6:131
- Enam 6:132
- Enam 6:133
- Enam 6:134
- Enam 6:135
- Enam 6:136
- Enam 6:137
- Enam 6:138
- Enam 6:139
- Enam 6:140
- Enam 6:141
- Enam 6:142
- Enam 6:143
- Enam 6:144
- Enam 6:145
- Enam 6:146
- Enam 6:147
- Enam 6:148
- Enam 6:149
- Enam 6:150
- Enam 6:151
- Enam 6:152
- Enam 6:153
- Enam 6:154
- Enam 6:155
- Enam 6:156
- Enam 6:157
- Enam 6:158
- Enam 6:159
- Enam 6:160
- Enam 6:161
- Enam 6:162
- Enam 6:163
- Enam 6:164
- Enam 6:165
- A'raf 7:1
- A'raf 7:2
- A'raf 7:3
- A'raf 7:4
- A'raf 7:5
- A'raf 7:6
- A'raf 7:7
- A'raf 7:8
- A'raf 7:9
- A'raf 7:10
- A'raf 7:11
- A'raf 7:12
- A'raf 7:13
- A'raf 7:14
- A'raf 7:15
- A'raf 7:16
- A'raf 7:17
- A'raf 7:18
- A'raf 7:19
- A'raf 7:20
- A'raf 7:21
- A'raf 7:22
- A'raf 7:23
- A'raf 7:24
- A'raf 7:25
- A'raf 7:26
- A'raf 7:27
- A'raf 7:28
- A'raf 7:29
- A'raf 7:30
- A'raf 7:31
- A'raf 7:32
- A'raf 7:33
- A'raf 7:34
- A'raf 7:35
- A'raf 7:36
- A'raf 7:37
- A'raf 7:38
- A'raf 7:39
- A'raf 7:40
- A'raf 7:41
- A'raf 7:42
- A'raf 7:43
- A'raf 7:44
- A'raf 7:45
- A'raf 7:46
- A'raf 7:47
- A'raf 7:48
- A'raf 7:49
- A'raf 7:50
- A'raf 7:51
- A'raf 7:52
- A'raf 7:53
- A'raf 7:54
- A'raf 7:55
- A'raf 7:56
- A'raf 7:57
- A'raf 7:58
- A'raf 7:59
- A'raf 7:60
- A'raf 7:61
- A'raf 7:62
- A'raf 7:63
- A'raf 7:64
- A'raf 7:65
- A'raf 7:66
- A'raf 7:67
- A'raf 7:68
- A'raf 7:69
- A'raf 7:70
- A'raf 7:71
- A'raf 7:72
- A'raf 7:73
- A'raf 7:74
- A'raf 7:75
- A'raf 7:76
- A'raf 7:77
- A'raf 7:78
- A'raf 7:79
- A'raf 7:80
- A'raf 7:81
- A'raf 7:82
- A'raf 7:83
- A'raf 7:84
- A'raf 7:85
- A'raf 7:86
- A'raf 7:87
- A'raf 7:88
- A'raf 7:89
- A'raf 7:90
- A'raf 7:91
- A'raf 7:92
- A'raf 7:93
- A'raf 7:94
- A'raf 7:95
- A'raf 7:96
- A'raf 7:97
- A'raf 7:98
- A'raf 7:99
- A'raf 7:100
- A'raf 7:101
- A'raf 7:102
- A'raf 7:103
- A'raf 7:104
- A'raf 7:105
- A'raf 7:106
- A'raf 7:107
- A'raf 7:108
- A'raf 7:109
- A'raf 7:110
- A'raf 7:111
- A'raf 7:112
- A'raf 7:113
- A'raf 7:114
- A'raf 7:115
- A'raf 7:116
- A'raf 7:117
- A'raf 7:118
- A'raf 7:119
- A'raf 7:120
- A'raf 7:121
- A'raf 7:122
- A'raf 7:123
- A'raf 7:124
- A'raf 7:125
- A'raf 7:126
- A'raf 7:127
- A'raf 7:128
- A'raf 7:129
- A'raf 7:130
- A'raf 7:131
- A'raf 7:132
- A'raf 7:133
- A'raf 7:134
- A'raf 7:135
- A'raf 7:136
- A'raf 7:137
- A'raf 7:138
- A'raf 7:139
- A'raf 7:140
- A'raf 7:141
- A'raf 7:142
- A'raf 7:143
- A'raf 7:144
- A'raf 7:145
- A'raf 7:146
- A'raf 7:147
- A'raf 7:148
- A'raf 7:149
- A'raf 7:150
- A'raf 7:151
- A'raf 7:152
- A'raf 7:153
- A'raf 7:154
- A'raf 7:155
- A'raf 7:156
- A'raf 7:157
- A'raf 7:158
- A'raf 7:159
- A'raf 7:160
- A'raf 7:161
- A'raf 7:162
- A'raf 7:163
- A'raf 7:164
- A'raf 7:165
- A'raf 7:166
- A'raf 7:167
- A'raf 7:168
- A'raf 7:169
- A'raf 7:170
- A'raf 7:171
- A'raf 7:172
- A'raf 7:173
- A'raf 7:174
- A'raf 7:175
- A'raf 7:176
- A'raf 7:177
- A'raf 7:178
- A'raf 7:179
- A'raf 7:180
- A'raf 7:181
- A'raf 7:182
- A'raf 7:183
- A'raf 7:184
- A'raf 7:185
- A'raf 7:186
- A'raf 7:187
- A'raf 7:188
- A'raf 7:189
- A'raf 7:190
- A'raf 7:191
- A'raf 7:192
- A'raf 7:193
- A'raf 7:194
- A'raf 7:195
- A'raf 7:196
- A'raf 7:197
- A'raf 7:198
- A'raf 7:199
- A'raf 7:200
- A'raf 7:201
- A'raf 7:202
- A'raf 7:203
- A'raf 7:204
- A'raf 7:205
- A'raf 7:206
- Enfal 8:1
- Enfal 8:2
- Enfal 8:3
- Enfal 8:4
- Enfal 8:5
- Enfal 8:6
- Enfal 8:7
- Enfal 8:8
- Enfal 8:9
- Enfal 8:10
- Enfal 8:11
- Enfal 8:12
- Enfal 8:13
- Enfal 8:14
- Enfal 8:15
- Enfal 8:16
- Enfal 8:17
- Enfal 8:18
- Enfal 8:19
- Enfal 8:20
- Enfal 8:21
- Enfal 8:22
- Enfal 8:23
- Enfal 8:24
- Enfal 8:25
- Enfal 8:26
- Enfal 8:27
- Enfal 8:28
- Enfal 8:29
- Enfal 8:30
- Enfal 8:31
- Enfal 8:32
- Enfal 8:33
- Enfal 8:34
- Enfal 8:35
- Enfal 8:36
- Enfal 8:37
- Enfal 8:38
- Enfal 8:39
- Enfal 8:40
- Enfal 8:41
- Enfal 8:42
- Enfal 8:43
- Enfal 8:44
- Enfal 8:45
- Enfal 8:46
- Enfal 8:47
- Enfal 8:48
- Enfal 8:49
- Enfal 8:50
- Enfal 8:51
- Enfal 8:52
- Enfal 8:53
- Enfal 8:54
- Enfal 8:55
- Enfal 8:56
- Enfal 8:57
- Enfal 8:58
- Enfal 8:59
- Enfal 8:60
- Enfal 8:61
- Enfal 8:62
- Enfal 8:63
- Enfal 8:64
- Enfal 8:65
- Enfal 8:66
- Enfal 8:67
- Enfal 8:68
- Enfal 8:69
- Enfal 8:70
- Enfal 8:71
- Enfal 8:72
- Enfal 8:73
- Enfal 8:74
- Enfal 8:75
Maide 5:1
૧. હે ઈમાનવાળાઓ! વચનો પૂરા કરો, તમારા માટે ઢોરના પ્રકાર (કેટલાક) પશુઓ હલાલ કરવામાં આવ્યા છે, તે સિવાય જેના નામ વર્ણન કરી જણાવી દેવામાં આવશે, પરંતુ એહરામની સ્થિતિમાં શિકારને હલાલ સમજવાવાળા ન બનશો, નિ:શંક અલ્લાહ જે ઇચ્છે, આદેશ આપે છે.
Maide 5:2
૨. હે ઈમાનવાળાઓ! અલ્લાહ તઆલાની પવિત્ર નિશાનીઓનો અનાદર ન કરો, ન પવિત્ર મહિનાઓનું, ન હરમમાં કુરબાન થનારા અને પટ્ટો પહેરાવેલ જાનવરોનો જે કાબા તરફ જઇ રહ્યા હોય અને ન તે લોકોનો જે અલ્લાહના ઘરના ઇરાદાથી પોતાના પાલનહારની કૃપા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના હેતુથી જઇ રહ્યા હોય, હાં જ્યારે તમે અહેરામ ઊતારી નાખો તો શિકાર કરી શકો છો, જે લોકોએ તમને મસ્જિદે હરામથી રોક્યા હતા તેઓની શત્રુતા તમને તે વાત પર ન ઉભારે કે તમે હદ વટાવી જનારા બની જાવ, સત્કાર્ય અને ડરવામાં એકબીજાની મદદ કરતા રહો અને પાપ અને અત્યાચાર કરવામાં મદદ ન કરો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત અઝાબ આપનાર છે.
Maide 5:3
૩. તમારા માટે હરામ કરવામાં આવ્યું છે મૃતક, લોહી, ડુક્કરનું માંસ અને જેના પર અલ્લાહ સિવાય બીજાનું નામ લેવામાં આવ્યું હોય અને જે ગળું ફસાઇ જવાથી મૃત્યુ પામ્યું હોય અને જે ઇજાગ્રસ્ત થઈ મૃત્યુ પામ્યું હોય અને જે ઊંચી જગ્યાએથી પડી જવાથી મૃત્યુ પામે અને જે કોઇના શિંગડા મારવાથી મૃત્યુ પામે અને જેને હિંસક પશુએ ફાડી ખાધું હોય, પરંતુ તેને તમે ઝબહ કરી દો તો હરામ નથી અને જે જાનવર વેદી ઉપર ઝબહ કરવામાં આવ્યું હોય અને તે જાનવર પણ, જે પાસાના તીરો વડે ઝબહ થયું હોય, આ બધા ગુનાહના કાર્ય છે, આજે કાફિરો તમારા દીનથી સંપૂર્ણ નિરાશ થઇ ગયા, બસ! તમે તેઓથી ન ડરશો અને મારાથી ડરતા રહેજો, આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો, બસ! જે વ્યક્તિ સખત ભૂખના કારણે,(આ હરામ કરેલી વસ્તુઓ માંથી કોઈ વસ્તુ ખાવા પર) આકુળવ્યાકુળ થઇ જાય, શરત એ છે કે કોઇ ગુનાહ તરફ તેની ઇચ્છા ન હોય, તો ખરેખર અલ્લાહ તઆલા માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે.
Maide 5:4
૪. તમને સવાલ કરે છે કે તેઓ માટે શું-શું હલાલ કરવામાં આવ્યું છે? તમે કહી દો કે દરેક પાક વસ્તુઓ તમારા માટે હલાલ કરવામાં આવી છે અને જે શિકારી જાનવરોને તમે કેળવ્યા હોય એટલે કે જેને તમે થોડુંક એવું શિખવાડો છો જેવું અલ્લાહએ તમને શિખવાડ્યું છે, બસ! જે શિકારને તે (જાનવર) તમારા માટે પકડી રાખે તો તમે તેને ખાઇ લો અને તેના પર અલ્લાહ તઆલાનું નામ લો અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા જલ્દીથી હિસાબ લેવાવાળો છે.
Maide 5:5
૫. બધી જ પાક વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને અહલે કિતાબનું ઝબહ (કરેલ જાનવર) તમારા માટે હલાલ છે અને તમારું ઝબહ કરેલ તેઓ માટે હલાલ છે. પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, શરત એ છે કે તમે તેઓને મહેર આપી લગ્ન કરવા ઇચ્છતા હોય, ફક્ત મનેચ્છા પુરી કરવા અથવા છુપી રીતે સંબંધ ન હોવો જોઈએ, અને જે વ્યક્તિએ ઈમાનને છોડીને કૂફરનો માર્ગ અપનાવ્યો તો તેના દરેક કાર્યો વ્યર્થ થઈ જશે અને આખિરતમાં તે નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.
Maide 5:6
૬. હે ઈમાનવાળાઓ! જ્યારે તમે નમાઝ પઢો તો પોતાના ચહેરાને અને પોતાના હાથોને કોણીઓ સુધી ધોઇ લો, પોતાના માથાઓ પર હાથ ફેરવી લો અને પોતાના પગને ઘુંટીઓ સુધી ધોઇ લો અને જો તમે નાપાકી ની અવસ્થામાં હોવ તો ગુસ્લ (પવિત્ર સ્નાન) કરી લો, હાં જો તમે બિમાર હોવ અથવા મુસાફરીમાં હોવ અથવા તમારા માંથી કોઇ હાજત પૂરી કરીને આવ્યો હોય, અથવા તો તમે પત્ની સાથે ભેગા (સમાગમ) થયા હોય, અને તમને પાણી ન મળે તો તમે સાફ માટી વડે તયમ્મુમ કરી લો, તેને પોતાના ચહેરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તઆલા તમારા પર કોઇ પણ પ્રકારની તંગી નાખવા નથી ઇચ્છતો, પરંતુ તેની ઇચ્છા તમને પવિત્ર કરવાની અને પોતાની પુષ્કળ નેઅમત (કૃપા) આપવાની છે, જેથી તમે આભાર વ્યકત કરતા રહો.
Maide 5:7
૭. અને અલ્લાહના તે એહસાનને યાદ કરો, જે તેણે તમારા ઉપર કર્યો અને તે મજબૂત વચનને પણ (યાદ રાખો) જે તમારી પાસેથી લેવામાં આવ્યું, જ્યારે કે તમે સમિઅના વ અતઅના (અમે સાંભળ્યુ અને ઈતાઅટ કબૂલ કરી), અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા દિલોની વાતોને જાણવાવાળો છે.
Maide 5:8
૮. હે ઈમાનવાળાઓ! તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાવ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાવ, કોઇ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો, આ જ વાત તકવાની વધુ નજીક છે, અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખૂબ સારી રીતે જાણે છે.
Maide 5:9
૯. અલ્લાહ તઆલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેઓ માટે વિશાળ માફી અને ઘણું જ મોટું ફળ છે.
Maide 5:10
૧૦. અને જે લોકોએ કૂફર કર્યો અને અમારા આદેશોને જૂઠલાવ્યા તો આવા જ લોકો જહન્નમી છે.
Maide 5:11
૧૧. હે ઈમાનવાળાઓ! અલ્લાહ તઆલાએ જે ઉપકાર તમારા પર કર્યા છે તેને તમે યાદ કરો, જ્યારે કે એક જૂથે તમારા પર અત્યાચાર કરવાનો ઇરાદો કર્યો તો અલ્લાહ તઆલાએ તેમના હાથ તમારા સુધી પહોંચતા પહેલા રોકી લીધા અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
Maide 5:12
૧૨. અને અલ્લાહ તઆલાએ બની ઇસ્રાઇલ પાસેથી વચન લીધું અને તેમના માંથી જ બાર સરદાર અમે નક્કી કર્યા અને અલ્લાહ તઆલાએ કહ્યું કે ખરેખર હું તમારી સાથે છું, જો તમે નમાઝ પઢતા રહેશો અને ઝકાત આપતા રહેશો અને મારા પયગંબરોની વાત માનશો અને તેમની મદદ કરતા રહેશો અને અલ્લાહ તઆલાના બંદાઓને ઉધાર આપતા રહેશો, તો ચોક્કસપણે હું તમારી બૂરાઈને તમારાથી દૂર રાખીશ અને તમને તે જન્નતોમાં પ્રવેશ આપીશ, જેની નીચે ઝરણાં વહી રહ્યા છે. હવે તે વચન આપ્યા પછી પણ તમારા માંથી જે કૂફર કરશે, તો નિ:શંક તે સત્યમાર્ગથી ભટકી ગયો.
Maide 5:13
૧૩. પછી તેમના વચનભંગના કારણે અમે તેમના પર અમારી લઅનત (ફિટકાર) નાખી દીધી અને તેઓના હૃદયો સખત કરી દીધા કે (હવે તેમની સ્થિતિ એવી છે કે) કે કલામ (દિવ્યવાણી) ને તેની જગ્યાએથી બદલી નાંખે છે અને જે કંઈ શિખામણ તેઓને આપવામાં આવી હતી તેનો મોટો ભાગ ભૂલી ગયા, થોડાક લોકો સિવાય તમને તેમના દરેક દગાની જાણ થતી રહેશે, બસ! તમે તેઓને માફ કરી દો અને દરગુજર કરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ઉપકાર કરવાવાળાઓને મુહબ્બત કરે છે.
Maide 5:14
૧૪. (એવી જ રીતે અમે) તે લોકો પાસેથી મજબૂત વચન લીધું હતું, જેઓએ કહ્યું હતું કે અમે નસ્રાની છે, તેઓ પણ તેનો મોટો ભાગ ભૂલાવી બેઠા, જેની શિખામણ તેઓને આપવામાં આવી હતી, જેના પરિણામ રૂપે અમે કયામત સુધી તેઓની અંદરો અંદર કપટ અને શત્રુતા નાખી દીધી, અને જે કંઈ પણ આ લોકો કરતા હતા નજીક માંજ અલ્લાહ તઆલા તેઓને બધું જ બતાવી દેશે.
Maide 5:15
૧૫. હે કિતાબવાળાઓ! નિ:શંક તમારી પાસે અમારો પયગંબર આવી પહોંચ્યો, જે તમારી સમક્ષ અલ્લાહની કિતાબની વધું પડતી એવી વાતો જાહેર કરી રહ્યો છે જેને તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી જ વાતોને છોડી પણ દે છે, હવે તમારી પાસે અલ્લાહ તરફથી પ્રકાશ અને ખુલ્લી કિતાબ આવી પહોંચી છે.
Maide 5:16
૧૬. જેના કારણે અલ્લાહ તઆલા તેઓને સલામતીનો માર્ગ બતાવે છે, જે અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા હોય (તેમને અને તેઓને પોતાની તૌફીક વડે અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવે છે અને સત્યમાર્ગ તરફ તેઓને માર્ગદર્શન આપે છે.
Maide 5:17
૧૭. નિ:શંક તે લોકો કાફિર છે, જેઓએ કહ્યું કે મરયમના દીકરા મસીહ તે જ અલ્લાહ છે, તમે તેઓને કહી દો કે જો અલ્લાહ તઆલા મસીહ ઈબ્ને મરયમને અને તેમની માતાને અને જે કંઈ પણ જમીનમાં હોય, તે દરેકને નષ્ટ કરવા ઈચ્છે તો કોણ છે જે અલ્લાહને તેના ઈરાદાથી રોકી શકે છે? અને જે કંઈ આકાશો અને ધરતી અને બન્ને વચ્ચેનું દરેક સામ્રાજ્ય અલ્લાહ તઆલાનું જ છે, તે જે ઇચ્છે છે, સર્જન કરે છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Maide 5:18
૧૮. યહૂદી અને નસ્રાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના પ્રિય છે, તમે તેઓને પૂછો કે (જો આ પ્રમાણેની જ વાત હોત તો) પછી તમને તમારા અપરાધના કારણે સજા કેમ આપતો? નહીં, પરંતુ તમે પણ તેના સર્જન માંથી એક માનવી છો, તે જેને ઇચ્છે છે માફ કરે છે અને જેને ઇચ્છે છે અઝાબ આપે છે, આકાશો અને ધરતીમાં અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની માલિકી હેઠળ જ છે અને તેની તરફ જ પાછા ફરવાનું છે.
Maide 5:19
૧૯. હે અહલે કિતાબ! અમારો પયગંબર તમારી પાસે તે સમયે આવ્યો, જ્યારે કે પયગંબરોનો આવવાનો સિલસિલો બંધ થઈ ગયો હતો અને આદેશોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જેથી તમે એમ ન કહી શકો કે અમારી પાસે કોઈ ખુશખબર આપનાર અથવા સચેત કરનાર તો આવ્યો જ નથી, લો, હવે તમારી પાસે ખુશખબર આપનાર અને સચેત કરનાર પણ આવી ગયો છે અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Maide 5:20
૨૦. અને યાદ કરો મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું હે મારી કોમના લોકો! અલ્લાહ તઆલાના તે ઉપકારને યાદ કરો કે તેણે તમારા માંથી પયગંબરો બનાવ્યા અને તમને બાદશાહ બનાવી દીધા અને તમને તે આપ્યું જે સમગ્ર જગતમાં કોઇને આપવામાં આવ્યું નથી.
Maide 5:21
૨૧. હે મારી કોમના લોકો! તે પવિત્ર ધરતીમાં દાખલ થઇ જાવ, જે અલ્લાહ તઆલાએ તમારા નામે લખી દીધી છે અને પોતાની પીઠ બતાવી અત્યાચાર ન કરો, નહીં તો નુકસાન ઉઠાવનારા બની જશો.
Maide 5:22
૨૨. તેઓએ જવાબ આપ્યો કે, હે મૂસા! ત્યાં તો શક્તિશાળી, અતિરેક કરનાર લોકો છે અને જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી નહીં જાય, અમે ત્યાં ક્યારેય નહીં જઇએ, હાં જો તેઓ ત્યાંથી નીકળી જશે તો પછી અમે (રાજી ખુશીથી) જતા રહીશું.
Maide 5:23
૨૩. જે લોકો અલ્લાહથી ડરતા હતા, તેમના માંથી બે વ્યક્તિઓ, જેમના પર અલ્લાહએ પોતાની કૃપા કરી હતી, કહ્યું, કે તમે તેઓ પાસે દરવાજા સુધી તો પહોંચી જાવ, દરવાજામાં પગ મૂકતા જ તમે વિજય પ્રાપ્ત કરી લેશો અને જો તમે ઈમાનવાળાઓ હોવ તો તમારે અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
Maide 5:24
૨૪. કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા! જ્યાં સુધી તે અતિરેક કરનાર લોકો ત્યાં છે અમે ક્યારેય દાખલ નહીં થઈએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઇ બન્ને લડાઇ કરો, અમે અહીંયા જ બેઠા છે.
Maide 5:25
૨૫. મૂસા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર! મને તો મારા અને મારા ભાઇ સિવાય કોઇના પર અધિકાર નથી, બસ! તમે અમને અને અવજ્ઞાકારી લોકોને અલગ કરી દો.
Maide 5:26
૨૬. અલ્લાહ તઆલાએ કહ્યું કે હવે તે ધરતી તેઓ માટે ચાલીસ વર્ષ સુધી હરામ કરી દેવામાં આવી, તેટલો સમય તે લોકો પૃથ્વી પર આમ-તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહી લોકો માટે નિરાશ ન થશો.
Maide 5:27
૨૭. એવી જ રીતે તે લોકો સમક્ષ આદમના બે દીકરાઓનો સાચો કિસ્સો સંભળાવો, જ્યારે તે બન્નેએ એક કુરબાની આપી, તેમાંથી એકની કુરબાની કબૂલ થઇ ગઇ અને બીજાની કબૂલ ન થઇ, તો તે (જેની કુરબાની કબૂલ ન થઈ) કહેવા લાગ્યો કે હું તો તને મારી નાખીશ, (જેની કબૂલ થઇ) તેણે જવાબ આપ્યો કે અલ્લાહ તઆલા ડરવાવાળઓનું જ કાર્ય કબૂલ કરે છે.
Maide 5:28
૨૮. જો તું મને કતલ કરવા માટે પોતાનો હાથ આગળ વધારીશ તો પણ હું તને કતલ કરવા માટે મારો હાથ આગળ નહીં વધારું, હું તો અલ્લાહ તઆલાથી ડરું છું.
Maide 5:29
૨૯. હું તો ઇચ્છુ છું કે તું મારા પાપ અને પોતાના પાપોને પોતાના શિરે કરી લે અને તું જહન્નમી બની જા, અત્યાચારીઓનો આ જ બદલો છે.
Maide 5:30
૩૦. બસ! તેને તેની મનેચ્છાએ પોતાના ભાઇના કતલ માટે ઉભારી દીધો અને તેણે તેને કતલ કરી દીધો, જેથી તે નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ ગયો.
Maide 5:31
૩૧. પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો, જે જમીન ખોદી રહ્યો હતો જેથી તે કાતિલને બતાવે કે તે કેવી રીતે પોતાના ભાઇની લાશને છૂપાવી દે, તે કહેવા લાગ્યો કે અફસોસ! શું હું આ કાગડા જેવો પણ ન થઇ શકયો કે પોતાના ભાઇની લાશ છુપાવવાનો ઉપાય શોધી કાઢતો? પછી તો તે (ઘણો જ) પસ્તાયો.
Maide 5:32
૩૨. આ કારણે અમે બની ઇસ્રાઇલ માટે (તૌરાતમાં) લખી દીધું હતું કે જે વ્યક્તિ કોઇને વગર કારણે કતલ કરે અથવા તો ધરતી પર ફસાદ ઉભો કરવા માટે કતલ કર્યું તો જાણે કે તેણે સમગ્ર માનવજાતિની હત્યા કરી, અને જે વ્યક્તિ કોઇ એકના પ્રાણ બચાવી લે તો તેણે જાણે કે સમગ્ર માનવજાતિને જીવન પ્રદાન કર્યું, અને તેઓની પાસે અમારા ઘણા જ પયગંબરો સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, તો પણ તેઓ માંથી વધારે પડતા લોકો ધરતી પર અત્યાચાર અને અતિરેક કરનારાઓ જ રહ્યા.
Maide 5:33
૩૩. જે લોકો અલ્લાહ તઆલા અને તેના પયગંબર સાથે લડાઇ કરશે અને ધરતી પર અતિરેક કરતા ફરશે, તેમની સજા એ જ હોઈ શકે છે કે તેમને કતલ કરી દેવામાં આવે અથવા ફાંસીએ લટકાવી દેવામાં આવે, અથવા વિરુદ્ધ દિશાથી તેઓના હાથ-પગ કાપી નાંખવામાં આવે, અથવા તો તેમને દેશનિકાલ કરી દેવામાં આવે, આ તો તેઓ માટે દુનિયાના જીવનનું અપમાન અને આખિરતમાં તેઓ માટે સખત અઝાબ છે.
Maide 5:34
૩૪. તમારા કાબુ કરતા પહેલા જો તે લોકો તૌબા કરી લે (તેમને આ સજા આપવામાં નહીં આવે) તમને જાણ હોવી જોઈએ કે અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને અત્યંત દયાળુ છે.
Maide 5:35
૩૫. હે ઇમાનવાળાઓ! અલ્લાહ તઆલાથી ડરતા રહો અને તેની નિકટતા શોધો અને તેના માર્ગમાં જિહાદ કરો, જેથી તમે સફળ થઈ જાવ.
Maide 5:36
૩૬. જે લોકો કાફિર છે, જો તેઓ ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ તેમની પાસે હોય અથવા તેના જેટલું જ બીજું હોય, અને જો તેઓ આ બધું જ આપી કયામતના દિવસે થનારા અઝાબથી છુટકારો મેળવવા ઈચ્છે, તો પણ તેમની પાસેથી આ મુક્તિદંડ કબૂલ કરવામાં નહીં આવે. અને તેમને દુઃખદાયી અઝાબ થશે.
Maide 5:37
૩૭. આ લોકો ઇચ્છશે કે જહન્નમ માંથી નીકળી જાય, પરંતુ તેઓ ક્યારેય તેમાંથી નહીં નીકળી શકે, તેઓ માટે હંમેશા કાયમ રહેવાવાળો અઝાબ હશે.
Maide 5:38
૩૮. ચોરી કરવાવાળો પુરુષ હોય અથવા સ્ત્રી બન્નેનો હાથ કાપી નાખો, આ બદલો છે, જે તેમણે કર્યુ, સજા અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે.
Maide 5:39
૩૯. પછી જે વ્યક્તિ આ જુલમ કર્યા પછી તૌબા કરી લે અને પોતાની ઇસ્લાહ કરી લે તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરી લે છે, તે ખરેખર ખૂબ જ માફ કરનાર અને રહેમ કરવાવાળો છે.
Maide 5:40
૪૦. શું તમને ખબર નથી કે અલ્લાહ તઆલા માટે જ આકાશો અને ધરતીનું સામ્રાજ્ય છે, તે જેને ઇચ્છે સજા આપે અને જેને ઇચ્છે તેને માફ કરી દે, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Maide 5:41
૪૧. હે પયગંબર! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, પરંતુ તેઓના દિલ ઈમાન નથી લાવ્યા, અને કેટલાક યહૂદી લોકો પણ છે, જેઓ જૂઠ ગઢવા માટે કાન લગાવી રહ્યા છે, અને જેઓ તમારી પાસે નથી આવ્યા તેમના માટે તેઓ તમારી વાત સાંભળે છે, (અલ્લાહની કિતાબના) શબ્દોની જગ્યા નક્કી થઈ ગયા પછી તેની સમજુતી બદલી નાખે છે અને લોકોને કહેતા હોય છે કે જો આ પયગંબર આ પ્રમાણે આદેશ આપે તો જ માની લેશો, નહીં તો ન માનશો અને જેને અલ્લાહ ફિત્ના માં જ રાખવા માંગે તો તેને અલ્લાહની પકડથી બચાવવા માટે કાંઇ નથી કરી શકતા, અલ્લાહ તઆલા આવા લોકોના દિલોને પાક કરવા નથી માંગતો, તેમના માટે દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ આપવામાં આવશે.
Maide 5:42
૪૨. આ લોકો જૂઠી વાતો ગઢવા માટે જાસૂસી કરે છે, (તે સિવાય) હરામ ખાવાવાળા પણ છે, જો આ લોકો તમારી પાસે આવે તો તમને અધિકાર છે, ઇચ્છો તો તેઓ માટે ન્યાય કરો, નહીં તો તેઓને ટાળી દો, અને જો તમે મોઢું ફેરવી લેશો તો પણ આ લોકો તમને ક્યારેય કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા અને જો તમે ન્યાય કરો તો તેઓમાં ન્યાય સાથે નિર્ણય કરો, નિ:શંક ન્યાય કરનારાઓ સાથે અલ્લાહ મોહબ્બત કરે છે.
Maide 5:43
૪૩. (આશ્ચર્યની વાત છે કે) તેઓ પાસે તૌરાત હોવા છતાં, જેમાં અલ્લાહના આદેશો છે, કેવી રીતે તમને ન્યાય કરનારા બનાવે છે, ત્યાર પછી તેઓ આદેશોથી પણ ફરી જાય છે, ખરેખર આ લોકો ઈમાનવાળા નથી.
Maide 5:44
૪૪. અમે તૌરાત ઉતારી છે, જેમાં હિદાયત અને પ્રકાશ છે, તેં પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના ફેસલા કરતા હતા, જેઓ યહૂદી બની ગયા હતા, અને પરહેજગાર લોકો તેમજ આલિમો પણ (તૌરાત મુજબ જ ફેંસલો કરતા હતા), કારણકે તેઓને અલ્લાહની કિતાબની સુરક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ તે કિતાબ સત્ય હોવાના સાક્ષી પણ આપતા હતા, એટલા માટે તમે લોકોથી ન ડરશો પરંતુ મારાથી જ ડરો, અને મારી આયતોને નજીવી કિંમતના બદલામાં વેંચી ન નાખો, અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે.
Maide 5:45
૪૫. તેમના માટે અમે તૌરાતમાં આ વાત નક્કી કરી દીધી હતી કે પ્રાણના બદલામાં પ્રાણ, આંખના બદલામાં આંખ, નાકના બદલામાં નાક, કાનના બદલામાં કાન, દાંતના બદલામાં દાંત અને જખમોનો બરાબર બરાબર બદલો રહેશે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો, તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે. અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશ મુજબ ફેંસલો ન કરે તો આવા જ લોકો જાલિમ છે.
Maide 5:46
૪૬. અને અમે તે પયગંબરો પછી તેમની પાછળ ઈસા બિન મરયમને મોકલ્યા, જે પોતાના પહેલાની કિતાબ એટલે કે તૌરાતની પુષ્ટિ કરનારા હતા અને અમે તેમને ઈંજીલ આપી, જેમાં પ્રકાશ અને સત્ય માર્ગદર્શન હતું અને તે (ઈંજીલ) પોતાના પહેલાની કિતાબ તૌરાતની પુષ્ટિ કરતી હતી અને પરહેજગાર માટે તેમાં સ્પષ્ટ શિખામણ અને સત્ય માર્ગદર્શન હતું.
Maide 5:47
૪૭. અને ઈંજીલ વાળાઓ માટે પણ જરૂરી છે કે અલ્લાહ તઆલાએ જે કંઈ ઈંજીલમાં આદેશો આપ્યા છે, તે જ પ્રમાણે નિર્ણય કરે, અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે.
Maide 5:48
૪૮. અને અમે તમારી તરફ સાચી કિતાબ (કુરઆન) ઉતારી છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે અને તે (કિતાબો)ની સુરક્ષા પણ કરે છે, એટલા માટે તમે તેઓની અંદર અંદરની બાબતોમાં અલ્લાહએ ઉતારેલી કિતાબ મુજબ જ નિર્ણય કરો, જ્યારે તમારી પાસે સત્ય આવી ગયું છે તો સત્યથી હટીને તેઓની મનેચ્છાઓની પાછળ ન જાઓ, તમારા માંથી પ્રત્યેક માટે એક કાનૂન અને રસ્તો નક્કી કરી દીધો છે, જો અલ્લાહની ઇચ્છા હોત તો તમને બધાને એક જ જૂથ બનાવી દેત, પરંતુ તેની ઇચ્છા છે કે જે તમને આપ્યું છે તેમાં તમારી કસોટી કરે. તમે સદકાર્યો તરફ ઉતાવળ કરો, તમારે સૌએ અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે, પછી તે (અલ્લાહ) તમને તે દરેક વસ્તુની જાણ આપશે જેમાં તમે મતભેદ કરતા હતા.
Maide 5:49
૪૯. અને જ્યારે તમે તે લોકોની વચ્ચે નિર્ણય કરો તો અલ્લાહએ આપેલ આદેશ મુજબ જ નિર્ણય કરો, અને તે વાતથી સચેત રહેજો કે જે આદેશ અલ્લાહએ તમારી તરફ ઉતાર્યા છે, તેનાથી અથવા તેના થોડાક ભાગથી તમને ફેરવી ન દે. અને જો આ લોકો આ વાતોથી મોઢું ફેરવે તો જાણી લો કે અલ્લાહ તેમને એમના કેટલાક ગુનાહોની સજા આપવા ઈચ્છે છે, ખરેખર તેમના માંથી ઘણા અવજ્ઞાકારી લોકો છે.
Maide 5:50
૫૦. શું આ લોકો ફરીવાર અજ્ઞાનતાનો નિર્ણય ઇચ્છે છે? યકીન કરનારાઓ માટે અલ્લાહથી બહેતર નિર્ણય કરનાર કોઈ નથી હોઈ શકતું.
Maide 5:51
૫૧. હે ઈમાનવાળાઓ! તમે યહૂદી અને નસ્રાનીઓને મિત્ર ન બનાવો, આ તો એક-બીજાના જ મિત્રો છે, તમારા માંથી જે વ્યક્તિ પણ તેઓ માંથી કોઇની સાથે મિત્રતા રાખશે, તે નિ:શંક તેઓ માંથી છે, અત્યાચારીઓને અલ્લાહ તઆલા ક્યારેય હિદાયત નથી આપતો.
Maide 5:52
૫૨. તમે જોશો કે જેઓના દિલોમાં (નિફાકની) બિમારી છે તે દોડી દોડીને તેઓમાં (યહૂદીઓ અને નસ્રાનીઓ સાથે) ઘુસી રહ્યા છે અને કહે છે કે અમને ભય છે, એવું ન થાય કે કોઇ આફત અમારા પર આવી જાય, શક્ય છે કે અલ્લાહ તઆલા (મોમિનોને) વિજય અપાવે, અથવા તો પોતાની પાસેથી કોઇ બીજી વસ્તુ લાવે, પછી તો આ લોકો પોતાના હૃદયોમાં છૂપી વાતો પર શરમાવા લાગશે.
Maide 5:53
૫૩. અને ઈમાનવાળાઓ કહેશે શું આ જ તે લોકો છે, જેઓ અલ્લાહ તઆલાના નામની ઘણી કસમો ખાઈ કહે છે કે અમે તમારી સાથે છે તેઓના કાર્યો વ્યર્થ થઇ ગયા તેમજ તેઓએ નુકસાન જ ઉઠાવ્યું.
Maide 5:54
૫૪. હે ઈમાનવાળાઓ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના દીનથી ફરી જાય, તો અલ્લાહ તઆલા નજીક માંજ એવી કોમ લાવશે, જેમને અલ્લાહ પસંદ કરતો હશે અને તેઓ પણ અલ્લાહને પસંદ કરતા હશે, તે મુસલમાનો પર નમ્રતા દાખવનારા હશે, અને કાફિરો માટે સખત હશે, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે અને કોઇ નિંદા કરનાર ની નિંદાની પરવાહ પણ નહીં કરે, આ અલ્લાહ તઆલાની કૃપા છે, તે જેને ઇચ્છે, આપી દે, અલ્લાહ તઆલા આવરી લેનાર, જબરદસ્ત જ્ઞાનવાળો છે.
Maide 5:55
૫૫. (હે ઇમાનવાળોએ!) તમારો મિત્ર અલ્લાહ પોતે છે અને તેના પયગંબર છે અને ઈમાનવાળાઓ છે, જે નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રૂકુઅ કરનારાઓ છે.
Maide 5:56
૫૬. અને જે વ્યક્તિ અલ્લાહ તઆલા અને તેના પયગંબર અને મુસલમાનો સાથે મિત્રતા કરશે, (તે લોકો ભરોસો રાખે કે) અલ્લાહ તઆલાનું જૂથ જ વિજય પામશે.
Maide 5:57
૫૭. હે ઇમાનવાળાઓ! તે લોકો સાથે મિત્રતા ન કરો, જે લોકોને તમારા કરતા પહેલા કિતાબ આપવામાં આવી હતી, તેમના માંથી અને કાફિરો માંથી એવા લોકોને મિત્ર ન બનાવો, જેઓ તમારા દીનને ઠઠ્ઠામશ્કરી બનાવી બેઠા છે, અને જો તમે ઈમાનવાળા હોવ તો અલ્લાહ તઆલાથી ડરતા રહો.
Maide 5:58
૫૮. અને જ્યારે તમે નમાઝ માટે પોકારો છો તો તેઓ તેને ઠઠ્ઠામશ્કરી અને રમત બનાવી લે છે, તેનું કારણ એ છે કે તેઓ મૂર્ખ લોકો છે.
Maide 5:59
૫૯. તમે કહી દો હે અહલે કિતાબ! તમે અમારી સાથે ફકત એટલા માટે જ શત્રુતા રાખો છો કે અમે અલ્લાહ તઆલા પર અને જે કંઈ પણ અમારી તરફ ઉતારવામાં આવ્યું છે અને જે કંઈ પણ આ પહેલા ઉતારવામાં આવ્યું હતું, તેના પર ઈમાન લાવ્યા છે અને એટલા માટે પણ કે તમારા માંથી ઘણા લોકો વિદ્રોહી છે.
Maide 5:60
૬૦. તમે કહી દો કે શું હું તમને ન જણાવું કે તેના કરતા પણ વધારે ખરાબ ફળ પામનાર અલ્લાહ તઆલાની નજીક કોણ છે? તેઓ, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત (ફિટકાર) કરી અને જેમના પર તે ગુસ્સે થયો અને તેઓ માંથી કેટલાકને વાંદરા અને ડુક્કર બનાવી દીધા અને જે લોકોએ ખોટા તાગૂતની બંદગી કરી, આ જ લોકો ખરાબ દરજ્જાવાળા છે અને આ જ લોકો સત્યમાર્ગથી ઘણા જ પથભ્રષ્ટ થઇ ગયા છે.
Maide 5:61
૬૧. અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે તેઓ આવ્યા ત્યારે પણ કાફિર હતા અને જ્યારે ગયા ત્યારે પણ કાફિર જ હતા, અને જે કંઈ તેઓ છુપાવી રહ્યા છે, તેને અલ્લાહ તઆલા સારી રીતે જાણે છે.
Maide 5:62
૬૨. તમે જોશો કે તેઓ માંથી વધુ પડતા લોકો ગુનાહ, અત્યાચાર અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ પણ આ લોકો કરી રહ્યા છે તે અત્યંત ખોટા કાર્યો છે.
Maide 5:63
૬૩. તેઓને તેમના સદાચારી લોકો તથા તેમના આલિમો જુઠ્ઠી વાતો કહેવાથી અને હરામ વસ્તુઓ ખાવાથી કેમ નથી રોકતા? નિ:શંક ખરાબ કાર્ય છે, જે આ લોકો કરી રહ્યા છે.
Maide 5:64
૬૪. અને યહૂદીઓએ કહ્યું કે અલ્લાહ તઆલાના હાથ બંધાયેલા છે, તેઓના જ હાથ બંધાયેલા છે અને તેઓની આ વાતના કારણે તેઓ પર લઅનત કરવામાં આવી, પરંતુ અલ્લાહ તઆલાના બન્ને હાથ ખુલ્લા છે જેવી રીતે ઇચ્છે છે ખર્ચ કરે છે અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તેણે તેઓ માંથી વધારે પડતા લોકોને (હિદાયતના બદલામાં) કૂફર અને વિદ્રોહ કરવામાં આગળ વધારી દીધા, (જેના કારણે) અમે તેઓની અંદરોઅંદર જ કયામત સુધી શત્રુતા અને કપટ નાંખી દીધો, જ્યારે પણ આ લોકો યુધ્ધ કરવા માટે આગ ભડકાવવા લાગે છે તો અલ્લાહ તઆલા તેને હોલવી નાંખે છે, આ લોકો શહેરમાં ફસાદ ફેલાવતા રહે છે અને અલ્લાહ તઆલા ફસાદીને પસંદ નથી કરતો.
Maide 5:65
૬૫. અને જો આ કિતાબવાળાઓ ઈમાન લઇ આવે, અને ડરવા લાગે તો અમે તેઓના દરેક ગુનાહને માફ કરી દઇશું અને અમે ચોક્કસપણે તેઓને રાહત અને આરામવાળી જન્નતોમાં પ્રવેશ આપીશું..
Maide 5:66
૬૬. અને જો આ લોકો તૌરાત અને ઈંજીલ અને તેઓની તરફ જે કંઈ પણ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તેઓનું અનુસરણ કરતા તો આ લોકો પોતાના ઉપર નીચેથી રોજી પામતા અને ખાતા, એક જૂથ તો તેઓ માંથી (દીન બાબતે) સાવચેતી રાખનારાઓનું છે, તેઓ માંથી વધારે પડતા લોકો ખરાબ કાર્યો કરે છે.
Maide 5:67
૬૭. હે પયગંબર! જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે લોકો સુધી પહોંચાડી દો, જો તમે આવું ન કર્યુ તો તમે અલ્લાહની પયગંબરીનો હક અદા ન કર્યો, અને તમને અલ્લાહ તઆલા લોકોથી બચાવી લેશે, નિ:શંક અલ્લાહ તઆલા કાફિરોને સત્યમાર્ગ નથી બતાવતો.
Maide 5:68
૬૮. તમે કહી દો કે હે અહલે કિતાબ! જ્યાં સુધી તમે તૌરાત અને ઈંજીલ તેમજ જે કંઈ તમારી તરફ તમારા પાલનહારે અવતરિત કર્યુ છે, તેનું અનુસરણ નહી કરો, તો તમે દીનના કોઈ માર્ગ પર નથી, અને જે કંઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે તેઓ માંથી વધારે પડતા લોકોના અત્યાચાર અને ઇન્કાર કરવામાં વધારો કરી દેશે, તો તમે તે કાફિરો માટે નિરાશ ન થશો.
Maide 5:69
૬૯. જે લોકો ઈમાન લાવ્યા છે, અથવા યહૂદી છે અથવા તો સાબી છે અથવા નસરાની હોય તેઓ માંથી જે કોઈ (સાચા દિલથી) અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તો તેઓને ન તો કોઇ પણ જાતનો ભય હશે અને ન તો તેઓ નિરાશ થશે.
Maide 5:70
૭૦. અમે ખરેખર બની ઇસ્રાઇલ પાસેથી મજબૂત વચન લીધું હતું અને તેઓ તરફ પયગંબરોને પણ મોકલ્યા હતા, પરંતુ જ્યારે કોઈ પયગંબર તેઓની પાસે તે આદેશો લઇને આવ્યા, જે તેઓની મનેચ્છાઓની વિરોધમાં હતા, તો તેઓએ તેઓના એક જૂથને ઝુઠલાવ્યા અને એક જૂથને કતલ કરી નાખ્યા. .
Maide 5:71
૭૧. અને સમજી બેઠા કે કંઈ જ પકડ નહીં થાય, બસ! આંધળા, બહેરા બની ગયા, પછી અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબૂલ કરી, ત્યાર પછી પણ તેઓ માંથી વધુ પડતા લોકો આંધળા, બહેરા થઇ ગયા, અલ્લાહ તઆલા તેઓના કાર્યોને ખૂબ સારી રીતે જોવાવાળો છે.
Maide 5:72
૭૨. નિ:શંક તે લોકો કાફિર છે, જેઓએ કહ્યું કે મસીહ ઈબ્ને મરયમ જ અલ્લાહ છે, જો કે પોતે મસીહે તેઓને કહ્યું હતું કે હે બની ઇસ્રાઇલના! અલ્લાહની જ બંદગી કરો, જે મારો અને તમારા સૌનો પાલનહાર છે, કારણકે જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરે છે, અલ્લાહ તઆલાએ તેના પર જન્નત હરામ કરી દીધી છે, તેઓનું ઠેકાણું જહન્નમ જ છે અને પાપીઓની મદદ કરનાર કોઇ નહીં હોય.
Maide 5:73
૭૩. તે લોકો પણ સંપૂર્ણ કાફિર બની ગયા, જે લોકોએ કહ્યું અલ્લાહ ત્રણ માંથી ત્રીજો છે, ખરેખર અલ્લાહ જ એકલો ઇલાહ છે, જો આ લોકો પોતાની આવી વાતોથી અળગા ન રહ્યા તો તેઓ માંથી જે કાફિર રહ્યા તેઓને સખત દુઃખદાયી અઝાબ આપવામાં આવશે.
Maide 5:74
૭૪. આ લોકો અલ્લાહ તઆલા તરફ કેમ તૌબા નથી કરતા અને કેમ માફી નથી માંગતા? અલ્લાહ તઆલા તો ઘણો જ માફ કરનાર છે અને ઘણો જ દયાળુ છે.
Maide 5:75
૭૫. મસીહ ઈબ્ને મરયમ ફક્ત એક પયગંબર છે, આ પહેલા પણ ઘણા પયગંબરો આવી ગયા, તેમની માતા એક સાચી સ્ત્રી હતી, બન્ને મા-દીકરા ખાવાનું ખાતા હતા, તમે જોશો કે કેવી રીતે અમે તેમની સમક્ષ પુરાવા મૂકીએ છીએ, પછી ધ્યાન ધરો કે કેવી રીતે તેઓ ફરી રહ્યા છે?
Maide 5:76
૭૬. (હે પયગંબર)! તમે તેમને કહી દો કે શું તમે અલ્લાહને છોડીને તેની બંદગી કરો છો, જે ન તો તમારા કંઈ નુકસાનના માલિક છે અને ન તો કોઇ ફાયદાના, અલ્લાહ જ ખૂબ સાંભળવાવાળો અને ખૂબ જાણવાવાળો છે.
Maide 5:77
૭૭. તમે તેમને કહી દો કે હે અહલે કિતાબ! પોતાના દીનમાં ખોટી રીતે અતિરેક ન કરો અને તે લોકોની મનેચ્છાઓનું અનુસરણ ન કરો જે પહેલાથી ભટકી ગયેલા છે અને ઘણા લોકોને ભટકાવી પણ ચૂકયાં છે અને સત્યમાર્ગથી હટી ગયા છે.
Maide 5:78
૭૮. બની ઇસ્રાઇલ માંથી જે લોકો કાફિર બની ગયા, તેમના પર પર દાઉદ અને ઈસા બિન મરયમની જબાન વડે લઅનત કરવામાં આવી, કારણ કે તેઓ અવજ્ઞાકારી કરી અને હદ વટાવી જનારા હતા.
Maide 5:79
૭૯. અંદર અંદર એક-બીજાને ખરાબ કાર્યોથી રોકતા ન હતા, જે તેઓ કરતા હતા,જે કંઈ પણ આ લોકો કરતા હતા, નિ:શંક તે ઘણું જ ખરાબ કૃત્ય હતું.
Maide 5:80
૮૦. તેઓ માંથી ઘણા પડતા લોકોને તમે જોશો કે તે કાફિરો સાથે મિત્રતા રાખે છે, જે કંઈ તેઓએ તેમના માટે આગળ મોકલી રાખ્યું છે તે ઘણું જ ખરાબ છે કે તેના કારણે અલ્લાહ તઆલા તેઓથી નારાજ થયો અને તેઓ હંમેશા અઝાબ માંજ રહેશે.
Maide 5:81
૮૧. જો તેઓ અલ્લાહ તઆલા પર અને પયગંબર પર અને જે કંઈ તેમની તરફ ઉતારવામાં આવ્યું છે, તેના પર ઈમાન લાવતા, તો કાફિરોને દોસ્ત ન બનાવતા, પરંતુ તેઓ માંથી ઘણા લોકો અવજ્ઞાકારી લોકો છે.
Maide 5:82
૮૨. જે લોકો ઈમાન લાવ્યા છે તમે જોશો કે તેમની સાથે શત્રુતા રાખવામાં સૌથી વધારે યહૂદી અને મુશરિક લોકો છે અને જે લોકોએ કહ્યું હતું કે અમે નસરાની છે, તેઓને તમે મુસલમાનો સાથે મુહબ્બત ધરાવવામાં નજીક જોશો, કારણકે તેમનામાં ઈબાદત કરનાર આલિમ અને પરહેજગાર લોકો છે. અને તેઓ ઘમંડી નથી.
Maide 5:83
૮૩. અને જે કંઈ પયગંબર તરફ ઉતારવામાં આવ્યું છે, જ્યારે તેને સાંભળે છે, તો તમે તેઓની આંખોને આંસુથી ભરેલી જૂઓ છો, એટલા માટે કે તેઓ સત્યને ઓળખી ગયા છે, તેઓ કહે છે કે હે અમારા પાલનહાર! અમે ઈમાન લાવ્યા, જેથી તું અમારું નામ ગવાહી આપનાર લોકોમાં લખી દે .
Maide 5:84
૮૪. છેવટે અમે અલ્લાહ પર અને જે સત્ય અમારી પાસે આવી ગયું છે, તેના પર ઈમાન કેમ ન લાવીએ? અને અમે તે વાતની આશા રાખીએ છીએ કે અમારો પાલનહાર અમને સદાચારી લોકોમાં કરી દેશે.
Maide 5:85
૮૫. તેમની તે વાતને કારણે અલ્લાહ તેમને બગીચાઓ આપશે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે અને એહસાન કરવાવાળાઓનો આ જ બદલો છે.
Maide 5:86
૮૬. અને જે લોકોએ કૂફર કર્યો અને અમારી આયતોને જુઠલાવતા રહ્યા, તે લોકો જ જહન્નમી છે.
Maide 5:87
૮૭. હે ઈમાનવાળાઓ! અલ્લાહ તઆલાએ જે પવિત્ર વસ્તુઓ તમારા માટે હલાલ કરી છે તેને હરામ ન કરો અને હદવટાવી ન નાખો, નિ:શંક અલ્લાહ તઆલા હદવટાવી જનારાઓને પસંદ નથી કરતો.
Maide 5:88
૮૮. અને અલ્લાહ તઆલાએ જે વસ્તુઓ તમને આપી છે, તેમાંથી હલાલ અને પવિત્ર વસ્તુઓ ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેના પર તમે ઈમાન ધરાવો છો.
Maide 5:89
૮૯. અલ્લાહ તઆલા તમારી નકામી સોંગદો પર પકડ નથી કરતો, પરંતુ પકડ તે સોંગદો પર કરે છે કે જે સોગંદોને તમે સાચા દિલથી ખાઓ, (જો તમે આવી કસમો તોડી નાખો તો) તેનો કફ્ફારો દસ લાચારોને મધ્યમ ખવડાવવું છે, જે પોતાના ઘરવાળાઓને ખવડાવતા હોય, અથવા તો તેમને કપડા આપવા, અથવા એક દાસ (ગુલામ) તથા બાંદીને મુક્ત કરાવવું છે અને જે તાકાત ન ધરાવતો હોય, તેના પર ત્રણ દિવસના રોઝા છે, આ તમારી સોગંદોનો કફ્ફારો છે, જ્યારે કે તમે સોગંદ ખાઇ લો અને પોતાની સોગંદોને તોડી નાખો, અને (બહેતર એ જ છે) કે તમે તમારી સોગંદોની હિફાજત કરો, અલ્લાહ તઆલા આ જ પ્રમાણે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે, જેથી તમે તેનો વ્યક્ત કરો.
Maide 5:90
૯૦. હે ઈમાનવાળાઓ! વાત એ જ છે કે શરાબ, જુગાર, સ્થળ અને શગુન કાઢવા માટે પાસાના તીર, આ બધું જ ખરાબ વાતો અને શેતાની કૃત્ય છે, તેનાથી તદ્દન અળગા રહો, જેથી તમે સફળ બનો.
Maide 5:91
૯૧. શેતાન તો એવું ઇચ્છે છે કે શરાબ અને જુગાર વડે તમારી વચ્ચે શત્રુતા અને કપટ ભરી દે અને તમને અલ્લાહ તઆલાના ઝિકર અને નમાઝથી રોકી રાખે, તો શુ તમે (આ વસ્તુઓથી) રુકી જવાવાળા છો?
Maide 5:92
૯૨. અને તમે અલ્લાહ તઆલાના (આદેશોનું) અનુસરણ કરતા રહો, અને પયગંબરનું પણ, અને (આ અવજ્ઞાથી) બચીને રહો, પછી જો તમે આદેશને નહીં માનો તો જાણી લો કે અમારા પયગંબરની જવાબદારી ફકત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.
Maide 5:93
૯૩. જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે, જો કે હવેથી અળગા રહો અને ઈમાન લાવો, અને નેક અમલ કરો અને પરહેજગારી અપનાવો અને ઈમાન લાવો, પછી (જેનાથી રોકવામાં આવે) તેનાથી બચીને રહો, અહેસાન કરો અને અલ્લાહ એહસાન કરવાવાળાઓ ને પસંદ કરે છે.
Maide 5:94
૯૪. હે ઈમાનવાળાઓ! અલ્લાહ તઆલા તે શિકાર વડે તમારી કસોટી કરશે, જેના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી ગયા હોય, જેથી અલ્લાહ તઆલા જાણી લે કે કોણ તેનાથી વીણદેખે ડરે છે, તો પણ જો કોઈ તેની હદ હટાવી દેશે, તેના માટે દુ:ખદાયી અઝાબ છે.
Maide 5:95
૯૫. હે ઈમાનવાળાઓ! તમે અહેરામની સ્થિતિમાં હોવ તો શિકાર ન કરો, જે વ્યક્તિ તમારા માંથી જાણી જોઇને કતલ કરશે તો તેના પર ફિદયો આપવો જરૂરી છે, જે શિકાર કરેલ જાનવર બરાબર હોવું જોઇએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરશે, અને તે જાનવર કઅબતુલ્લાહ પાસે કુરબાન કરવામાં આવે, અથવા થોડાક લાચારોને ખવડાવવું, અથવા તેના બરાબર રોઝા રાખવા, તેનો કફફારો છે, આ એટલા માટે કે પોતાના કામની સજા ચાખે, જે કંઈ આ આદેશ પહેલા થઈ ગયું, તેને અલ્લાહએ માફ કરી દીધું અને જે કોઈ હવે કરશે તો અલ્લાહ તઆલા તેને સજા આપશે અને અલ્લાહ વિજયી છે અને બદલો લેવાની તાકાત ધરાવે છે.
Maide 5:96
૯૬. તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે, તમારા ફાયદા માટે અને મુસાફરો માટે, અને ધરતીનો શિકાર તમારા માટે હરામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તમે એહરામની સ્થિતિમાં હોય, અને અલ્લાહ તઆલાથી ડરો, જેની પાસે ભેગા કરવામાં આવશો.
Maide 5:97
૯૭. અલ્લાહ તઆલાએ કાબાને, જે પવિત્ર સ્થળ છે, (શાંતિ અને એકઠા થવાનું) સ્થળ બનાવી દીધું, અને ઇજજતવાળા મહિનાને પણ અને હરમમાં કુરબાન થનાર જાનવરને પણ અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટા હોય, આ એટલા માટે કે જેથી તમે જાણી લો કે અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે. અને નિ:શંક અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને ખૂબ સારી રીતે જાણે છે.
Maide 5:98
૯૮. તમે જાણી લો કે અલ્લાહ તઆલા અઝાબ આપવામાં પણ સખત છે અને તે માફ કરનાર અને રહમ કરવાવાળો છે.
Maide 5:99
૯૯. પયગંબરની જવાબદારી તો ફકત પહોંચાડી દેવાની છે અને જે કંઈ પણ તમેં જાહેર કરો છો અને જે કંઈ પણ તમે છુપાવો છો, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
Maide 5:100
૧૦૦. તમે તેમને કહી દો કે અપવિત્ર અને પવિત્ર સરખું નથી, ભલેને તમને અપવિત્ર સારું લાગતું હોય, બુદ્ધિશાળી લોકો અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમે સફળ બનો.
Maide 5:101
૧૦૧. હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે અને જો તમે કુરઆનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તે તમારા પર જાહેર કરી દેવામાં આવશે, પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે.
Maide 5:102
૧૦૨. આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના કારણે તેઓ ઇન્કાર કરનારા બની ગયા.
Maide 5:103
૧૦૩. અલ્લાહ તઆલાએ ન બહીરહને, ન સાઇબહને, ન વસીલહને, અને ન હામને હલાલ કર્યા છે, (આ તે જાનવરોના નામ છે જેને મક્કાના મુશરિક લોકો અલ્લાહ સિવાય બીજા પૂજ્યોના નામ લઇ કુરબાન કરતા હતા). પરંતુ જે લોકો કાફિર છે તે અલ્લાહ તઆલા પર જુઠ્ઠાણું બાંધે છે અને તેમના માંથી ઘણા મૂર્ખ છે.
Maide 5:104
૧૦૪. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આઓ! તે વસ્તુ તરફ જે અલ્લાહ તઆલાએ ઉતારી છે અને આઓ રસૂલ તરફ, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતુ છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, ભલેને તેઓના પૂર્વજો કંઈ પણ જાણતા ન હોય, અને ન તો હિદાયત પર હોય. (તો પણ તેઓ તેમનું જ અનુસરણ કરશે).
Maide 5:105
૧૦૫. હે ઈમાનવાળાઓ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહીં શકે, અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.
Maide 5:106
૧૦૬. હે ઈમાનવાળાઓ! જો તમારા માંથી કોઈની મૌત આવી પહોંચે, તો વસિયત કરતી વખતે પોતાના (મુસલમાનો માંથી) બે ન્યાય કરનારને નિર્ણાયક બનાવી લો, અને જો તમે સફરમાં હોવ, ત્યાં તમને મૌત આવી પહોંચે તો બે બિન મુસ્લિમોને પણ ગવાહ બનાવી શકો છો, જો તમને કોઈ શંકા થાય તો તે બન્નેને નમાઝ પછી મસ્જિદમાં રોકી લો, પછી તે અલ્લાહની કસમ ખાઈ કહે કે અમે (અમારા ફાયદા માટે) ગવાહી વેચનારા નથી, ભલેને અમારો કોઈ સંબંધી જ કેમ ન હોય, અને અમે (અલ્લાહ માટે) ગવાહી નહીં છુપાવીએ અને જો અમે આવું કરીશું તો અમે પાપી બની જઈશું,
Maide 5:107
૧૦૭. પછી જો તમને ખબર પડી જાય કે તે બન્ને ગુનાહમાં પડી સત્ય વાત છુપાવી રહ્યા છે, તો તેમની જગ્યાએ બીજા બે ગવાહી આપનાર ઉભા થાય, જે પહેલા બન્ને (બિન મુસ્લિમ) ગવાહો કરતા સક્ષમ હોય, અને તે લોકો તરફથી હોય, જેમનો હક મારવામાં આવ્યો હોય, તે અલ્લાહની કસમ ખાઈ કહે, કે અમારી સાક્ષી પહેલાના બન્ને સાક્ષીઓ કરતા વધારે સાચી છે અને અમે કોઈ અતિરેક નથી કર્યો. જો અમે આવું કર્યું તો ખરેખર અમે ઝાલિમ બની જઈશું.
Maide 5:108
૧૦૮. આ રીત વધારે યોગ્ય લાગે છે કે લોકો સાચી ગવાહી આપતા રહેશે, અથવા એ વાતથી ડરતા રહેશે કે તેમની કસમો ખાઈ લીધા પછી બીજા બન્નેની કસમોના કારણે રદ ન થઈ જાય, અને અલ્લાહથી ડરતા રહો અને તેના આદેશો ધ્યાનથી સાંભળો અને અલ્લાહ અવજ્ઞાકારી લોકોને હિદાયત નથી આપતો.
Maide 5:109
૧૦૯. જે દિવસે અલ્લાહ તઆલા દરેક પયગંબરોને ભેગા કરશે અને તેમને પુછશે કે તમને (દુનિયામાં) શું જવાબ મળ્યો હતો, તેઓ કહેશે કે અમને કંઈ જ ખબર નથી, તું જ ખરેખર છૂપી વાતોને પૂરી રીતે જાણનાર છે.
Maide 5:110
૧૧૦. અને (તે સમયને યાદ કરો) જ્યારે અલ્લાહ તઆલા ઇસા ઈબ્ને મરયમને કહેશે, ઈસા! મારા તે અહેસાનને યાદ કરો જે મેં તમારા પર અને તમારી માતા પર કર્યો હતો, જ્યારે મેં તમારી રુહુલ્ કુદુસ દ્વારા તમારી મદદ કરી તો ખોળામાં અને મોટી ઉંમરે પણ લોકો સાથે સરખી વાત કરતા હતા અને જ્યારે મેં તમને કિતાબ અને હિકમત, તૌરાત અને ઈંજિલ શીખવાડી, અને જ્યારે તમે મારા આદેશથી માટીથી પંખીઓના મુખ બનાવતા હતા, અને તેમાં ફૂંક મારતા હતા, તો મારા આદેશથી સાચે જ તે પંખી બની જતું હતું, અને તું જન્મના અંધ વ્યક્તિને મારા આદેશથી તંદુરસ્ત કરી દેતો હતો, અને જ્યારે મૃતકોને મારા આદેશથી (કબરો માંથી) કાઢી ઉભા કરી દેતો, અને જ્યારે તમે બનુ ઇસરાઇલ સામે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો મેં જ તમને તેમનાથી બચાવ્યા હતા, પછી તે લોકો માંથી જે લોકોએ ઇન્કાર કર્યો હતો તેઓ આ મુઅજિઝા જોઈ કહેવા લાગ્યા કે આ તો ખુલ્લું જાદુ છે.
Maide 5:111
૧૧૧. અને જ્યારે કે મેં હવ્વારી (મદદ કરનાર) ને આદેશ આપ્યો કે તમે મારા પર અને મારા પયગંબર પર ઈમાન લાવો, તેઓએ કહ્યું કે અમે ઈમાન લાવ્યા અને તમે સાક્ષી રહો કે અમે સંપૂર્ણ આજ્ઞાકારી છે.
Maide 5:112
૧૧૨. તે સમય યાદ કરવા જેવો છે, જ્યારે કે હવ્વારીઓએ પૂછ્યું કે હે મરયમના દિકરા ઈસા! શું તમારો પાલનહાર અમારા પર આકાશ માંથી એક ભોજનનો થાળ ઉતારી શકે છે? તેમણે કહ્યું કે અલ્લાહથી ડરો જો તમે ઈમાનવાળા હોય.
Maide 5:113
૧૧૩. તેઓએ કહ્યું કે અમે એવું ઇચ્છીએ છીએ કે તેમાંથી ખાઇએ અને અમારા હૃદયને શાંતિ મળી જાય અને અમારી આસ્થામાં વધારો થઇ જાય કે તમે અમને સત્ય વાત કહી છે અને અમે સાક્ષી આપનારાઓ માંથી થઇ જઇએ.
Maide 5:114
૧૧૪. ઈસા બિન મરયમે દુઆ કરી કે, હે અલ્લાહ! હે અમારા પાલનહાર! અમારા પર આકાશ માંથી ભોજન ઉતાર, જે અમારા પહેલા અને પાછળના દરેક લોકો માટે ખુશીનું કારણ બને, અને તારા તરફથી મુઅજિઝો હોય, તું સૌથી વધારે ઉત્તમ રોજી આપનાર છે.
Maide 5:115
૧૧૫. અલ્લાહ તઆલાએ કહ્યું કે હું તે ભોજન તમારા પર ઉતારવાવાળો છું, પછી જે વ્યક્તિ તમારા માંથી અતિરેક કરશે, તેને હું એવી સજા આપીશ કે તે સજા દુનિયાવાળાઓ માંથી કોઇને નહીં આપું.
Maide 5:116
૧૧૬. અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે અલ્લાહ તઆલા ક્યામયના દિવસે કહેશે કે હે ઈસા બિન મરયમ! શું તમે તે લોકોને કહ્યું હતું કે અલ્લાહને છોડીને મને અને મારી માતાને ઇલાહ બનાવી લો? ઈસા જવાબ અપાશે, હે અલ્લાહ! તું પવિત્ર છે, હું આવી વાત કેવી રીતે કરી શકું છું, જે વાત કરવાનો મને આદેશ ન હતો? જો મેં આ પ્રમાણેની વાત કહી હોત તો તું સારી રીતે આ વાત જાણતો હોત, કારણકે જે કંઈ પણ મારા દિલમાં છે, તે તું જાણે છે અને જે કંઈ તારા દિલમાં છે તે હું નથી જાણતો, તું તો છુપાયેલી વાતોને પણ સારી રીતે જાણવવાળો છે.
Maide 5:117
૧૧૭. મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો, જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ, હું જ્યાં સુધી તેમની વચ્ચે રહ્યો તેમના પર સંરક્ષક બનીને રહ્યો, પછી જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે.
Maide 5:118
૧૧૮. જો તું તેઓને સજા આપે તો તેઓ તારા બંદા છે, અને જો તું તેઓને માફ કરી દે તો તું જબરદસ્ત હિકમતવાળો છે.
Maide 5:119
૧૧૯. અલ્લાહ તઆલા (આ દુઆના જવાબમાં) કહેશે કે આ તે દિવસ છે કે જે લોકો સાચા હતા, તેઓનું સાચું હોવું તેમને કામમાં આવશે, તેઓને બગીચાઓ મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, અલ્લાહ તઆલા તેઓથી રાજી અને ખુશ, અને આ લોકો અલ્લાહથી રાજી અને ખુશ છે, આ મોટી સફળતા છે.
Maide 5:120
૧૨૦. આકાશો અને જમીનમાં અને જે કંઈ તેમાં છે, દરેકનો માલિક અલ્લાહ જ છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Enam 6:1
૧. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને અંધકાર અને પ્રકાશ બનાવ્યા, તો પણ જે લોકો કાફિર છે તેઓ અન્યને પોતાના પાલનહાર બરાબર ઠેહરાવે છે.
Enam 6:2
૨. તે જ છે, જેણે તમારું સર્જન માટી વડે કર્યું, પછી એક સમય નક્કી કર્યો (અર્થાત મૌત) અને બીજો એ કસમય નક્કી છે, (અર્થાત કયામતનો દિવસ) તો પણ તમે અલ્લાહ વિશે શંકા કરી રહ્યા છો.
Enam 6:3
૩. અને તે જ અલ્લાહ છે, જે આકાશોમાં પણ છે અને ધરતીમાં પણ છે, તે તમારી છૂપી (વાતો)ને અને તમારી જાહેર (વાતો) ને પણ જાણે છે અને તમે જે કંઈ કાર્ય કરો છો તેને પણ જાણે છે.
Enam 6:4
૪. અને (આ કાફિરો) પાસે તેમના પાલનહાર તરફથી કોઇ પણ નિશાની આવી તો તેઓ તેનાથી અળગા જ રહે છે.
Enam 6:5
૫. તેઓ પાસે સત્ય આવી ગઈ તો તેઓએ તેને જુઠલાવી દીધું અને જે કંઈ બાબતો વિશે તેઓ મજાક કરી રહ્યા છે, નજીકમાં જ તેઓ તેમને પહોંચીને રહેશે.
Enam 6:6
૬. શું તેઓએ જોયું નથી કે અમે તેમનાથી પહેલા કેટલીય કોમોને નષ્ટ કરી ચૂકયા છીએ, જેઓને અમે દુનિયામાં એવી શક્તિ આપી હતી જેવી શક્તિ અમે તમને નથી આપી અને અમે તેઓ પર મુશળધાર વરસાદ વરસાવ્યો અને તેઓની નીચેથી નહેરો વહેતી કરી દીધી, પછી અમે તેઓને તેઓના ગુનાહોના કારણે નષ્ટ કરી દીધા અને તેઓ પછી બીજી કોમ પેદા કરી દીધી.
Enam 6:7
૭. અને (કાફિરોની સ્થિતિ આ પ્રમાણે છે કે) જો અમે કાગળ પર લખેલ કિતાબ તમારા પર ઊતારતા, પછી તેને આ લોકો પોતાના હાથ વડે અડી પણ લેતા, તો પણ આ કાફિરો એવું જ કહેતા કે આ તો સ્પષ્ટ જાદુ જ છે.
Enam 6:8
૮. અને આ લોકો એવું કહેતા કે તેઓની પાસે કોઇ ફરિશ્તા કેમ ઉતારવામાં નથી આવતા? અને જો અમે કોઇ ફરિશ્તા મોકલી દેતા, તો વાત જ પૂરી થઇ જાત, પછી તેઓને થોડીક પણ મહેતલ આપવામાં ન આવતી.
Enam 6:9
૯. અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમે તેમને તે જ શંકામાં નાખી દેતા, જે શંકા તેઓ અત્યારે કરી રહ્યા છે.
Enam 6:10
૧૦. અને તમારાથી પહેલા જે પયગંબર થઇ ચૂક્યા છે, તેઓની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જે લોકોએ તેઓની (પયગંબરો) સાથે મજાક કરી હતી, તેઓને તે અઝાબે ઘેરી લીધા, જેનો મજાક ઉડાવતા હતા.
Enam 6:11
૧૧. તમે કહી દો કે થોડું ધરતી પર હરો-ફરો, પછી જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ?
Enam 6:12
૧૨. તમે કહી દો કે જે કંઈ આકાશો અને ધરતીમાં છે, તેનો માલિક કોણ છે? તમે કહી દો કે તે સૌનો માલિક અલ્લાહ જ છે, અલ્લાહએ પોતાના પર રહેમતને જરૂરી કરી લીધી છે. તમને અલ્લાહ કયામતના દિવસે એકઠા કરશે, તેમાં કોઇ શંકા નથી, જે લોકોએ પોતે પોતાને નુકસાનમાં નાખ્યા છે, તેઓ ઈમાન નહીં લાવે.
Enam 6:13
૧૩. રાત અને દિવસમાં જે કંઈ પણ છે, તે બધું જ અલ્લાહનું જ છે, અને તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
Enam 6:14
૧૪. તમે કહી દો કે શું હું અલ્લાહ સિવાય બીજાને દોસ્ત સમજું? જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, અને જે ખોરાક આપે છે અને કોઈની પાસે ખોરાક લેતો નથી, તમે તેમને કહી દો કે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું સૌથી પહેલા ઇસ્લામનો સ્વીકાર કરું અને હું મુશરિકો માંથી ક્યારેય ન થઇ જઉં.
Enam 6:15
૧૫. તમે કહી દો કે જો હું પોતાના પાલનહારની અવજ્ઞા કરું તો હું એક મોટા દિવસના અઝાબથી ડર રાખું છું.
Enam 6:16
૧૬. તે દિવસે જે કોઈ અઝાબથી બચી જશે, તેના પર અલ્લાહએ ઘણી જ કૃપા કરી, અને આ મોટી સફળતા છે.
Enam 6:17
૧૭. અને જો અલ્લાહ તમને કોઈ તકલીફ પહોંચાડવા ઈચ્છે તો તે તકલીફને તેના સિવાય કોઈ દૂર નથી કરી શકતું અને જો અલ્લાહ તમારી સાથે કોઈ ભલાઈ કરવા ઈચ્છે તો તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Enam 6:18
૧૮. અને તે જ અલ્લાહ પોતાના બંદાઓ પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે જ મોટી હિકમતવાળો છે અને બધી જ ખબર રાખનાર છે.
Enam 6:19
૧૯. તમે કહી દો કે સૌથી મોટી ગવાહી કોની છે? તમે કહી દો કે અલ્લાહની, જે મારી અને તમારી વચ્ચે ગવાહ છે, અને મારી પાસે આ કુરઆન વહી દ્વારા એટલા માટે ઉતારવામાં આવ્યું છે, જેથી હું આ કુરઆન દ્વારા તમને અને જે લોકો સુધી આ કુરઆન પહોંચે તે સૌને સચેત કરું, શું તમે સાચે જ આ સાક્ષી આપશો કે અલ્લાહ તઆલા સાથે બીજા અન્ય મઅબૂદ પણ છે, તમે કહી દો કે હું તો આવી સાક્ષી નથી આપતો, તમે કહી દો કે બસ! તે તો એક જ ઇલાહ છે અને જે કોઈ વસ્તુને પણ તમે તેની સાથે ભાગીદાર બનાવો છો તે બધાથી હું અળગો છું.
Enam 6:20
૨૦. જે લોકોને અમે કિતાબ આપી છે, તે લોકો પયગંબરને એવી રીતે ઓળખે છે, જેવી રીતે પોતાના સંતાનને ઓળખે છે, જે લોકોએ પોતે જ પોતાને નુકસાનમાં રાખ્યા છે તેઓ ઈમાન નહીં લાવે.
Enam 6:21
૨૧. અને તેના કરતા વધારે જાલિમ કોણ હોઇ શકે છે, જે અલ્લાહ તઆલા પર જૂઠ્ઠાણું બાંધે, અથવા અલ્લાહની આયતોને જુઠી ઠેહરાવે? આવા જાલિમ સફળ નહીં થાય.
Enam 6:22
૨૨. અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જે દિવસે અમે તે બધાને ભેગા કરીશું, પછી અમે મુશરિકોને કહીશું કે તમારા તે ભાગીદારો ક્યાં છે, જેમને તમે અલ્લાહના ભાગીદાર સમજતા હતા?
Enam 6:23
૨૩. પછી કોઈ બહાનું નહીં મળે, પરંતુ જો એવું કહી દે હે અલ્લાહ! અમારા પાલનહાર તારી કસમ! અમે તો મુશરિક જ ન હતા.
Enam 6:24
૨૪. જુઓ! પોતાના વિશે કેવી રીતે જુઠ બોલી રહ્યા છે, અને જે લોકોને જુઠા (મઅબૂદ) બનાવતા હતા, તે બધા ગાયબ થઈ જશે.
Enam 6:25
૨૫. અને તેઓ માંથી કેટલાક એવા છે, જેઓ તમારી તરફ કાન ધરે છે અને અમે તેઓના હૃદયો પર પરદો નાંખી દીધો છે જેનાથી તેઓ સમજી ન શકે અને તેઓના કાનમાં બૂચ નાંખી દીધા છે, અને જો તે લોકો બધા જ પૂરાવાને જોઇ લે તો પણ તેના પર ઈમાન નહીં લાવે, હદ તો એ છે કે જ્યારે આ લોકો તમારી પાસે આવીને ઝઘડો કરે છે, તો કાફિરો કહે છે, આ તો ફક્ત પહેલાના કિસ્સાઓ છે.
Enam 6:26
૨૬. અને આ લોકો સત્ય માર્ગથી બીજાને રોકે છે અને પોતે પણ તેનાથી દૂર દૂર રહે છે અને આ લોકો પોતાને જ નષ્ટ કરી રહ્યા છે, પરંતુ સમજતા નથી.
Enam 6:27
૨૭. અને કાશ તમે તે સમય જોઈ લેતા, જ્યારે આ લોકોને જહન્નમ પાસે ઊભા રાખવામાં આવશે તો કહેશે, કદાચ અમને ફરીવાર દુનિયામાં મોકલવામાં આવતા, તો અમે અમારા પાલનહારની આયતોને જૂઠી નહીં ઠેરવીએ, અને ઈમાનવાળાઓ માંથી થઇ જઈશું
Enam 6:28
૨૮. (વાત આમ નથી) પરંતુ જે વસ્તુને આ પહેલાં છુપાવતાં હતા, તે તેઓની સામે આવી ગઈ, અને જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા અને ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
Enam 6:29
૨૯. અને આ લોકો કહે છે કે ફકત આ દુનિયાનું જીવન જ અમારું જીવન છે અને અમે (બીજી વખત) જીવિત કરવામાં નહીં આવીએ.
Enam 6:30
૩૦. અને કાશ જો તમે તે સમયે જોતા જ્યારે આ લોકોને પોતાના પાલનહાર સમક્ષ ઊભા કરવામાં આવશે, અલ્લાહ કહેશે કે શું આ સાચું નથી? તે કહેશે અમારા પાલનહારની કસમ! કેમ નહીં, અલ્લાહ તઆલા કહેશે તો હવે પોતાના કૂફરના કારણે અઝાબનો (સ્વાદ) ચાખો.
Enam 6:31
૩૧. અને જે લોકોએ અલ્લાહ સાથે મુલાકાત કરવાને જુઠલાવી, તેઓ નુકસાનમાં રહ્યા, અહીં સુધી કે કયામત અચાનક આવી જશે, તો કહેશે કે અફસોસ છે અમારી સુસ્તી પર, જે આ વિષે થઇ, અને સ્થિતિ એવી થશે કે તેઓ પોતાની પીઠ પર ભાર ઉઠાવેલ હશે, ખબરદાર! જે વસ્તુનો ભાર ઉઠાવ્યો હશે, તે કેટલો ખરાબ ભાર હશે?
Enam 6:32
૩૨. અને દુનિયાનું જીવન તો ફક્ત ખેલ-તમાશા જ છે, અને અલ્લાહથી ડરવાવાળાઓ માટે આખિરતનું ઘર જ ઉત્તમ છે, શું તમે વિચારતા નથી?
Enam 6:33
૩૩. (હે મુહમ્મદ) અમે સારી રીતે જાણીએ છીએ કે તમને તે લોકોની વાતો નિરાશ કરે છે, આ લોકો તમને જુઠ્ઠા નથી કહેતા, પરંતુ આ અત્યાચારી લોકો તો અલ્લાહની આયતોનો ઇન્કાર કરે છે.
Enam 6:34
૩૪. અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ જુઠલાવવામાં આવ્યા, જે વાતોના કારણે તેમને જુઠલાવવામાં આવ્યા, તેઓએ તેના પર ધીરજ રાખી, અને તેઓને તકલીફો પણ આપવામાં આવી, ત્યાં સુધી કે અમારી મદદ તેઓ માટે આવી ગઇ અને અલ્લાહ તઆલાની વાતોને કોઇ બદલી શકતું નથી અને તમારી પાસે કેટલાક પયગંબરોની કેટલીક વાતો પહોંચી ગઇ છે.
Enam 6:35
૩૫. અને જો (કાફિરો)ની અવગણના તમને તકલીફ પહોંચાડતી હોય, તો તમે ધરતીમાં કોઇ સુરંગ અથવા આકાશમાં કોઇ સીડી લગાવી, તેમની પાસે કોઈ મુઅજિઝો લાવી દો, જો તમે લાવી શકતા હોય, અને જો અલ્લાહ ઇચ્છતો, તો તે સૌને હિદાયત પર ભેગા કરી દેતો, (પરંતુ તેની આ ઈચ્છા નથી) તો તમે જાહિલ લોકો માંથી ન બની જશો.
Enam 6:36
૩૬. વાત તો તે લોકો જ માને છે, જેઓ (દિલના કાન વડે) સાંભળે છે અને મૃતકોને અલ્લાહ જીવિત કરીને ઉઠાવશે, પછી બધા અલ્લાહ તરફ જ લાવવામાં આવશે.
Enam 6:37
૩૭. અને આ લોકો કહે છે કે અમારા પર અમારા પાલનહાર તરફથી કોઈ મુઅજિઝો કેમ ઉતારવામાં નથી આવ્યો, તમે તેમને કહી દો કે મૂઅજિઝો તો ફક્ત અલ્લાહ જ ઉતારી શકે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો અજાણ છે.
Enam 6:38
૩૮. અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે.
Enam 6:39
૩૯. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે, તે તો અંધકારમાં બહેરા અને મૂંગા થઇ રહ્યા છે, અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્ય માર્ગદર્શન આપી દે.
Enam 6:40
૪૦. તમે તેમને કહી દો કે જો તમારા પર અલ્લાહનો અઝાબ આવી પહોંચે અથવા કયામતનો દિવસ આવી જાય તો તે સમયે તમે અલ્લાહ સિવાય કોઈ બીજાને પોકારશો? બોલો જો તમે સાચા હોવ.
Enam 6:41
૪૧. પરંતુ તે સમયે ફક્ત અલ્લાને જ પોકારશો, પછી જે તકલીફના કારણે તમે તેને પોકારી રહ્યા છો, જો તે ઇચ્છશે તો તેને દૂર પણ કરી દે છે, તે સમયે તમે જેને ભાગીદાર ઠહેરાવો છો તેમને ભૂલી જાઓ છો. .
Enam 6:42
૪૨. તમારા પહેલા અમે ઘણી કોમ તરફ પયગંબર મોકલી ચુક્યા છે, પછી (જ્યારે લોકોએ નાફરમાની કરી તો) અમે તેમને સખતી અને તકલીફમાં નાખી દીધા, જેથી તેઓ આજીજી સાથે દુઆ કરે.
Enam 6:43
૪૩. પછી જ્યારે તેમના પર અમારો અઝાબ આવ્યો તો આજીજી કેમ ન કરી? પરંતુ તેમના દિલ તો વધારે સખત થઈ ગયા, અને જે કામ તેઓ કરી રહ્યા હતા, શેતાને તે કામ તેમને સુંદર બનાવી તેમને બતાવ્યું.
Enam 6:44
૪૪. પછી અમે જે નસીહત કરી હતી તે નસીહત તેઓએ ભુલાવી દીધી તો અમે તેમના પર (ખુશહાલી)ના દ્વાર ખોલી નાખ્યા, અહીં સુધી કે જે કઈ અમે તેમને આપ્યું હતી તેમાં મસ્ત થઈ ગયા, તો અમે તેમને અચાનક પકડી લીધા. તેઓ (દરેક ભલાઈથી નિરાશ થઈ ગયા)
Enam 6:45
૪૫. આવી રીતે જાલિમ લોકોની જડ કાપી નાખી અને દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે.
Enam 6:46
૪૬. તમે કહી દો કે, જણાવો! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને જોવાની શક્તિને સંપૂર્ણપણે લઇ લે અને તમારા હૃદયો પર મહોર લગાવી દે, તો અલ્લાહ તઆલા સિવાય બીજો કોઇ ઇલાહ છે કે તે તમારી આ શક્તિઓ પાછી આપી દે, તમે જૂઓ તો અમે કેવી રીતે પૂરાવાનું અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, તો પણ આ મોઢું ફેરવી લે છે.
Enam 6:47
૪૭. તમે કહી દો કે જણાવો! જો તમારા પર અલ્લાહ તઆલાનો અઝાબ અચાનક અથવા જાહેરમાં આવી પહોંચે, તો શું અત્યાચારી સિવાય બીજા કોઇને નષ્ટ કરવામાં આવશે?
Enam 6:48
૪૮. અને અમે પયગંબરોને ફક્ત તે કારણે મોકલીએ છીએ કે, તે ખુશખબર આપે અને સચેત કરે, પછી જે લોકો ઈમાન લઇ આવે અને જો તે પોતાની ઇસ્લાહ કરી લે, તે લોકોને કોઇ ભય નહીં હોય અને ન તો તેઓ નિરાશ થશે.
Enam 6:49
૪૯. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે, તો તેમની અવજ્ઞાની જરૂર સજા મળશે.
Enam 6:50
૫૦. (હે પયગંબર) તમે તેમને કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું ગેબ(અદૃશ્ય)ની વાતો જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું, તમે કહી દો કે શું આંધળો અને જોનારો બન્ને સમાન હોઇ શકે છે? તો શું તમે ચિંતન નથી કરતા?
Enam 6:51
૫૧. અને આપ તે વહી દ્વારા લોકોને સચેત કરો, જેઓ એ વાતથી ડરે છે કે તેમને તેમના પાલનહાર તરફ ભેગા કરવામાં આવશે, અલ્લાહ સિવાય તેમનું ન તો કોઈ મદદ કરવાવાળું હશે અને ન તો ભલામણ કરનાર હશે. આ રીતે કદાચ તેઓ પરહેજગાર બની જાય.
Enam 6:52
૫૨. જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે અને ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તે લોકોને પોતાની પાસેથી દૂર ન કરશો, તેમનો હિસાબ તમારા શિરે નથી અને તમારો હિસાબ તેમના શિરે નથી, જો તેમને તમારાથી દુર કરશો તો અન્યાયી લોકોમાં થઇ જશો.
Enam 6:53
૫૩. અને આવી જ રીતે અમે કેટલાકની કેટલાક વડે કસોટી કરી રહ્યા છે, જેથી (તે તેમને જોઈ) કહે કે શું અમારા માંથી આ જ લોકો છે, જેમના પર અલ્લાહએ એહસાન કર્યો છે? શું અલ્લાહ તઆલા પોતાના શુકર કરનાર બંદાઓને તેમના કરતા વધારે નથી જાણતો?
Enam 6:54
૫૪. અને આ લોકો જ્યારે તમારી પાસે આવે, જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે, તો (એવું) કહી દો કે તમારા પર સલામતી છે, તમારા પાલનહારે કૃપા કરવી પોતાના શિરે નક્કી કરી લીધું છે, કે જે વ્યક્તિ તમારા માંથી ખરાબ કૃત્ય અજાણતાથી કરી બેસે, ત્યાર પછી તેઓ તૌબા કરી લે, અને ઇસ્લાહ કરી લે, તો અલ્લાહ (ની એ ખૂબી છે કે તે) મોટો માફ કરનાર છે, ઘણો કૃપાળુ છે.
Enam 6:55
૫૫. આવી જ રીતે અમે આયતોને સ્પષ્ટ કરતા રહીએ છીએ જેથી પાપીઓનો માર્ગ જાહેર થઇ જાય.
Enam 6:56
૫૬. તમે કહી દો કે મને તે વાતથી રોકવામાં આવ્યો છે કે તેઓની બંદગી કરું જેમને તમે અલ્લાહ તઆલા સિવાય બીજાને પોકારો છો, તમે તેમને કહી દો કે હું તમારી મનેચ્છાઓનું અનુસરણ નહીં કરું, અને જો હું આવું કરીશ તો હું ભટકી ગયો અને હિદાયત પામેલ લોકો માંથી નહીં રહું
Enam 6:57
૫૭. તમે તેમને કહી દો કે હું મારા પાલનહાર તરફથી સ્પષ્ટ પુરાવા (કુરઆન) પર કાયમ છું, જેને તમે જુઠલાવી દીધું છે, અને જે વસ્તુ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, (અઝાબની) તે મારી પાસે નથી, આદેશ તો ફક્ત અલ્લાહનો જ છે, જે સત્ય વર્ણન કરે છે અને તે જ શ્રેષ્ઠ ઇન્સાફ કરવાવાળો છે.
Enam 6:58
૫૮. તમે કહી દો કે જે વસ્તુ માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, જો તેના પર મારો અધિકાર હોત તો મારી અને તમારી વચ્ચે (પહેલા જ) નિર્ણય થઈ જતો, અને અલ્લાહ જાલિમ લોકો વિશે ખૂબ સારી રીતે જાણે છે, (કે તેમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ)
Enam 6:59
૫૯. અને ગેબની ચાવીઓ તો અલ્લાહ તઆલા પાસે જ છે, અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને ન તો જમીનના અંધકારમાં કોઇ દાણો એવો છે, જેને તે જાણતો ન હોય, અને જે કંઈ પણ ભીનું હોય અથવા સૂકું બધું જ ખુલ્લી કિતાબમાં લખેલુ છે.
Enam 6:60
૬૦. અને તે જ છે જે રાતમાં તમારા પ્રાણ ખેંચી લે છે અને જે કંઈ પણ તમે દિવસમાં કરો છો તેને જાણે છે, પછી (બીજા દિવસે શરીરમાં પ્રાણ મોકલીને) તમને ઉઠાડે છે, જેથી નક્કી કરેલ સમય પૂરો થઇ જાય, (મૌત સુધી), પછી તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે, પછી તમને બતાવશે જે કંઈ તમે કરતા હતા.
Enam 6:61
૬૧. અને તે જ પોતાના બંદાઓ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે, અને તમારા માટે નિરીક્ષક (ફરિશ્તાઓ) ઉતારે છે, ત્યાં સુધી કે જ્યારે તમારા માંથી કોઇને મૃત્યુ આવી પહોંચે છે, તેના પ્રાણ અમારા મોકલેલા ફરિશ્તાઓ કાઢી લે છે અને તેઓ પોતાના કામમાં થોડીક પણ સુસ્તી નથી કરતા.
Enam 6:62
૬૨. પછી તે પ્રાણ અલ્લાહ તરફ જ ફેરવામાં આવે છે, જે તેમનો સાચો માલિક છે, સાંભળો! નિર્ણય કરવાનો અધિકાર તેની જ પાસે છે અને તેને હિસાબ લેવામાં થોડીક પણ વાર લાગતી નથી.
Enam 6:63
૬૩. તમે તેમને કહી દો કે તે કોણ છે જે તમને ધરતી અને સમુદ્રના અંધકારમાં થનાર કિસ્સાઓથી તમને કોણ બચાવે છે, જેને તમે નમ્રતાપૂર્વક અને છૂપી રીતે પોકારો છો કે જો તેણે અમને (આ મુસીબતથી) બચાવી લીધા તો અમે જરૂર તેનો શુકર કરવાવાળા બની જઈશું.
Enam 6:64
૬૪. તમે તેમને કહી દો કે અલ્લાહ જ તમને દરેક દુઃખ અને તકલીફથી બચાવે છે, તો પણ તમે તેના ભાગીદાર ઠેરવવા લાગો છો.
Enam 6:65
૬૫. તમે તેમને કહી દો કે અલ્લાહ એ વાતની કુદરત ધરાવે છે કે તે તમારા પર તમારી ઉપરથી કોઈ અઝાબ ઉતારે અથવા તો તમારા પગ નીચેથી કોઈ અઝાબ તમારા પર લાવી દે અથવા તમને જુથ જુથ બનાવી, એક જૂથને બીજા સાથે લડાઈ કરાવે, જુઓ! અમે અલગ અલગ રીતે અમારી આયતો વર્ણન કરો રહ્યા છે, જેથી તેઓ સમજી જાય. .
Enam 6:66
૬૬. અને તમારી કોમ આ (કુરઆન)ને જુઠલાવે દીધું, જો કે તે સાચું છે, તમે કહી દો કે હું તમારા પર વકીલ નથી. (કે હું તમને સત્યમાર્ગ પર લાવીને છોડું)
Enam 6:67
૬૭. દરેક ખબર નો એક સમય છે અને નજીક માંજ તમને ખબર પડી જશે.
Enam 6:68
૬૮. અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા છે, તમે તે લોકોથી અળગા થઇ જાવ, ત્યાં સુધી કે તેઓ કોઇ બીજી વાતમાં પડી જાય અને જો તમને શેતાન ભૂલાવી દે તો, યાદ આવ્યા પછી ફરી આવા અત્યાચારી લોકો સાથે ન બેસો.
Enam 6:69
૬૯. આ જાલિમ લોકોના હિસાબમાં કઈ પણ વસ્તુની જવાબદારી તે લોકોની નથી, જેઓ અલ્લાહથી ડરે છે, પરંતુ નસીહત કરવી તેમના જરૂરી છે, જેથી ખોટા કાર્યોથી બચીને રહે.
Enam 6:70
૭૦. અને આવા લોકોથી તદ્દન અળગા રહો, જે લોકોએ પોતાના દીનને રમત- ગમત બનાવી દીધો છે અને દુનિયાના જીવને તેઓને ધોકામાં રાખી મૂક્યા છે અને આ કુરઆન વડે શિખામણ આપતા રહો, કે દરેક વ્યક્તિ પોતાના અમલના બદલામાં ઝકડાયેલો છે, અલ્લાહ સિવાય ન તો તેની કોઈ મદદ કરનાર હશે અને ન તો કોઈ ભલામણ કરનાર અને જો તે કોઈ વસ્તુનો બદલો આપવા ઇચ્છશે તો તે કબૂલ કરવામાં પણ નહીં આવે, આ જ લોકો પોતાના કર્મોના કારણે ઝકડાયેલા છે અને જે કૂફર કરી રહ્યા છે, તેમને પીવા માટે ઉકળતું પાણી અને દુઃખદાયી અઝાબ મળશે.
Enam 6:71
૭૧. તમે આ કાફિરોને કહી દો કે શું અમે અલ્લાહ તઆલાને છોડીને એવા લોકોને પોકારીએ જેઓ ન તો અમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને ન તો અમને નુકસાન પહોંચાડી શકે છે, અલ્લાહએ અમને હિદાયત આપી છે, તો શું ત્યારપછી અમે ઊંધા પગ વડે ફરી જઈએ, જેવું કે કોઈને શેતાને જંગલમાં પથભ્રષ્ટ કરી દીધો હોય અને તે હેરાન તેમજ પરેશાન હોય અને તેના સાથી તેને પોકારી રહ્યા હોય કે જો તમને હિદાયત જોઈતી હોય તો અમારી પાસે આવો, આપ તેમને કહી દો કે હિદાયત તો તે છે, જે અલ્લાહ આપે અને અમને તો આ જ આદેશ મળ્યો છે કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના આજ્ઞાકારી બની જઈએ.
Enam 6:72
૭૨. અને એ (આદેશ આપવામાં આવ્યો છે) કે નમાઝ કાયમ કરો અને તેનાથી ડરતા રહો અને તે જ છે જેની તરફ તમે સૌ ભેગા કરવામાં આવશો.
Enam 6:73
૭૩. અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે સર્જન કર્યુ, અને જે સમયે (ક્યામતના દિવસે) અલ્લાહ તઆલા એટલું કહી દેશે, તું થઇ જા, બસ! તે થઇ જશે, તેનું કહેવું સાચું અને અસરકારક છે અને દરેક સામ્રાજ્ય તેની જ હશે, જ્યારે કે સૂર ફૂંકવામાં આવશે, તે છૂપી અને જાહેર વસ્તુને સારી રીતે જાણે છે અને તે જ મોટી હિકમતવાળો, સંપૂર્ણ ખબર રાખનાર છે.
Enam 6:74
૭૪. અને (તે સમયને પણ યાદ કરવા જેવો છે,) જ્યારે ઇબ્રાહીમે પોતાના પિતા આઝરને કહ્યું કે શું તમે મૂર્તિઓને ઇલાહ બનાવી દીધી છે? નિ:શંક હું તમને અને તમારી કોમને ખુલ્લી ગુમરાહીમાં જોઇ રહ્યો છું.
Enam 6:75
૭૫. અને અમે આવી જ રીતે ઇબ્રાહીમને આકાશો અને ધરતીના સર્જન બતાવ્યા, જેથી સંપૂર્ણ ભરોસો કરનારાઓ માંથી બની જાય.
Enam 6:76
૭૬. પછી જ્યારે રાતનો અંધકાર તેમના પર છવાઇ ગયો, તો તેમણે એક તારો જોયો, તેમણે (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું કે આ મારો પાલનહાર છે, પરંતુ જ્યારે તે આથમી ગયો, તો તેમણે કહ્યું કે હું આથમી જનારને પસંદ નથી કરતો.
Enam 6:77
૭૭. પછી જ્યારે ચંદ્રને ચમકતો જોયો, તો કહ્યું કે આ મારો પાલનહાર છે, પરંતુ જ્યારે તે આથમી ગયો, તો તેમણે કહ્યું કે જો મને મારા પાલનહારે માર્ગદર્શન ન આપ્યું, તો હું ગુમરાહ લોકો માંથી બની જઇશ.
Enam 6:78
૭૮. પછી જ્યારે સૂર્યને ચમકતો જોયો, તો કહ્યું કે આ મારો પાલનહાર છે, આ તો સૌથી મોટો છે, પછી જ્યારે તે પણ આથમી ગયો તો, તેમણે કહ્યું કે હે મારી કોમ! જે (સીતારાઓને) અલ્લાહના ભાગીદાર ઠહેરાવી રહ્યાં છો હું તેમનાથી અળગો છું.
Enam 6:79
૭૯. હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી.
Enam 6:80
૮૦. અને તેમની કોમના લોકો તકરાર કરવા લાગ્યા, તેમણે કહ્યું શું તમે અલ્લાહ વિશે મારી સાથે ઝઘડો કરી રહ્યાં છો, જો કે તેણે (અલ્લાહએ) મને હિદાયત આપી દીધી છે, અને હું તેમનથી ડરતો નથી, જેને તમે અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવો છો, હાં જો મારો પાલનહાર જ કોઇ આદેશ આપવા ઇચ્છે, (તો તે વાત થઈ શકે છે) મારા પાલનહારના જ્ઞાને દરેક વસ્તુને ઘેરાવમાં લઇ રાખી છે, શું તમે તો પણ વિચારતા નથી.
Enam 6:81
૮૧. અને જેમને તમે અલ્લાહના શરીક ઠેહરાવ્યા છે, હું તેમનાથી કેવી રીતે ડરું, જ્યારે કે તમે અલ્લાહ સાથે શરીક કરવાથી નથી ડરતા, જેના વિશે અલ્લાહ તઆલાએ કોઇ પૂરાવા ઉતાર્યા નથી, તો આપણા બન્ને જૂથો માંથી સલામતીનો વધારે હકદાર કોણ છે? જો તમે જાણતા હોવ, (તો જવાબ આપો).
Enam 6:82
૮૨. જે લોકો ઈમાન ધરાવે છે અને પોતાના ઈમાનની સાથે શિર્ક નથી કરતા, આવા જ લોકો માટે સલામતી છે, અને તે જ સત્ય માર્ગ પર ચાલી રહ્યા છે.
Enam 6:83
૮૩. અને આ જઅમારો પૂરાવો હતો, જે અમે ઇબ્રાહીમ ને તેમની કોમ માટે આપ્યો હતો, અમે જેને ઇચ્છીએ છીએ, દરજ્જા માં વધારો કરીએ છીએ, નિ:શંક તમારો પાલનહાર ખૂબ જ હિકમતવાળો, ખૂબ જ જાણવાવાળો છે.
Enam 6:84
૮૪. અને અમે ઈબ્રાહીમને ઇસ્હાક અને યાકૂબ આપ્યા, દરેકને અમે સત્યમાર્ગ તરફ માર્ગદર્શન આપ્યું અને ભૂતકાળમાં અમે નૂહને સત્યમાર્ગ બતાવ્યો હતો અને (ઈબ્રાહીમના) સંતાનો માંથી દાઊદ, સુલૈમાન, અય્યુબ, યૂસુફ, મૂસા અને હારૂનને હિદાયત આપ્યું હતું અને આવી જ રીતે સત્કાર્ય કરવાવાળાને બદલો આપતા રહીએ છીએ.
Enam 6:85
૮૫. અને ઝકરિયા, યહ્યા, ઈસા અને ઇલ્યાસને પણ (હિદાયત આપી હતી), સૌ સદાચારી લોકો માંથી હતા.
Enam 6:86
૮૬. અને તેવી જ રીતે ઇસ્માઇલ, અલ્ ય-સ-અ, યૂનુસ અને લૂતને તેમના માંથી દરેકને અમે સમગ્ર સૃષ્ટિના લોકો પર અમે પ્રાથમિકતા આપી હતી.
Enam 6:87
૮૭. અને એવી જ રીતે તેઓના કેટલાક બાપ-દાદાઓને અને કેટલાક સંતાનોને અને કેટલાક ભાઇઓને અને અમે તેઓને પસંદ કરી લીધા અને અમે તેઓને સત્ય માર્ગદર્શન આપ્યું.
Enam 6:88
૮૮. આ જ અલ્લાહનું માર્ગદર્શન જ છે જેના વડે પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે તેને માર્ગદર્શન આપે છે, અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર) કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત.
Enam 6:89
૮૯. આ લોકો એવા હતા કે અમે તેઓને કિતાબ અને હિકમત અને પયગંબરી આપી હતી, જો આ લોકો પયગંબરીનો ઇન્કાર કરે તો, અમે તેના માટે એવા ઘણા લોકો નક્કી કરી દીધા છે, જે આ વાતોનો ઇન્કાર નથી કરતા.
Enam 6:90
૯૦. આ જ લોકો એવા છે, જેમને અલ્લાહ તઆલાએ હિદાયત આપ્યું હતું, તો તમે પણ તેઓના માર્ગ પર ચાલો, તમે કહી દો કે હું તમારા પાસેથી તે વિશે કંઈ વળતર નથી ઇચ્છતો, આ તો ફકત સમગ્ર માનવજાતિ માટે એક શિખામણ છે.
Enam 6:91
૯૧. અને તે લોકોએ અલ્લાહ તઆલાની જેવી કદર કરવી જરૂરી હતી, તેવી કદર ન કરી, પરંતુ એવું કહી દીધું કે અલ્લાહએ કોઇ વ્યક્તિ પર કંઈ પણ અવતરિત નથી કર્યું, તમે તેમને પૂછો કે તે કિતાબ મૂસા પાસે હતી તેને કોણે ઉતારી હતી? (તે કિતાબ) જે દરેક લોકો માટે પ્રકાશ અને માર્ગદર્શન હતી, જેને તમે તે વિરોધી કાગળો સાથે મૂકી રાખી છે, જેમાંથી કેટલાક કાગળો જાહેર કરો છો અને ઘણા કાગળોને છૂપાવો છો, અને તે કિતાબ દ્વારા તમને તે શીખવાડવામાં આવ્યું હતું, જે ન તો તમે જાણતા હતા અને ન તો તમારા પૂર્વજો, તમે તેંમને કહી દો કે તેને અલ્લાહ તઆલાએ જ ઉતારી હતી, પછી તેઓને તેઓની અંધશ્રદ્ધામાં રમતા છોડી દો.
Enam 6:92
૯૨. અને આ કિતાબ, જે અમે અવતરિત કરી છે, તે ઘણી બરકતવાળી છે, પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે, જેથી તમે મક્કા વાસીઓને અને આસ-પાસના લોકોને ડરાવો, અને જે લોકો આખિરતને માને છે, એવા લોકો તે (કિતાબ) પર ઈમાન લઇ આવે છે અને તે લોકો હંમેશા નમાઝ કાયમ કરે છે.
Enam 6:93
૯૩. અને તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ તઆલા પર જૂઠો આરોપ મૂકે છે અથવા એવું કહે કે મારા પર વહી આવે છે, જો કે તેની પાસે કોઇ પણ વાતની વહી નથી આવતી, અને જે વ્યક્તિ એવું કહે છે કે જેવી વાણી અલ્લાહએ અવતરિત કરી છે તેના જેવી જ હું પણ લાવી શકું છું, કાશ તમે આ જાલિમ લોકોને જોતા, જ્યારે તેઓ મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ તેમની તરફ લંબાવતા હશે (અને કહે છે) લાવો પોતામાં જીવો કાઢો. આજે તમને એવો અઝાબ આપવામાં આવશે,જે તમને અપમાનિત કરી દેશે, કારણે કે તમે અલ્લાહ તઆલા વિશે જૂઠી વાતો કહેતા હતા. અને તમે અલ્લાહ તઆલાની આયતો સામે ઇતરાતા હતા.
Enam 6:94
૯૪. (અને અલ્લાહ તઆલા કહેશે) કે તમે અમારી પાસે એકલા આવી ગયા, જે રીતે અમે તમારું સર્જન પહેલી વખત કર્યુ હતું અને જે કંઈ પણ અમે તમને આપ્યું હતું તેને પોતાની પાછળ જ છોડી આવ્યા અને અમે તો તમારી સાથે તમારા તે ભલામણ કરનારાઓને નથી જોઇ રહ્યા જેનું નામ લઇ તમે દાવો કરતા હતા, કે તેઓ તમારા કાર્યોમાં (અલ્લાહના) ભાગીદાર છે, ખરેખર તેમની સાથે તમારા દરેક સબંધ તૂટી ગયા અને જે (દેવતાઓ) વિશે તમે અનુમાન કરતા હતા તે સૌ તમારાથી અદ્રશ્ય થઈ ગયા
Enam 6:95
૯૫. નિ:શંક અલ્લાહ તઆલા જ બીજ અને ઠળિયાને ફાડવાવાળો છે, તે સજીવને નિર્જીવ માંથી કાઢે છે અને તે નિર્જીવને સજીવ માંથી કાઢનાર છે. આ કામ તો અલ્લાહ તઆલા જ કરે છે, તો તમે ક્યાં ભટકી રહ્યા છો?
Enam 6:96
૯૬. તે સવારને લાવનાર અને તેણે જ રાતને આરામ માટે બનાવી છે અને સૂર્ય અને ચંદ્રને હિસાબ સાથે રાખ્યા છે, આ બધું જ ઝબરદસ્ત તાકાત ધરાવનાર અને બધું જ જાણવાવાળાના અંદાજા પ્રમાણે છે.
Enam 6:97
૯૭. તે તો છે, જેણે તમારા માટે તારાઓનું સર્જન કર્યું, જેથી તમે તેના વડે અંધારામાં, ધરતી પર અને દરિયાઓમાં પણ રસ્તો શોધી શકો, અમે આ નિશાનીઓ ખૂબ સારી રીતે વર્ણન કરી દીધી, તે લોકો માટે, જે જાણે છે.
Enam 6:98
૯૮. અને તે તો છે, જેણે તમને એક વ્યક્તિ (આદમ) દ્વારા પેદા કર્યા, પછી એક જ્ગ્યા હંમેશા માટેની છે અને એક જ્ગ્યા થોડાક સમય માટેની છે, નિ:શંક અમે આ પૂરાવા તે લોકો માટે ખૂબ સારી રીતે સ્પષ્ટ કરી દીધા, જેઓ બુદ્ધિશાળી છે.
Enam 6:99
૯૯. અને તે તો છે, જેણે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી અમે તેના વડે દરેક પ્રકારના છોડને ઉગાડ્યા, પછી અમે તેનાથી લીલી ડાળી ઉગાડી, કે તેનાથી અમે ઉપરની તરફ દાણા કાઢીએ છીએ અને ખજૂરના વૃક્ષોથી એટલે કે તેના ગુચ્છા માંથી ઝૂમખા પેદા કર્યા, જે વજનથી લટકી પડે છે અને દ્રાક્ષના, ઝૈતૂનના અને દાડમના બગીચાઓ બનાવ્યા, તેમના ફળ કેટલાક એકબીજાથી સમાન હોય છે અને કેટલાક અલગ અલગ હોય છે, દરેકના ફળોને જૂઓ, જ્યારે તે પાકે છે, અને તેના પાકી જવાને જૂઓ, આ વાતોમાં તે લોકો માટે ઘણી નિશાનીઓ છે, જે ઈમાન લાવે છે.
Enam 6:100
૧૦૦. અને તે લોકોએ જિનોને અલ્લાહ તઆલાના ભાગીદાર ઠેરવી રાખ્યા છે, જોકે તે લોકોનું સર્જન અલ્લાહ તઆલાએ જ કર્યુ અને તે લોકોએ અલ્લાહ વિશે દીકરા અને દીકરીઓ પૂરાવા વગર ઠેરવી રાખ્યા છે અને તે પવિત્ર અને ઉચ્ચ છે, તે વાતોથી જે આ લોકો કહે છે.
Enam 6:101
૧૦૧. તે આકાશો અને ધરતીનો સૌ પ્રથમ વખત સર્જન કરનાર છે, અલ્લાહ તઆલાના સંતાન કેવી રીતે હોઇ શકે છે, જેની કોઇ પત્ની જ નથી, અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુનું સર્જન કર્યું અને તે દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણે છે.
Enam 6:102
૧૦૨. આ જ અલ્લાહ તઆલા તમારો પાલનહાર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, દરેક વસ્તુનું સર્જન કરનાર, તો તમે તેની બંદગી કરો, અને તે દરેક વસ્તુનો કાર્યકર્તા છે.
Enam 6:103
૧૦૩. કોઇ દૃષ્ટિ તેને પામી શકતી નથી અને તે દરેક દૃષ્ટિને ઓળખી જાય છે, તે અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને ખૂબ માહિતગાર છે.
Enam 6:104
૧૦૪. તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્ય વાત પહોંચી ગઇ છે, તો હવે જે વ્યક્તિ જોઇ લેશે તે પોતાનો ફાયદો કરશે અને જે વ્યક્તિ આંધળો રહેશે તે પોતાનું નુકસાન કરશે, અને હું તમારો નિરીક્ષક નથી.
Enam 6:105
૧૦૫. અને અમે આવી રીતે પૂરાવાને અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, જેથી ઇન્કાર કરનારા એવું ન કહે કે આ તો તે કોઈની સાથે શીખી લીધું છે અને એટલા માટે પણ કે જ્ઞાન ધરાવનાર માટે આ આયતોનો સ્પષ્ટ કરી દઈએ.
Enam 6:106
૧૦૬. તમે પોતે આ માર્ગ પર ચાલતા રહો જેની વહી તમારા પાલનહાર તરફથી તમારી પાસે આવી છે, અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને મુશરિકોની પાછળ ન પડશો.
Enam 6:107
૧૦૭. અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો શિર્ક ન કરતા, અને અમે તમને તેઓ માટે નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તો તમે તેમના પર અધિકાર ધરાવો છો.
Enam 6:108
૧૦૮. (હે મુસલમાનો) જે લોકો અલ્લાહને છોડીને બીજાને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો, નહીં તો આ લોકો અજ્ઞાનતાના કારણે અલ્લાહ માટે અપશબ્દો કહેશે, એવી જ રીતે અમે દરેક જુથના અમલને સુંદર બનાવી દીધા છે, પછી તેમને પાલનહાર તરફ પાછા ફરવાનું છે, તો જે કંઈ આ લોકો કરે છે, કરતા રહેવા દો, તેની જાણ અલ્લાહ તેમને આપી દેશે.
Enam 6:109
૧૦૯. અને આ લોકો અલ્લાહના નામની મજબૂત કસમો ખાય છે કે જો તેમની પાસે મુઅજિઝો આવી જાય તો તેના પર જરૂર ઈમાન લઈ આવે, તમે તેમને કહી દો કે મુઅજિઝા તો અલ્લાહ પાસે છે, અને તમને કઈ રીતે સમજાવવામાં આવે કે કોઈ મૂઅજિઝો તેમની પાસે આવી પણ જાય તો પણ તેઓ ઈમાન નહીં લાવે.
Enam 6:110
૧૧૦. અને અમે પણ તેઓના હૃદયોને અને તેઓની દૃષ્ટિઓને ફેરવી નાખીશું, જેવું કે આ લોકો તેના પર પ્રથમ વખત ઈમાન ન લાવ્યા, અને અમે તેઓને તેઓની પથભ્રષ્ટતામાં પરેશાન રહેવા દઇશું.
Enam 6:111
૧૧૧. અને જો અમે તેઓની પાસે ફરિશ્તાઓને મોકલી દેતા અને તેઓ સાથે મૃતકો વાતો પણ કરવા લાગતા, અને અમે તે દરેક નિશાનીઓ તેઓની આંખો સમક્ષ રજૂ કરી દેતા, તો પણ આ લોકો કયારેય ઈમાન ન લાવતા, હાં જો અલ્લાહ ઇચ્છે તો વાત અલગ છે, પરંતુ તેઓમાં વધુ લોકો અજ્ઞાનતાની વાતો કરે છે.
Enam 6:112
૧૧૨. અને (જે રીતે આ લોકો અમારા પયગંબર સાથે દુશ્મની કરી રહ્યાં છે) એવી જ રીતે અમે દરેક (પાછળના) પયગંબરો માટે કોઈને કોઈ દુશ્મન બનાવ્યા હતા, અર્થાત ઇન્સાન અને જિન્નાતો માંથી શેતાની લોકો, જે ધોખો આપવા માટે એકબીજાને મીઠી વાતો શીખવાડતા રહે છે, અને જો અલ્લાહ ઇચ્છતો તો આવું ન કરતા, એટલા માટે તેઓને તેમના જુઠમાં પડયા રહેવા દો.
Enam 6:113
૧૧૩. અને (તેઓ એવા કામ) એટલા માટે (પણ કરે છે) કે જે લોકો આખિરતના દિવસ પર ઈમાન નથી લાવતા, તેમના દિલ તે તરફ આકર્ષિત થાય, અને તે લોકો તેને પંસદ કરી લે, અને તે લોકો બુરાઈ કરતા જ રહે, જે હમણાં કરી રહ્યા છે.
Enam 6:114
૧૧૪. (હે પયગંબર) તમે તેમને કહો કે હું શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું? જો કે તેણે તમારી તરફ વિસ્તારપૂર્વક એક કિતાબ ઉતારી છે, અને જે લોકોને અમે કિતાબ આપી છે, તેઓ જાણે છે કે આ કિતાબ તમારા પાલનહાર તરફથી સત્ય સાથે ઉતારવામાં આવી છે, એટલા માટે તમે શંકા કરનારાઓ સાથે શામેલ ન થશો.
Enam 6:115
૧૧૫. તમારા પાલનહારની વાણી સત્ય અને ન્યાયની રીતે પૂરતી છે, તેની વાણીને કોઇ બદલી શકતું નથી અને તે ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જાણવાવાળો છે.
Enam 6:116
૧૧૬. (હે મુહમ્મદ) જો તમે જમીનના રહેવાસીઓ માંથી ઘણા લોકોની વાતોને માની લેશો તો તેઓ તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, તેઓ તો ફકત કાલ્પનિક વાતોનું અનુસરણ કરે છે, અને અનુમાન કરે છે.
Enam 6:117
૧૧૭. નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી ગયો છે. અને તે હિદાયત પામેલ લોકોને પણ સારી રીતે જાણે છે.
Enam 6:118
૧૧૮. (હે ઈમાનવાળાઓ!) જો તમે અલ્લાહની આયતો પર ઈમાન ધરાવતા હોય તો જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેને ખાઓ.
Enam 6:119
૧૧૯. શું વાત છે, તમે તે વસ્તુ ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે જે કંઈ તેણે તમારા પર હરામ કર્યું છે, તેની સ્પષ્ટતા વિસ્તારપૂર્વક તમારી સમક્ષ વર્ણન કરી દીધી છે, પરંતુ (કોઈ હરામ વસ્તુ ખાવા પર) મજબૂર થઈ જાઓ. અને ઘણા લોકો એવા છે, જે જ્ઞાન વગર જ (ફક્ત) પોતાની મનેચ્છાઓ પાછળ લાગી અન્યને પથભ્રષ્ટ કરતા રહે છે, તમારો પાલનહાર આવા હદ વટાવી દેનાર લોકોને ખૂબ સારી રીતે જાણે છે.
Enam 6:120
૧૨૦. અને તમે ખુલ્લા અને છૂપા પાપોને છોડી દો, નિ:શંક જે લોકો પાપ કરી રહ્યા છે, તેઓને તેઓના કાર્યોની નજીક માંજ સજા મળશે.
Enam 6:121
૧૨૧. અને જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં ન આવ્યું હોય તેને ન ખાઓ, કારણકે આ ગુનાહની વાત છે, નિઃશંક શેતાન પોતાના દોસ્તોના દિલોમાં શંકાઓ અને વિવાદાસ્પદ વાતો ઉભી કરતો રહે છે, જેથી તેઓ તમારી સાથે ઝઘડો કરતા રહે અને જો તમે તેમની વાતો માની લેશો તો તમે પણ મુશરિક બની જશો.
Enam 6:122
૧૨૨. એવો વ્યક્તિ જે પહેલા મૃત હતો, પછી અમે તેને જીવિત કરી દીધો અને અમે તેને એક એવો પ્રકાશ આપી દીધો કે તે તેને લઈ, લોકો વચ્ચે હરે ફરે છે, શું આવો વ્યક્તિ તે વ્યક્તિ જેવો થઇ શકે છે જે અંધકાર માંથી નીકળી જ નથી શકતો, આવી જ રીતે કાફિરોના કાર્યો તેમના માટે ઉત્તમ બનાવી દીધા છે.
Enam 6:123
૧૨૩. અને આવી જ રીતે અમે દરેક વસ્તીમાં ત્યાંના આગેવાનોને જ અપરાધ કરનારા બનાવ્યા, જેથી તે લોકો ત્યાં વિદ્રોહ કરે, પરંતુ તેઓ પોતાની સાથે જ વિદ્રોહ કરી રહ્યા છે અને તેઓને થોડી પણ જાણ નથી,
Enam 6:124
૧૨૪. અને જ્યારે તેઓ પાસે કોઇ આયત પહોંચે છે તો એવું કહે છે કે, અમે તો કયારેય ઈમાન નહીં લાવીએ, જ્યાં સુધી અમને પણ એવી જ વસ્તુ આપવામાં ન આવે જે અલ્લાહના પયગંબરોને આપવામાં આવે છે, આ તો અલ્લાહ ખૂબ જ સારી રીતે જાણે છે કે તે પોતાની પયગંબરીનું કામ કોની પાસે લે. જેમણે અપરાધ કર્યો છે, અલ્લાહની પાસે અપમાનિત થશે અને તેઓની મસ્તીના બદલામાં સખત સજા (થશે).
Enam 6:125
૧૨૫. તો જે વ્યક્તિને અલ્લાહ તઆલા હિદાયત પર લાવવા ઇચ્છે તેના હૃદયને ઇસ્લામ માટે ખોલી દે છે અને જેને ગુમરાહ કરવા ઇચ્છે તેના હૃદયને ઘણું જ તંગ કરી દે છે, જેવું કે તે ખૂબ જ સખતી સાથે આકાશ પર ચઢી રહ્યો હોય, જે લોકો ઈમાન નથી લાવતા અલ્લાહ તઆલા તેમના પર (સત્યની દુરી અને નફરત)ની નાપાકી નાખી દે છે.
Enam 6:126
૧૨૬. અને આ જ (ઇસ્લામ) તારા પાલનહારનો સત્ય માર્ગ છે, અમે શિખામણ પ્રાપ્ત કરવાવાળાઓ માટે આ આયતોને સ્પષ્ટ રીતે વર્ણન કરી દીધી છે.
Enam 6:127
૧૨૭. તે લોકો માટે તેઓના પાલનહાર પાસે સલામતીવાળું ઘર છે અને અલ્લાહ તેઓને પસંદ કરે છે, તેઓના કાર્યોના કારણે.
Enam 6:128
૧૨૮. અને જે દિવસે અલ્લાહ તઆલા દરેકને ભેગા કરશે, તો (કહેશે) હે જિન્નાતોનું જૂથ! તમે માનવીઓ માંથી ઘણા લોકોને પોતાના તાબેઅ કરી દીધા હતા, અને માનવીઓ માંથી આ પ્રમાણે જે લોકો જિન્નાતોના દોસ્ત હશે, તેઓ કહેશે, હે અમારા પાલનહાર! અમે બન્નેએ એકબીજાથી ખૂબ જ ફાયદો ઉઠાવ્યો, અહીં સુધી કે તે સમય આવી ગયો, જે તે અમારા માટે નક્કી કર્યા હતો, અલ્લાહ તઆલા કહેશે, સારું તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે, જેમાં તમે હંમેશા માટે રહેશો. પરંતુ જેટલો સમય તમને બચાવવા ઇચ્છશે તો બચાવી લેશે, ખરેખર તે હિકમતવાળો અને જાણવાવાળો છે.
Enam 6:129
૧૨૯. અને આવી જ રીતે અમે કેટલાક જાલિમ લોકોને એકબીજાને સાથી બનાવી દઈશું, કારણકે તે સૌ (ભેગા મળીને) જ આવા કામ કરતા હતા.
Enam 6:130
૧૩૦. પછી અલ્લાહ તેમને કહેશે, હે જિન્નાતો અને માનવીઓના જૂથો! શું તમારી પાસે તમારા માંથી જ પયગંબર નથી આવ્યા, જે તમારી સમક્ષ મારા આદેશોનું વર્ણન કરતા હતા, અને તમને આ દિવસની ખબર આપતા હતા? તે સૌ કહેશે કે હા, અમે જ પોતાના વિરુદ્ધ આ ગવાહી આપીએ છે, વાત એવી હતી કે દુનિયાના જીવને તેમને ધોખમાં રાખ્યા હતા, એટલા માટે તેઓ પોતાના વિરુદ્ધ ગવાહી આપવા માટે મજબૂર થશે, કે ખરેખર તેઓ (અલ્લાહની આયતોના) ઇન્કાર કરનારા હતા.
Enam 6:131
૧૩૧. આ ગવાહી એટલા માટે હશે કે તમારો પાલનહાર કોઇ વસ્તીના લોકોને ઇન્કારના કારણે એવી સ્થિતિમાં નષ્ટ નથી કરતો કે, તે વસ્તીના રહેવાસીઓ અજાણ હોય.
Enam 6:132
૧૩૨. અને દરેકના માટે તેઓના કાર્યોના બદલામાં દરજ્જા મળશે અને તમારો પાલનહાર તેઓના કાર્યોથી અજાણ નથી.
Enam 6:133
૧૩૩. અને તમારો પાલનહાર ઘણો જ ગની (ધનવાન), દયાવાન છે, જો તે ઇચ્છે તો તમારા સૌને ઉઠાવી લે અને તમારા પછી જેને ઇચ્છે તમારા બદલામાં વસાવી દે, જેવું કે તમને એક બીજી કોમની પેઢી માંથી પેદા કર્યા છે.
Enam 6:134
૧૩૪. જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, (કયામત) તે ચોક્કસ આવનારી છે અને તમે કોઈ (અલ્લાહને) રોકી શકતા નથી.
Enam 6:135
૧૩૫. તમે તેમને એવું કહી દો કે હે મારી કોમના લોકો! તમે પોતાની જગ્યાઓ પર કર્મ કરતા રહો, હું પણ કર્મો કરતો રહીશ, પછી નજીકમાં જ તમને ખબર પડી જશે કે કે આ જગતનું પરિણામ કોના માટે લાભદાયક હશે, આ ચોક્કસ વાત છે કે અત્યાચારીઓ કયારેય સફળ નહીં થાય.
Enam 6:136
૧૩૬. અને અલ્લાહ તઆલાએ જે ખેતી અને જાનવરોનું સર્જન કર્યુ છે, તે લોકોએ તેમાંથી થોડોક ભાગ અલ્લાહ માટે નક્કી કર્યો અને પોતાના અનુમાન પ્રમાણે એવું કહે છે કે આ ભાગ અલ્લાહનો છે અને આ ભાગ અમારા ભાગીદારોનો છે, હવે જે ભાગ તેમના ભાગીદારોનો હતો તે ભાગ અલ્લાહના ભાગમાં ભેગી ન થઈ શકતો, અને જે ભાગ અલ્લાહનો હતો તે ભાગમાં તેમના ભાગીદારોનો ભાગ થઈ શકતો હતો, આ લોકો કેટલો ખરાબ નિર્ણય કરતા હતા.
Enam 6:137
૧૩૭. અને આવી જ રીતે ઘણા મુશરિકો ના વિચારમાં તેઓના પૂજ્યોએ તેઓના સંતાનની હત્યા કરવાને સુંદર બનાવી દીધી છે, જેથી તે તેમને નષ્ટ કરી દે અને જેથી તેમને તેમના ધર્મ વિશે શંકામાં નાંખી દે અને જો અલ્લાહ ઇચ્છતો તો આ લોકો આવું કાર્ય ન કરતા, તો તમે તેઓને અને જે કંઈ તેઓ ખોટી વાતો કહી રહ્યા છે, આમ જ રહેવા દો.
Enam 6:138
૧૩૮. કહે છે કે આ પ્રમાણેની ઉપજો અને જાનવરો પર રોક લગાવી છે, તેઓ પોતાના અનુમાન પ્રમાણે તે જ વસ્તુ ખાઈ શકે છે, જેની તેઓ ઈચ્છા કરે અને કેટલાક ઢોર છે, જેની પીઠ હરામ છે, (તેમના પર ન તો કોઈ સવારી કરી શકે છે અને ન તો કોઈ ભાર મૂકી શકે છે) અને કેટલાક ઢોર એવા છે, જેમના પર તેઓ (ઝબહ કરવાના સમયે) અલ્લાહનું નામ નથી લેતા, આ બધું જ અલ્લાહ પર જુઠ બાંધે છે અને નજીકમાં જ અલ્લાહ તઆલા તેમના જુઠનો બદલો આપી દેશે.
Enam 6:139
૧૩૯. અને તેઓ કહે છે કે જે વસ્તુ તે જાનવરોના પેટમાં છે, તે ફકત અમારા પુરુષો માટે જ હલાલ છે, અને અમારી સ્ત્રીઓ માટે હરામ છે અને જો તે બાળક મૃત હોય, તો તેમાં પુરુષ અને સ્ત્રી બન્ને ખાઈ શકે છે, હવે અલ્લાહ તેઓને તેમના જૂઠાણાંની સજા જરૂર આપી દેશે, નિ:શંક તે હિકમતવાળો અને ઘણો જ જ્ઞાની છે.
Enam 6:140
૧૪૦. જે લોકોએ અજાણતા અને મૂર્ખતાના કારણે પોતાના સંતાનને મારી નાખી અને અલ્લાહ પર જુઠ કહેતા, તે રોજીને હરામ કરી, જે અલ્લાહએ તેમને આપી હતી, આ એવા ગુમરાહ લોકો છે, જેઓ સત્ય માર્ગ પર આવી નથી શકતા.
Enam 6:141
૧૪૧. અલ્લાહ તે જ છે, જેણે બગીચાઓ બનાવ્યા, જેમાંથી કેટલાક પર વેલ ચઢાવવામાં આવી, જે આશરો લઈ ઉપર ચઢે છે અને બીજા તે વૃક્ષ, જે પોતાના મૂળિયા પર ઉભા રહે છે, તેમજ ખજૂરો અને ખેતી પેદા કરી, જેના દ્વારા કેટલાય પ્રકારનસ ભોજનો પ્રાપ્ત થાય છે, એવી જ રીતે તેને ઝેતુન અને દાડમ પેદા કર્યા, જેમના ફળ અને સ્વાદ એક જેવો પણ હોય છે અને અલગ અલગ પણ હોઈ છે, જ્યારે આ વૃક્ષ ફળ આપે, તો પોતે પણ ખાઓ અને ઉપજ કાઢતી વખતે તેના માંથી અલ્લાહનો ભાગ પણ કાઢો, અને વ્યર્થ ખર્ચ ન કરો કારણકે અલ્લાહ તઆલા વ્યર્થ ખર્ચ કરનારને પસંદ નથી કરતો.
Enam 6:142
૧૪૨. અને અલ્લાહ તઆલાએ ઢોરો માંથી તે જાનવરો પણ પેદા કર્યા, જે ભાર ઉઠાવે છે અને જે જમીન પણ હોય છે, (સર્જન કર્યું), જે કંઈ અલ્લાહએ તમને આપ્યું છે ખાઓ, અને શેતાનનું અનુસરણ ન કરો, નિ:શંક તે તમારો ખુલ્લો શત્રુ છે.
Enam 6:143
૧૪૩. (ઢોરના) કુલ આઠ પ્રકારના નર અને માદા છે, એટલે કે ઘેટાની જાતમાં બે પ્રકાર અને બકરીમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે? અથવા તેને, જે બન્ને માદાના પેટમાં છે? તમે મને કોઇ પુરાવા તો બતાવો જો તમે સાચા હોવ.
Enam 6:144
૧૪૪. અને ઊંટમાં બે પ્રકાર અને ગાયમાં બે પ્રકાર, તમે કહી દો કે શું અલ્લાહએ તે બન્ને નરોને અથવા તે બન્ને માદાઓને હરામ કર્યા છે? અથવા તેને, જે બન્ને માદાના પેટમાં છે? શુ અલ્લાહ તઆલા જ્યારે આદેશ આપ્યો તો તમે ત્યાં હાજર હતા? તો તેના કરતા વધારે કોણ અત્યાચારી હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર કોઇ પુરાવા વગર જૂઠ બાંધે, જેથી લોકોને જ્ઞાન વગર જ ગુમરાહ કરે, નિ:શંક અલ્લાહ તઆલા જાલિમ લોકોને હિદાયત નથી આપતો.
Enam 6:145
૧૪૫. તમે તેમને કહી દો કે જે કંઈ આદેશો વહી દ્વારા મારી પાસે આવ્યા, તેમાં તો હું કોઇ હરામ નથી જોતો, જે ખાવાવાળા માટે હરામ હોય, પરંતુ એ કે તે (જાનવર) મૃતક હોય, અથવા કે વહેતું લોહી હોય, અથવા ડુક્કરનું માંસ હોય, કારણ કે તે તદ્દન નાપાક છે, અથવા એવું (જાનવર) કે જે અલ્લાહના નામ સિવાય બીજા પૂજ્યોના નામ પર છોડી દેવામાં આવ્યું હોય, પછી જે વ્યક્તિ લાચાર બની જાય (તો તે ખાઇ શકે છે), શરત એ છે કે તે શોખ માટે ન ખાતો હોય અને ન તો હદવટાવી દેનાર હોય, તો ખરેખર તમારો પાલનહાર માફ કરનાર, દયાળુ છે.
Enam 6:146
૧૪૬. અને યહૂદીઓ માટે અમે દરેક નખવાળા જાનવર હરામ કરી દીધા હતા, ગાય અને બકરી તે બન્નેની ચરબી હરામ કરી દીધી હતી, પરંતુ (તે ચરબી) જે તેઓની પીઠ અને આંતરડા પર હોય, અથવા જે હાડકા સાથે હોય (તે હલાલ કરી), તેઓના વિદ્રોહના કારણે અમે તેઓને આ સજા આપી અને અમે ખરેખર સાચા છે.
Enam 6:147
૧૪૭. પછી જો આ યહૂદી લોકો તમને જુઠ્ઠાં કહે, તો તમે કહી દો કે, તમારો પાલનહાર ઘણો જ વિશાળ દયાળુ છે, (અત્યાર સુધી તમારા પર અઝાબ નથી આવ્યો) નહીં તો અપરાધીઓ માટે તેનો અઝાબ ટાળવામાં નહીં આવે.
Enam 6:148
૧૪૮. આ મુશરિકો (જવાબમાં) કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક કરતા અને ન તો અમારા પૂર્વજો, અને ન તો અમે કોઇ વસ્તુને હરામ ઠેરવતા, આવી જ રીતે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેઓએ પણ જુઠલાવ્યું હતું, અહીં સુધી કે તેઓએ અમારા અઝાબનો સ્વાદ ચાખ્યો, તમે તેમને કહી દો કે શું તમારી પાસે કોઇ પુરાવો હોય તો તેને અમારી સમક્ષ જાહેર કરો? તમે તો ફકત કાલ્પનિક વાતો જ કહો છો અને તમે તદ્દન નકામી વાતો કરી રહ્યા છો.
Enam 6:149
૧૪૯. (હે પયગંબર) તમે તેમને કહી દો (તમારી કાલ્પનિક વાતો કરતા) સાચા પુરાવા અલ્લાહ પાસે જ છે, જો તે ઇચ્છતો તો તમને સૌને સત્યમાર્ગ બતાવી દીધો હોત.
Enam 6:150
૧૫૦. તમે તેમને કહી દો કે, પોતાના તે સાક્ષીઓને તો લાવો, જેઓ તે વાતની સાક્ષી આપે કે, અલ્લાહએ તે વસ્તુને હરામ ઠેરવી છે, પછી જો તેઓ સાક્ષી આપી દે તો તમે તેની સાક્ષી ન આપો અને ન તો એવા લોકોના ખોટા વિચારોનું અનુસરણ કરશો, જેઓ અમારી આયતોને જુઠલાવે છે અને તે આખિરત ના દિવસ પર ઈમાન નથી ધરાવતા અને તેઓ પોતાના પાલનહાર સાથે બીજાને ભાગીદાર ઠેરવે છે.
Enam 6:151
૧૫૧. તમે તેમને કહી દો કે આવો, હું તમને તે વસ્તુ પઢી સંભળાવું, જેને તમારા પાલનહારે તમારા પર હરામ ઠેરવ્યું છે, તે આ છે કે, અલ્લાહની સાથે કોઇ પણ વસ્તુને ભાગીદાર ન ઠેરવો અને માતા-પિતા સાથે ઉપકારભર્યું વતન કરો અને પોતાના સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેઓને રોજી આપીએ છીએ અને અશ્લીલતાના જેટલા માર્ગ છે તેની પાસે પણ ન ભટકો, ભલેને તે જાહેર હોય કે છૂપા, અને જેને કતલ કરવા પર અલ્લાહ તઆલાએ હરામ ઠેરવ્યું છે, તેને કતલ ન કરો, હાં પરંતુ સત્યની સાથે હોય, આ વસ્તુઓની શીખ તેણે તમને ભારપૂર્વક આપી છે જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો.
Enam 6:152
૧૫૨. અને અનાથોના ધન પાસે પણ ન જાઓ, પરંતુ એવી રીતે જે તેના માટે સારું હોય, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને માપ-તોલ પૂરેપૂરું કરો, ન્યાયથી, અમે કોઇ વ્યક્તિને તેની શક્તિથી વધારે તકલીફ નથી આપતા, અને જ્યારે તમે વાત કરો તો ન્યાય કરો, ભલેને તે વ્યક્તિ સગા સંબંધી માંથી હોય, અને અલ્લાહ તઆલાને જે વચન આપ્યું છે તેને પુરું કરો, અલ્લાહ તઆલાએ તમને આ વસ્તુઓનો આદેશ ભાર પૂર્વક આપ્યો છે જેથી તમે સમજો.
Enam 6:153
૧૫૩. અને એ કે આ દીન જ મારો માર્ગ છે જે સત્ય છે, તો તે માર્ગ પર ચાલો અને બીજા માર્ગો પર ન ચાલો, નહીં તો તે માર્ગ તમને અલ્લાહના માર્ગથી અલગ કરી દેશે, આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ તમને ભાર પૂર્વક આપ્યો છે, જેથી તમે ડરવા લાગો.
Enam 6:154
૧૫૪. પછી અમે મૂસાને એવી કિતાબ આપી હતી, જે નેક લોકો માટે સંપૂર્ણ કિતાબ હતી, અને તેમાં દરેક (જરૂરી) વાતોની સ્પષ્ટતા પણ હતી અને આ કિતાબ હિદાયત અને રહેમતવાળી પણ હતી, (અને એટલા માટે આપી હતી કે) કદાચ તેઓ પોતાના પાલનહારની મુલાકાત પર ઈમાન લાવે.
Enam 6:155
૧૫૫. અને આ કિતાબ (કુરઆન) જે અમે ઉતારી છે તે ખૂબ જ બરકતવાળી કિતાબ છે, એટલા માટે તમે તેનું અનુસરણ કરો અને અલ્લાહથી ડરતા રહો, કદાચ કે તમારા પર રહેમ કરવામાં આવે.
Enam 6:156
૧૫૬. એટલા માટે (આ કિતાબ ઉતારી છે) કે તમે એવું ન કહો કે કિતાબ તો અમારાથી પહેલાના બે જુઠ (યહૂદી અને નસારા માટે) જ ઉતારવામાં આવી હતી અને અમે તો તેને પઢવા અને પઢાવવાથી અજાણ રહ્યા,
Enam 6:157
૧૫૭. અથવા એવું ન કહેવા લાગો કે જો અમારા પર કોઇ કિતાબ ઉતારવામાં આવતી તો, અમે તેમના કરતા પણ વધારે હિદાયત પર હોત, તો હવે તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ પુરાવો, હિદાયત અને રહેમત આવી પહોંચી છે, હવે તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે, જે અમારી આયતોને જૂઠલાવે અને તેનાથી મોઢું ફેરવી લે છે, અમે નજીક માંજ તે લોકોને જેઓ અમારી આયતોથી મોઢું ફેરવી લે છે, તેઓના આ અમલના કારણે સખત અઝાબ આપીશું.
Enam 6:158
૧૫૮. શું આ લોકો ફકત તે આદેશની રાહ જુએ છે કે, તેઓ પાસે ફરિશ્તાઓ આવે અથવા તેમની પાસે તમારો પાલનહાર આવે, અથવા તમારા પાલનહારની કોઇ (મોટી) નિશાની આવે? જે દિવસે તમારા પાલનહારની કોઇ મોટી નિશાની આવી પહોંચશે, કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય, તમે તેમને કહી દો કે તમે રાહ જુઓ અને અમે પણ રાહ જોઇ રહ્યા છે.
Enam 6:159
૧૫૯. (હે પયગંબર) નિ:શંક જે લોકોએ પોતાના દીનને અલગ કરી દીધો અને કેટલાય જૂથ બની ગયા, તમારો તેમની સાથે કોઇ સંબંધ નથી, બસ! તે લોકોનો નિર્ણય તો ફકત અલ્લાહ પાસે જ છે, પછી તેઓને તેમના કર્મો જણાવી દઈશું.
Enam 6:160
૧૬૦. જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેને તેના કરતા દસ ગણું વળતર મળશે, અને જે વ્યક્તિ ખોટું કાર્ય કરશે તેને તેના (ગુના) જેટલી જ સજા મળશે, અને તે લોકો પર અત્યાચાર કરવામાં નહીં આવે.
Enam 6:161
૧૬૧. (હે પયગંબર) તમે તેમને કહી દો કે મને મારા પાલનહારે એક સીધો માર્ગ બતાવ્યો છે, કે જે તદ્દન સાચો દીન છે, જે ઇબ્રાહીમ હનીફનો માર્ગ છે, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તેઓ મુશરિક ન હતા.
Enam 6:162
૧૬૨. તમે કહી દો કે, નિ:શંક મારી નમાઝ, અને મારી દરેક બંદગીઓ અને મારું જીવન અને મારું મૃત્યુ, આ બધું ફકત અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો માલિક છે.
Enam 6:163
૧૬૩. તેનો કોઇ ભાગીદાર નથી, અને મને તેનો જ આદેશ આપવામાં આવ્યો છે, અને હું સૌથી પહેલા અલ્લાહનો આજ્ઞાકારી બંદો બનું છું.
Enam 6:164
૧૬૪. તમે તેમને કહી દો કે શું હું અલ્લાહ સિવાય કોઇ બીજાને પાલનહાર બનાવું? જો કે તે દરેક વસ્તુનો માલિક છે અને જે વ્યક્તિ કોઇ પણ ખરાબ કાર્ય કરશે તો તેનો ભાર તેના પર જ હશે, અને કોઇ બીજાનો ભાર નહીં ઉઠાવે, પછી તમારે સૌએ પોતાના પાલનહાર પાસે પરત ફરવાનું છે, પછી જે જે વસ્તુનો તમે વિરોધ કરતા હતા તે બધું જ તમને જણાવી દેશે.
Enam 6:165
૧૬૫. તે તો છે, જેણે તમને ધરતી પર નાયબ બનાવ્યા અને એક-બીજા પર શ્રેષ્ઠતા આપી, જેથી તમને જે કંઇ આપી રાખ્યું છે તેમ તમારી કસોટી કરે, ખરેખર તમારો પાલનહાર નજીક માંજ સજા આપશે, અને ખરેખર (સાથે સાથે) તે ખૂબ જ માફ કરવાવાળો અને ખૂબ જ દયાળુ છે.
A'raf 7:1
૧. અલિફ-લામ્-મિમ્-સૉદ્[1]
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
A'raf 7:2
૨. (હે પયગંબર) આ કિતાબ તમારી તરફ ઉતારવામાં આવી છે, આ કિતાબનો (પ્રચાર) કરવામાં તમારા હૃદયમાં જરાય સંકોચ ન થવો જોઈએ, (કિતાબ એટલા માટે ઉતારી છે) કે તમે તેના દ્વારા લોકોને સચેત કરો અને મોમિનો માટે નસીહત છે.
A'raf 7:3
૩. (લોકો) કે કઈ તમારા તરફ તમારા પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરો, તે સિવાય બીજા વલીઓનુ અનુસરણ ન કરો, તમે લોકો ઘણી જ ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.
A'raf 7:4
૪. અને ઘણી વસ્તીઓને અમે નષ્ટ કરી દીધી અને તેઓ પર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો, અથવા એવી સ્થિતિમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા.
A'raf 7:5
૫. તો જે સમયે તેઓ પર અમારો અઝાબ આવ્યો, તે સમયે તેઓએ ફકત એવું જ કહ્યું કે ખરેખર અમે જ અત્યાચારી હતા.
A'raf 7:6
૬. જે લોકો તરફ અમે પયગંબર મોકલ્યા હતા, તેમને અમે જરૂર સવાલ કરીશું, અમે પયગંબરોને જરૂર સવાલ કરીશું.
A'raf 7:7
૭. પછી અમે પોતાના ઇલ્મથી સંપૂર્ણ સત્યતા તેમની સામે લાવી દઈશું, છેવટે તે સમયે અમે ગાયબ ન હતા.
A'raf 7:8
૮. અને તે દિવસે વજન પણ સાચે જ થશે, પછી જે વ્યક્તિનું પલડું ભારે હશે, તો એવા લોકો સફળ થશે.
A'raf 7:9
૯. અને જે વ્યક્તિનું પલડું હલકું હશે, તો તે એવા લોકો હશે જેઓએ પોતાનું નુકસાન કરી લીધું, અમારી આયતો સાથે અતિરેક કરવાના કારણે.
A'raf 7:10
૧૦. અને નિ:શંક અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને અમે તમારા માટે તેમાં રોજીનો સામાન બનાવ્યો, તમે લોકો થોડોક જ આભાર માનો છો.
A'raf 7:11
૧૧. અને અમે તમારું સર્જન કર્યું, પછી અમે જ તમારા ચહેરા બનાવ્યા, પછી અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તો સૌએ સિજદો કર્યો, ઇબ્લિસ (શેતાન) સિવાય, તે સિજદો કરવાવાળાઓ માંથી ન થયો.
A'raf 7:12
૧૨. અલ્લાહ તઆલાએ તેને પૂછ્યું કે જ્યારે મેં તને સિજદો કરવાનો આદેશ આપ્યો હતો તો કઈ વસ્તુએ તને સિજદો કરવાથી રોક્યો. કહેવા લાગ્યો હું તેના કરતા શ્રેષ્ઠ છું, તમે મારું સર્જન આગ વડે કર્યું અને તેનું (આદમ) માટી વડે.
A'raf 7:13
૧૩. (અલ્લાહ તઆલાએ) કહ્યું તું નીચે ઉતરી જા, તને કોઇ અધિકાર નથી કે તું અહીંયા રહી ઘમંડ કરતો, નિ:શંક તું અપમાનિત લોકો માંથી છે.
A'raf 7:14
૧૪. તેણે કહ્યું કે મને કયામતના દિવસ સુધી મહેતલ આપો.
A'raf 7:15
૧૫. અલ્લાહ તઆલાએ કહ્યું તને મહેતલ આપવામાં આવી.
A'raf 7:16
૧૬. તેણે કહ્યું તે મને ગુમરાહ કર્યો, એટલા માટે હું (પણ) કસમ ખાઉં છું કે તે (માનવીઓની) રાહ જોઈ તારા સત્ય માર્ગ પર બેસી રહીશ.
A'raf 7:17
૧૭. પછી હું તેઓની આગળથી, પાછળથી, જમણી બાજુથી અને તેઓની ડાબી બાજુથી જરૂર આવીશ, (અને પોતાના માર્ગ પર નાખી દઇશ) અને તમે તેઓ માંથી વધારે પડતા લોકોને આભાર વ્યક્ત કરનારા નહીં જુઓ.
A'raf 7:18
૧૮. અલ્લાહ તઆલાએ કહ્યું કે અહીંયાથી અપમાનિત અને વંચિત થઇ નીકળી જા, (યાદ રાખ) જે વ્યક્તિતારું કહ્યું માનશે, તો હું જરૂર તે સૌથી જહન્નમને ભરી દઇશ.
A'raf 7:19
૧૯. અને અમે આદેશ આપ્યો કે હે આદમ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જે જગ્યાએથી ઇચ્છો, બન્ને ખાઓ અને તે વૃક્ષની નજીક ન જાઓ, નહીં તો તમે બન્ને અત્યાચારી લોકો માંથી થઇ જશો.
A'raf 7:20
૨૦. પછી શેતાને તે બન્નેના હૃદયમાં કુવિચાર નાખ્યો, જેથી તેઓના ગુપ્તાંગ જે એકબીજાથી છૂપા હતા, બન્નેની સામે જાહેર થઇ જાય અને કહેવા લાગ્યો કે તમારા પાલનહારે તમને બન્નેને આ વૃક્ષની નજીક જવાથી એટલા માટે રોક્યા હતા કે તમે બન્ને ક્યાંક ફરિશ્તા ન બની જાવ, અથવા તો ક્યાંક હંમેશા જીવિત લોકો માંથી ન થઇ જાવ.
A'raf 7:21
૨૧. અને તે બન્નેની સામે સોગંદ ખાધી કે તમે જાણી લો કે હું ખરેખર તમારા બન્નેનો શુભેચ્છક છું.
A'raf 7:22
૨૨. તો તે બન્નેને ધોકાથી પોતાની વાત મનાવી લીધી, બસ! તે બન્નેએ જ્યારે તે વૃક્ષને ચાખ્યું, બન્નેના ગુપ્તાંગ એકબીજાની સામે ખુલ્લા થઈ ગયા અને બન્ને પોતાના પર જન્નતના પાંદડાંઓ જોડી-જોડીને છૂપાવવા લાગ્યા અને તેઓના પાલનહારે તેમને પોકાર્યા, શું મેં તમને બન્નેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને એવું ન હતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો શત્રુ છે?
A'raf 7:23
૨૩. બન્નેએ કહ્યું કે હે અમારા પાલનહાર! અમે પોતે જ અમારા પર જુલ્મ કર્યું અને જો તું અમને માફ નહીં કરે અને અમારા પર દયા નહીં કરે, તો ખરેખર અમે લોકો નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ જઇશું.
A'raf 7:24
૨૪. અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે સૌ અહીંયાંથી નીકળી જાઓ, એક-બીજાના શત્રુ છો,અને તમારા માટે એક સમય સુધી જમીન પર રહેવા માટેની જગ્યા છે અને એક સમય સુધી ફાયદો મેળવવાનો સામાન છે.
A'raf 7:25
૨૫. કહ્યું, તમારે ત્યાં જ જીવન પસાર કરવાનું છે અને ત્યાં જ મૃત્યુ પામવાનું છે અને તેમાંથી તમને ફરીવાર જીવિત કરી નીકળવામાં આવશે.
A'raf 7:26
૨૬. હે આદમના સંતાનો! અમે તમારા માટે પોશાક બનાવ્યો, જે તમારા ગુપ્તાંગને છુપાવે છે, અને શણગાર માટેનું કારણ પણ છે અને ડરવાવાળો પોશાક આ બધા કરતા વધારે ઉત્તમ છે, આ અલ્લાહ તઆલાની નિશાનીઓ માંથી છે, જેથી આ લોકો યાદ રાખે.
A'raf 7:27
૨૭. હે આદમના સંતાનો! શેતાન તમને કોઇ ખરાબીમાં ન નાખી દે, જેવું કે તેણે તમારા માતા-પિતાને જન્નત માંથી કઢાવી દીધા, તે જ સ્થિતિમાં તેમનો પોશાક પણ ઉતારી નખાવ્યો, જેથી તે તેમને તેમના ગુપ્તાંગ બતાવે, તે અને તેનું લશ્કર તમને એવી રીતે જુએ છે કે તમે તેઓને નથી જોઇ શકતા, અમે શેતાનોને તે લોકોના જ મિત્રો બનાવ્યા છે જેઓ ઈમાન નથી લાવતા.
A'raf 7:28
૨૮. અને તે લોકો જ્યારે કોઇ ખરાબ કૃત્ય કરે છે, તો કહે છે અમે અમારા પૂર્વજોને આ જ માર્ગ પર જોયા અને અલ્લાહએ પણ અમને આવું જ કહ્યું છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા ખરાબ કૃત્યનો આદેશ નથી આપતો, શું અલ્લાહના માટે એવી વાત રચો છો જેનું તમને જ્ઞાન નથી?
A'raf 7:29
૨૯. તમે કહી દો કે મારા પાલનહારે ન્યાય કરવાનો આદેશ આપ્યો છે અને એ કે દરેક નમાઝ વખતે પોતાનો ચહેરો સીધો રાખો અને તેની સંપૂર્ણ સત્તા કબૂલ કરતા ફક્ત તેને જ પોકારો જે રીતે તેણે તમને પહેલા પેદા કર્યા છે, એવી જ રીતે ફરીવાર તમને પેદા કરવામાં આવશો.
A'raf 7:30
૩૦. કેટલાક લોકોને અલ્લાહએ સત્યમાર્ગ બતાવ્યો છે અને કેટલાક પર ગુમરાહી સાબિત થઇ ગઇ છે, કારણકે તે લોકોએ અલ્લાહ તઆલાને છોડી શેતાનોને મિત્ર બનાવી દીધા હતા અને તેઓ એવું સમજે છે કે અમે સત્ય માર્ગ પર છે.
A'raf 7:31
૩૧. હે આદમના સંતાનો! તમે મસ્જિદમાં દરેક હાજરી વખતે વ્યવસ્થિત પોશાક પહેરી લો, અને ખૂબ ખાઓ-પીવો, અને હદ ન વટાવો, નિ:શંક અલ્લાહ હદ વટાવી જનારને પસંદ નથી કરતો.
A'raf 7:32
૩૨. તમે તેમને પૂછો કે અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ માટે જે શણગાર અને ખાવાપીવાની વસ્તુઓ પેદા કરી છે, તેને કોણે હરામ કરી દીધી? તમે કહી દો કે આ વસ્તુઓ તે લોકો માટે છે, જેઓ ઈમાન લઈ આવે અને કયામતના દિવસે ફક્ત તેમના માટે જ હશે. અમે આવી જ રીતે દરેક આયતોને બુદ્ધિશાળી લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ.
A'raf 7:33
૩૩. તમે તેમને કહી દો કે મારા પાલનહારે જે વસ્તુ હરામ કરી છે, તે આ પ્રમાણે છે, અશ્લીલ કાર્યો, ભલેને જાહેરમાં હોય કે છુપી રીતે હોય, અને ગુનાહના કાર્યો અને અત્યાચાર કરવાને અને એ કે તમે અલ્લાહના ભાગીદાર ઠહેરાવો, જેના માટે તેણે કોઈ પુરાવો નથી ઉતાર્યો અને એ કે તમે અલ્લાહ વિશે એવી વાતો કહો, જેની તમને જાણ નથી.
A'raf 7:34
૩૪. અને દરેક જૂથ માટે એક નક્કી કરેલ સમય છે, તો જે વખતે તે નક્કી કરેલ સમય આવી પહોંચશે (તો તે જૂથની પકડ માટે) થોડોક સમય પણ આગળ પાછળ થઈ શકતો નથી.
A'raf 7:35
૩૫. હે આદમના સંતાનો! જો તમારી પાસે તમારા માંથી જ કોઈ પયગંબર આવે, અને જે મારા આદેશોને તમારી સમક્ષ રજૂ કરે, તો જે વ્યક્તિ ડરવા લાગે અને સુધારો કરી લે તો તે લોકો પર ન તો કોઇ ભય હશે અને ન તો તે નિરાશ થશે.
A'raf 7:36
૩૬. અને જે લોકો અમારા આદેશોને જુઠલાવી દીધા અને તેની સામે ઘમંડ કરે છે, તે લોકો જ જહન્નમી છે, તેઓ તેમાં હંમેશા રહેશે.
A'raf 7:37
૩૭. તો તે વ્યક્તિ કરતા વધારે અત્યાચારી કોણ હોઇ શકે છે જે અલ્લાહ તઆલા પર જૂઠાણું ઘડે, અથવા તેની આયતોને જુઠ્ઠી ઠેરવે, તે લોકોનો તે ભાગ તો (દુનિયામાં) મળશે જ, જે તેઓના ભાગ્યમાં છે, અહીં સુધી કે જ્યારે તેઓની પાસે અમારા મોકલેલા ફરિશ્તાઓ તેઓના પ્રાણ કાઢવા આવશે, તો (ફરિશ્તાઓ) કહેશે કે તેઓ (તમારા ઇલાહ) ક્યાં ગયા જેમને તમે અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, તે કહેશે કે તેઓ અમારા સામેથી અદૃશ્ય થઇ ગયા, અને તેઓ પોતે જ પોતાની વિરુદ્ધ ગવાહી આપશે કે તેઓ કાફિર હતા.
A'raf 7:38
૩૮. અલ્લાહ કહેશે કે જે જૂથ તમારા કરતા પહેલા થઇ ચૂક્યા છે, જિન્નાતો માંથી પણ અને માનવીઓ માંથી પણ, તેઓની સાથે તમે પણ જહન્નમમાં જાઓ, જે સમયે કોઇ પણ જૂથ (જહન્નમમાં) પ્રવેશ કરશે તે પોતાના બીજા જૂથ પર લઅનત કરશે, ત્યાં સુધી કે જ્યારે તેમાં બધાં જ ભેગા થઇ જશે, તો પાછળના લોકો આગળના લોકો વિશે કહેશે, કે અમારા પાલનહાર! અમને આ લોકોએ ગુમરાહ કર્યા હતા, તો તેમને જહન્નમની યાતના બમણી આપ, અલ્લાહ કહેશે કે બધા માટે બમણી છે, પરંતુ તમે અજાણ છો.
A'raf 7:39
૩૯. અને આગળના લોકો પાછળના લોકોને કહેશે કે તમને અમારા પર કંઈ બાબતે પ્રાથમિકતા ધરાવો છો, (કે તમને તો સામાન્ય અઝાબ થાય અને અમને બમણો અઝાબ?) તમે પણ જે કરતા હતા તેનો અઝાબનો સ્વાદ ચાખો.
A'raf 7:40
૪૦. જે લોકોએ અમારી આયતોને જુઠલાવી અને તેની સામે ઘમંડ કર્યુ, તેઓના માટે ન તો આકાશના દ્વાર ખોલવામાં આવશે, અને ન તો તે લોકો ક્યારેય જન્નતમાં પ્રવેશ પામી શકશે, ત્યાં સુધી કે ઊંટ સોયના કાણાંમાં ન જતું રહે અને અમે અપરાધીઓને આવી જ સજા આપીએ છીએ.
A'raf 7:41
૪૧. તેઓ માટે જહન્નમના અંગારાનું પાથરણું હશે, અને તેઓ માટે (તેનું જ) ઓઢવાનું હશે અને અમે આવા અપરાધીઓને આવી જ સજા આપીએ છીએ.
A'raf 7:42
૪૨. અને જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, અમે કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે, કોઇના જવાબદાર નથી બનાવતા, તે જ લોકો જન્નતવાળાઓ છે અને તેઓ તેમાં હંમેશા રહેશે.
A'raf 7:43
૪૩. જન્નતી લોકોના હૃદયોમાં સહેજ પણ (કપટ) હશે, તો અમે તેને દૂર કરી દઇશું, તેમની નીચે નહેરો વહી રહી હશે અને તે લોકો કહેશે કે પ્રશંસા તો અલ્લાહ માટે જ છે, જેણે અમને આ માર્ગ (જન્નતનો) બતાવ્યો, જો અલ્લાહ તઆલા અમને આ માર્ગ ન બતાવતો તો ક્યારેય અમે આ માર્ગ ન પામી શકતા, ખરેખર અમારા પાલનહારના પયગંબર સત્ય વાત લઇને આવ્યા હતા, અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા.
A'raf 7:44
૪૪. અને જન્નતના લોકો જહન્નમના લોકોને પોકારશે કે અમારી સાથે અમારા પાલનહારે જે વચન કર્યું હતું, અમે તો તેને ખરેખર તેવું જ જોયું, તો તમારી સાથે પણ તમારા પાલનહારે જે વચન કર્યું હતું, તમે પણ તેને વચન પ્રમાણે જ જોયું? તેઓ કહેશે કે હાં, પછી એક પોકારવાવાળો બન્નેની સામે પોકારશે કે કે જાલિમ પર અલ્લાહની લઅનત થાય.
A'raf 7:45
૪૫. જે અલ્લાહના માર્ગથી અળગા રહેતા હતા અને તેમાં ખામી શોધતા હતા, અને તેઓ આખેરતના પણ ઇન્કાર કરનારા હતાં.
A'raf 7:46
૪૬. અને તે બન્ને વચ્ચે એક પડદો હશે અને અઅરાફની ઉપર ઘણા લોકો હશે તે લોકો, દરેકને તેમની નિશાની વડે ઓળખવામાં આવશે અને જન્નતીઓને પોકારીને કહેશે કે, “અસ્સલામુઅલયકુમ” હજુ આ અઅરાફ વાળા જન્નતમાં દાખલ નહીં થયા હોય અને તેના ઉમેદવાર હશે.
A'raf 7:47
૪૭. અને જ્યારે તેઓની નજર જહન્નમી તરફ ફરશે તો કહેશે હે અમારા પાલનહાર! અમને તે અત્યાચારી લોકો માંથી ન કરી દે.
A'raf 7:48
૪૮. અને અઅરાફના લોકો ઘણા માનવીઓને, જેમને તેઓની નિશાની વડે ઓળખશે, અને પોકારશે કે તમારું જૂથ અને તમારું પોતાને મહાન સમજવું તમારા માટે કંઈ કામ ન લાગ્યું.
A'raf 7:49
૪૯. શું આ (જન્નતના લોકો) તે લોકો નથી, જેમન વિશે તમે સોગંદો ખાઈ તમે કહેતા હતા કે, અલ્લાહ તઆલા તેઓ પર કૃપા નહીં કરે, (તેઓને આજે એવું કહેવામાં આવ્યું છે, જાઓ, જન્નતમાં દાખલ થઈ જાઓ, તમારા પર ન તો કોઇ ભય હશે અને ન તો તમે નિરાશ થશો.
A'raf 7:50
૫૦. અને જહન્નમી લોકો જન્નતીઓને પોકારશે કે, અમારા પર થોડુંક પાણી તો નાંખી દો અથવા બીજું કંઈક ખાવાનું આપી દો, જે અલ્લાહએ તમને આપી રાખ્યું છે, જન્નતવાળાઓ કહેશે કે અલ્લાહ તઆલાએ કાફિરો માટે આ બન્ને વસ્તુઓ પર રોક લગાવી દીધી છે.
A'raf 7:51
૫૧. જેમણે દુનિયામાં પોતાના દીનને ખેલ તમાશો બનાવી રાખ્યો હતો અને જેમને દુનિયાના જીવને ધોકામાં રાખ્યા હતા, તો અમે (પણ) આજના દિવસે તેઓના નામ ભૂલી જઇશું, જેવું કે તેઓ આ દિવસને ભૂલી ગયા હતા અને જેવું કે આ લોકો અમારી આયતોનો ઇન્કાર કરતા હતા.
A'raf 7:52
૫૨. અને અમે તે લોકો પાસે એક એવી કિતાબ પહોંચાડી છે, જેને અમે સંપૂર્ણ જ્ઞાન વડે ઘણી જ સ્પષ્ટ રીતે વર્ણન કરી દીધી છે, તે રહમત અને માર્ગદર્શનનું કારણ છે, તે લોકો માટે જેઓ ઈમાન લાવ્યા છે.
A'raf 7:53
૫૩. તે લોકો (કાફિરો) પોતાના તે પરિણામની રાહ જોઈ રહ્યા છે, (જેનું વર્ણન આ કિતાબ કરી રહી છે) જે દિવસે તેમનું પરિણામ સામે આવી જશે, તો જે લોકોએ કિતાબને ભુલાવી દીધી હતી તેઓ કહેશે, કે ખરેખર અમારા પાલનહારના પયગંબર સાચી વાત લઇને આવ્યા હતા, તોશું હવે કોઇ છે, જે અમારા માટે ભલામણ કરે? અથવા તો અમને ફરી દુનિયામાં પાછા મોકલી દેવામાં આવે? જેથી અમે તે કાર્યો, જે અમે કરતા હતા તેના બદલામાં બીજા કાર્યો કરીએ, નિ:શંક તે લોકોએ પોતાને નુકસાનમાં નાખી દીધા, અને જે લોકો તે વાતો જેને બનાવી રહ્યા હતા, તેમને કઈ પણ યાદ નહીં રહે.
A'raf 7:54
૫૪. નિ:શંક તમારો પાલનહાર તે અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દિવસને રાત વડે છુપાવી દે છે, પછી દિવસ રાતનો પાછળ નીકળી આવે છે, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ આ બધી વસ્તુઓ તે (અલ્લાહ)ના હુકમનું અનુસરણ કરે છે, યાદ રાખો! તેણે જ સર્જન કર્યું છે, તો આદેશ પણ તેનો જ ચાલશે, અલ્લાહ ખૂબ જ બરક્તવાળો છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
A'raf 7:55
૫૫. તમે પોતાના પાલનહાર સામે આજીજી સાથે અને છૂપાઇ છૂપાઇને પણ, ખરેખર અલ્લાહ તઆલા તે લોકોને પસંદ નથી કરતો, જે હદ વટાવી દે.
A'raf 7:56
૫૬. અને દુનિયામાં સુધારો કર્યા પછી વિદ્રોહ ન ફેલાવો, અને તમે અલ્લાહ તઆલાને ડર તેમજ આશા સાથે પોકારો, નિ:શંક અલ્લાહ તઆલાની કૃપા સત્કાર્ય કરવાવાળાની નજીક છે.
A'raf 7:57
૫૭. તે તો છે, જે પોતાની રહેમત (વરસાદ) પહેલા હવાઓને ખુશખબરી સાથે મોકલે છે, અહીં સુધી કે તે હવાઓ ભારે વાદળોને લઈ આવે છે, તો અમે તે વાદળોને કોઈ મૃતક જગ્યા તરફ ચલાવીએ છીએ, પછી વરસાદ વરસાવીએ છીએ, તો તે જ મૃતક જમીનથી દરેક પ્રકારના ફળો ઉપજાવીએ છીએ, આ પ્રમાણે જ અમે મૃતકોને (પણ જમીનથી) કાઢીશું, કદાચ (આ પદ્ધતિ જોય) તમેં કંઈક શીખ પ્રાપ્ત કરો.
A'raf 7:58
૫૮. અને જે ફળદ્રુપ ધરતી હોય છે તેની ઊપજ તો અલ્લાહના આદેશથી ખૂબ હોય છે અને જે ખરાબ ધરતી હોય છે, તેની ઊપજ ઘણી જ ઓછી હોય છે, આવી જ રીતે અમે દલીલોનું અલગ-અલગ રીતે વર્ણન કરીએ છીએ, તે લોકો માટે જે આભાર માને છે.
A'raf 7:59
૫૯. અમે નૂહને તેમની કોમ તરફ મોકલ્યા, તો તેમણે કહ્યું હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, મને તમારા માટે એક મોટા દિવસની અઝાબનો ભય છે.
A'raf 7:60
૬૦. તેમની કોમના આગેવાનોએ કહ્યું કે અમે તો તમને જ સ્પષ્ટ ગુમરાહીમાં જોઇ રહ્યા છીએ.
A'raf 7:61
૬૧. તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! હું તો જરા પણ ગુમરાહ નથી, પરંતુ હું તો સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.
A'raf 7:62
૬૨. હું તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડું છું અને તમારા માટે ભલાઈ ઇચ્છું છું અને હું અલ્લાહ તરફથી તે કાર્યોની જાણ રાખું છું જેનાથી તમે અજાણ છો.
A'raf 7:63
૬૩. અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારી તરફ નસીહત તમારા પાલનહાર તરફથી એક એવા વ્યક્તિ દ્વારા આવી, જે તમારા માંથી જ છે? જેથી તે તમને (ખરાબ પરિણામથી) ડરાવે, અને તમે અવજ્ઞાકારી કરવાથી બચો અને તમારા પર રહેમ કરવામાં આવે.
A'raf 7:64
૬૪. તો તે લોકો નૂહને જુઠલાવતા જ રહ્યા, તો અમે નૂહને અને તેઓને જે તેમની સાથે વહાણમાં હતા, બચાવી લીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી, તેઓને અમે ડુબાડી દીધા, નિ:શંક તે લોકો આંધળા બની ગયા હતા.
A'raf 7:65
૬૫. અને અમે આદ નામની કોમ તરફ તેમના ભાઈ હૂદને મોકલ્યા, તેઓએ કહ્યું હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, તો શું તમે (અલ્લાહથી) ડરતા નથી?
A'raf 7:66
૬૬. તેઓની કોમના કાફિર આગેવાનઓએ કહ્યું, અમે તમને મંદબુદ્ધિના જોઇ રહ્યા છે, અને અમે તમને ખરેખર જુઠ્ઠા લોકોમાં સમજી રહ્યા છીએ.
A'raf 7:67
૬૭. (હૂદ એ) કહ્યું કે હે મારી કોમ! હું થોડો પણ મંદબુદ્ધિનો નથી, પરંતુ હું પાલનહાર તરફથી અવતરિત કરેલ પયગંબર છું.
A'raf 7:68
૬૮. હું તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડુ છું અને હું તમારા માટે નિષ્ઠાવાન શુભેચ્છક છું.
A'raf 7:69
૬૯. અને શું તમે તે વાતથી આશ્ચર્ય પામો છો કે તમારા પાલનહાર તરફથી તમારી પાસે નસીહત એક એવા વ્યક્તિ તરફથી આવી છે, જે તમારા માંથી છે, જેથી તે તમને ખરાબ પરિણામથી ડરાવે, અને (અલ્લાહના આ એહસાન પણ યાદ કરો) જ્યારે તેણે તમને નૂહની કોમ પછી જમીનના નાયબ બનાવ્યા અને તમને ખૂબ જ સશક્ત બનાવ્યા, બસ અલ્લાહની નેઅમતોને યાદ કરો, જેથી તમે કામયાબ બની જાઓ.
A'raf 7:70
૭૦. તેઓએ કહ્યું કે શું તમે અમારી પાસે આ કારણે આવ્યા છો કે અમે ફકત એક અલ્લાહની જ બંદગી કરીએ અને જેઓને અમારા બાપ-દાદાઓ પૂજતા હતા તેઓને છોડી દઇએ, બસ અમને જે અઝાબની ધમકી આપો છો તેને અમારી સામે લાવી બતાવો, જો તમે સાચા હોવ.
A'raf 7:71
૭૧. (હૂદે) કહ્યું કે બસ! હવે તમારા પર અલ્લાહ તરફથી અઝાબ અને ગુસ્સો નક્કી થઈ ગયો છે, શું તમે મારાથી તે નામો વિશે ઝઘડો કરો છો, જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખ્યા છે, તેઓના પૂજ્ય હોવાના કોઇ પુરાવા અલ્લાહએ નથી ઉતાર્યા, તો તમે રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.
A'raf 7:72
૭૨. બસ! અમે તેઓને અને તેઓના મિત્રોને પોતાની કૃપાથી બચાવી લીધા અને તે લોકોના મૂળ કાપી નાખી, જેઓએ અમારી આયતોને જુઠલાવી હતી અને તેઓ ઈમાન લાવનારા ન હતા.
A'raf 7:73
૭૩. અને અમે ષમૂદ તરફ તેમના ભાઇ સાલેહને મોકલ્યા, તેઓએ કહ્યું હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ આવી પહોંચી છે, આ ઊંટડી અલ્લાહની છે જે તમારા માટે નિશાની છે, તો તેને છોડી દો, જેથી અલ્લાહ તઆલાની ધરતી પર ખાય પીવે અને તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાડશો, કે તમારા પર દુ:ખદાયી અઝાબ આવી પહોંચે.
A'raf 7:74
૭૪. અને તમે આ સ્થિતિ યાદ કરો કે અલ્લાહ તઆલાએ તમોને આદ પછી નાયબ બનાવ્યા અને તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી, તમે નરમ ધરતી પર મહેલ બનાવો છો અને પર્વતોને કોતરીને તેમાં ઘર બનાવો છો, તો અલ્લાહ તઆલાની નેઅમતોને યાદ કરો અને ધરતીમાં વિદ્રોહ ન ફેલાવો.
A'raf 7:75
૭૫. તેમની કોમમાં જે ઘમંડી સરદારો હતા, તેઓએ ગરીબ લોકોને જેઓ ઈમાન લાવ્યા હતા, પૂછ્યું : શું તમને તે વાતની ખાતરી છે કે સાલિહ પોતાના પાલનહાર તરફથી અવતરિત થયા છે, તેઓએ કહ્યું કે નિ:શંક અમે તો તેના પર પૂરો ભરોસો કરીએ છીએ, જે તેમને લઇને મોકલવામાં આવ્યા છે.
A'raf 7:76
૭૬. ઘમંડી લોકો કહેવા લાગ્યા કે તમે જે વાત પર ઈમાન લાવ્યા છો, અમે તો તેના ઇન્કાર કરનારા છે.
A'raf 7:77
૭૭. બસ! તેઓએ તે ઊંટડીને મારી નાખી અને પોતાના પાલનહારના આદેશનો વિરોધ કર્યો અને કહેવા લાગ્યા કે હે સાલિહ! જેની ધમકી તમે અમોને આપતા હતા, તે લઈ આવો, જો તમે પયગંબર હોવ.
A'raf 7:78
૭૮. બસ! તેઓ પર ધરતીકંપે આવ્યો, અને તેઓ પોતાના ઘરોમાં ઊંધા જ પડ્યા રહ્યા.
A'raf 7:79
૭૯. તે સમયે (સાલિહ) તેમનાથી મોઢું ફેરવી ચાલવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે હે મારી કોમ! મેં તો તમારા સુધી પોતાના પાલનહારનો આદેશ પહોંચાડી દીધો હતો, અને હું તમારો શુભેચ્છક રહ્યો, પરંતુ તમે લોકો શુભેચ્છકોને પસંદ નથી કરતા.
A'raf 7:80
૮૦. અને અમે લૂતે જ્યારે પોતાની કોમને કહ્યું કે તમે એવું નિર્લજજ કાર્ય કરો છો, જેવું તમારા પહેલા સમગ્ર સૃષ્ટિવાળાઓ માંથી કોઇએ નથી કર્યું.
A'raf 7:81
૮૧. તમે પોતાની શહેવત (કામેચ્છા) પુરી કરવા માટે સ્ત્રીઓને છોડીને પુરુષો પાસે આવો છો, તમે તો હદ વટાવી દેનારા છો.
A'raf 7:82
૮૨. અને તેમની કોમને કોઇ જવાબ ન સૂઝ્યો, તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે તેમને પોતાની વસ્તી માંથી કાઢી મૂકો, આ લોકો ઘણા પવિત્ર બની રહ્યા છે.
A'raf 7:83
૮૩. તો અમે લૂત અને તેઓના ઘરવાળાઓને બચાવી લીધા, તેમની પત્ની સિવાય, (તેમની પત્ની) તે લોકો સાથે રહી ગઇ જેમના પર પ્રકોપ આવી પહોંચ્યો.
A'raf 7:84
૮૪. અને અમે તેમના પર (પથ્થરોનો) વરસાદ વરસાવ્યો, બસ! જુઓ તો ખરા, તે અપરાધીઓનું પરિણામ કેવું આવ્યું?
A'raf 7:85
૮૫. અને અમે મદયન તરફ તેમના ભાઇ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું હે મારી કોમ! તમે અલ્લાહની બંદગી કરો તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી, તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી પહોંચી છે, બસ! તમે માપ-તોલ પૂરેપૂરું કરો, અને લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો, અને ધરતી પર સુધારો થઇ ગયા પછી વિદ્રોહ ન ફેલાવો, આ તમારા માટે ફાયદાકારક વાત છે જો તમે માનો.
A'raf 7:86
૮૬. અને તમે રસ્તા પર તે હેતુથી ન બેસો કે અલ્લાહ પર ઈમાન લાવનારને ધમકાવો, અને અલ્લાહના માર્ગથી રોકો અને તેમાં ખામી શોધતા રહો અને તે સ્થિતિ ને યાદ કરો જ્યારે તમે ઓછા હતા, પછી અલ્લાહએ તમને વધારી દીધા અને જુઓ વિદ્રોહીઓની કેવી દશા થઈ?
A'raf 7:87
૮૭. અને જો તમારા માંથી કેટલાક લોકો તે આદેશ પર, જેને લઇને મને મોકલવામાં આવ્યો છે, ઈમાન લાવ્યા અને કેટલાંક ઈમાન ન લાવ્યા, તો જરા રોકાઇ જાઓ! ત્યાં સુધી કે આપણી વચ્ચે અલ્લાહ નિર્ણય કરી દે, અને તે દરેક નિર્ણય કરનારાઓ કરતા ઉત્તમ નિર્ણય કરનાર છે.
A'raf 7:88
૮૮. તેમની કોમના અહંકારી સરદારોએ કહ્યું કે હે શુઐબ! અમે તમને અને જેઓ તમારી સાથે ઈમાન લાવ્યા છે, તેઓને પોતાની વસ્તી માંથી કાઢી મૂકીશું, અથવા તમારે અમારો ધર્મ અપનાવવો પડશે, શુઐબે કહ્યું કે અમે નાપસંદ કરતા હોય તો પણ?
A'raf 7:89
૮૯. જો અમે તમારો દીન અપનાવી લઈએ તો તેનો અર્થ એવો થશે કે અમે અલ્લાહ પર જુઠ ઘડ્યું હતું, જ્યારે કે અલ્લાહ અમને નજાત આપી ચુક્યો છે, અમારાથી એ વાત શક્ય નથી કે અમે ફરીવાર ત્યાં જતા રહીએ, સિવાય એ કે અલ્લાહની ઈચ્છા હોય તો, અમારા પાલનહારે ઇલ્મ દ્વારા દરેક વસ્તુને ઘેરાવમાં લઇ રાખી છે, અમે અલ્લાહ પર જ ભરોસો કરીએ છીએ અને પછી દુઆ કરી, હે અમારા પાલનહાર! અમારા અને અમારી કોમ વચ્ચે ઉત્તમ નિર્ણય કરી દે અને તું જ સૌથી ઉત્તમ નિર્ણય કરવાવાળો છે.
A'raf 7:90
૯૦. અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે જો તમે શુઐબના માર્ગે ચાલશો, તો તમને મોટું નુકસાન થશે.
A'raf 7:91
૯૧. બસ! ધરતીકંપે તેઓને પકડી લીધા, તો તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડ્યા રહ્યા.
A'raf 7:92
૯૨. જેઓએ શુઐબને જુઠલાવ્યા હતા, તેમની સ્થિતિ એવી થઇ ગઇ જેવી કે પોતાના ઘરોમાં ક્યારેય રહેતા જ ન હતા, જેઓએ શુઐબને જુઠલાવ્યા તેઓએ જ નુકસાન ઉઠાવ્યું.
A'raf 7:93
૯૩. તે સમયે શુઐબ તેમનાથી મોઢું ફેરવી ચાલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે મારી કોમ! મેં તમારી સમક્ષ પોતાના પાલનહારના આદેશો પહોંચાડી દીધા હતા અને હું તમારા માટે શુભેચ્છક રહ્યો, પછી હું તે ઇન્કાર કરનારાઓ માટે કેમ નિરાશ થઉં.
A'raf 7:94
૯૪. અમે જ્યારે પણ કોઈ વસ્તીમાં અમારા પયગંબર મોકલ્યા, તો ત્યાં રહેવાવાળાઓને સખતી અને તકલીફ આપી, જેથી તેઓ આજીજ બની રહે.
A'raf 7:95
૯૫. પછી અમે તે ખરાબ જગ્યાને સારી કરી દીધી, અહીં સુધી કે તેઓએ ઘણી પ્રગતિ કરી અને કહેવા લાગ્યા કે અમારા બાપદાદાઓને પણ તંગી અને શાંતિ મળી હતી, પછી એકદમ અમે તેઓની પકડ કરી અને તેઓને જાણ પણ ન હતી.
A'raf 7:96
૯૬. અને જો તે વસ્તીના રહેવાસીઓ ઈમાન લઈ આવતા અને ડરવા લાગતા, તો અમે તેઓ માટે આકાશ અને ધરતીની બરકતો ખોલી નાખતા, પરંતુ તેઓએ જુઠલાવ્યું, તો અમે તેઓના કાર્યોના કારણે તેઓને પકડી લીધા.
A'raf 7:97
૯૭. શું તો પણ તે વસ્તીના રહેવાસીઓ તે વાતથી નીડર બનીને રહે છે કે તેઓ પર અમારો પ્રકોપ રાત્રિના સમયે આવી પહોંચે, જે સમયે તેઓ સૂઈ રહ્યાં હોય.
A'raf 7:98
૯૮. અને શું તે વસ્તીના રહેવાસી એ વાતથી નીડર બની ગયા છે કે તેમના પર અમારો અઝાબ ચાશ્ત (ચઢતા દિવસે) ના સમયે આવી પહોંચશે, જે સમયે તેઓ પોતાની રમતોમાં વ્યસ્ત હશે.
A'raf 7:99
૯૯. શું તેઓ અલ્લાહની એ પકડથી નીડર બની ગયા, જો કે અલ્લાહની પકડથી તે જ કોમ ડરતી નથી જે નાશ થવાની હોય.
A'raf 7:100
૧૦૦. જે લોકો આ વસ્તીના નષ્ટ થઈ ગયા પછી આ ધરતીના વારસદાર બન્યા, શું તે લોકોને આ શિક્ષા નથી મળી કે જો અમે ઇચ્છીએ તો તેમના ગુનાહોના બદલામાં તેમના ઉપર પણ મુસીબત નાખી શકીએ છીએ? અને તેમના દિલો પર મહોર લગાવી શકીએ છીએ કે તેઓ સાંભળી જ ન શકે.
A'raf 7:101
૧૦૧. તે વસ્તીઓના કેટલાક કિસ્સાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે અને તે સૌની પાસે તેઓના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, પછી જે વસ્તુને તેઓએ શરૂઆતમાં જ જુઠલાવી દીધી હતી તેના પર ઈમાન લાવવું યોગ્ય ન લાગ્યું, અલ્લાહ તઆલા આવી જ રીતે કાફિરોના હૃદયો પર મહોર લગાવી દે છે.
A'raf 7:102
૧૦૨. તેમાંથી ઘણા લોકો એવા હતા, જેઓએ વચનનું પાલન ન કર્યું અને અમે વધુ પડતા લોકોને આજ્ઞાનું પાલન કરતા ન જોયા.
A'raf 7:103
૧૦૩. ત્યાર પછી અમે મૂસાને પોતાના પુરાવા આપી ફિરઔન અને તેની પ્રજા પાસે મોકલ્યા, પરંતુ તે લોકોએ અત્યાચાર કર્યો, તો જુઓ તે અત્યાચારીઓની કેવી દશા થઇ?
A'raf 7:104
૧૦૪. અને મૂસાએ કહ્યું કે, હે ફિરઔન! હું સમગ્ર સૃષ્ટિના પાલનહારનો પયગંબર છું.
A'raf 7:105
૧૦૫. મારા માટે આ જ યોગ્ય છે કે સત્ય સિવાય કંઈ પણ વાત અલ્લાહ માટે ન કહું, હું તમારી પાસે તમારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ પણ લાવ્યો છું, તો તું બની ઇસ્રાઇલને મારી સાથે મોકલી દે.
A'raf 7:106
૧૦૬. ફિરઔને કહ્યું જો તમે કોઇ મુઅજિઝો લઇને આવ્યા હોય તો તેને રજૂ કરો, જો તમે સાચા છો.
A'raf 7:107
૧૦૭. બસ! મૂસાએ પોતાની લાકડી નાખી દીધી, તો અચાનક તે લાકડી એક અજગર બની ગઇ.
A'raf 7:108
૧૦૮. (બગલ માંથી) પોતાનો હાથ બહાર કાઢ્યો, તો તે અચાનક દરેકની વચ્ચે ઘણો જ પ્રકાશિત થઇ ગયો.
A'raf 7:109
૧૦૯. ફિરઔનની કોમમાં જે સરદારો હતા, તેઓએ કહ્યું કે ખરેખર આ વ્યક્તિ ઘણો જ નિષ્ણાંત જાદુગર છે.
A'raf 7:110
૧૧૦. આ ઇચ્છે છે કે તમને તમારા વતન માંથી કાઢી મૂકે, તો તમે શું સલાહ આપો છો.
A'raf 7:111
૧૧૧. તેઓએ ફિરઔનને કહ્યું કે તમે તેમને અને તેમના ભાઇને મહેતલ આપો અને શહેરોમાં દૂત મોકલી દો.
A'raf 7:112
૧૧૨. કે તે બધા નિષ્ણાંત જાદુગરોને તમારી પાસે લાવી દે.
A'raf 7:113
૧૧૩. અને તે જાદુગરો ફિરઔન સામે આવ્યા, કહેવા લાગ્યા કે જો અમે વિજય મેળવીએ, તો અમને કોઇ મોટું ઇનામ મળશે?
A'raf 7:114
૧૧૪. ફિરઔને કહ્યું કે હાં, તમે સૌ મારા નજીક લોકોમાં થઇ જશો.
A'raf 7:115
૧૧૫. (પછી મુકાબલાના સમયે) જાદુગરોએ કહ્યું કે હે મૂસા તમે નાંખો છો કે અમે નાખીએ?
A'raf 7:116
૧૧૬. મૂસાએ કહ્યું કે તમે જ નાખો, પછી જ્યારે તેમણે (પોતાની દોરા વગેરે) ફેંક્યા તો બસ! તેઓએ લોકોને વશમાં લઇ લીધા અને ભય છવાઇ ગયો અને એક પ્રકારનું ઝબરદસ્ત જાદુ બતાવ્યું.
A'raf 7:117
૧૧૭. અને અમે મૂસા તરફ વહી કરી કે હવે તું પણ પોતાની લાકડી નાખી દો, (જેવી જ લાકડી નાખી અને તે અજગર બની) તે દરેક વસ્તુ ગળવા લાગ્યો, જે તેમણે જૂઠી ઘડી હતી.
A'raf 7:118
૧૧૮. બસ! સત્ય વાત જાહેર થઇ ગઇ અને તેઓએ જે કંઈ પણ બનાવ્યું હતું, બધું ખતમ થઇ ગયું.
A'raf 7:119
૧૧૯. બસ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ જ અપમાનિત થઇ પાછા ફર્યા.
A'raf 7:120
૧૨૦. અને જાદુગરો સિજદામાં પડી ગયા.
A'raf 7:121
૧૨૧. (અને) કહેવા લાગ્યા કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા .
A'raf 7:122
૧૨૨. જે મૂસા અને હારૂનનો પાલનહાર છે.
A'raf 7:123
૧૨૩. ફિરઔન કહેવા લાગ્યો કે તમે મૂસા પર મારી પરવાનગી વગર ઈમાન લાવ્યા? નિ:શંક આ તમારી એક યુક્તિ હતી, જે તમે આ શહેરમાં બતાવી, જેથી તમે સૌ આ શહેરના રહેવાસીઓને અહીંયાથી બહાર કાઢી મૂકો, તો હવે તમને સત્યવાતની ખબર પડી જશે.
A'raf 7:124
૧૨૪. હું તમારા એક તરફના હાથ અને બીજી તરફના પગ કાપી નાખીશ, પછી તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ.
A'raf 7:125
૧૨૫. જાદુગરોએ જવાબ આપ્યો કે અમે પોતાના પાલનહાર તરફ જ પાછા ફરીશું.
A'raf 7:126
૧૨૬. અને તેં અમારામાં કેવી ખામી જોઇ છે, ફકત એ જ કે જ્યારે અમારા પાલનહાર તરફથી અમારી પાસે નિશાની આવી ગઈ તો અમે તેના પર ઈમાન લઈ આવ્યા. (પછી તેઓએ દુઆ કરી કે) હે અમારા પાલનહાર! જ્યારે તે અમારી પાસે આવે, અમને સબર અઆપ અને અમને ઇસ્લામ પર મૃત્યુ આપ.
A'raf 7:127
૧૨૭. અને ફિરઔનની કોમના સરદારોએ કહ્યું કે શું તમે મૂસા અને તેમની કોમને આવી જ સ્થિતિમાં રહેવા દેશો કે તેઓ શહેરમાં વિદ્રોહ ફેલાવતા ફરે અને તેઓ તમને અને તમારા પૂજ્યોને છોડીને રહે, ફિરઔને કહ્યું કે હું તેઓના બાળકોને કતલ કરવાનું શરૂ કરી દઇશ અને બાળકીઓને જીવિત છોડી દઇશ અને હું તેઓ પર દરેક રીતે શક્તિશાળી છું.
A'raf 7:128
૧૨૮. મૂસાએ પોતાની કોમને કહ્યું અલ્લાહ તઆલાનો આશરો પ્રાપ્ત કરો અને ધીરજ રાખો, આ ધરતી અલ્લાહ તઆલાની છે, પોતાના બંદાઓ માંથી જેને ઇચ્છે, તેને માલિક બનાવી દે છે, બસ! છેવટે સફળતા તેને જ મળે છે જેઓ અલ્લાહ થી ડરે છે.
A'raf 7:129
૧૨૯. તેઓ મૂસાને કહેવા લાગ્યા કે તમારા આવવા પહેલા પણ અમને દુઃખ આપવામાં આવતું હતું અને તમારા આવ્યા પછી પણ દુઃખ આપવામાં આવી રહ્યું છે, મૂસાએ કહ્યું કે નજીક માંજ અલ્લાહ તમારા શત્રુને નષ્ટ કરી દેશે અને તેના બદલામાં તમને આ ધરતીના નાયબ બનાવી દેશે, પછી તમારા કાર્યો જોશે.
A'raf 7:130
૧૩૦. અને અમે ફિરઔનના લોકો પર ભૂખમરો નાખ્યો અને ફળોની અછત કરી દીધી, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
A'raf 7:131
૧૩૧. જ્યારે તેઓને કોઈ સુખ મળતું તો કહેતા કે આના હકદાર તો અમે જ છીએ અને જ્યારે કોઈ તકલીફ પહોંચતી તો તેને મૂસા અને તેના મીત્રો માટે અપશુકન ગણતા, જો કે અપશુકન તો અલ્લાહ પાસે તેઓની જ હતી, પરંતુ ઘણા લોકો વાત જાણતા ન હતા.
A'raf 7:132
૧૩૨. અને તેઓ (મૂસાને) કહેતા કે તમે કોઈ પણ નિશાની અમારી સમક્ષ લઈ આવો તો પણ અને તારી વાત નહીં માનીએ.
A'raf 7:133
૧૩૩. છેવટે અમે તેઓ પર વાવાઝોડું, તીડના ટોળા, માંકડ અને દેડકા અને લોહી એક એક કરી નિશનિરૂપે તેમના પર અઝાબ મોકલ્યો, તો પણ તેઓ ઘમંડ કરતા રહ્યા અને તે લોકો અપરાધી હતા.
A'raf 7:134
૧૩૪. અને જ્યારે તેઓ પર કોઇ અઝાબ આવી પહોંચતો તો તેઓ કહેતા કે હે મૂસા! તારા પાલનહારે તને જે (દુઆ કબૂલ કરવાનું) વચન આપ્યું છે, તું અમારા માટે દુઆ કર, જો તું અમારા પરથી અઝાબ દૂર કરી આપીશ તો અમે બની ઇસરાઇલને તારી સાથે મોકલી આપીશું,
A'raf 7:135
૧૩૫. પછી જ્યારે અમે તેમના પરથી તે અઝાબ (એક બીજા પ્રકારના અઝાબ આવવા સુધી) હટાવી દેતા, તો તેઓ તરત જ વચનભંગ કરવા લાગતા.
A'raf 7:136
૧૩૬. પછી અમે તેઓ સાથે બદલો લીધો, એટલે કે તેઓને સમુદ્રમાં ડુબાડી દીધા, અમારી આયતોને જુઠલાવવાના કારણે અને તેનાથી ઘણાં અળગા રહેતા હતા.
A'raf 7:137
૧૩૭. અને અમે તેમન નાયબ તે લોકોને બનાવ્યા, જેમને કમજોર સમજવામાં આવતા હતા, અને તે જમીન (ના પણ) વારસદાર બનાવ્યા, જેના પૂર્વ અને પશ્ચિમમાં અમે બરકતો મૂકી છે, અને બની ઇસરાઇલ માટે આપનું વચન પૂરું થઈ ગયું, કારણકે તેઓ સબર કર્યું હતું અને ફિરઔન અને તેની કોમ જે કંઈ ઇમારતો બનાવતી હતી બધું જ અમે નષ્ટ કરી દીધું.
A'raf 7:138
૧૩૮. અને જ્યારે અમે બની ઇસ્રાઇલને સમુદ્ર પાર કરાવ્યો, તો તેઓ એક એવી કોમ પાસેથી પસાર થયા, જેઓ કેટલીક મૂર્તિઓ લઇને બેઠા હતા, કહેવા લાગ્યા કે હે મૂસા! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે, મૂસા કહ્યું કે ખરેખર તમે ખૂબ જ જાહિલ લોકો છો.
A'raf 7:139
૧૩૯. આ લોકો જે કાર્યમાં (મૃતીપૂજામાં) લાગેલા છે તેને નષ્ટ કરવામાં આવશે, તેઓનું આ કાર્ય આધારહીન છે.
A'raf 7:140
૧૪૦. પછી કહ્યું કે શું હું તમારા માટે અલ્લાહ તઆલાને છોડીને બીજા કોઇને ઇલાહ નક્કી કરું? જો કે તેણે તમને સમગ્ર સૃષ્ટિના લોકો પર પ્રાથમિકતા આપી છે.
A'raf 7:141
૧૪૧. અને (હે બની ઇસરાઈલ) તે સમય યાદ કરો જ્યારે અમે તમને ફિરઔનથી બચાવી લીધા, જે તમને સખત તકલીફો આપતો હતો, જે તમારા બાળકોને કતલ કરી દેતો અને તમારી સ્ત્રીઓને જીવિત છોડી દેતા અને તેમાં તમારા પાલનહાર તરફથી ઘણી મોટી કસોટી હતી.
A'raf 7:142
૧૪૨. અને અમે મૂસાને ત્રીસ રાત્રિઓનું વચન આપ્યું, અને પછી તેમાં વધું દસ રાત્રિઓનું વચન આપ્યું, તો તેઓના પાલનહારનો સમય કુલ ચાલીસ રાત્રિઓનો થઇ ગયો, અને (જતી વખતે) મૂસા એ પોતાના ભાઇ હારૂન ને કહ્યું કે તમે મારા પછી આ લોકો માટે નાયબ બનશો, ઇસ્લાહ કરતા રહેજો અને ફસાદ ફેલાવનારની પાછળ ન જશો.
A'raf 7:143
૧૪૩. અને જ્યારે મૂસા અમે નક્કી કરેલ સમય તેમજ જગ્યા પર પહોંચી ગયા અને તેમની સાથે તેમના પાલનહારે વાતચીત કરી, મૂસાએ કહ્યું, હે પાલનહાર! હું તમને જોઈ શકું એમ કર, અલ્લાહ તઆલાએ કહ્યું, તું મને કદાપિ નહીં જોઈ શકે, જો કે તે પર્વત તરફ નજર કર, જો તે પર્વત પોતાની જગ્યા પર અડગ રહ્યો તો તું પણ મને જોઈ શકીશ, પછી જ્યારે તેના પાલનહારે પર્વત પર તજલ્લી કરી તો તે પર્વતને ચૂરેચૂરા કરી દીધો અને મૂસા બેહોશ થઈ પડી ગયા, પછી જ્યારે હોશ આવ્યો તો કહેવા લાગ્યા કે તારી ઝાત ખૂબ જ પવિત્ર છે, હું તારી સમક્ષ તૌબા કરુ છું અને હું સૌથી પહેલા તારા પર ઈમાન લાવવાવાળો છું.
A'raf 7:144
૧૪૪. અલ્લાહ તઆલાએ કહ્યું કે હે મૂસા! મેં પયગંબરી અને મારી સાથે વાતચીત કરવા માટે, લોકો પર તમને પ્રાથમિકતા આપી છે, તો જે કંઈ પણ મેં તમને આપ્યું છે તેના પર અમલ કરો અને મારો આભાર વ્યક્ત કર
A'raf 7:145
૧૪૫. અને અમે તેના માટે કેટલીક તકતીઓ પર દરેક પ્રકારની શિખામણ અને દરેક વસ્તુની વિગત લખીને આપી, અને (આદેશ આપ્યો) તમે તેને મજબૂતીથી પકડી લો, અને પોતાની કોમને આદેશ આપો કે તેઓ પણ આદેશોનું અનુસરણ કરે, હવે નજીક માંજ તમને તે વિદ્રોહીઓનું પરિણામ બતાવી દઇશું.
A'raf 7:146
૧૪૬. અને હું એવા લોકોને પોતાના આદેશોથી અળગા જ રાખીશ જેઓ દુનિયામાં ઘમંડ કરે છે, અને જો તેઓ દરેક નિશાનીઓ જોઈ પણ લે તો પણ તેના પર ઈમાન નહી લાવે અને જો તેઓ સત્ય માર્ગદર્શન જોઈ કે છે પરંતુ તેને અપનાવતા નથી, અને જો પથભ્રષ્ટતા નો માર્ગ જોઇ લે તો તેને પોતાનો તરીકો બનાવી લે છે, તેમની આ સ્થિતિ એટલા માટે છે કે તેઓ અમારી આયતોને જુઠલાવતા રહ્યા અને તેની અવગણના કરતા રહ્યા.
A'raf 7:147
૧૪૭. અને જે લોકોએ અમારી આયતોને અને કયામત આવવાને પણ જુઠલાવી, તેઓના દરેક કાર્યો વ્યર્થ થઇ ગયા, તેઓને તેની જ સજા આપવામાં આવશે જે કંઈ તેઓ કરતા હતા.
A'raf 7:148
૧૪૮. અને મૂસાની કૌમે તેઓના તૂર પર ગયા પછી પોતાના ઘરેણાંઓ (માંથી બનાવેલ) એક વાછરડાને પૂજ્ય બનાવી દીધું, જેમાં એક અવાજની ગોઠવણ કરી હતી, તેઓએ ન જોયું કે ન તો તે વાછરડું તેમની સમક્ષ વાતચીત કરી શકે છે અને ન તો કોઈ માર્ગ બતાવી શકે છે, તો પણ તેઓએ તેને ઇલાહ બનાવી લીધો. અને તેઓ પોતે જ જાલિમ બની ગયા .
A'raf 7:149
૧૪૯. અને જ્યારે તેઓ નિરાશ થઇ ગયા અને જાણ થઇ કે ખરેખર તે લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા છે, તો કહેવા લાગ્યા કે જો અમારો પાલનહાર અમારા પર દયા ન કરે અને અમારા પાપોને માફ ન કરે તો અમે ઘણા જ નુકસાન ભોગવનાર લોકો માંથી થઇ જઇશું.
A'raf 7:150
૧૫૦. અને જ્યારે મૂસા ગુસ્સા અને નિરાશથી ભરપુર પોતાની કોમ પાસે પાછા આવ્યા તો તેઓએ કહ્યું, તમે મારા ગયા પછી અત્યંત ખોટું કર્યું, તમને શાની ઉતાવળ હતી કે પોતાના પાલનહારના આદેશની પણ રાહ ન જોઈ, પછી તકતીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈને માથું પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યા, હારુને કહ્યું કે હે મારી માતાના દીકરા! આ લોકોએ મને કમજોર સમજ્યો અને નજીક હતું કે તેઓ મને મારી નાખતા એટલા માટે દુશ્મનોને મારા પર હસવાની તક ન આપશો અને મને આ જાલિમ સાથે ન કરી દો.
A'raf 7:151
૧૫૧. મૂસા એ કહ્યું કે હે મારા પાલનહાર! મારી ભૂલો માફ કર અને મારા ભાઇની પણ, અને અમને બન્નેને પોતાની કૃપામાં પ્રવેશ આપ અને તું દરેક દયાવાનો કરતા વધારે દયાળુ છે.
A'raf 7:152
૧૫૨. (અલ્લાહ તઆલાએ જવાબ આપતા કહ્યુ) જે લોકોએ વાછરડાને ઇલાહ બનાવી લીધો હતો, તેઓના પર નજીક માંજ તેમના પાલનહાર તરફથી ગુસ્સો અને અપમાન દુનિયાના જીવન માંજ આવી પહોંચશે અને અ(અલ્લાહ માટે) જૂઠ ઘડનારા લોકોને આવી જ સજા આપીએ છીએ.
A'raf 7:153
૧૫૩. અને જે લોકોએ પાપ કર્યા પછી જો તેઓ તૌબા કરી લે અને ઈમાન લઇ આવે, તો તૌબા કર્યા પછી પાપને તમારો પાલનહાર માફ કરી દેનાર છે, અને અત્યંત દયાળુ છે.
A'raf 7:154
૧૫૪. અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થયો, તો તેમણે તકતીઓને ઉઠાવી લીધી અને તેના વિષયોમાં તે લોકો માટે માર્ગદર્શન અને કૃપા હતી, જેઓ પોતાના પાલનહારથી ડરતા હતા,
A'raf 7:155
૧૫૫. અને અમે નક્કી કરેલ સમય માટે મૂસાએ સિત્તેર વ્યક્તિઓને પોતાની કોમ માંથી પસંદ કર્યા, પછી જ્યારે તેમના પર ધરતીકંપ આવ્યો તો મૂસાએ કહ્યું, પાલનહાર! જો તું ઇચ્છતો તો આ પહેલા મને અને તને પણ નષ્ટ કરી શકતો હતો, શું તું અમને તે પાપના કારણે નષ્ટ કરવા જઈ રહ્યો છે, જે અમારા માંથી અજ્ઞાની લોકોએ કર્યું હતું, આ તો તારી એક કસોટી હતી, જેના દ્વારા જેની ઈચ્છા કરે તું તેને હિદાયત આપી દે અને જેને ઈચ્છે ગુમરાહ કરી દે છે, તું જ અમારો જવાબદાર છે, તું અમને માફ કર અને તું જ સૌથી વધારે માફ કરવાવાળો છે.
A'raf 7:156
૧૫૬. અને અમારા માટે આ દુનિયામાં પણ નેકી લખી દે અને આખિરતમાં પણ, અમે તારી તરફ ફરી ગયા છે, અલ્લાહ તઆલાએ જવાબ આપ્યો કે સજા તો હું તેને જ આપું છું, જેને ઈચ્છું, પરંતુ મારી રહેમતે દરેક વસ્તુને ઘેરાવમાં લઈ રાખી છે, એટલા માટે જે લોકો પરહેજગારી અપનાવે છે, ઝકાત આપે ફહે અને અમારી આયતો ઈમાન ધરાવતા હશે તો તેમના માટે હું રહેમત જ લખી દઇશ.
A'raf 7:157
૧૫૭. જે લોકો એવા અભણ પયગંબરનું અનુસરણ કરે છે, જેના વિશે તે લોકો પોતાની પાસે તૌરાત અને ઈંજીલમાં લખેલું જુએ છે, તે તેઓને સત્કાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કૃત્યોથી રોકે છે, અને પવિત્ર વસ્તુઓને હલાલ ઠેરવે છે અને ખરાબ વસ્તુઓને હરામ ઠેરવે છે. અને તે લોકો પર જે ભાર અને પટ્ટો હતો, તેને હટાવે છે, તો જે લોકો આ પયગંબર પર ઈમાન લાવે છે અને તેમનું સમર્થન કરે છે અને તેમની મદદ કરે છે અને તે પ્રકાશનું અનુસરણ કરે છે જે તેમની સાથે મોકલવામાં આવ્યું છે, તો આવા લોકો સંપૂર્ણ સફળતા મેળવશે.
A'raf 7:158
૧૫૮. તમે કહી દો કે હે લોકો! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ.
A'raf 7:159
૧૫૯. અને મૂસાની કોમમાં એક જૂથ એવું પણ છે, જે સત્ય સાથે માર્ગદર્શન આપે છે અને તે જ પ્રમાણે ન્યાય પણ કરે છે.
A'raf 7:160
૧૬૦. અને અમે તેમની બાર કુટુંબોમાં વહેંચણી કરી, સૌના અલગ-અલગ જૂથ નક્કી કરી દીધા અને અમે મૂસા તરફ વહી કરી, જ્યારે કે તેમની કૌમે તેમની પાસે પાણી માંગ્યું, કે પોતાની લાકડીને પેલા પથ્થર પર મારો, બસ! તરત જ તેમાંથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, અને દરેક ખાનદાને પોતાની પાણી પીવાની જગ્યા જાણી લીધી અને અમે તેમના પર વાદળ દ્વારા છાંયડો કર્યો, અને તેમને “મન્” અને “સલ્વા” (જન્નતી ખોરાક) પહોંચાડ્યું, અને (કહ્યું) આ પવિત્ર વસ્તુઓ માંથી ખાઓ, જે અમે તમને આપી છે અને તેઓએ અમારું કંઈ પણ નુકસાન ન કર્યુ, પરંતુ પોતાનું જ નુકસાન કરતા હતા.
A'raf 7:161
૧૬૧. અને જ્યારે તેઓને આદેશ આપવામાં આવ્યો કે તમે લોકો તે વસ્તીમાં જઇને રહો અને જ્યાંથી ઇચ્છો ત્યાંથી ખાઓ અને જબાન વડે એવું કહેજો કે (હે અલ્લાહ!) અમે તારી માફી ઇચ્છીએ છે, અને (વસ્તીના) દરવાજામાં ઝૂકીને પ્રવેશ કરજો, તો અમે તમારી ભૂલો માફ કરી દઇશું અને નેકી કરવાવાળાઓને વધુ સવાબ પણ આપીશું.
A'raf 7:162
૧૬૨. પરંતુ તેમના માંથી જે અત્યાચારી લોકો હતા, તેઓએ તે વાત જ બદલી નાખી, જે તેમને કહેવામાં આવી હતી, પછી (તેના પરિણામરૂપે) અમે તેમના પર આકાશ માંથી અઝાબ મોકલી દીધો કારણકે તેઓ અત્યાચાર કરતા હતા.
A'raf 7:163
૧૬૩. અને તમે તે લોકો સામે તે વસ્તીવાળાની દશા પૂછો, જેઓ સમુદ્ર નજીક રહેતા હતા, જ્યારે કે તેઓ શનિવાર ના દિવસે હદ વટાવી ગયા હતા, જ્યારે કે તેઓના શનિવારના દિવસે તેમના માટે માછલીઓ ઉપર આવતી હતી, અને શનિવારના દિવસ ન સિવાય તો ઉપર હતી આવતી, આ પ્રમાણે જ અમે તેઓની અવજ્ઞાના કારણે તેમને આઝમાયશમાં નાખી દીધા હતા.
A'raf 7:164
૧૬૪. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે તેમના માંથી એક જૂથે બીજા જૂથને કહ્યું કે તમે એવા લોકોને કેમ શિખામણ આપો છો, જેમને અલ્લાહ નષ્ટ કરવાવાળો છે, અથવા તેમને સખત સજા આપનાર છે? તેઓએ જવાબ આપ્યો કે એટલા માટે કરીએ છીએ કે પોતાના પાલનહાર સમક્ષ નિર્દોષ બની જઈએ, અને કદાચ આ (નસીહત દ્વારા) આ લોકો પરહેજગારી અપનાવી લે.
A'raf 7:165
૧૬૫. તો જ્યારે તેઓએ આ નસીહત ભૂલી ગયા, જે તેમને શિખવવામાં આવતું હતું, તો અમે તે લોકોને તો બચાવી લીધા જેઓ લોકોને ખરાબ કૃત્યોથી રોકતા હતા. અને તે લોકોને જેઓ અતિરેક કરતા હતા, તે લોકો પર એક સખત અઝાબ આવી પહોંચ્યો.
A'raf 7:166
૧૬૬. પછી તેઓ વિદ્રોહ કરી તે જ કામ કરતા રહ્યા, જે કામથી તેમને રોકવામાં આવ્યા હતા, તો અમે તેમને આદેશ આપ્યો કે ' અપમાનિત થઈ વાંદરા બની જાઓ.
A'raf 7:167
૧૬૭. અને (તે સમય યાદ કરો) જ્યારે તમારા પાલનહારે એ સૂચના આપી કે, તે (અલ્લાહ) બની ઇસરાઈલ પર કયામત સુધી એવા લોકોને જરૂર નક્કી કરી દેશે જે તેઓને સખત સજા આપતા રહેશે, નિ:શંક તમારો પાલનહાર (નક્કી કરેલ સમય આવી ગયા પછી) અઝાબ આપવામાં વાર નથી કરતો, અને ખરેખર તે ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાવાન પણ છે.
A'raf 7:168
૧૬૮. અને અમે દુનિયામાં જ તેમને અલગ અલગ જૂથોમાં વિભાજીત કરી દીધા, તેમના માંથી કેટલાક તો નેક છે, અને તેમનાથી વિરુદ્ધ લોકો છે, અને અમે તેમને સારી તેમજ ખરાબ પરિસ્થિતિમાં કસોટી કરતા રહીશું, કદાચ તેઓ (અલ્લાહ તરફ) પાછા આવી જાય.
A'raf 7:169
૧૬૯. ત્યારબાદ તેમના પછી એવા દુષ્ટ લોકો તેમના નાયબ બન્યા, જેઓ કિતાબના વારસદાર બની, આ જ દુનિયાના જીવનનો માલ ભેગો કરવા લાગ્યા, અને કહેતા આમ હતા કે 'અમને માફ કરી દેવામાં આવશે, અને પછી એવો જ દુનિયાનો માલ તેમની સામે આવે તો તેને લઈ લેતા હતા, શું તેમની પાસે કિતાબમાં એ વચન લેવામાં નહતું આવ્યું કે તેઓ સત્યવાત સિવાય કોઈ પણ વાત અલ્લાહ દ્વારા નહીં કહે? અને આ વાત તેઓ પઢતા પણ હતા, જે કિતાબમાં વર્ણવામાં આવી હતી, અને આખિરતનું ઘર તો પરહેજગાર લોકો માટે જ ઉત્તમ છે. શુ તમે એટલું પણ સમજતા નથી?
A'raf 7:170
૧૭૦. અને જે લોકો કિતાબને મજબૂતી સાથે પકડી રાખે છે અને નમાઝ કાયમ પઢતા રહે છે, તો ખરેખર અમે આવા સદાચારી લોકોનો સવાબ વ્યર્થ નથી કરતા.
A'raf 7:171
૧૭૧. અને તે સમય પણ યાદ કરવા જેવો છે, જ્યારે અમે પર્વતને ઉઠાવી છાંયડાની જેમ તેમના પર લાવી દીધો, અને તેમને વિશ્વાસ થઇ ગયો કે તે પર્વત તેમના પર જ પડશે, (તે સમયે અમે તેમને આદેશ આપ્યો) કે જે કિતાબ અમે તમને આપી છે તેને મજબૂતી સાથે પકડો, અને જે કંઈ પણ તેમાં લખ્યું છે તેને યાદ રાખો, જેથી તમે પરહેજગાર બની શકો.
A'raf 7:172
૧૭૨. (તે સમય પણ યાદ કરો) જ્યારે તમારા પાલનહારે આદમના સંતાનની પીઠ વડે તેમના સંતાનનું સર્જન કર્યું અને પોતાને જ ગવાહ બનાવી તેમને પૂછ્યું, શું હું તમારો પાલનહાર નથી? સૌએ જવાબ આપ્યો કેમ નહીં, અમે સૌ સાક્ષી આપીએ છીએ, (અને આ એટલા માટે કે) તમે કયામતના દિવસે એમ ન કહો કે અમે તો આ વાતથી અજાણ હતા.
A'raf 7:173
૧૭૩. અથવા એમ કહો કે શિર્ક તો અમારા પહેલા અમારા પૂર્વજોએ કર્યું હતું, અને અમે તેમના પછી તેઓની પેઢી માંથી થયા, તો શું તે પથભ્રષ્ટ લોકોના કાર્ય પર તું અમને નષ્ટ કરી દઇશ?
A'raf 7:174
૧૭૪. અમે આ જ પ્રમાણે આયતો સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ, જેથી તેઓ (સત્યમાર્ગ) તરફ આવી જાય.
A'raf 7:175
૧૭૫. (હે નબી) તમે તેમને તે વ્યક્તિની દશા જણાવો જેને અમે અમારી નિશાનીઓ આપી હતી, પરંતુ તે તેની (પાબંદી કરવાથી) અળગો રહ્યો અને શેતાન પાછળ પડી ગયો, જેથી તે ગુમરાહ લોકો માંથી બની ગયો.
A'raf 7:176
૧૭૬. અને જો અમે ઇચ્છતા તો તેને આ આયતોના કારણે ઊંચો હોદ્દો આપતા, પરંતુ તે તો દુનિયા તરફ ઝૂકી ગયો અને પોતાની મનેચ્છાઓની પાછળ પડી ગયો, તેમની દશા કૂતરાં જેવી થઇ ગઇ, કે તું તેમના પર હુમલો કરીશ તો પણ હાંફશે અથવા તું તેને છોડી દઇશ તો પણ તે હાંફશે, આ જ દશા તે લોકોની છે જેઓએ અમારી આયતોનો ઇન્કાર કર્યો, તો તમે આ સ્થિતિનું વર્ણન કરી દો, કદાચ તે લોકો કંઈક વિચાર કરે.
A'raf 7:177
૧૭૭. એવા લોકોની દશા ખૂબ જ ખરાબ છે, જેઓએ અમારી આયરોનો ઇન્કાર કર્યો, અને પોતે જ પોતાના પર જુલ્મ કરતા રહ્યા.
A'raf 7:178
૧૭૮. અલ્લાહ જેને હિદાયત આપે તે જ હિદાયત મેળવી શકે છે, અને જેને તે ગુમરાહ કરી દે તો ખરેખર આવા લોકો જ નુકસાન ઉઠાવનારાઓ માંથી બની જશે.
A'raf 7:179
૧૭૯. ઘણા એવા જિનો અને માનવીઓ છે, જેમને અમે જહન્નમ માટે પેદા કર્યા છે, તેમના દિલ તો છે, પરંતુ તે (સત્યવાત) સમજી શકતા નથી, તેમની આંખો પણ છે પરંતુ તે (સત્યવાત) જોઈ શકતી નથી, અને તેમના કાન પણ છે, પરંતુ તે (સત્ય વાત) સાંભળી શકતા નથી, આવા લોકો જ ઢોર માફક છે, પરંતુ તેમના કરતા પણ વધારે ખરાબ, અને આવા જ લોકો બેદરકાર છે.
A'raf 7:180
૧૮૦. અને અલ્લાહના સારા સારા નામો છે, તો તમે તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકોને છોડી દો જેઓ તેના નામમાં ખામી શોધે છે, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, નજીક માંજ તેમને તેનો બદલો મળી જશે.
A'raf 7:181
૧૮૧. અને અમારા સર્જનમાં એક જૂથ એવું પણ છે જે સત્યવાત તરફ માર્ગદર્શન આપે છે અને તે જ પ્રમાણે ન્યાય પણ કરે છે.
A'raf 7:182
૧૮૨. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે છે, અમે આ પ્રમાણે જ ધીમે ધીમે નષ્ટતા તરફ લઈ જઈશું, તેઓ જાણી પણ નહીં શકે.
A'raf 7:183
૧૮૩. અને ખરેખર હું તેમને ઢીલ આપી રહ્યો છું, નિ:શંક મારી યુક્તિ ઘણી જ મજબૂત છે.
A'raf 7:184
૧૮૪. શું તે લોકોએ તે વાત પર સહેજ પણ વિચાર ન કર્યો કે તેમના મિત્ર (મુહમ્મદ) સહેજ પણ પાગલ નથી, તે તો ફકત એક સ્પષ્ટ ચેતવણી આપનાર છે.
A'raf 7:185
૧૮૫. અને શું તે લોકોએ આકાશો અને ધરતીની માલિકી અને જે કંઈ પણ અલ્લાહએ પેદા કર્યું છે, તેમાં ક્યારેય વિચાર ન કર્યો? અને શું તેઓએ એ પણ વિચાર ન કર્યો કે કદાચ તેમનો મૌતનો સમય નજીક આવી ગયો, તો પછી પયગંબરની આ ચેતવણી પછી બીજી કંઈ વાત હોય શકે છે, જેના પર તેઓ ઈમાન લાવે.
A'raf 7:186
૧૮૬. જેને અલ્લાહ તઆલા ગુમરાહ કરી દે તેને કોઇ હિદાયત નથી આપી શકતું, અને અલ્લાહ તઆલા તેઓને તેમની ગુમરાહી માં ભટકતા છોડી દે છે.
A'raf 7:187
૧૮૭. આ લોકો તમને કયામત વિશે પૂછે છે કે કયામત ક્યારે આવશે? તમે તેમને કહી દો કે એ વાત તો ફક્ત મારો પાલનહાર જ જાણે છે, તે જ તેને તેના સમય પર જાહેર કરશે, અને તે આકાશો અને ધરતી પર ઘણો સખત (દિવસ) હશે, તે તમારા પર અચાનક આવી પડશે, તેઓ તમને એવી રીતે પૂછે છે જાણે કે તમે તેની શોધ કરી ચૂક્યા હોય, તમે કહી દો કે તેનું જ્ઞાન ફકત અલ્લાહને જ છે, પરંતુ ઘણા લોકો નથી જાણતા.
A'raf 7:188
૧૮૮. તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદા તેમજ કોઈ નુકસાનનો અધિકાર નથી ધરાવતો, અલ્લાહ જે કંઈ ઈચ્છે તે જ થાય છે, અને જો હું ગેબની વાતો જાણતો હોત તો ઘણી ભલાઈઓ પ્રાપ્ત કરી લેતો, અને મને કઈ પણ તકલીફ ન પહોંચતી, હું તો ફકત ચેતવણી આપનાર અને શુભેચ્છક છું, તે લોકો માટે જેઓ ઈમાન રાખે છે.
A'raf 7:189
૧૮૯. તે અલ્લાહ તઆલા જ છે જેણે તમારું સર્જન એક પ્રાણ વડે કર્યું અને તેનાથી જ તેના માટે પત્ની બનાવી, જેથી તે તેની પાસેથી શાંતિ પ્રાપ્ત કરે, પછી જ્યારે કોઈ પતિ પત્ની સાથે ભેગો થયો તો તેને હલકું ગર્ભ રહી ગયું, તેણી તેને લઇને હરે-ફરે છે, પછી જ્યારે તે ભારે થઇ ગયું તો બન્ને પતિ-પત્ની અલ્લાહથી દુઆ કરવા લાગ્યા, જો તું અમને તંદુરસ્ત સંતાન આપે તો, અમે ખૂબ જ આભારી લોકો માંથી બની જઈશું.
A'raf 7:190
૧૯૦. તો જ્યારે અલ્લાહએ તે બન્નેને તંદુરસ્ત બાળક આપ્યું તો અલ્લાહએ આપેલી વસ્તુઓમાં તે બન્ને અલ્લાહના ભાગીદારો ઠેરાવવા લાગ્યા, અલ્લાહ તઆલા એવી વસ્તુઓથી પવિત્ર છે, જેને આ લોકો શરીક કરી રહ્યા છે.
A'raf 7:191
૧૯૧. શું એવા લોકોને શરીક બનાવે છે, જે કોઇ પણ વસ્તુનું સર્જન નથી કરી શકતા અને તેમનું પોતાનું જ સર્જન કરવામાં આવ્યું છે.
A'raf 7:192
૧૯૨. અને તેઓ તેમની કોઇ પણ પ્રકારની મદદ નથી કરી શકતા અને તે પોતે પોતાની મદદ કરી શકે છે.
A'raf 7:193
૧૯૩. અને જો તમે તેમને હિદાયત તરફ બોલાવો, તો તેઓ તમારું અનુસરણ નહીં કરે, તમે તેમને બોલાવો અથવા ચૂપ રહો, તમારા માટે બન્ને એક જ વાત છે.
A'raf 7:194
૧૯૪. ખરેખર અલ્લાહને છોડીને જેની બંદગી તમે કરો છો, તેઓ પણ તમારા જેવા જ બંદાઓ છે, જો તમે તમારા (વચનમાં) સાચા હોવ તો જરૂરી છે કે જ્યારે તમે તેમને પોકારો તો તેઓ તેનો જવાબ આપે.
A'raf 7:195
૧૯૫. શું તેઓના પગ છે જેનાથી તેઓ ચાલતા હોય અથવા તેઓના હાથ છે જેનાથી તેઓ કોઇ વસ્તુઓને પકડી શકે, અથવા તેઓની આંખો છે જેનાથી તેઓ જોતા હોય, અથવા તેઓના કાન છે જેનાથી તેઓ સાંભળતા હોય, તમે કહી દો કે તમે પોતાના દરેક પૂજ્યોને બોલાવી લો, અને મારું જે કંઈ બગાડી શકતા હોય, બગાડી બતાવો, અને મને ઢીલ પણ ન આપો.
A'raf 7:196
૧૯૬. મારો દોસ્ત તો અલ્લાહ જ છે, જેણે આ કિતાબ ઉતારી છે અને તે જ સદાચારી લોકોની દેખરેખ રાખનાર છે.
A'raf 7:197
૧૯૭. અને તમે જે લોકોની પણ અલ્લાહને છોડીને બંદગી કરો છો, તેઓ તમારી કંઈ પણ મદદ નથી કરી શકતા અને ન તો તે પોતાની મદદ કરી શકે છે.
A'raf 7:198
૧૯૮. પરંતુ જો તેઓને હિદાયત તરફ બોલાવો, તો તેઓ તમારી વાત સાંભળી પણ નથી શકતા, તમને એવું લાગે છે કે તેઓ તમારી તરફ ધ્યાનથી જોઈ રહ્યા છે, જો કે ખરેખર તેઓ કઈ પણ જોતા નથી.
A'raf 7:199
૧૯૯. તમે દરગુજર કરો, સત્કાર્યની શિક્ષા આપો, અને અજાણ લોકોથી અળગા રહો.
A'raf 7:200
૨૦૦. અને જો તમને કોઇ ખરાબ વિચાર શેતાન તરફથી આવવા લાગે તો, અલ્લાહનું શરણ માંગી લો, નિ:શંક તે દરેક વસ્તુને સાંભળવાવાળો અને સારી રીતે જાણવવાળો છે.
A'raf 7:201
૨૦૧. નિ:શંક જે લોકો અલ્લાહથી ડરે છે, જ્યારે તેમને કોઈ શેતાની વસ્વસો આવી પણ જાય તો આશ્ચર્યચકિત બની જાય છે, અને તરત જ સાચી વાત તાળવી લે છે.
A'raf 7:202
૨૦૨. અને જે લોકો શેતાનોની વાત માને છે, તે તેઓને પથભ્રષ્ટતામાં ખેંચી જાય છે, બસ! તેઓ છોડતા નથી.
A'raf 7:203
૨૦૩. અને જ્યારે તમે તેમની સામે કોઈ મુઅજિઝો ન લાવ્યા તો કહેવા લાગે છે કે તમે કોઈ મુઅજિઝો કેમ ન લાવ્યા? તમે તેમને કહી દો, હું તો ફક્ત એ વાતનું જ અનુસરણ કરું છું, જે મારા પાલનહાર તરફથી મારા પર વહી કરવામાં આવે છે, આ તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ પુરાવા છે, અને હિદાયત અને રહેમત છે, તે લોકો માટે જેઓ ઈમાન લાવે છે.
A'raf 7:204
૨૦૪. અને જ્યારે કુરઆન પઢવામાં આવે તો તેને ધ્યાનથી સાંભળો અને ચૂપ રહો, કદાચ તમારા પર રહેમ કરવામાં આવે.
A'raf 7:205
૨૦૫. અને હે (નબી)! પોતાના પાલનહારને સવાર સાંજ પોતાના દિલમાં આજીજી સાથે અને ડરતા ડરતા અને ઊંચા અવાજ કરતા ધીમા અવાજે યાદ કરતા રહો, અને બેદરકાર લોકો માંથી ન બની જશો.
A'raf 7:206
૨૦૬. નિ:શંક જે લોકો (ફરિશ્તાઓ) તારા પાલનહારની નજીક છે, તે તેની બંદગી કરવામાં ઘમંડ નથી કરતા, અને તેની પવિત્રતા બયાન કરે છે અને તેને સિજદો કરે છે.
Enfal 8:1
૧. આ લોકો તમને અન્ફાલ (યુદ્ધ પછી મળેલો માલ) વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ માલ તો અલ્લાહ અને તેના પયગંબર માટે છે, બસ તમે અલ્લાહથી ડરો અને પોતાના અંદરોઅંદરના સંબંધોને સુધારો અને અલ્લાહ તઆલા અને તેના પયગંબરનું અનુસરણ કરો, જો તમે મોમિન હોય.
Enfal 8:2
૨. સાચા મોમિન તો એ લોકો છે કે જ્યારે તેમની સામે અલ્લાહ તઆલાના નામનો ઝિકર કરવામાં આવે તો તેઓના હૃદય ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો તેઓના ઈમાન વધી જાય છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે.
Enfal 8:3
૩. જેઓ નમાઝ કાયમ કરે છે અને જે કંઈ માલ અમે તેમને આપી રાખ્યો છે, તેમાંથી ખર્ચ (દાન) કરે છે.
Enfal 8:4
૪. આ લોકો જ સાચા મોમિન છે, તેઓ માટે તેમના પાલનહાર પાસે ઊંચા દરજ્જા છે, તથા માફી અને ઇજજતવાળી રોજી છે.
Enfal 8:5
૫. જેવું કે તમારા પાલનહારે તમને તમારા ઘરેથી (બદરના યુદ્ધ વખતે) સત્ય કામ માટે નિકાળયા હતા, (મુસલમાનોએ પણ આ રીતે જ નિકળવાનું હતું) જો કે મોમિન લોકોનું એક જૂથને તે પસંદ ન હતું.
Enfal 8:6
૬. તેઓ તમારી સાથે સત્ય વિશે ઝઘડો કરી રહ્યાં હતા જો કે સત્ય તો જાહેર થઈ ગયું હતું, (તેમની સ્થિતિ એવી હતી) જેવી કે તેમને મૃત્યુ તરફ હાકવામાં આવી રહ્યા હોય અને તેઓ મૌતને જોઇ રહ્યા હોય.
Enfal 8:7
૭. અને જ્યારે અલ્લાહ તઆલાએ તમને વચન આપ્યું હતું કે બન્ને જૂથ માંથી એક જૂથ તમારું હશે, અને તમારી ઈચ્છા એવી હતી કે હથિયાર વગરનું જૂથ તમારા હાથમાં આવી જાય, જ્યારે કે અલ્લાહની ઈચ્છા એવી હતી કે પોતાના આદેશો દ્વારા સત્યને સત્ય કરી બતાવે, અને કાફિરોને જડ જ કાપી નાખે.
Enfal 8:8
૮. જેથી સત્યનું સત્ય હોવું અને અસત્યનું અસત્ય હોવું સાબિત કરી દે, ભલેને આ અપરાધીઓ પસંદ ન કરે.
Enfal 8:9
૯. (તે સમયને યાદ કરો) જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી, કે હું સતત એક હજાર ફરિશ્તાઓ વડે તમારી મદદ કરીશ.
Enfal 8:10
૧૦. આ વાત અલ્લાહએ તમને ફક્ત એટલા માટે જણાવી દીધી કે તમે ખુશ થઈ જાવ, અને તમારા દિલને શાંતિ મળે, નહીં તો મદદ તો ફક્ત અલ્લાહ તરફથી હોય છે, ખરેખર અલ્લાહ ઝબરદસ્ત અને હિકમતવાળો છે.
Enfal 8:11
૧૧. (તે સમયને યાદ કરો) જ્યારે અલ્લાહ તઆલાએ તમારો ભય દૂર કરવા માટે તમારા પર ઉંઘ ઉતારી અને આકાશ માંથી તમારા પર વરસાદ મોકલ્યો જેથી તમને પાક કરી દે, અને તમારામાં શેતાની ગંદકીને નષ્ટ કરી દે, અને તમારા દિલોને મજબૂત બનાવી દે, અને તમારા પગને જમાવી દે.
Enfal 8:12
૧૨. (તે સમયને યાદ કરો) જ્યારે તમારો પાલનહાર ફરિશ્તાઓને આદેશ આપી રહ્યો હતો કે હું તમારી સાથે છું, એટલા માટે મુસલમાનોના કદમ જમાવી રાખો, હમણાં જ હું કાફિરોના દિલોમાં ભય નાખી દઇશ, તો તમે તેમની ગરદનો પર અને દરેક સાંધાઓ પર પ્રહાર કરો.
Enfal 8:13
૧૩. આ તે વાતની સજા છે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કર્યો અને જે અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરશે તો અલ્લાહ તઆલા આવા લોકોને સખત સજા આપનાર છે.
Enfal 8:14
૧૪. (અને કાફિરોને કહ્યું) હવે આ સજાનો (સ્વાદ) ચાખો અને જાણી લો કે કાફિરો માટે જહન્નમનો અઝાબ નક્કી જ છે.
Enfal 8:15
૧૫. હે ઈમાનવાળાઓ! જ્યારે તમે યુદ્ધના મેદાનમાં કાફિરો સામે આવી જાવ તો ક્યારેય પીઠ બતાવી ન ભાગશો.
Enfal 8:16
૧૬. અને જે વ્યક્તિ તે સમયે પીઠ બતાવી ભાગશે, પરંતુ હાં જે લડાઇ માટે કોઇ યુક્તિ કરી રહ્યો હોય અથવા જે (પોતાના) જૂથ તરફ શરણ ઇચ્છતો હોય, તેના માટે છૂટ છે, તે વગર જે કોઇ પણ આવું કરશે તેના પર અલ્લાહનો ગુસ્સો ઉતરશે અને તેનું ઠેકાણું જહન્નમ હશે, તે ઘણી જ ખરાબ જગ્યા છે.
Enfal 8:17
૧૭. (બદરના મેદાનમાં) કાફિરોને તમે કતલ નથી કર્યા, પરંતુ તે લોકોને અલ્લાહ તઆલાએ તેમનું કતલ કર્યું હતું, અને જ્યારે તમે (કાફિરો તરફ રેતીની) મુઠ્ઠી નાખી હતી, તો તે તમે નહીં પરંતુ અલ્લાહએ ફેંકી હતી, અને આવું એટલા માટે કે અલ્લાહ તઆલા પોતાના તરફથી મોમિનોને એક સારી કસોટી માંથી પસાર કરે, ખરેખર અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
Enfal 8:18
૧૮. આ વાત તો તમારી સાથે થઈ અને ખરેખર અલ્લાહ તઆલા કાફિરોની યુક્તિને નબળી કરવાની હતી.
Enfal 8:19
૧૯. (મક્કાના લોકો) જો તમે લોકો ફેંસલો જ ઇચ્છતા હોય તો તે ફેંસલો તમારી સામે જ છે, અને જો અળગા રહો તો આ તમારા માટે ઉત્તમ છે, અને જો તમે ફરી તે જ કાર્ય કરશો તો અમે પણ ફરી તે જ કરીશું અને તમારી એકતા તમને કંઈ પણ ફાયદો નહીં પહોંચાડી શકે, ભલેને કેટલીય પ્રબળ હોય અને ખરેખર વાત એવી છે કે અલ્લાહ તઆલા ઈમાનવાળાઓની સાથે છે.
Enfal 8:20
૨૦. હે ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના પયગંબરનું ઇતાઅત (અનુસરણ) કરો, અને સાંભળવા-જાણવા છતાં અને તેમની અવગણના ન કરો.
Enfal 8:21
૨૧. અને તમે તે લોકો જેવા ન થઇ જાવ, જે લોકો દાવો તો કરે છે કે અમે સાંભળી લીધું જો કે તેઓ સાંભળતા નથી.
Enfal 8:22
૨૨. નિ:શંક સર્જન માંથી સૌથી ખરાબ જાનવર અલ્લાહની નજીક તે લોકો છે, જેઓ બહેરા છે અને મૂંગા છે, અને બુદ્ધિનો ઉપયોગ કરતા નથી.
Enfal 8:23
૨૩. અને જો અલ્લાહ તઆલા તેમનામાં સહેજ પણ ભલાઈ જોતો તો તેઓને સાંભળવાની સદબુદ્ધિ આપી દેત અને જો તેઓને સદબુદ્ધિ આપી પણ દે, તો પણ તેઓ લાપરવાહી અને અવગણના કરી ફરી જતા.
Enfal 8:24
૨૪. હે ઈમાનવાળાઓ! તમે અલ્લાહ અને તેના પયગંબરનું કહેવું માનો, જ્યારે પયગંબર તમને જીવન પ્રદાન કરતી વસ્તુ તરફ બોલાવે, અને જાણી લો કે અલ્લાહ તઆલા માનવી અને તેના દિલની વચ્ચે પડદો બની જાય છે અને ખરેખર તમને અલ્લાહ પાસે જ ભેગા થવાનું છે.
Enfal 8:25
૨૫. અને તમે એવા ઉપદ્રવથી બચો, કે જેની આફત વિશેષ તે જ લોકો માટે નહીં હોય, જેમણે તમારા માંથી પાપ કર્યા હોય અને જાણી લો કે અલ્લાહ સખત સજા આપનાર છે.
Enfal 8:26
૨૬. (અને તે પરિસ્થિતિને યાદ કરો) જ્યારે તમે ધરતી પર ઓછા હતા, નિર્બળ ગણાતા હતા, એ ભયમાં રહેતા હતા કે તમને લોકો લૂંટી ન લે, તો અલ્લાહએ તમને રહેવા માટે જગ્યા આપી અને તમને પોતાની મદદ વડે શક્તિ આપી અને તમને ખાવા માટે ઉત્તમ વસ્તુઓ આપી જેથી તમે આભાર વ્યક્ત કરો.
Enfal 8:27
૨૭. હે ઈમાનવાળાઓ! તમે અલ્લાહ અને તેના પયગંબર (ના અધિકારો)ને જાણવા છતાં તેમાં ખિયાનત ન કરો અને ન તો પોતાની અમાનતોમાં ખિયાનત કરો.
Enfal 8:28
૨૮. અને તમે તે વાતને જાણી લો કે તમારું ધન અને તમારી સંતાન એક કસોટી છે અને તે વાતને પણ જાણી લો કે અલ્લાહ તઆલા પાસે પુષ્કળ બદલો છે.
Enfal 8:29
૨૯. હે ઈમાનવાળાઓ! જો તમે અલ્લાહથી ડરતા રહેશો તો, અલ્લાહ તઆલા તમને એક ફેંસલો કરવાની શક્તિ આપશે અને તમારાથી તમારા પાપોને દૂર કરી દેશે અને તમને માફ કરી દેશે અને અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે.
Enfal 8:30
૩૦. (હે નબી! તે સમયને પણ યાદ કરો) જ્યારે કાફિરો તમારા માટે છુપી યુક્તિઓ વિચારી રહ્યા હતા, કે તમને કેદી બનાવી લે, અથવા તમને કતલ કરી દે અથવા તમને દેશનિકાલ કરી દે, તેઓ પણ પોતાની યુક્તિ કરી રહ્યા હતા અને અલ્લાહ પોતાની યુક્તિ કરી રહ્યો હતો અને સૌથી વધારે મજબૂત યુક્તિ કરનાર અલ્લાહ જ છે.
Enfal 8:31
૩૧. અને જ્યારે તેઓની સમક્ષ અમારી આયતોનું વર્ણન કરવામાં આવે છે તો કહે છે કે અમે સાંભળી લીધું, જો અમે ઇચ્છીએ તો તેના જેવું જ અમે પણ કહી બતાવીએ, આ તો કંઈ પણ નથી, આ તો ફકત પૂર્વજોની ઘડેલી વાતો છે.
Enfal 8:32
૩૨. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે કાફિરોએ કહ્યું હતું કે હે અલ્લાહ! જો આ જ (દીન) સાચો છે, જે તારા તરફથી છે, તો તું અમારા પર આકાશ માંથી પથ્થરોનો વરસાદ વરસાવી બતાવ, અથવા અમારા પર કોઈ દુઃખદાયી અઝાબ ઉતાર.
Enfal 8:33
૩૩. જો કે આવું કરવું બરોબર નથી કે અલ્લાહ તેઓને અઝાબ આપે અને તમે તેમની વચ્ચે હાજર હોય, અને ન તો એવું કરવું ઠીક હતું કે એવા લોકોને અઝાબ આપે જેઓ ઇસ્તિગ્ફાર કરી રહ્યા હોય.
Enfal 8:34
૩૪. અને અલ્લાહ તેમને અઝાબ કેમ ન આપે જે લોકો બીજાને મસ્જિદે હરામમાં પ્રવેશ આપવાથી રોકે છે, તેઓ મસ્જિદના જવાબદાર નથી, તેના જવાબદાર તે લોકો જ બની શકે છે, જેઓ પરહેજગાર હોય. પરંતુ તેમના માંથી ઘણા લોકો આ વાતનો સ્વીકાર નથી કરતા.
Enfal 8:35
૩૫. અને તેઓની નમાઝ કઅબા પાસે ફકત એ હતી કે સીટીઓ મારવી અને તાળીઓ પાડવી, તો લો હવે (બદરમાં) પોતાના ઇન્કારના કારણે આ અઝાબનો સ્વાદ ચાખો.
Enfal 8:36
૩૬. નિ:શંક આ કાફિરો એટલા માટે પોતાનું ધન ખર્ચ કરે છે કે લોકોને અલ્લાહના માર્ગથી રોકે, અને હજુ લોકો પોતાના ધનને ખર્ચ કરતા જ રહેશે, પછી તે ધન તેઓ માટે નિરાશાનું કારણ બની જશે. પછી તેઓ હારી જશે અને કાફિરોને જહન્નમ તરફ ભેગા કરવામાં આવશે.
Enfal 8:37
૩૭. જેથી અલ્લાહ તઆલા પાકને નાપાકથી અલગ કરી દે પછી નાપાકને એકબીજા પર મૂકી ઢગલો કરી દે, પછી તે ઢગલાને જહન્નમમાં નાખી દે, આવા લોકો જ ખરેખર નુકસાન ઉઠવવાવાળા છે.
Enfal 8:38
૩૮. (હે નબી!) તે કાફિરોને કહી દો, જો તે લોકો સુધારો કરી લેશે તો તેમના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે, અને જો તેઓ પોતાના તરીકા પર જ રહેશે તો પાછળના લોકોની જે સુન્નત ચાલી રહી છે (તે પ્રમાણે જ તેમની સાથે પણ કરવામાં આવશે).
Enfal 8:39
૩૯. અને તમે ત્યાં સુધી જિહાદ કરો જ્યાં સુધી ફિતનો બાકી ન રહે, અને દીન સંપૂર્ણ અલ્લાહનો થઈ જાય, અને જો તેઓ પોતાનો સુધારો કરી લે તો અલ્લાહ તઆલા તે કાર્યોને ખૂબ જ સારી રીતે જાણે છે.
Enfal 8:40
૪૦. અને જો અવગણના કરે, તો યકીન રાખો કે અલ્લાહ તઆલા તમારો વ્યવસ્થાપક છે, અને ઘણો જ ઉત્તમ વ્યવસ્થાપક છે અને ઘણો જ ઉત્તમ મદદ કરનાર છે.
Enfal 8:41
૪૧. અને જાણી લો કે તમે જે પ્રકારની પણ ગનીમત (યુદ્ધમાં મળેલ માલ) પ્રાપ્ત કરો, તેમાંથી પાંચમો ભાગ અલ્લાહ અને તેના પયગંબર માટે અને સગાં સંબંધીઓ માટે, અનાથો તથા લાચારો માટે અને મુસાફરો માટે છે, જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવતા હોવ અને તે વસ્તુ (વિજય અને મદદ) પર જેને અમે પોતાના બંદા પર તે દિવસે ઉતારી હતી, જ્યારે કે બન્ને લશ્કરો વચ્ચે યુદ્ધ થયું અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Enfal 8:42
૪૨. જ્યારે કે તમે (યુદ્ધના મેદાનમાં) એક કિનારા પર હતા અને તે દુશ્મન દૂરના કિનારે હતા અને (અબૂ સુફયાનનો) કાફલો તમારાથી નીચે (સાહિલ તરફ) ઉતરી ગયું હતું અને જો તમે બન્ને (મુસલમાન અને કાફિરો) એકબીજા સાથે યુદ્ધ માટે કરાર કરતા તો તમે બન્ને નક્કી કરેલ સમય પર પહોંચી ન શકતા, પરંતુ અલ્લાહ તઆલાએ તો તે કરવાનું જ હતું, જે પૂરું થઈને જ રહેતું, જેથી જેને નષ્ટ થવાનું છે, તે પુરાવા સાથે નષ્ટ થઈ જાય અને જેને જીવિત રહેવાનું હતું તે પણ પુરાવા સાથે જીવિત રહે, ખરેખર અલ્લાહ ખૂબ જ સાંભળવાવાળો અને ખૂબ જ જાણવાવાળો છે.
Enfal 8:43
૪૩. (હે નબી! તે સમય યાદ કરો) જ્યારે અલ્લાહએ તમને તમારા સપનામાં કાફિરોની સંખ્યા ઓછી બતાવી રહ્યો હતો, અને જો તેઓની સંખ્યા વધુ બતાવતો તો તમે નિર્બળ પડી જતા અને આ કાર્ય વિશે અંદરઅંદર ઝઘડતા, પરંતુ અલ્લાહ તઆલાએ તમને બચાવી લીધા, તે હૃદયોના ભેદોને ખૂબ સારી રીતે જાણે છે.
Enfal 8:44
૪૪. અને (યાદ કરો) જ્યારે તમે (દુશ્મન સાથે ભેગા થયા) તો અલ્લાહ તઆલાએ તમારી નજરમાં દુશ્મનની સંખ્યા ઓછી બતાવી, અને તમને તેઓની નજરમાં ઓછા બતાવ્યા, જેથી અલ્લાહ તઆલા આ કાર્યને પૂરું કરી દે, જે કરવાનું જ હતું અને દરેક કાર્યનું પરિણામ તો અલ્લાહ પાસે જ છે.
Enfal 8:45
૪૫. હે ઈમાનવાળાઓ! જ્યારે તમે કોઇ વિરોધી લશ્કર સાથે લડાઇ કરવા લાગો તો અડગ રહો અને અલ્લાહને ખૂબ જ યાદ કરો, જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.
Enfal 8:46
૪૬. અને અલ્લાહ અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, અંદરોઅંદર ન ઝઘડો, નહીં તો કાયર થઇ જશો અને તમારી હવા ઊખડી જશે અને સબર કરો, નિ:શંક અલ્લાહ તઆલા સબર કરનારાઓની સાથે છે.
Enfal 8:47
૪૭. તે લોકો જેવા ન થઇ જાવ, જેઓ પોતાના ઘરો માંથી ઇતરાઇને અને લોકો સામે પ્રદર્શન કરતા નીકળતા હતા અને આ લોકોને અલ્લાહના માર્ગથી રોકતા હતા, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તેને ઘેરાવમાં લેવાનો છે.
Enfal 8:48
૪૮. જ્યારે શેતાને તેઓના કાર્યોને તેમના માટે ઉત્તમ બતાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે લોકો માંથી કોઇ પણ આજે તમારા પર વિજય પ્રાપ્ત નથી કરી શકતા, હું પોતે પણ તમારી મદદ કરનાર છું, પરંતુ જ્યારે બન્ને લશ્કર સામ-સામે આવી ગયા તો પોતાની એડી વડે પાછળ હટી ગયો અને કહેવા લાગ્યો કે મારી સાથે તમારો કોઈ સબંધ નથી, હું તે જોઇ રહ્યો છું જે તમે નથી જોઇ રહ્યા, હું અલ્લાહથી ડરુ છું અને અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.
Enfal 8:49
૪૯. જ્યારે મુનાફિકો અને જેમના દિલમાં રોગ છે, તેઓ કહી રહ્યા હતા કે આ મુસલમાનોને તેમના દીને ઘોખામાં રાખ્યા છે, જો કે કોઈ વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરી લે તો ખરેખર અલ્લાહ દરેક પર વિજયી અને હિકમતવાળો છે.
Enfal 8:50
૫૦. કાશ કે તમે તે સ્થિતિને જોતાં, જ્યારે ફરિશ્તાઓ કાફિરોના પ્રાણ કાઢી રહ્યા હતા, તેઓના ચહેરા પર અને થાપા પર માર મારતા હતા (અને કહેતા હતા) કે તમને ભસ્મ કરી દેશે એવા અઝાબનો સ્વાદ ચાખો.
Enfal 8:51
૫૧. આ એ (કાર્યો)ના બદલામાં જે તમારા હાથોએ પહેલાથી જ મોકલી રાખ્યા છે, નિ:શંક અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી.
Enfal 8:52
૫૨. આ કાફિરોની સ્થિતિ પણ ફિરઔનના લોકો જેવી છે અને તેમના જેવી જે લોકો તેમના કરતા પહેલા હતા, તે લોકોએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, તો અલ્લાહ તઆલાએ તેમના ગુણાહોના બદલામાં તેમની પકડ કરી લીધી, અલ્લાહ તઆલા ખરેખર શક્તિશાળી અને સખત સજા આપનાર છે.
Enfal 8:53
૫૩. આવું એટલા માટે થાય છે કે અલ્લાહનો તરીકો આ છે કે જો અલ્લાહ કોઈ કોમને નેઅમત આપે તો તે નેઅમતને ત્યાં સુધી બદલતો જ્યાં સુધી કે કોમ પોતે જ પોતાના તરીકાને બદલી ન નાખે, અને અલ્લાહ બધું જ જાણવાવાળો અને બધું જ સાંભળવાવાળો છે.
Enfal 8:54
૫૪. તે લોકોની સ્થિતિ પણ ફિરઔન જેવી જ છે, અને તેમના જેવી જેઓ તેમના કરતા પહેલા હતા, તેઓએ પોતાના પાલનહારની આયતોને જુઠલાવી તો અમે તેમને આ ગુનાહના કારણે નષ્ટ કરી દીધા, અને ફિરઔનની કોમને ડુબાડી દીધા, આ સૌ અત્યાચારીઓ હતા.
Enfal 8:55
૫૫. અલ્લાહની નજીક સૌથી દુષ્ટ જાનવર તે લોકો છે, જેઓએ સત્ય વાતનો ઇન્કાર કર્યો, પછી તેઓ ઈમાન લાવવા માટે તૈયાર નથી.
Enfal 8:56
૫૬. જેમની પાસેથી તમે વચન લઇ લીધું, પછી પણ તેઓ દરેક વખતે વચનભંગ કરે છે અને જરાય ડરતા નથી.
Enfal 8:57
૫૭. આવા વચનભંગ કરનારાઓને યુદ્ધના મેદાનમાં જોઈ લો તો તેઓને ભયાનક સજા આપો, જેથી તેમના પાછળના લોકો શીખ પ્રાપ્ત કરે.
Enfal 8:58
૫૮. અને જો તમને કોઇ કોમનાથી ખિયાનત (વચનભંગ) ભય હોય તો બરાબરની સ્થિતિમાં તેઓ સાથેનું વચન તોડી નાંખો, અલ્લાહ તઆલા ખિયાનત કરનારાઓને પસંદ નથી કરતો.
Enfal 8:59
૫૯. કાફિરો ક્યારેય એવું ન વિચારે કે તેઓ આગળ વધી જશે, ખરેખર તેઓ અમને આજીજ નથી કરી શકતા.
Enfal 8:60
૬૦. તમે તેમની સાથે યુદ્ધ માટે પોતાની શક્તિ પ્રમાણે તૈયારી કરો અને ઘોડાઓને પણ તૈયાર રાખો, જેથી તમે તેના વડે અલ્લાહના તેમજ પોતાના શત્રુઓને અને અન્ય દુશ્મનોને પણ ભયભીત કરી શકો, જેમને તમે નથી જાણતા, અલ્લાહ તઆલા તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે કંઈ પણ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, તે તમને પૂરેપૂરું આપવામાં આવશે અને તમારી સાથે સહેજ પણ અન્યાય કરવામાં નહીં આવે.
Enfal 8:61
૬૧. જો તેઓ સમાધાન તરફ ઝૂકી જાય તો અલ્લાહ પર ભરોસો કરતા તમે પણ સમાધાન કરવા માટે ઝૂકી જાવ, નિ:શંક તે ઘણો જ સાંભવાવાળો અને જાણવાવાળો છે.
Enfal 8:62
૬૨. જો તે લોકો તમારી સાથે દગો કરવા ઇચ્છશે તો, અલ્લાહ તમારા માટે પૂરતો છે, તેણે જ પોતાની મદદ વડે અને ઈમાનવાળાઓના સહકારથી તમારી મદદ કરી છે.
Enfal 8:63
૬૩. તેણે જ (સહાબાઓના) હૃદયોમાં મોહબ્બત ભરી છે, જો તમે તે બધું જ ખર્ચ કરતા, જે આ જમીન પર છે તો પણ તમે તેમના હૃદયોમાં મુહબ્બત પેદા ન કરી શકતા, અને અલ્લાહ એ તેમના હૃદયોમાં મુહબ્બત નાખી દીધી, કારણકે તે બધા પર વિજયી અને હિકમતવાળો છે.
Enfal 8:64
૬૪. હે પયગંબર! તમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે ઈમાનવાળાઓ માટે જે તમારું અનુસરણ કરી રહ્યા છે.
Enfal 8:65
૬૫. હે પયગંબર! ઈમાનવાળાઓને જિહાદ (યુદ્ધ) માટે પ્રોત્સાહિત કરો, જો તમારામાં વીસ લોકો પણ ધીરજ રાખનારા હશે, તો બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક સો હશે તો એક હજાર કાફિરો પર વિજય મેળવશે, કારણકે કાફિરો કઈ પણ સમજતા નથી.
Enfal 8:66
૬૬. હવે અલ્લાહ તમારો ભાર હળવો કરી દીધો, તે ખૂબ જાણે છે કે તમારામાં નબળાઇ છે, બસ! જો તમારામાં એક સો લોકો ધીરજ રાખનારા હશે, તો તે બસો પર વિજય મેળવશે અને જો તમારામાં એક હજાર લોકો હશે તો તે અલ્લાહના આદેશથી બે હજાર પર વિજય મેળવશે, અલ્લાહ ધીરજ રાખનાર લોકોની સાથે છે.
Enfal 8:67
૬૭. પયગંબરને કેદીની આવશ્કતા નથી ત્યાં સુધી કે શહેરમાં ઘમસાણ યુદ્ધ ન થઇ જાય, તમે તો દુનિયાનું ધન ઇચ્છો છો અને અલ્લાહનો વિચાર આખિરતનો છે, અને અલ્લાહ જ વિજયી અને હિકમતવાળો છે.
Enfal 8:68
૬૮. જો પહેલાથી જ અલ્લાહ તરફથી વાત લખેલી ન હોત તો, જે કંઈ પણ તમે લીધું છે તે વિશે તમને એક મોટી સજા થાત.
Enfal 8:69
૬૯. બસ! જે કંઈ પણ ગનીમત તમે પ્રાપ્ત કરી હોય, તેને ખાઓ, તે હલાલ અને પાક રોજી છે, અને અલ્લાહથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
Enfal 8:70
૭૦. હે પયગંબર! જે કેદી તમારી હેઠળ છે, તેમને કહી દો કે જો અલ્લાહ તઆલા તમારા હૃદયોમાં સારો ઇરાદો જોશે તો જે કંઈ પણ તમારી પાસેથી લેવામાં આવ્યું છે તેના કરતા ઉત્તમ તમને આપશે, અને સાથે સાથે ગુનાહ પણ માફ કરી દેશે અને અલ્લાહ માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે.
Enfal 8:71
૭૧. અને જો તેઓ તમારી સાથે દગો કરવાનો ઇરાદો કરશે તો, એ પોતે તો આ પહેલા અલ્લાહ સાથે દગો કરી ચૂક્યા છે, (જેની સજા તેમને મળી ગઈ છે) તે તમારા કેદી બની ગયા, અને અલ્લાહ બધું જ જાણવાવાળો અને હિકમતવાળો છે.
Enfal 8:72
૭૨. જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને પોતાના ધન તથા પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યું અને તે લોકો જેમણે (મુહાજરિન, હિજરત કરનારાઓને) શરણ આપ્યું અને મદદ કરી, આ દરેક એકબીજાના મિત્રો છે, અને જેઓ ઈમાન તો લાવ્યા છે પરંતુ હિજરત નથી કરી, તમારા માટે તેમની મિત્રતા કંઈ પણ નથી, જ્યાં સુધી કે તેઓ હિજરત ન કરે, હાં જો તેઓ તમારી પાસે દીન વિશે મદદ માંગે તો તમારા માટે મદદ કરવી ફરજિયાત છે, પરંતુ કોઈ એવી કોમ વિરુદ્ધ નહીં જેમની સાથે તમે કરાર કરી ચુક્યા હોય, તમે જે કંઈ કરી રહ્યા છો અલ્લાહ તેને જોઇ રહ્યો છે.
Enfal 8:73
૭૩. કાફિરો એકબીજાના મિત્રો છે, જો તમે આવું નહીં કરો તો જમીનમાં ઉપદ્રવ ફેલાશે અને ખૂબ જ ભષ્ટાચાર ફેલાશે.
Enfal 8:74
૭૪. જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યુ અને જે લોકોએ શરણ આપ્યું અને મદદ કરી, આ જ લોકો સાચા ઈમાનવાળાઓ છે તેઓ માટે માફી છે અને ઈજજતવાળી રોજી છે.
Enfal 8:75
૭૫. અને જે લોકો (હિજરત પછી) ઈમાન લાવ્યા અને હિજરત કરી અને તમારી સાથે મળીને જિહાદ કર્યું, બસ! આ લોકો પણ તમારા માંથી જ છે અને અલ્લાહના આદેશથી સગાં સંબંધી તેઓ માંથી કેટલાક કેટલાકની નજીક છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુની ખૂબ સારી રીતે જાણે છે.