Gucaratça Meal — Rabîla el-Umerî — Tevbe 9:1 – Hicr 15:99
Contents
- Tevbe 9:1
- Tevbe 9:2
- Tevbe 9:3
- Tevbe 9:4
- Tevbe 9:5
- Tevbe 9:6
- Tevbe 9:7
- Tevbe 9:8
- Tevbe 9:9
- Tevbe 9:10
- Tevbe 9:11
- Tevbe 9:12
- Tevbe 9:13
- Tevbe 9:14
- Tevbe 9:15
- Tevbe 9:16
- Tevbe 9:17
- Tevbe 9:18
- Tevbe 9:19
- Tevbe 9:20
- Tevbe 9:21
- Tevbe 9:22
- Tevbe 9:23
- Tevbe 9:24
- Tevbe 9:25
- Tevbe 9:26
- Tevbe 9:27
- Tevbe 9:28
- Tevbe 9:29
- Tevbe 9:30
- Tevbe 9:31
- Tevbe 9:32
- Tevbe 9:33
- Tevbe 9:34
- Tevbe 9:35
- Tevbe 9:36
- Tevbe 9:37
- Tevbe 9:38
- Tevbe 9:39
- Tevbe 9:40
- Tevbe 9:41
- Tevbe 9:42
- Tevbe 9:43
- Tevbe 9:44
- Tevbe 9:45
- Tevbe 9:46
- Tevbe 9:47
- Tevbe 9:48
- Tevbe 9:49
- Tevbe 9:50
- Tevbe 9:51
- Tevbe 9:52
- Tevbe 9:53
- Tevbe 9:54
- Tevbe 9:55
- Tevbe 9:56
- Tevbe 9:57
- Tevbe 9:58
- Tevbe 9:59
- Tevbe 9:60
- Tevbe 9:61
- Tevbe 9:62
- Tevbe 9:63
- Tevbe 9:64
- Tevbe 9:65
- Tevbe 9:66
- Tevbe 9:67
- Tevbe 9:68
- Tevbe 9:69
- Tevbe 9:70
- Tevbe 9:71
- Tevbe 9:72
- Tevbe 9:73
- Tevbe 9:74
- Tevbe 9:75
- Tevbe 9:76
- Tevbe 9:77
- Tevbe 9:78
- Tevbe 9:79
- Tevbe 9:80
- Tevbe 9:81
- Tevbe 9:82
- Tevbe 9:83
- Tevbe 9:84
- Tevbe 9:85
- Tevbe 9:86
- Tevbe 9:87
- Tevbe 9:88
- Tevbe 9:89
- Tevbe 9:90
- Tevbe 9:91
- Tevbe 9:92
- Tevbe 9:93
- Tevbe 9:94
- Tevbe 9:95
- Tevbe 9:96
- Tevbe 9:97
- Tevbe 9:98
- Tevbe 9:99
- Tevbe 9:100
- Tevbe 9:101
- Tevbe 9:102
- Tevbe 9:103
- Tevbe 9:104
- Tevbe 9:105
- Tevbe 9:106
- Tevbe 9:107
- Tevbe 9:108
- Tevbe 9:109
- Tevbe 9:110
- Tevbe 9:111
- Tevbe 9:112
- Tevbe 9:113
- Tevbe 9:114
- Tevbe 9:115
- Tevbe 9:116
- Tevbe 9:117
- Tevbe 9:118
- Tevbe 9:119
- Tevbe 9:120
- Tevbe 9:121
- Tevbe 9:122
- Tevbe 9:123
- Tevbe 9:124
- Tevbe 9:125
- Tevbe 9:126
- Tevbe 9:127
- Tevbe 9:128
- Tevbe 9:129
- Yunus 10:1
- Yunus 10:2
- Yunus 10:3
- Yunus 10:4
- Yunus 10:5
- Yunus 10:6
- Yunus 10:7
- Yunus 10:8
- Yunus 10:9
- Yunus 10:10
- Yunus 10:11
- Yunus 10:12
- Yunus 10:13
- Yunus 10:14
- Yunus 10:15
- Yunus 10:16
- Yunus 10:17
- Yunus 10:18
- Yunus 10:19
- Yunus 10:20
- Yunus 10:21
- Yunus 10:22
- Yunus 10:23
- Yunus 10:24
- Yunus 10:25
- Yunus 10:26
- Yunus 10:27
- Yunus 10:28
- Yunus 10:29
- Yunus 10:30
- Yunus 10:31
- Yunus 10:32
- Yunus 10:33
- Yunus 10:34
- Yunus 10:35
- Yunus 10:36
- Yunus 10:37
- Yunus 10:38
- Yunus 10:39
- Yunus 10:40
- Yunus 10:41
- Yunus 10:42
- Yunus 10:43
- Yunus 10:44
- Yunus 10:45
- Yunus 10:46
- Yunus 10:47
- Yunus 10:48
- Yunus 10:49
- Yunus 10:50
- Yunus 10:51
- Yunus 10:52
- Yunus 10:53
- Yunus 10:54
- Yunus 10:55
- Yunus 10:56
- Yunus 10:57
- Yunus 10:58
- Yunus 10:59
- Yunus 10:60
- Yunus 10:61
- Yunus 10:62
- Yunus 10:63
- Yunus 10:64
- Yunus 10:65
- Yunus 10:66
- Yunus 10:67
- Yunus 10:68
- Yunus 10:69
- Yunus 10:70
- Yunus 10:71
- Yunus 10:72
- Yunus 10:73
- Yunus 10:74
- Yunus 10:75
- Yunus 10:76
- Yunus 10:77
- Yunus 10:78
- Yunus 10:79
- Yunus 10:80
- Yunus 10:81
- Yunus 10:82
- Yunus 10:83
- Yunus 10:84
- Yunus 10:85
- Yunus 10:86
- Yunus 10:87
- Yunus 10:88
- Yunus 10:89
- Yunus 10:90
- Yunus 10:91
- Yunus 10:92
- Yunus 10:93
- Yunus 10:94
- Yunus 10:95
- Yunus 10:96
- Yunus 10:97
- Yunus 10:98
- Yunus 10:99
- Yunus 10:100
- Yunus 10:101
- Yunus 10:102
- Yunus 10:103
- Yunus 10:104
- Yunus 10:105
- Yunus 10:106
- Yunus 10:107
- Yunus 10:108
- Yunus 10:109
- Hud 11:1
- Hud 11:2
- Hud 11:3
- Hud 11:4
- Hud 11:5
- Hud 11:6
- Hud 11:7
- Hud 11:8
- Hud 11:9
- Hud 11:10
- Hud 11:11
- Hud 11:12
- Hud 11:13
- Hud 11:14
- Hud 11:15
- Hud 11:16
- Hud 11:17
- Hud 11:18
- Hud 11:19
- Hud 11:20
- Hud 11:21
- Hud 11:22
- Hud 11:23
- Hud 11:24
- Hud 11:25
- Hud 11:26
- Hud 11:27
- Hud 11:28
- Hud 11:29
- Hud 11:30
- Hud 11:31
- Hud 11:32
- Hud 11:33
- Hud 11:34
- Hud 11:35
- Hud 11:36
- Hud 11:37
- Hud 11:38
- Hud 11:39
- Hud 11:40
- Hud 11:41
- Hud 11:42
- Hud 11:43
- Hud 11:44
- Hud 11:45
- Hud 11:46
- Hud 11:47
- Hud 11:48
- Hud 11:49
- Hud 11:50
- Hud 11:51
- Hud 11:52
- Hud 11:53
- Hud 11:54
- Hud 11:55
- Hud 11:56
- Hud 11:57
- Hud 11:58
- Hud 11:59
- Hud 11:60
- Hud 11:61
- Hud 11:62
- Hud 11:63
- Hud 11:64
- Hud 11:65
- Hud 11:66
- Hud 11:67
- Hud 11:68
- Hud 11:69
- Hud 11:70
- Hud 11:71
- Hud 11:72
- Hud 11:73
- Hud 11:74
- Hud 11:75
- Hud 11:76
- Hud 11:77
- Hud 11:78
- Hud 11:79
- Hud 11:80
- Hud 11:81
- Hud 11:82
- Hud 11:83
- Hud 11:84
- Hud 11:85
- Hud 11:86
- Hud 11:87
- Hud 11:88
- Hud 11:89
- Hud 11:90
- Hud 11:91
- Hud 11:92
- Hud 11:93
- Hud 11:94
- Hud 11:95
- Hud 11:96
- Hud 11:97
- Hud 11:98
- Hud 11:99
- Hud 11:100
- Hud 11:101
- Hud 11:102
- Hud 11:103
- Hud 11:104
- Hud 11:105
- Hud 11:106
- Hud 11:107
- Hud 11:108
- Hud 11:109
- Hud 11:110
- Hud 11:111
- Hud 11:112
- Hud 11:113
- Hud 11:114
- Hud 11:115
- Hud 11:116
- Hud 11:117
- Hud 11:118
- Hud 11:119
- Hud 11:120
- Hud 11:121
- Hud 11:122
- Hud 11:123
- Yusuf 12:1
- Yusuf 12:2
- Yusuf 12:3
- Yusuf 12:4
- Yusuf 12:5
- Yusuf 12:6
- Yusuf 12:7
- Yusuf 12:8
- Yusuf 12:9
- Yusuf 12:10
- Yusuf 12:11
- Yusuf 12:12
- Yusuf 12:13
- Yusuf 12:14
- Yusuf 12:15
- Yusuf 12:16
- Yusuf 12:17
- Yusuf 12:18
- Yusuf 12:19
- Yusuf 12:20
- Yusuf 12:21
- Yusuf 12:22
- Yusuf 12:23
- Yusuf 12:24
- Yusuf 12:25
- Yusuf 12:26
- Yusuf 12:27
- Yusuf 12:28
- Yusuf 12:29
- Yusuf 12:30
- Yusuf 12:31
- Yusuf 12:32
- Yusuf 12:33
- Yusuf 12:34
- Yusuf 12:35
- Yusuf 12:36
- Yusuf 12:37
- Yusuf 12:38
- Yusuf 12:39
- Yusuf 12:40
- Yusuf 12:41
- Yusuf 12:42
- Yusuf 12:43
- Yusuf 12:44
- Yusuf 12:45
- Yusuf 12:46
- Yusuf 12:47
- Yusuf 12:48
- Yusuf 12:49
- Yusuf 12:50
- Yusuf 12:51
- Yusuf 12:52
- Yusuf 12:53
- Yusuf 12:54
- Yusuf 12:55
- Yusuf 12:56
- Yusuf 12:57
- Yusuf 12:58
- Yusuf 12:59
- Yusuf 12:60
- Yusuf 12:61
- Yusuf 12:62
- Yusuf 12:63
- Yusuf 12:64
- Yusuf 12:65
- Yusuf 12:66
- Yusuf 12:67
- Yusuf 12:68
- Yusuf 12:69
- Yusuf 12:70
- Yusuf 12:71
- Yusuf 12:72
- Yusuf 12:73
- Yusuf 12:74
- Yusuf 12:75
- Yusuf 12:76
- Yusuf 12:77
- Yusuf 12:78
- Yusuf 12:79
- Yusuf 12:80
- Yusuf 12:81
- Yusuf 12:82
- Yusuf 12:83
- Yusuf 12:84
- Yusuf 12:85
- Yusuf 12:86
- Yusuf 12:87
- Yusuf 12:88
- Yusuf 12:89
- Yusuf 12:90
- Yusuf 12:91
- Yusuf 12:92
- Yusuf 12:93
- Yusuf 12:94
- Yusuf 12:95
- Yusuf 12:96
- Yusuf 12:97
- Yusuf 12:98
- Yusuf 12:99
- Yusuf 12:100
- Yusuf 12:101
- Yusuf 12:102
- Yusuf 12:103
- Yusuf 12:104
- Yusuf 12:105
- Yusuf 12:106
- Yusuf 12:107
- Yusuf 12:108
- Yusuf 12:109
- Yusuf 12:110
- Yusuf 12:111
- Ra'd 13:1
- Ra'd 13:2
- Ra'd 13:3
- Ra'd 13:4
- Ra'd 13:5
- Ra'd 13:6
- Ra'd 13:7
- Ra'd 13:8
- Ra'd 13:9
- Ra'd 13:10
- Ra'd 13:11
- Ra'd 13:12
- Ra'd 13:13
- Ra'd 13:14
- Ra'd 13:15
- Ra'd 13:16
- Ra'd 13:17
- Ra'd 13:18
- Ra'd 13:19
- Ra'd 13:20
- Ra'd 13:21
- Ra'd 13:22
- Ra'd 13:23
- Ra'd 13:24
- Ra'd 13:25
- Ra'd 13:26
- Ra'd 13:27
- Ra'd 13:28
- Ra'd 13:29
- Ra'd 13:30
- Ra'd 13:31
- Ra'd 13:32
- Ra'd 13:33
- Ra'd 13:34
- Ra'd 13:35
- Ra'd 13:36
- Ra'd 13:37
- Ra'd 13:38
- Ra'd 13:39
- Ra'd 13:40
- Ra'd 13:41
- Ra'd 13:42
- Ra'd 13:43
- İbrahim 14:1
- İbrahim 14:2
- İbrahim 14:3
- İbrahim 14:4
- İbrahim 14:5
- İbrahim 14:6
- İbrahim 14:7
- İbrahim 14:8
- İbrahim 14:9
- İbrahim 14:10
- İbrahim 14:11
- İbrahim 14:12
- İbrahim 14:13
- İbrahim 14:14
- İbrahim 14:15
- İbrahim 14:16
- İbrahim 14:17
- İbrahim 14:18
- İbrahim 14:19
- İbrahim 14:20
- İbrahim 14:21
- İbrahim 14:22
- İbrahim 14:23
- İbrahim 14:24
- İbrahim 14:25
- İbrahim 14:26
- İbrahim 14:27
- İbrahim 14:28
- İbrahim 14:29
- İbrahim 14:30
- İbrahim 14:31
- İbrahim 14:32
- İbrahim 14:33
- İbrahim 14:34
- İbrahim 14:35
- İbrahim 14:36
- İbrahim 14:37
- İbrahim 14:38
- İbrahim 14:39
- İbrahim 14:40
- İbrahim 14:41
- İbrahim 14:42
- İbrahim 14:43
- İbrahim 14:44
- İbrahim 14:45
- İbrahim 14:46
- İbrahim 14:47
- İbrahim 14:48
- İbrahim 14:49
- İbrahim 14:50
- İbrahim 14:51
- İbrahim 14:52
- Hicr 15:1
- Hicr 15:2
- Hicr 15:3
- Hicr 15:4
- Hicr 15:5
- Hicr 15:6
- Hicr 15:7
- Hicr 15:8
- Hicr 15:9
- Hicr 15:10
- Hicr 15:11
- Hicr 15:12
- Hicr 15:13
- Hicr 15:14
- Hicr 15:15
- Hicr 15:16
- Hicr 15:17
- Hicr 15:18
- Hicr 15:19
- Hicr 15:20
- Hicr 15:21
- Hicr 15:22
- Hicr 15:23
- Hicr 15:24
- Hicr 15:25
- Hicr 15:26
- Hicr 15:27
- Hicr 15:28
- Hicr 15:29
- Hicr 15:30
- Hicr 15:31
- Hicr 15:32
- Hicr 15:33
- Hicr 15:34
- Hicr 15:35
- Hicr 15:36
- Hicr 15:37
- Hicr 15:38
- Hicr 15:39
- Hicr 15:40
- Hicr 15:41
- Hicr 15:42
- Hicr 15:43
- Hicr 15:44
- Hicr 15:45
- Hicr 15:46
- Hicr 15:47
- Hicr 15:48
- Hicr 15:49
- Hicr 15:50
- Hicr 15:51
- Hicr 15:52
- Hicr 15:53
- Hicr 15:54
- Hicr 15:55
- Hicr 15:56
- Hicr 15:57
- Hicr 15:58
- Hicr 15:59
- Hicr 15:60
- Hicr 15:61
- Hicr 15:62
- Hicr 15:63
- Hicr 15:64
- Hicr 15:65
- Hicr 15:66
- Hicr 15:67
- Hicr 15:68
- Hicr 15:69
- Hicr 15:70
- Hicr 15:71
- Hicr 15:72
- Hicr 15:73
- Hicr 15:74
- Hicr 15:75
- Hicr 15:76
- Hicr 15:77
- Hicr 15:78
- Hicr 15:79
- Hicr 15:80
- Hicr 15:81
- Hicr 15:82
- Hicr 15:83
- Hicr 15:84
- Hicr 15:85
- Hicr 15:86
- Hicr 15:87
- Hicr 15:88
- Hicr 15:89
- Hicr 15:90
- Hicr 15:91
- Hicr 15:92
- Hicr 15:93
- Hicr 15:94
- Hicr 15:95
- Hicr 15:96
- Hicr 15:97
- Hicr 15:98
- Hicr 15:99
Tevbe 9:1
૧. જે મુશરિકો સાથે તમે કરાર કર્યો છે, હવે અલ્લાહ અને તેના રસૂલ આ પ્રમાણેના કરારથી બેજાર હોવાની (ઘોષણા) કરે છે.
Tevbe 9:2
૨. અને (હે મુશરિકો!) તમે શહેરમાં ચાર મહિના સુધી હરી-ફરી લો, જાણી લો કે તમે અલ્લાહને લાચાર નથી કરી શકતા, અને એ (પણ યાદ રાખો) કે અલ્લાહ કાફિરોને અપમાનિત કરવાવાળો છે.
Tevbe 9:3
૩. અલ્લાહ અને તેના પયગંબર તરફથી લોકોને પવિત્ર હજ્જના દિવસે સ્પષ્ટ રીતે આદેશ આપવામાં આવે છે કે અલ્લાહ મુશરિકોથી બેજાર છે અને તેના પયગંબર પણ, જો હજુ પણ તમે તૌબા કરી લો તો તમારા માટે ઉત્તમ છે અને જો તમે અવગણના કરો તો જાણી લો કે તમે અલ્લાહને હરાવી નથી શકતા અને (હે નબી) તે કાફિરોને દુઃખદાયી અઝાબની ખુશખબરી આપી દો.
Tevbe 9:4
૪. હા, જે મુશરિકો સાથે તમે કરાર કર્યો હોય અને તેઓએ તે કરાર નિભાવવામાં સહેજ પણ પાછા ન ફર્યા હોય તેમજ ન તો તેઓએ તમારા વિરુદ્ધ કોઈની મદદ કરી હોય, તો તેમની સાથે નક્કી કરેલ સમય સુધી તેમનો કરાર પૂરો કરો, કારણકે અલ્લાહ પરહેજગારોને પસંદ કરે છે.
Tevbe 9:5
૫. હુરમતના ચાર મહિના પસાર થઈ જાય તો મુશરિકોને જ્યાં જુઓ ત્યાં કતલ કરી દો, તેમને પકડી લો, તેમને કેદી બનાવી લો, અને દરેક ઘાટીઓમાં તેમની રાહ જોતા બેસી જાઓ, પછી જો તેઓ તૌબા કરી લે, નમાઝ કાયમ કરી લે, અને ઝકાત આપવા લાગે તો તેમનો માર્ગ છોડી દો, (કારણકે) અલ્લાહ માફ કરનાર અને અત્યંત રહમ કરવાવાળો છે.
Tevbe 9:6
૬. જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, જેથી કરીને તે (શાંતિથી) અલ્લાહનો કલામ સાંભળી શકે, પછી તે વ્યક્તિને પોતાની શાંતિની જગ્યાએ પહોંચાડી દો, આ એટલા માટે કે તેઓ જ્ઞાન નથી ધરાવતા.
Tevbe 9:7
૭. અલ્લાહ અને રસૂલ સાથે મુશરિકોનો કરાર કઈ રીતે (ભરોસાપાત્ર) હોઈ શકે છે, તે લોકો સિવાય જેમણે મસ્જિદે હરામ પાસે તમારી સાથે કરાર કર્યો હતો, તો જ્યાં સુધી તમારી સાથે તેઓ સીધા રહ્યા, તમે પણ તેઓની સાથે સીધા જ રહો, અલ્લાહ ખરેખર પરહેજગાર લોકોને પસંદ કરે છે.
Tevbe 9:8
૮. તેમના વચનોનો શું ભરોસો, જો તે લોકો તમારા પર વિજય પ્રાપ્ત કરે તો, ન તેઓ સંબંધો જોશે, ન વચન, પોતાની જબાનો વડે તો તમને પસંદ કરે છે પરંતુ તેઓના હૃદયો નથી માનતા, તેઓ માંથી વધારે પડતા લોકો વિદ્રોહી છે.
Tevbe 9:9
૯. તેઓએ અલ્લાહની આયતોને નજીવા દરે વેચી નાખી અને પછી લોકોને અલ્લાહના માર્ગથી રોકતા રહ્યા, ઘણું જ ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે.
Tevbe 9:10
૧૦. આ લોકો તો મોમિનની કોઈ બાબતમાં ન તો કોઈ સબંધનો ખ્યાલ કરતા હોય છે અને ન તો કરારનો ખ્યાલ રાખતા હોય છે, અને આ લોકો જ હદ વટાવવામાં ખૂબ આગળ વધી રહ્યા છે.
Tevbe 9:11
૧૧. હજુ પણ આ લોકો તૌબા કરી લે અને નમાઝ પઢવા લાગે અને ઝકાત આપતા રહે તો તમારા દીની ભાઇ છે, અમે અમારા આદેશોને તે લોકો માટે સ્પષ્ટ વર્ણન કરીએ છીએ, જેઓ ઇલમ ધરાવે છે.
Tevbe 9:12
૧૨. જો આ લોકો કરાર અને સમાધાન કર્યા પછી પણ પોતાની કસમોને તોડી દે અને તમારા દીન વિશે મેણા-ટોણાં મારે તો તમે પણ તે કાફિરોના સરદારો સાથે લડાઇ કરો, તેમની કસમોનું કોઈ અસ્તિત્વ નથી, (અને એટલા માટે પણ યુદ્ધ કરો) કે તેઓ બધું છોડી દે.
Tevbe 9:13
૧૩. તમે તે લોકો સાથે લડાઇ કરવા માટે કેમ તૈયાર નથી રહેતા, જે લોકોએ પોતાની કસમોને તોડી નાખી અને તે લોકો જ પયગંબરને દેશનિકાલ કરવા માટેની ચિંતા કરે છે અને યુદ્ધની શરૂઆત તે લોકોએ જ કરી છે, શું તમે તેમનાથી ડરી રહ્યા છો? જો કે અલ્લાહ એ વાતનો વધારે અધિકાર ધરાવે છે કે તમે તેનાથી ડરો, જો તમે મોમિન હોય.
Tevbe 9:14
૧૪. તેમની સાથે તમે યુદ્ધ કરો, અલ્લાહ તઆલા તે લોકોને તમારા હાથ વડે જ સજા આપશે, તેઓને અપમાનિત કરશે, તમારી તેઓની વિરુદ્ધ મદદ કરશે અને મુસલમાનોના કાળજાને ઠંડક પહોંચાડશે.
Tevbe 9:15
૧૫. અને તેઓના હૃદયોની નિરાશા અને ગુસ્સો દૂર કરશે, અને અલ્લાહ જેના માટે ઇચ્છશે તેને તૌબા કરવાની તૌફીક પણ આપશે, અલ્લાહ બધું જ જાણવાવાળો અને હિકમતવાળો છે.
Tevbe 9:16
૧૬. શું તમે એવું સમજી લીધું છે કે તમને આમ જ છોડી દેવામાં આવશે, જો કે અત્યાર સુધી અલ્લાહએ તમને નથી જણાવ્યું કે તમારા માંથી જિહાદ કોણે કર્યું, અને અલ્લાહ તેના રસૂલ અને મોમિનો સિવાય કોઈને પણ પોતાનો સાચો મિત્ર નથી બનાવતો, અને જે કંઈ તમે કરી રહ્યા છો, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.
Tevbe 9:17
૧૭. મુશરિકો અલ્લાહ તઆલાની મસ્જિદોને આબાદ કરવાને લાયક નથી, જો કે તેઓ પોતે પોતાના ઇન્કારના સાક્ષી છે, તેઓના કાર્યો વ્યર્થ છે અને તેઓ જ કાયમી જહન્નમી છે.
Tevbe 9:18
૧૮. અલ્લાહની મસ્જિદોની આબાદ કરવું તો તે લોકોનું કામ છે, જે અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે, નમાઝ કાયમ કરે, ઝકાત આપે, અને અલ્લાહ સિવાય કોઈનાથી ન ડરે, આશા છે કે આવા લોકો જ હિદાયત પર હશે.
Tevbe 9:19
૧૯. શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તેના વ્યક્તિના કામ જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે અને અલ્લાહના માર્ગમાં જિહાદ કરે? અલ્લાહની નજીક તેઓ સમાન નથી, અને જાલીમોને અલ્લાહ હિદાયતનો માર્ગ નથી બતાવતો.
Tevbe 9:20
૨૦. જે લોકો ઈમાન લાવ્યા, હિજરત કરી, અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કર્યું, તે અલ્લાહની પાસે ઘણા જ ઊંચા દરજ્જાવાળાઓ છે અને આ જ લોકો સફળતા મેળવનારા છે.
Tevbe 9:21
૨૧. તેમને તેમનો પાલનહાર પોતાની કૃપા અને પ્રસન્નતાની ખુશખબર આપે છે, અને તેમના માટે એવા બગીચાઓ છે, જેની નેઅમતો હંમેશા માટે છે.
Tevbe 9:22
૨૨. ત્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહની પાસે ખરેખર ઘણો જ પુષ્કળ બદલો છે.
Tevbe 9:23
૨૩. હે ઈમાનવાળાઓ! જો તમારા પિતા અને ભાઈ ઈમાન વિરુદ્ધ કૂફરને પસંદ કરે તો તેમને પણ પોતાના મિત્ર ન બનાવો, અને તમારા માંથી જે વ્યક્તિ તેમને મિત્ર બનાવશે તો આવા લોકો જ જાલિમ લોકો છે.
Tevbe 9:24
૨૪. (હે પયગંબર! તમે મુસલમાનોને) કહી દો, કે જો તમારા પિતા, તમારા બાળકો, તમારા ભાઇ, તમારી પત્નીઓ, તમારા કુટુંબીઓ, અને તમારી તે કમાણી અને તે વેપાર, જેના નુકસાનથી તમે ડરો છો, અને તે હવેલીઓ જેમને તમે પસંદ કરો છો, જો આ બધું જ તમને અલ્લાહ અને તેના પયગંબરથી અને તેના માર્ગમાં જિહાદ કરવાથી વધારે પસંદ હોય તો તમે અલ્લાહના નિર્ણયની રાહ જુઓ, અને અલ્લાહ તઆલા વિદ્રોહી લોકોને માર્ગ નથી બતાવતો.
Tevbe 9:25
૨૫. અલ્લાહએ (આ પહેલા) ઘણી જગ્યાઓ પર તમારી મદદ કરી છે, અને "હુનૈન"ની લડાઇ વખતે પણ, (તમારી મદદ કરી) જ્યારે કે તમને પોતાના મોટા લશ્કર પર ઘમંડ હતું, પરંતુ તે વધારો તમને કંઈ પણ કામમાં ન આવ્યો, વિશાળ ધરતી હોવા છતાં તે તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ બતાવી ભાગવા લાગ્યા.
Tevbe 9:26
૨૬. પછી અલ્લાહએ પોતાના પયગંબર પર અને ઈમાનવાળાઓ શાંતિ ઉતારી અને પોતાના તે લશ્કરો મોકલ્યા જેને તમે જોઇ નથી રહ્યા અને કાફિરોને સખત સજા આપી, તે કાફિરોનો આ જ બદલો હતો.
Tevbe 9:27
૨૭. ત્યારબાદ જેને ઇચ્છશે તેને તૌબા કરવાની તૌફીક આપી દેશે, અને તે દરગુજર કરવાવાળો અને રહેમ કરવાવાળો છે.
Tevbe 9:28
૨૮. હે ઈમાનવાળાઓ! ખરેખર મુશરિક તદ્દન નાપાક છે, એટલા માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદે હરામની આસ-પાસ પણ ન ભટકે, જો તમને લાચારીનો ભય છે તો અલ્લાહ તઆલા તમને પોતાની કૃપાથી ધનવાન બનાવી દેશે, જો અલ્લાહ ઇચ્છે, અલ્લાહ જ્ઞાની અને હિકમતવાળો છે.
Tevbe 9:29
૨૯. (અને) અહેલે કિતાબ માંથી તે લોકો સાથે યુદ્ધ કરો, જેઓ ન તો અલ્લાહ પર ઈમાન લાવે છે, ન આખિરતના દિવસ પર, અને ન તો તેઓ તે વસ્તુને હરામ સમજે છે, જે વસ્તુ અલ્લાહ અને તેના રસૂલે તેમના હરામ કરી દીધી છે, અને ન તો સત્ય દીનને પોતાનો દીન કહે છે, અહીં સુધી કે તેઓ ટેક્સ આપતા થઈ જાય અને નાના બનીને રહેવાનું પસંદ કરી લે.
Tevbe 9:30
૩૦. યહૂદી લોકો કહે છે કે ઉઝૈર અલ્લાહનો દીકરો છે, અને ઈસાઈ લોકો કહે છે કે મસીહ અલ્લાહનો દીકરો છે, આ વાતો ફકત તેઓના મોઢાઓની છે, પૂર્વજોની વાતોને આ લોકો પણ નકલ કરવા લાગ્યા, અલ્લાહ તેઓને નષ્ટ કરે, તે કેવા ઉથલ પાથલ કરવામાં આવે છે.
Tevbe 9:31
૩૧. તે લોકોએ પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને અલ્લાહને છોડીને રબ બનાવ્યા છે અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે તે એક અલાલજ સિવાય કોઈની બંદગી ન કરશો, જેના સિવાય કોઈ ઇલાહ નથી, અલ્લાહ તઆલા તે દરેક વસ્તુથી પાક છે, જેમને આ લોકો ભાગીદાર બનાવે છે.
Tevbe 9:32
૩૨. તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને પોતાની ફૂંક વડે હોલવી નાંખે અને અલ્લાહ તઆલા આ વાતોનો ઇન્કાર કરે છે, પરંતુ અલ્લાહ પોતાના પ્રકાશને પૂરો કરીને જ રહેશે ભલેને આ કાફિરો પસંદ ન કરે.
Tevbe 9:33
૩૩. તેણે જ પોતાના પયગંબરને સત્ય માર્ગદર્શન અને સાચો દીન આપી મોકલ્યા, કે તે દીનને દરેક દીન ઉપર પ્રભાવિત કરી દે, ભલેને મુશરિક ખોટું સમજે.
Tevbe 9:34
૩૪. હે ઈમાનવાળાઓ! યહૂદી લોકોના આલિમો અને ઈબાદત કરનાર લોકોનું ધન અયોગ્ય તરીકાથી ખાઈ છે, અને લોકોને અલ્લાહના માર્ગથી રોકે છે, જે લોકો સોનું અને ચાંદી ભેગું કરીને રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને તમે દુ:ખદાયી અઝાબની ખુશખબર આપી દો.
Tevbe 9:35
૩૫. જે દિવસે (સોનું અને ચાંદી) જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેના વડે તેઓના કપાળોને, ખભાના ભાગને અને પીઠોને દઝાડવામાં આવશે, (તેઓને કહેવામાં આવશે) આ તે ખજાનો છે, જેને તમે પોતાના માટે ભેગી કરીને બનાવી રાખ્યો હતો, હવે! ભેગું કરેલું પોતાના ધનનો સ્વાદ ચાખો.
Tevbe 9:36
૩૬. જે દિવસે આકાશ અને ધરતીનું સર્જન કર્યું તે દિવસથી જ મહિનાઓની ગણતરી અલ્લાહની પાસે અલ્લાહની કિતાબમાં બાર છે, તેમાંથી ચાર પવિત્ર મહિના છે, આ જ સત્ય ધર્મ છે, તમે તે મહિનાઓમાં પોતાના જીવો પર અત્યાચાર ન કરો અને તમે દરેક મુશરિકો સાથે જિહાદ કરો, જેવી રીતે કે તેઓ તમારી સાથે લડે છે અને જાણી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે.
Tevbe 9:37
૩૭. મહિનાઓને આગળ પાછળ કરી દેવું કૂફરની હરકત છે, આના વડે તે લોકો ગુમરાહીના પડ્યા રહે છે, તેઓ એક વર્ષ કોઈ મહિનાને હલાલ સમજી લે છે, અને બીજા વર્ષે તે જ મહિનાને હરામ ઠહેરાવે છે, જેથી કે અલ્લાહની પવિત્ર મહિનાની ગણતરી પુરી કરી લે, અને એવી જ રીતે તેઓ તે મહિનાને હલાલ કરી લે છે, જે મહિનાને અલ્લાહ તઆલાએ પવિત્ર ગણાવ્યો છે, તેમના માટે તેમના ખરાબ કાર્યોને સારા બતાવી દેવામાં આવ્યા છે, અને અલ્લાહ કાફિરોને સત્ય માર્ગ નથી બતાવતો.
Tevbe 9:38
૩૮. હે ઈમાનવાળાઓ! તમને શું થઇ ગયું છે કે જ્યારે તમને કહેવામાં આવે છે કે ચાલો અલ્લાહના માર્ગમાં જિહાદ કરવા માટે નીકળો, તો તમે ધરતીને વળગી રહો છો, શું તમે આખિરતના બદલામાં દુનિયાના જીવનને પ્રાથમિકતા આપો છો? સાંભળો! દુનિયાનું જીવન તો આખિરતની તુલમાં બસ થોડું જ છે.
Tevbe 9:39
૩૯. જો તમે ન નીકળ્યા તો, તમને અલ્લાહ તઆલા સખત સજા આપશે અને તમારી જગ્યાએ બીજાને લાવશે, તમે અલ્લાહ તઆલાને કોઇ નુકસાન નથી પહોંચાડી શકતા, અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Tevbe 9:40
૪૦. જો તમે તે (મુહમ્મદ સલ્લલ્લાહુ વસલ્લમ)ની મદદ નહીં કરો તો (આ પહેલા) અલ્લાહએ તે નબીની મદદ કરી, જ્યારે કાફિરોએ તેમને (મક્કાથી) કાઢી મુક્યા, જ્યારે કે તે બન્ને ગુફામાં હતા, અને તે બન્ને માંથી એક પોતાના સાથીને કહી રહ્યો હતો, " ગમ ન કરો, અલ્લાહ આપણી સાથે છે" પછી અલ્લાહ તઆલાએ તે લોકોને પોતાના તરફથી શાંતિ આપી અને એવા લશ્કરો દ્વારા તેમની મદદ કરી જેને તમે જોયા જ નથી, તેણે કાફિરોની વાતને હલકી કરી દીધી અને ઊંચી અને મૂલ્યવાન તો અલ્લાહની વાત જ છે, અલ્લાહ વિજયી, હિકમતવાળો છે.
Tevbe 9:41
૪૧. નીકળી જાઓ, નિર્બળ હોય તો પણ અને શક્તિશાળી હોય તો પણ, અને અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરો, આ જ તમારા માટે ઉત્તમ છે જો તમે જાણતા હોવ.
Tevbe 9:42
૪૨. જો દુનિયાનો ફાયદો ઝડપથી મળતો અને મુસાફરી પણ સરળ હોત તો આ (મુનાફિકો) તમારી સાથે આવતા, પરંતુ આ સફર તેમને અઘરો લાગી રહ્યો છે, તો અલ્લાહની કસમો ખાવા લાગ્યા, (અને કહેવા લાગ્યા) જો અમે તમારી સાથે નીકળી શકતા હોત તો જરૂર સાથ આપતા, આ લોકો પોતાને જ નષ્ટ કરી રહ્યા છે, અને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે કે આ જુઠા લોકો છે.
Tevbe 9:43
૪૩. (હે નબી!) અલ્લાહ તમને માફ કરી દે, કેમ તમે તેઓને (પાછળ રહેવાની) પરવાનગી આપી? તમારી સમક્ષ વાત સ્પષ્ટ થઈ જાત કે કોણ તેમના માંથી સાચા કોણ છે અને જુઠા લોકો કોણ છે?
Tevbe 9:44
૪૪. જે લોકો અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન ધરાવે છે, તે લોકો પોતાના ધન અને માલ વડે જિહાદથી રોકાઇ જવા માટે કયારેય તમારી પાસે પરવાનગી નહીં માંગે અને અલ્લાહ તઆલા ડરવાવાળાઓને ખૂબ સારી રીતે જાણે છે.
Tevbe 9:45
૪૫. આ પરવાનગી તો તમારી પાસેથી તે લોકો જ માંગે છે જેમને ન તો અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન છે, જેમના હૃદય શંકામાં પડ્યા છે અને તે પોતાની શંકામાં જ પડેલા હોય છે.
Tevbe 9:46
૪૬. જો તેઓની ઇચ્છા જિહાદ માટેની હોત તો, તેઓ આ સફર માટે સામાનની તૈયારી કરી રાખતા, પરંતુ અલ્લાહને તેમનું નીકળવું પસંદ જ ન હતું, એટલા માટે અલ્લાહએ તેઓને શરૂઆતથી જ રોકી રાખ્યા અને કહી દેવામાં આવ્યું કે તમે બેસી રહેનાર લોકો સાથે બેઠેલા જ રહો.
Tevbe 9:47
૪૭. જો આ લોકો તમારી સાથે ભેગા થઇને નીકળતા તો પણ, તમારા માટે ઉપદ્રવ કરવા સિવાય કંઈ પણ ન કરતા, ઉપરાંત તમારી વચ્ચે ઉપદ્રવ માટે આમતેમ ફરતા જ હોય છે તમારી સાથે પણ કેટલાક લોકો છે, જે તેઓની વાત ધ્યાનથી સાંભળે છે, અને અલ્લાહ આવા અત્યાચારી લોકોને ખૂબ સારી રીતે જાણે છે.
Tevbe 9:48
૪૮. આ લોકો તો પહેલા પણ ઉપદ્રવ કરવાની શોધમાં હતા અને તમારા માટે કાર્યોને ઉલટ સૂલટ કરતા રહે છે, અહીં સુધી કે સત્ય આવી પહોંચ્યું અને અલ્લાહનો આદેશ પ્રભાવિત થઇ ગયો, ભલેને તે લોકો નારાજ રહ્યા.
Tevbe 9:49
૪૯. તેઓ માંથી કોઇક તો કહે છે કે મને પરવાનગી આપો, મને વિદ્રોહમાં ન નાખો, સાંભળો! તે વિદ્રોહમાં પડી ગયા છે અને જહન્નમે કાફિરોને ઘેરાવમાં લઈ રાખ્યા છે.
Tevbe 9:50
૫૦. જો તમને કંઈ ભલાઇ મળે તો, તેમને ખરાબ લાગે છે અને કોઇ મુસીબત પહોંચે તો તેઓ કહે છે કે અમે તો પહેલાથી જ પોતાની બાબત યોગ્ય માર્ગ અપનાવી લીધો હતો, પછી તે લોકો ઇતરાઇને પાછા ફરી રહ્યા છે.
Tevbe 9:51
૫૧. તમે કહી દો કે અલ્લાહએ અમારા માટે જે કંઈ નુકસાન પહોંચાડવાનું લખેલ છે તે પહોંચીને જ રહેશે, તે અમારો વ્યવસ્થાપક અને મિત્ર છે, ઈમાનવાળાઓએ તો ફકત અલ્લાહ પર જ ભરોસો કરવો જોઇએ.
Tevbe 9:52
૫૨. કહી દો કે તમે અમારા વિશે જે વસ્તુની રાહ જોઇ રહ્યા છો, એ કે બે ભલાઈઓ માંથી એક ભલાઈ અમને મળી જાય, અને અમે તમારા માટે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છે એ કે અલ્લાહ તઆલા તમને તેની પાસેથી પોતે સજા આપે અથવા તો અમારા હાથ વડે તમને સજા અપાવે, એટલા માટે તમે પણ રાહ જુઓ અને પણ તમારી સાથે રાહ જોઈ રહ્યા છે.
Tevbe 9:53
૫૩. કહી દો કે તમે રાજીખુશીથી ખર્ચ કરો અથવા નારાજગીથી ખર્ચ કરો, તમારો આ સદકો ક્યારેય કબૂલ કરવામાં નહીં આવે, નિ:શંક તમે વિદ્રોહી છો.
Tevbe 9:54
૫૪. તેઓનુ દાન કબૂલ ન કરવાનું કારણ તેના સિવાય કાંઇ જ નથી કે આ લોકોએ અલ્લાહ અને તેના પયગંબરનો ઇન્કાર કર્યો, અને ઘણી આળસથી નમાઝ માટે આવે છે અને સંકુચિત મનથી જ ખર્ચ કરે છે.
Tevbe 9:55
૫૫. તમને તેઓનું ધન અને સંતાન આશ્ચર્યચકિત ન કરી દે, અલ્લાહની ઇચ્છા એ જ છે કે તેનાથી જ તેઓને દુનિયાનામાં જ સજા આપે અને તેઓનું મૃત્યુ કૂફરની સ્થિતિ માં જ થાય.
Tevbe 9:56
૫૬. આ લોકો અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે અમે તમારા જૂથના જ લોકો છે, જો કે ખરેખર તેઓ તમારા માંથી નથી, વાત ફકત એ જ છે કે આ લોકો ડરપોક છે.
Tevbe 9:57
૫૭. જો આ લોકો બચાવ માટેની જગ્યા અથવા કોઇ ગુફા અથવા કોઇ પણ માથું છુપાવવાની જગ્યા પામી લે તો હમણાં જ તે તરફ ફરી જાય.
Tevbe 9:58
૫૮. તેઓમાં તે લોકો પણ છે જેઓ સદકા (ના માલની વહેંચણીમાં) તમારા પર ખોટો આરોપ લગાવે છે, જો તેઓને તેમાંથી મળી જાય તો રાજી થઈ જાય છે અને જો તેઓને તેમાંથી ન મળ્યું તો તરત જ નારાજ થઈ જાય છે.
Tevbe 9:59
૫૯. તેમના માટે સારું થાત જો તેઓ એ વાત પર ખુશ થઈ જતા, જે અલ્લાહ અને તેના પયગંબરે તેમને આપ્યું, અને કહેતા કે અલ્લાહ જ અમારા માટે પૂરતો છે, અલ્લાહ અમને તેની કૃપા વડે (ઘણું) આપશે, અને અલ્લાહના રસૂલ પણ. અમે તો અલ્લાહ તરફ જ આશા રાખીએ છીએ.
Tevbe 9:60
૬૦. અલ્લાહ તરફથી દાન ફકત ફકીરો માટે, લાચારો માટે, ઝકાત ઉઘરાવનારાઓ માટે, તેઓ માટે જેમના હૃદયો ઇસ્લામ તરફ ઝુકેલા છે, તથા કેદીઓને છોડાવવા માટે, દેવાદારો માટે, તથા અલ્લાહના માર્ગમાં અને મુસાફરો માટે ફરજિયાત છે અને અલ્લાહ જ્ઞાની તથા હિકમતવાળો છે.
Tevbe 9:61
૬૧. તે (મુનાફિક) લોકો માંથી એવા લોકો પણ છે જેઓ પયગંબરને તકલીફ આપે છે અને કહે છે, ઓછું સાંભળે છે, તમે કહી દો કે તે ઓછું સાભળવા માં જ તમારા માટે ભલાઇ છે, તે અલ્લાહ પર ઈમાન ધરાવે છે અને મુસલમાનોની વાતો પર ભરોસો કરે છે અને તમારા માંથી જે લોકો ઈમાન ધરાવે છે તેમના માટે કૃપા છે, જે લોકો અલ્લાહ અને પયગંબરને તકલીફ આપે છે તેમના માટે દુ:ખદાયી અઝાબ છે.
Tevbe 9:62
૬૨. તે (મુનાફિક) ફકત તમને ખુશ રાખવા માટે તમારી સામે અલ્લાહના નામની સોગંદો ખાય છે, જો કે આ લોકો ઈમાન રાખતા હોય તો, અલ્લાહ અને તેનો પયગંબર રાજી કરવા માટે વધારે હકદાર છે.
Tevbe 9:63
૬૩. શું આ લોકો નથી જાણતા કે જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરશે, તેના માટે ખરેખર જહન્નમનો અઝાબ છે, જેમાં તેઓ હંમેશા રહેશે, આ જબરદસ્ત અપમાન છે.
Tevbe 9:64
૬૪. મુનાફિક લોકો દરેક સમયે એ વાતથી ડરે છે કે કદાચ મુસલમાનો પર કોઇ સૂરહ ન ઉતરે, જે તેઓના હૃદયોની વાતો દર્શાવી દે, કહી દો કે તમે મજાક કરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા તેને જાહેર કરી દેશે જેનાથી તમે ડરી રહ્યા છો.
Tevbe 9:65
૬૫. જો તમે તેમને સવાલ કરશો (કે શું વાતો કરી રહ્યા છો?) તો સ્પષ્ટ કહી દેશે કે અમે તો એમજ અંદરોઅંદર હંસીમજાક કરી રહ્યા હતા, કહી દો કે શું અલ્લાહ, તેની આયતો અને તેનો પયગંબર જ તમારા ઠઠ્ઠા મશ્કરી માટે રહી ગયા છે?
Tevbe 9:66
૬૬. તમે બહાનું ન બનાવો, ખરેખર તમે ઈમાન લાવ્યા પછી કાફિર થઇ ગયા છો, જો અમે તમારા માંથી થોડાંક લોકોને માફ પણ કરી દઇએ, તો કેટલાક લોકોને તેઓના અપરાધના કારણે સખત સજા પણ આપીશું.
Tevbe 9:67
૬૭. દરેક મુનાફિક પુરુષ અને સ્ત્રી એક સરખાં છે, આ લોકો ખરાબ વાતોનો આદેશ આપે છે અને સારી વાતોથી રોકે છે અને પોતાની મુઠ્ઠી બંધ રાખે છે, આ લોકો અલ્લાહને ભૂલી ગયા, અલ્લાહ તેમને ભૂલી ગયો, નિ:શંક આ મુનાફિક લોકો વિદ્રોહી જ છે.
Tevbe 9:68
૬૮. અલ્લાહ તઆલા તે મુનાફિક પુરુષ અને સ્ત્રીઓ અને કાફિરોને જહન્નમની આગનું વચન આપી ચૂક્યો છે, જ્યાં તેઓ હંમેશા રહેશે, તે જ તેમના માટે પૂરતું છે, તેમના પર અલ્લાહની લઅનત છે અને તેમના માટે જ હંમેશાનો અઝાબ છે.
Tevbe 9:69
૬૯. આ તે લોકો જેવા જ છે, જેઓ તેમના કરતા પહેલા હતા, તે લોકો તમારા કરતા વધારે શક્તિશાળી હતા અને વધુ સંતાનવાળા અને ધનવાન હતા, તેઓએ પોતાના નસીબનો સ્વાદ ચાખી લીધો અને તમે પોતાના નસીબનો સ્વાદ ચાખી રહ્યા છો, અને તમે પણ તે લોકોની વાતોમાં જ પડી ગયા, જેમાં તે લોકો પડ્યા હતા, આ એવા લોકો છે, જેમના કાર્યો દુનિયા અને આખિરતમાં બરબાદ થઈ જશે, અને આવા લોકો જ નુકસાન ઉઠાવનારાઓ છે.
Tevbe 9:70
૭૦. શું તેમની પાસે પહેલાના લોકોની ખબર નથી પહોંચી? નૂહની કોમ, આદ, ષમૂદ, અને ઇબ્રાહીમની કોમ, અને મદયનવાળાઓ, અને મુઅતફિકાત (તે કોમ જેમને અઝાબ રૂપે ઊંધા કરી દેવામાં આવ્યા) ની, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા હતા, અલ્લાહની એ શાન નથી કે તેમની પર અત્યાચાર કરે, પરંતુ તે લોકોએ પોતે જ પોતાના પર જુલમ કરી રહ્યા છે.
Tevbe 9:71
૭૧. ઈમાનવાળા પુરુષ અને ઈમાનવાળી સ્ત્રીઓ એક-બીજાના મિત્રો છે, તે ભલાઇનો આદેશ આપે છે અને બૂરાઈથી રોકે છે, નમાઝોને કાયમ પઢે છે, ઝકાત આપે છે, અલ્લાહ અને તેના પયગંબરની વાતો માને છે, આ જ તે લોકો છે જેમના પર અલ્લાહ તઆલા નજીકમાંજ રહેમ કરશે, નિ:શંક અલ્લાહ વિજયી તથા હિકમતવાળો છે.
Tevbe 9:72
૭૨. ઈમાનવાળા પુરુષ અને ઈમાનવાળી સ્ત્રીઓને અલ્લાહએ તે જન્નતોનું વચન આપ્યું છે, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને તે પવિત્ર-સ્વચ્છ મહેલોમાં રહેવાનું પણ (વચન આપી રાખ્યું છે) જે તે હંમેશા રહેનારી જન્નતોમાં છે અને અલ્લાહની ખુશી સૌથી મોટી નેઅમત છે, આ જ ખરેખર ખૂબ જ મોટી સફળતા છે.
Tevbe 9:73
૭૩. હે પયગંબર! કાફિરો અને મુનાફિકો સાથે સંપૂર્ણ શક્તિ વડે તેમનો મુકાબલો કરો, અને તેમના પર સખત બની જાવ, તેમનું સાચું ઠેકાણું જહન્નમ છે, જે અત્યંત ખરાબ ઠેકાણું છે.
Tevbe 9:74
૭૪. આ અલ્લાહના નામની સોગંદો ખાઇને કહે છે કે તેમણે આ પ્રમાણેની વાત નથી કરી, જો કે તેઓએ કાફિરના શબ્દો કહ્યા હતા, અને ઇસ્લામ લાવ્યા પછી ફરી કાફિર બની જાય છે, એવી જ રીતે તે લોકોએ એ વાતનો ઈરાદો કરી રાખ્યો હતો, જેને તેઓ કરી ન શક્યા, આ લોકો ફકત તે જ વાતનો બદલો લઇ રહ્યા છે કે તેમને અલ્લાહએ પોતાની કૃપાથી અને તેના પયગંબરે ધનવાન કરી દીધા, જો આ લોકો હજુ પણ તૌબા કરી લે તો, આ તેમના માટે સારું છે અને જો ચહેરો ફેરવશે તો અલ્લાહ તઆલા તેમને દુનિયા અને આખિરતમાં દુ:ખદાયી અઝાબ આપશે અને ધરતીમાં તેમના માટે કોઇ તેમની મદદ કરનાર તથા સહાય કરનાર ઊભો નહીં થાય.
Tevbe 9:75
૭૫. તે લોકોમાં કેટલાક એવા લોકો પણ છે જેમણે અલ્લાહને વચન આપ્યું હતું કે જો અલ્લાહ અમને પોતાની કૃપાથી ધન આપશે તો અમે ચોક્કસ દાન કરીશું અને સાચા સદાચારી લોકો બની જઇશું.
Tevbe 9:76
૭૬. પરંતુ જ્યારે અલ્લાહએ તેમને પોતાની કૃપા વડે આપ્યું તો, આ લોકો તેમાં કંજુસાઇ કરવા લાગ્યા, અને વાતને ટાળીને મોઢું ફેરવવા લાગ્યા.
Tevbe 9:77
૭૭. બસ! જેના પરિણામરૂપે અલ્લાહએ તેમના હૃદયમાં તે દિવસ સુધી મુનાફિકપણું ભરી દીધું, જે દિવસે તેઓ તેની પાસે મુલાકાત કરશે, જેનું કારણ એ હતું કે જે વચન તે લોકોએ અલ્લાહને આપ્યું હતું તેમ વચનભંગ કર્યો, અને એટલા માટે પણ કે તેઓ જૂઠું બોલતા હતા.
Tevbe 9:78
૭૮. શું તે લોકો જાણતા નથી કે અલ્લાહ તઆલા તેઓના હૃદયોના ભેદો અને તેઓની ગુસપુસને જાણે છે, અને અલ્લાહ તઆલા ગૈબની દરેક વાતો જાણે છે.
Tevbe 9:79
૭૯. (મુનાફિકો માંથી કેટલાક એવા મુનાફિકો પણ છે) જેઓ ખુશીથી સદકો કરવાવાળા મોમિનને મહેણાં ટોણાં મારે છે અને તે લોકોને પણ (ટોણાં મારે છે) જેમને પોતાની મહેનત અને મજૂરી સિવાય કંઈ મળતું નથી, બસ! આ લોકો તેઓનો મજાક ઉડાવે છે, અલ્લાહ પણ તેમની સાથે મજાક કરે છે, તેમના માટે જ દુ:ખદાયી અઝાબ છે.
Tevbe 9:80
૮૦. તેમના માટે તમે માફી માંગો અથવા ન માંગો, (તેનાથી કંઈ ફરક નહીં પડે) જો તમે સિત્તેર વાર પણ તેઓના માટે માફી માંગશો, તો પણ અલ્લાહ તેઓને કયારેય માફ નહીં કરે, આ એટલા માટે કે તેઓએ અલ્લાહ અને તેના પયગંબરનો ઇન્કાર કર્યો છે. આવા વિદ્રોહીને અલ્લાહ તઆલા સત્ય માર્ગદર્શન નથી આપતો.
Tevbe 9:81
૮૧. પાછળ રહી જનારા મુનાફિક લોકો પયગંબરના ગયા પછી, બેસી રહેવા પર રાજી છે, તેઓએ અલ્લાહના માર્ગમાં પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરવાને પસંદ ન કર્યું અને તેઓ (બીજાને) કહેવા લાગ્યા, આવી ગરમીમાં (જિહાદ કરવા માટે) ન નીકળો, તમે તેમને કહી દો કે જહન્નમની આગ આના કરતા ખૂબ જ ગરમ છે, કાશ કે તેઓ સમજતા હોત.
Tevbe 9:82
૮૨. બસ! તે લોકોએ ઘણું જ ઓછું હસવું જોઇએ અને ઘણું જ વધારે રડવું જોઇએ, તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તેના બદલામાં.
Tevbe 9:83
૮૩. પછી જો અલ્લાહ તઆલા તમને તેમના (મુનાફિક) કોઇ જૂથ તરફ મોકલી પાછા લઇ આવે, પછી આ લોકો તમારી સાથે યુદ્ધના મેદાનમાં આવવાની પરવાનગી માંગે, તો તમે કહી દો કે તમે લોકો મારી સાથે આવી નથી શકતા અને ન તો તમે શત્રુઓ સામે યુદ્ધ કરી શકો છો, કારણકે સૌ પ્રથમ વખત બેસી રહેવાનું પસંદ કર્યું હતું તો હવે તમે પાછળ રહી જનારા લોકો માંજ બેસી રહો.
Tevbe 9:84
૮૪. તે લોકો માંથી કોઇ મૃત્યુ પામે તો તમે તેમના જનાઝાની નમાઝ કયારેય ન પઢશો અને ન તો (ભલાઈની દુઆ કરવા માટે) તેમની કબર પર પણ ઊભા રહેશો, આ લોકો અલ્લાહ અને તેના પયગંબરનો ઇન્કાર કરનારા છે અને મૃત્યુ પામ્યા સુધી વિદ્રોહી જ રહ્યા.
Tevbe 9:85
૮૫. તમે તેમના માલ અને સંતાન (વધુ જોઈ) આશ્ચર્યચકિત ન થશો અલ્લાહની ઇચ્છા એ જ છે કે તેમને તે વસ્તુ દ્વારા દુનિયામાં જ સજા આપે અને આ જ ઇન્કારમાં સ્થિતિમાં તેમના પ્રાણ નીકળી જાય.
Tevbe 9:86
૮૬. જ્યારે કોઇ સૂરહ ઉતારવામાં આવે છે કે અલ્લાહ પર ઈમાન લાવો અને તેના પયગંબર સાથે મળી જિહાદ કરો, તો તેમના માંથી ધનવાન લોકોનું એક જૂથ તમારી પાસે આવીને એવું કહી પરવાનગી લઇ લે છે કે અમને તો બેસી રહેનારા લોકોમાં જ છોડી દો.
Tevbe 9:87
૮૭. તે લોકોએ પાછળ રહી જનારા લોકો સાથે રહેવાનું પસંદ કર્યું, અને તેમના હૃદય પર મહોર લગાવી દેવામાં આવી છે, હવે તે લોકો કઈ પણ સમજતા નથી.
Tevbe 9:88
૮૮. પરંતુ પયગંબર પોતે અને તેમની સાથે ઈમાનવાળાઓ, પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરે છે, સંપૂર્ણ ભલાઈ આ લોકો માટે જ છે, અને આ લોકો જ સફળ થશે.
Tevbe 9:89
૮૯. તેમના માટે અલ્લાહએ તે જન્નતો તૈયાર કરી રાખી છે જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેનારા છે, આ જ મોટી સફળતા છે.
Tevbe 9:90
૯૦. ગામડાના લોકો માંથી તે લોકો આવ્યા જેમની પાસે કંઈ કારણ હતું, કે તેમને પરવાનગી આપી દેવામાં આવે અને તે બેસી રહે, જેઓએ અલ્લાહ અને રસૂલને જૂઠું વચન આપ્યું હતું, તે ગામડાના લોકો માંથી જેઓએ કૂફર (નો તરીકો અપનાવ્યો, તે લોકોને નજીકમાં જ દુઃખદાયી સજા આપવામાં આવશે.
Tevbe 9:91
૯૧. નિર્બળ તેમજ બિમાર લોકો અને જેમની પાસે ખર્ચ કરવા માટે કંઈ પણ નથી, (જો તેઓ પાછળ રહી જાય) તો તે લોકો માટે કોઇ વાંધો નથી, શરત એ કે તેઓ અલ્લાહ અને તેના પયગંબરની ભલાઇ ઇચ્છતા હોય,આવા સદાચારી લોકો પર આરોપનો કોઇ માર્ગ નથી, અલ્લાહ તઆલા ખૂબ જ માફ કરનાર, કૃપાળુ છે.
Tevbe 9:92
૯૨. અને તે લોકો માટે પણ કંઈ વાંધો નથી જેઓ તમારી પાસે આવે છે, જેથી તમે તેમને મુસાફરી માટે કોઇ બંદોબસ્ત કરી આપો, તો તમે જવાબ આપો છો કે મારી પાસે તમારી મુસાફરી માટે કંઈ પણ નથી, તો તેઓ નિરાશ થઇ પોતાની આંખો માંથી આંસુ વહાવી પાછા ફરી જાય છે, કે તેમની પાસે ખર્ચ કરવા માટે કંઈ નથી.
Tevbe 9:93
૯૩. વાંધો તો તે લોકો માટે છે, જેઓ ધનવાન હોવા છતાં, તમારી પાસે પરવાનગી માંગે છે, તેઓ પાછળ રહી જનાર લોકો સાથે રહેવાનું પસંદ કર્યું અને અલ્લાહએ તેમના હૃદયો પર મહોર લગાવી દીધી, હવે આ લોકો કઈ પણ જાણતા નથી.
Tevbe 9:94
૯૪. જ્યારે તમે તેમની પાસે આવશો, તો તેઓ તમારી સમક્ષ કારણ બતાવવા લાગશે, તમે તેઓને કહી દો બહાનું ન બનાવશો, તમારી વાતો પર યકીન કરવામાં નહીં આવે, કારણકે અલ્લાહએ અમને તમારી સ્થિતિ વર્ણન કરી દીધી છે, અને આગળ જતા પણ અલ્લાહ અને તેનો રસૂલ તમારું કામ જોઈ લેશે, પછી તમે એવી હસ્તી તરફ પાછા ફેરવવામાં આવશો, ને તમારી ખુલ્લી અને છુપી દરેક વાતો જાણે છે. તે તમને જણાવી દેશે જે કંઈ તમે કરતા હતા.
Tevbe 9:95
૯૫. હાં, જ્યારે તમે તેમની પાસે પાછા આવશો તો તેઓ તમારી સામે અલ્લાહના નામની સોંગદો ખાશે, તમે તેઓને તેમની સ્થિતિ પર જ છોડી દો, તે લોકો નાપાક છે, અને તેમનું ઠેકાણું જહન્નમ છે, તે કાર્યોના બદલામાં જે તેઓ કરતા હતા.
Tevbe 9:96
૯૬. આ લોકો એટલા માટે સોગંદો ખાશે કે તમે તેમનાથી રાજી થઇ જાવ, કદાચ તમે તેમનાથી રાજી થઇ પણ જાવ, પરંતુ અલ્લાહ તઆલા તો આવા વિદ્રોહી લોકોથી રાજી થતો નથી.
Tevbe 9:97
૯૭. ગામડાના લોકો કૂફર અને ઢોંગ કરવામાં ખૂબ જ મક્કમ છે અને તેમના એવા હોવું સ્વભાવિક છે કારણકે તેમને તે આદેશોનું જ્ઞાન નથી હોતું, જે અલ્લાહ તઆલાએ પોતાના પયગંબર પર અવતરિત કર્યા છે અને અલ્લાહ ઘણો જ જ્ઞાની, ઘણી જ હિકમતવાળો છે.
Tevbe 9:98
૯૮. અને તે ગામડાના લોકો માંથી કેટલાક એવા પણ છે કે, જે કંઈ પણ ખર્ચ કરે છે તેને દંડ સમજે છે અને તે લોકો મુસલમાનો માટે ખરાબ સમયની રાહ જુએ છે, ખરાબ સમય તે લોકો પર જ આવશે અને અલ્લાહ સાંભળવાવાળો, જાણવાવાળો છે.
Tevbe 9:99
૯૯. અને કેટલાક ગામડાના લોકો એવા પણ છે, જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન રાખે છે, અને જે કંઈ ખર્ચ કરે છે તેને અલ્લાહથી નજીક થવાનું કારણ અને પયગંબરની દુઆનું કારણ સમજે છે, યાદ રાખો કે તેમનું આ ખર્ચ કરવું, નિ:શંક (અલ્લાહથી) નજીક થવા માટે જરૂર ઉપયોગી થશે, તેમને અલ્લાહ તઆલા ચોક્કસ પોતાની કૃપામાં પ્રવેશ આપશે, અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, ઘણો જ દયાળુ છે.
Tevbe 9:100
૧૦૦. અને જે મુહાજિર અને અન્સારના લોકોએ ઈમાન લાવવામાં પહેલ કરી છે, અને જે લોકો નિખાલસતાથી તેમનું અનુસરણ કરે છે, અલ્લાહ તઆલા તે સૌ લોકોથી રાજી થયો અને તે સૌ અલ્લાહથી રાજી થયા અને અલ્લાહએ તેમના માટે એવા બગીચાઓ તૈયાર કરી રાખ્યા છે, જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં હંમેશા રહેશે, આ ભવ્ય સફળતા છે.
Tevbe 9:101
૧૦૧. અને કેટલાક તમારી આસપાસ અને કેટલાક મદીનાના લોકો માંથી એવા મુનાફિકો પણ છે, કે ઢોંગીપણા પર અડગ છે, તમે તેમને નથી જાણતા, અમે જ તેઓને જાણીએ છીએ, અમે તેમને બમણી સજા આપીશું, પછી તેઓ મોટા અઝાબ તરફ ધકેલવામાં આવશે.
Tevbe 9:102
૧૦૨. (તેમના સિવાય) કેટલાક એવા પણ છે, જેઓ પોતાની ભૂલને સ્વીકારે છે, જેમણે સારા-નરસા કાર્યો કર્યા હતાં, અલ્લાહથી આશા છે કે તેમની તૌબા કબૂલ કરશે, નિ:શંક અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, ઘણો જ કૃપાળુ છે.
Tevbe 9:103
૧૦૩. (હે નબી)! તમે તેમના માલ માંથી દાન માટેની રકમ લઇ લો, જેના કારણે તમે તેમના (માલ) અને તેઓને (પોતે) પવિત્ર કરી દો અને તેમના માટે દુઆ કરતા રહો, નિ:શંક તમારી દુઆ તેમના માટે શાંતિનું કારણ બનશે અને અલ્લાહ ઘણું જ સાંભળવાવાળો અને બધું જ જાણવાવાળો છે.
Tevbe 9:104
૧૦૪. શું તેમને એ ખબર નથી કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે અને તે જ દાન કબૂલ કરે છે અને એ કે અલ્લાહ જ તૌબા કબૂલ કરવાવાળો અને અત્યંત કૃપાળુ છે.
Tevbe 9:105
૧૦૫. કહી દો કે તમે કર્મો કરતા રહો, તમારા કર્મો અલ્લાહ પોતે જ અને તેનો પયગંબર અને ઇમાનવાળાઓ જોઈ લેશે અને અને તમારે ખરેખર તેની પાસે પાછા ફરવાનું છે, જે દરેક છૂપી અને જાહેર વસ્તુઓને જાણે છે, તો તે તમને તમારા દરેક કાર્યો બતાવી દેશે.
Tevbe 9:106
૧૦૬. અને કેટલાક એવા લોકો પણ છે, જેમનો ફેંસલો અલ્લાહનો આદેશ આવ્યા સુધી અનિર્ણિત છે, તેમને સજા આપશે, અથવા તેમની તૌબા કબૂલ કરશે અને અલ્લાહ ઘણું જ જાણવાવાળો અને ખૂબ જ હિકમતવાળો છે.
Tevbe 9:107
૧૦૭. અને કેટલાક એવા છે જેમણે નુકસાન પહોંચાડવાના હેતુસર મસ્જિદ બનાવી, અને ઇન્કારની વાતો કરે અને ઇમાનવાળાઓની વચ્ચે મતભેદ નાંખી દે અને તે વ્યક્તિને રહેવા માટે સુવિધા આપે, જે પહેલાથી જ અલ્લાહ અને તેના પયગંબરની વિરૂદ્ધ છે અને સોગંદો ખાઇ કહેશે કે (મસ્જિદ બનાવવામાં અમારો ઇરાદો) ભલાઈ સિવાય કાંઇ જ નથી અને અલ્લાહ સાક્ષી આપે છે કે તેઓ તદ્દન જૂઠા છે.
Tevbe 9:108
૧૦૮. (હે નબી)! તમે તે (મસ્જિદમાં) ક્યારેય (નમાઝ માટે) ઊભા ન રહેશો, હા, જે મસ્જિદનો પાયો પહેલાથી જ દીન અને અલ્લાહના ડર માટે છે તેમાં તમે (નમાઝ પઢવા માટે) ઊભા રહો, તેમાં એવા લોકો છે, જેઓ ખૂબ પવિત્ર થવાને પસંદ કરે છે અને અલ્લાહ પાક સાફ લોકોને પસંદ કરે છે.
Tevbe 9:109
૧૦૯. પછી શું તે વ્યક્તિ ઉત્તમ છે જેણે પોતાની ઇમારતનો પાયો અલ્લાહથી ડરવા અને અલ્લાહની પ્રસન્નતા માટે રાખ્યો હોય અથવા તે વ્યક્તિ ઉત્તમ છે, જેણે પોતાની ઇમારતનો પાયો કોઈ ખોખલા કિનારા પર બનાવ્યો હોય, તેને પણ લઈ જહન્નમની આગમાં પડી જાય? અને અલ્લાહ તઆલા આવા અત્યાચારીઓને હિદાયત નથી આપતો.
Tevbe 9:110
૧૧૦. તેમની આ ઇમારત, જે તે લોકોએ બનાવી છે, હંમેશા તેઓના હૃદયોમાં શંકાના કારણે (કાંટો બનીને) ખૂંચશે, હા, જો તેમના હૃદય ડરવા લાગે, તો વાંધો નથી, અને અલ્લાહ તઆલા ઘણો જ જ્ઞાની, ઘણો જ હિકમતવાળો છે.
Tevbe 9:111
૧૧૧. નિ:શંક અલ્લાહ તઆલાએ મુસલમાનો પાસેથી તેમના પ્રાણ અને માલને જન્નતના બદલામાં ખરીદી લીધા છે, તે લોકો અલ્લાહના માર્ગમાં લડે છે, કતલ કરે છે અને કતલ કરી દેવામાં આવે છે. તૌરાત, ઇન્જીલ, અને કુરઆનમાં સાચું વચન આપવામાં આવ્યું છે. અને અલ્લાહ કરતા વધારે પોતાના વચનને કોણ પૂરું કરનાર છે? એટલા માટે (હે મુસલમાનો!) તમે જે સોદો કર્યો છે, તેના પર ખુશી મનાવો અને આ જ ભવ્ય સફળતા છે.
Tevbe 9:112
૧૧૨. તે (મોમિન) લોકો તૌબા કરનાર, બંદગી કરનાર, પ્રશંસા કરનાર, રોઝો રાખનાર (અથવા સત્યમાર્ગમાં સફર કરનારાઓ) રૂકુઅ અને સિજદો કરનાર, ભલાઈનો આદેશ આપનાર અને ખરાબ વાતોથી દૂર રાખનાર છે, અને અલ્લાહની હદોની રક્ષા કરનારા છે અને આવા ઇમાનવાળાઓને તમે ખુશખબર આપી દો.
Tevbe 9:113
૧૧૩. પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે, ભલેને તેમના નજીકના સંબંધી કેમ ન હોય? જ્યારે કે એ સ્પષ્ટ આદેશ આવી ગયો છે કે મુશરિક લોકો જહન્નમી છે.
Tevbe 9:114
૧૧૪. અને ઇબ્રાહીમે જેમણે પોતાના પિતા માટે માફીની દુઆ કરી હતી,એ ફક્ત એટલા માટે કે તેમણે પોતાના પિતાને આ વાતનું વચન આપ્યું હતું, પછી જ્યારે તેમને સ્પષ્ટ ખબર પડી કે તેઓ અલ્લાહના દુશ્મન છે, તો તેમનાથી અળગા થઈ ગયા, ખરેખર ઇબ્રાહીમઘણા જ વિનમ્ર તથા ધૈર્યવાન હતા.
Tevbe 9:115
૧૧૫. અને અલ્લાહ તઆલા કોઈને હિદાયત આપો દીધા પછી ગુમરાહ નથી કરતો, જ્યાં સુધી કે તેમને જણાવી ન દે કે તમને કંઈ કઈ વાતોથી બચવા મેટ, અલ્લાહ તઆલા દરેક વસ્તુઓને સારી રીતે જાણે છે.
Tevbe 9:116
૧૧૬. નિ:શંક આકાશો અને ધરતીનું સામ્રાજ્ય ફક્ત અલ્લાહ માટે જ છે, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, અને તમારા માટે અલ્લાહ સિવાય ન તો કોઈ દોસ્ત છે અને ન તો કોઈ મદદ કરનાર.
Tevbe 9:117
૧૧૭. અલ્લાહ તઆલાએ પયગંબર, મુહાજિર (હિજરત કરનાર) અને અન્સારની હાલત પર કૃપા કરી, જેમણે તંગીનાં સમયે પયગંબરનો સાથ આપ્યો હતો, ત્યાર પછી કે તેમના માંથી કેટલાકના હૃદયમાં થોડીક શંકા થઇ હતી, પછી અલ્લાહએ તેમની સ્થિતિ પર કૃપા કરી, નિ:શંક અલ્લાહ તઆલા તે સૌના પર ઘણો જ દયાળુ, મહેરબાન છે.
Tevbe 9:118
૧૧૮. અને ત્રણ વ્યક્તિઓની હાલત ઉપર (પણ દયા કરી), જેમના નિર્ણય ટાળી દેવામાં આવ્યા હતા, ત્યાં સુધી કે ધરતી વિશાળ હોવા છતાં પણ તેમના માટે સાંકડી થવા લાગી અને તે પોતે પોતાના જીવનથી કંટાળી ગયા અને તેઓને યકીન હતું કે અલ્લાહ સિવાય કોઈની પાસે શરણ નહીં મળે, પછી અલ્લાહએ તેમના પર મહેરબાની કરી, જેથી તેઓ તૌબા કરી શકે, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તૌબા કબૂલ કરવાવાળો અને ઘણો જ દયાળુ છે.
Tevbe 9:119
૧૧૯. હે ઇમાનવાળાઓ! અલ્લાહથી ડરો. અને સાચા લોકો સાથે રહો.
Tevbe 9:120
૧૨૦. મદીનાના રહેવાસી અને ગામડાના લોકો જેઓ તેમની આજુબાજુ છે, તેમના માટે એ યોગ્ય ન હતું કે તેઓ અલ્લાહના પયગંબરને છોડી (જિહાદ કરવાથી) પાછળ રહી જાય અને ન એ કે પોતાના જીવને તેમના જીવ કરતા ઉત્તમ સમજે, એટલા માટે કે જિહદ કરનારાઓ અલ્લાહના માર્ગમાં તરસ, થાક અને ભૂખની જે મુસીબતો બરદાશ્ત કરે છે અથવા કોઈ એવી જગ્યા પર ચાલે છે, જે કાફિરોને પસંદ ન હોય, અથવા દુશ્મન સામે કોઈ સફળતા પ્રાપ્ત કરે તો તેમના માટે નેક અમલ લખી દેવામાં^ આવે છે, અલ્લાહ તઆલા ખરેખર સારા કામ કરવાવાળાઓનો બદલાને વ્યર્થ નથી કરતો.
Tevbe 9:121
૧૨૧. અને આ (જિહાદ કરનારાઓ), જે કંઈ નાનું-મોટું ખર્ચ કર્યું અને જેટલી વાદિયો તેઓને પાર કરવી પડી, આ બધું જ તેમના નામે લખવામાં આવ્યું, જેથી અલ્લાહ તઆલા તેમના કાર્યોનું શ્રેષ્ઠ વળતર આપે.
Tevbe 9:122
૧૨૨. અને મોમિનો માટે એ યોગ્ય નથી કે દરેકે દરેક લોકો નીકળી જાય, એવું કેમ કરવામાં ન આવે કે તેમના દરેક જૂથ માંથી કેટલાક લોકો દીનની સમજ માટે નીકળી જાય, જેથી તેઓ દીનની સમજ પ્રાપ્ત કર્યા પછી આ લોકો પોતાની કોમને (ખરાબ પરિણામથી) ડરાવે.
Tevbe 9:123
૧૨૩. હે ઇમાનવાળાઓ! તે કાફિરો સાથે યુદ્વ કરો, જે તમારી આજુબાજુ છે અને તેમની સાથે સખતી કરવી જોઈએ, અને એવું સમજી લો કે અલ્લાહ તઆલા પરહેજગારોની સાથે છે.
Tevbe 9:124
૧૨૪. અને જ્યારે કોઈ (નવી) સૂરહ ઉતારવામાં આવે છે તો કેટલાક મુનાફિક લોકો કહે છે કે આ સૂરહએ તમારા માંથી કોનું ઇમાન વધારે કર્યું, (તો તેનો જવાબ આ પ્રમાણે છે) જે લોકો ઇમાનવાળાઓ છે, આ સૂરહએ ખરેખર તેમના ઇમાનમાં વધારો કર્યો અને તેઓ (આ સૂરહ ઉતારવાના કારણે) ખુશ થતા હોય છે.
Tevbe 9:125
૧૨૫. અને જેમના હૃદયોમાં બિમારી છે, આ સૂરહએ તેમની પોતાની નાપાકીમાં વધારો કરી દીધો, અને તે મૃત્યુ સુધી કાફિર જ રહ્યા.
Tevbe 9:126
૧૨૬. અને શું તે લોકો નથી જોઇ રહ્યા કે આ લોકો દર વર્ષે એક વખત અથવા બે વખત કોઈને કોઈ આપત્તિમાં ફસાઇ જાય છે, તો પણ તૌબા નથી કરતા અને ન શિખામણ પ્રાપ્ત કરે છે.
Tevbe 9:127
૧૨૭. અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે તો આ મુનાફિકો આંખો વડે એકબીજાને ઈશારો કરી પૂછે છે, શું તમને કોઈ મુસલમાન તો નથી જોઈ રહ્યોને? પછી ત્યાંથી પાછા ફરી જાય છે, અલ્લાહએ તેમના હૃદયોને (સત્ય માર્ગથી) ફેરવી નાખ્યા છે, એટલા માટે તેઓ અણસમજુ લોકો છે.
Tevbe 9:128
૧૨૮. (લોકો) તમારી પાસે એક એવા પયગંબર આવ્યા છે, જે તમારા માંથી જ છે, જો તમને કોઈ તકલીફ પહોચે તો તેને સારું નથી લાગતું, જે તમારા ફાયદા માટે ઘણા ઇચ્છુક હોય છે, મોમિનો માટે ખૂબ જ દયાળુ અને માયાળુ છે.
Tevbe 9:129
૧૨૯. તો પણ જો પીઠ ફેરવે, તો તમે કહી દો કે મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી, હું તેના પર જ ભરોસો કરુ છું અને તે “અર્શ” નો માલિક છે.
Yunus 10:1
૧. અલિફ-લામ-રાઅ- આ હિકમતથી ભરેલી કિતાબની આયતો છે.[1]
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Yunus 10:2
૨. શું લોકોને એ વાતથી આશ્ચર્ય થયું કે અમે તેમના માંથી એક વ્યક્તિ પર વહી ઉતારી કે દરેક લોકોને ડરાવે અને જે ઇમાન લઇ આવે તેમને આ ખુશખબર સંભળાવી દે કે તેમના પાલનહાર પાસે તેમને સંપૂર્ણ વળતર અને દરજ્જા મળશે. (આ વાત પર) કાફિરોએ કહ્યું કે આ વ્યક્તિ તો ખુલ્લો જાદુગર છે.
Yunus 10:3
૩. તમારો પાલનહાર ખરેખર અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે જ સૃષ્ટિની વ્યવસ્થા કરે છે, તેની પરવાનગી વગર કોઈ તેની પાસે ભલામણ કરી શકતો નથી, આ ગુણોનો માલિક છે, તમારો પાલનહાર. તો તમે તેની જ ઇબાદત કરો, શું તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા?
Yunus 10:4
૪. તમારા સૌને અલ્લાહની તરફ જ પાછા ફરવાનું છે, અલ્લાહએ સાચું વચન આપી રાખ્યું છે, નિ:શંક તે જ પ્રથમ વખત સર્જન કરે છે, પછી તે જ બીજી વખત પણ સર્જન કરશે, જેથી તે લોકોને ન્યાયપૂર્વક બદલો આપે, જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કરતા રહ્યા, અને જે લોકોએ કુફ્ર કર્યો તેમને ઉકળતું પાણી પીવા માટે મળશે, અને તેમના કુફ્રના કારણે દુ:ખદાયી અઝાબ થશે.
Yunus 10:5
૫. તે તો (અલ્લાહ) છે, જેણે સૂર્યને ચમકતો બનાવ્યો અને ચંદ્રને પ્રકાશિત બનાવ્યો અને તેના માટે (વધઘટની) મંજિલો નક્કી કરી, જેથી તમે વર્ષોની ગણતરી અને હિસાબ જાણી લો, અલ્લાહ તઆલાએ આ વસ્તુઓનું સર્જન વ્યર્થ નથી કર્યું, તે આ નિશાનીઓ સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જે બુદ્ધિશાળી છે.
Yunus 10:6
૬. નિ:શંક રાત અને દિવસનું એક પછી એક આવવામાં અને અલ્લાહ તઆલાએ જે કંઈ આકાશો અને ધરતીમાં સર્જન કર્યુ છે, તે દરેકમાં તે લોકો માટે નિશાનીઓ છે, જેઓ અલ્લાહનો ડર રાખે છે.
Yunus 10:7
૭. જે લોકો અમારી સાથે મુલાકાત કરવાની આશા નથી ધરાવતા, અને દુનિયાના જીવન પર રાજી થઇ ગયા અને તેમાં મગ્ન થઇ ગયા છે, અને જે લોકો અમારી આયતોથી ગફલતમાં રહે છે,
Yunus 10:8
૮. તે સૌનું ઠેકાણું જહન્નમ છે, આ તેમના કામોનું પરિણામ છે, જે તેઓ કરી રહ્યા છે.
Yunus 10:9
૯. નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને નેક કાર્યો કરતા રહ્યા, તેમનો પાલનહાર તેમના ઇમાન લાવવાના કારણે એવી નેઅમતો આપશે, જેની નીચે નહેરો વહી રહી હશે.
Yunus 10:10
૧૦. તેમના મોઢા માંથી આ વાત નીકળશે “ સુબ્હાન અલ્લાહ” અને તેમની વચ્ચે સલામના શબ્દો આ હશે “ અસ્સલામુઅલયકુમ” અને તેમની છેલ્લી વાત એ હશે કે દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
Yunus 10:11
૧૧. અને જો અલ્લાહ લોકોને બુરાઈ પહોચાડવામાં એવી જ રીતે ઉતાવળ કરતો, જે રીતે તેઓ ફાયદા માટે ઉતાવળ કરે છે, તો અત્યાર સુધી તેમનો સમય (મોત) આવી પહોચી હોત, (પરંતુ અલ્લાહનો નિયમ આ પ્રમાણેનો નથી) એટલા માટે જે લોકો અમારી પાસે મુલાકાત કરવાની આશા નથી રાખતા તેમને અમે તેમના વિદ્રોહમાં ખુલ્લા છોડી દઈએ છે.
Yunus 10:12
૧૨. અને જ્યારે વ્યક્તિ પર કોઈ મુશ્કેલીમાં આવી પહોચે છે, તો તે અમને સૂતા-સૂતા, બેઠા-બેઠા, ઊભા-ઊભા દરેક સ્થિતિમાં પોકારે છે, પછી જ્યારે અમે તેની મુશ્કેલી તેનાથી દૂર કરીએ છીએ તો તે એવો થઇ જાય છે, જાણે કે તેણે પોતાની મુશ્કેલી વખતે ક્યારેય અમને પોકાર્યા જ ન હતા, આવા હદ વટાવી જનારાઓને તે જ કાર્યો સારે લાગે છે, જે તેઓ કરતા હોય છે.
Yunus 10:13
૧૩. અને અમે તમારા પહેલા ઘણી કોમોને નષ્ટ કરી દીધી, જ્યારે કે તેઓએ અત્યાચાર કર્યો, જો કે તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા પરંતુ તેઓ ન લાવતા, અમે અપરાધીઓને આવી જ રીતે સજા આપીએ છીએ.
Yunus 10:14
૧૪. ત્યાર પછી અમે તમને તેમના બદલામાં દુનિયામાં નાયબ બનાવ્યા, જેથી અમે જોઇ લઇએ કે તમે કેવી રીતે કાર્ય કરો છો.
Yunus 10:15
૧૫. અને જ્યારે તે (કાફિરો) સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવે છે જેઓ અમારી પાસે પાછા ફરવાની આશા નથી ધરાવતા, તેઓ એવું કહે છે કે આના સિવાય બીજું કુરઆન લઇ આવો અથવા આમાં કંઈક સુધારોવધારો કરી દો, તમે તેમને કહી દો કે મને આ અધિકાર નથી કે હું મારા તરફથી આ (કુરઆન)માં સુધારોવધારો કરું, બસ! હું તો તેનું જ અનુસરણ કરું છું, જે મારી પાસે વહી દ્વારા પહોંચ્યું છે, જો હું મારા પાલનહારની અવજ્ઞા કરું, તો હું એક મોટા દિવસની અઝાબનો ડર રાખુ છું.
Yunus 10:16
૧૬. તમે એવું કહી દો કે જો અલ્લાહ ઇચ્છે, તો હું તમારી સમક્ષ આ કુરઆન પઢીને ન સંભળાવતો અને ન તો અલ્લાહ તઆલા તમને તેની જાણ કરતો, કારણકે હું તમારી સાથે મારા જીવનનો એક લાંબો સમય વિતાવી ચૂક્યો છું, તો પણ તમે સમજતા નથી?
Yunus 10:17
૧૭. તો તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ પર જૂઠાણું બાંધે અથવા તેની આયતોને જૂઠ્ઠી ઠેરવે, નિ:શંક આવા જાલિમોને ક્યારેય સફળતા નહીં મળે.
Yunus 10:18
૧૮. અને આ લોકો અલ્લાહને છોડીને એવી વસ્તુઓની બંદગી કરે છે, જે ન તો તેમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો તેમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને કહે છે કે આ લોકો અલ્લાહની સમક્ષ અમારા માટે ભલામણ કરશે. તમે કહી દો કે શું તમે અલ્લાહને એવી વસ્તુની જાણ આપી રહ્યા છો, જે અલ્લાહ તઆલાને આકાશો અને જમીનમાં ખબર જ નથી, તે આ પ્રમાણની વસ્તુથી પવિત્ર અને સર્વગ્રાહી છે, તે લોકોના ભાગીદાર ઠેરાવવાથી.
Yunus 10:19
૧૯. શરૂઆતમાં દરેક લોકો એક જ કોમના લોકો હતા, પછી તેમણે અંદરોઅંદર વિવાદ કર્યો, અને જો તમારા પાલનહાર તરફથી પહેલાથી જ એક વાત નક્કી થઇ ગઇ ના હોત, તો જે વસ્તુમાં આ લોકો વિવાદ કરી રહ્યા હતા, તેમનો ખરેખર નિર્ણય થઇ ચૂક્યો હોત.
Yunus 10:20
૨૦. અને આ લોકો એવું કહે છે કે તેમના પર તેમના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ નથી આવી? તમે કહી દો કે ગેબની વાતો તો ફકત અલ્લાહ જ જાણે છે, તો તમે પણ રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.
Yunus 10:21
૨૧. અને જ્યારે તેમના પર કોઈ મુસીબત આવ્યા પછી અમે તેઓને કોઈ નેઅમતનો સ્વાદ ચખાડી દઇએ તો તેઓ તરત જ અમારી આયતો વિશે યુક્તિઓ કરવા લાગે છે, તમે કહી દો કે અલ્લાહ નજીકમાં જ અલ્લાહ તમારી યુક્તિઓનો જવાબ આપશે, નિ:શંક અમારા ફરિશ્તાઓ તમારી દરેક યુક્તિઓને લખી રહ્યા છે.
Yunus 10:22
૨૨. તે તો (અલ્લાહ) છે, જે તમને ભૂમિ પર અને દરિયામાં ચલાવે છે, ત્યાં સુધી કે જ્યારે તમે હોડીમાં હોવ છો અને તે હોડી લોકોને લઇને હવાની અનુકૂળતા પ્રમાણે ચાલતી હોય છે અને તે લોકો તેનાથી આનંદ મેળવે છે, (અચાનક) તેમના પર એક સખત વાવાઝોડું આવે છે અને દરેક બાજુથી તેમના પર મોજાઓ ઉઠે છે, અને તે સમજે છે અમે ઘેરાઇ ગયા, (તે સમયે) સૌ નિખાલસતાથી અલ્લાહ સમક્ષ દુઆ કરે છે, કે જો તું અમને આનાથી બચાવી લે તો અમે જરૂર આભાર વ્યક્ત કરનારા બની જઇશું.
Yunus 10:23
૨૩. પછી જ્યારે અલ્લાહ તેમને બચાવી લે છે, તો તરત જ વિદ્રોહી બની ધરતી પર વિદ્રોહ કરવા લાગે છે. હે લોકો! (ધ્યાનથી સાંભળો, આ વિદ્રોહ તમારા માટે આપત્તિનું કારણ બનશે, દુનિયાના જીવનનો (થોડાંક) ફાયદાઓ ઉઠાવી લો પછી તમારે અમારી તરફ પાછા ફરવાનું છે, પછી અમે તમારા બધા કાર્યો બતાવી દઇશું.
Yunus 10:24
૨૪. બસ! દુનિયાના જીવનની ઉદાહારણ તો એવું છે, જવું કે અમે આકાશ માંથી પાણી વરસાવ્યું, પછી તેનાથી ધરતીની ઊપજો થવા લાગી, જેને મનુષ્ય અને ઢોરો બન્ને ખાતા હોય છે, ત્યાં સુધી કે જ્યારે તે ધરતી પોતાની ઊપજો માટેનો પૂરતો ભાગ લઇ ચૂકી અને તેની ઊપજો ખૂબ શોભવા લાગી અને તેના માલિકોએ સમજી લીધું કે હવે અમે આના પર સંપૂર્ણ રીતે ફાયદો ઉઠાવવા માટે સમર્થ છીએ, તો એકદમ દિવસે અથવા રાત્રે તેની (ઊપજો) પર અમારા તરફથી કોઈ આદેશ (અઝાબ) આવી પહોંચ્યો, તો અમે તેને એવી રીતે નષ્ટ કરી દીધી જાણે કે તે ગઇકાલે હતી જ નહીં, અમે આવી જ રીતે આયતોનું સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ, એવા લોકો માટે, જે વિચારે છે.
Yunus 10:25
૨૫. (તમે આવા જીવનને પ્રાથમિકતા આપી રહ્યા છો) અને અલ્લાહ તઆલા તમને શાંતિના ઘર તરફ પોકારી રહ્યો છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપે છે.
Yunus 10:26
૨૬. જે લોકોએ સત્કાર્ય કર્યા છે તેમના માટે નેઅમત છે અને વધારે (વળતર) પણ. અને તેમના મોઢાઓ પર ન કાળાશ હશે અને ન તો તેમનું અપમાન કરવામાં આવશે. આ લોકો જન્નતમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે.
Yunus 10:27
૨૭. અને જે લોકોએ દુષ્કર્મ કર્યા, તેમના દુષ્કર્મોની સજા તેના જેવી જ મળશે અને તેમના પર અપમાન છવાઇ જશે, તેમને અલ્લાહ તઆલાથી કોઈ બચાવી નહીં શકે, અને તેમના ચહેરાઓ પર અંધારી રાત્રિનો અંધકાર છવાઇ ગયો હશે, આ લોકો જહન્નમમાં રહેવાવાળા છે, તેઓ તેમાં હંમેશા રહેશે.
Yunus 10:28
૨૮. અને તે દિવસ પણ યાદ કરવા જેવો છે, જે દિવસે અમે તે સૌને ભેગા કરીશું, પછી મુશરિકોને કહીશું કે તમે અને તમારા ભાગીદાર પોતાની જગ્યાએ ઊભા રહો, પછી અમે તેમને અલગ અલગ ઉભા કરી દઇશું અને તેમના તે ભાગીદારો કહેશે કે તમે અમારી બંદગી કરતા જ ન હતા.
Yunus 10:29
૨૯. અમારી અને તમારી વચ્ચે સાક્ષી માટે અલ્લાહ પૂરતો છે, (અને જો તમે કરતા પણ હોવ) તો અમને ત તમારી બંદગીની જાણ પણ ન હતી.
Yunus 10:30
૩૦. તે સમયે, દરેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા કર્મોની નોંધણી કર લેશે અને આ લોકો અલ્લાહ તરફ પાછા ફેરવવામાં આવશે, જે તેમનો સાચો માલિક છે, અને જે કંઈ જૂઠ ઘડતા હતા બધું જ તેમનાથી અદૃશ્ય થઇ જશે.
Yunus 10:31
૩૧. તમે તેમને કહી દો કે તે કોણ છે જે તમને આકાશ અને ધરતી માંથી રોજી પહોંચાડે છે? અથવા તે કોણ છે જે કાન અને આંખો બન્ને પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે? અને તે કોણ છે જે નિર્જીવ માંથી સજીવ કાઢે છે અને સજીવ માંથી નિર્જીવ કાઢે છે? અને તે કોણ છે જે દરેક કાર્યની વ્યવસ્થા કરે છે, જરૂર તેઓ એ જ કહેશે કે “અલ્લાહ”. તો તેમને કહો કે તમે તેનાથી ડરતા કેમાં નથી?
Yunus 10:32
૩૨. તો આ છે, અલ્લાહ તઆલા, જે તમારો સાચો પાલનહાર છે, સત્ય પછી પથભ્રષ્ટતા સિવાય હવે શું રહી ગયું, પછી તમે ક્યાં ભટકી રહ્યા છો?
Yunus 10:33
૩૩. આવી જ રીતે તમારા પાલનહારની વાત તે દુરાચારી લોકો માટે સાબિત થઇ ગઈ, કે તેઓ ક્યારેય ઈમાન નહીં લાવે.
Yunus 10:34
૩૪. તમે તેમન કહી દો કે શું તમારા ભાગીદારોમાં કોઈ એવો છે જે પ્રથમ વખત પણ સર્જન કરીને બતાવે અને ફરી બીજી વખત પણ સર્જન કરી બતાવે? તમે કહી દો કે અલ્લાહ જ પ્રથમ વખત સર્જન કરે છે અને તે જ બીજી વખત પણ સર્જન કરશે, પછી તમે ક્યાં ભટકતા ફરો છો?
Yunus 10:35
૩૫. તમે તેમને કહી દો કે તમારા ભાગીદારોમાં કોઈ એવો છે, જે સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપતો હોય? તમે કહી દો કે અલ્લાહ જ સત્ય તરફ માર્ગદર્શન આપે છે, તો પછી જે સત્ય તરફ માર્ગદર્શન આપતો હોય તે અનુસરણ કરવા માટે વધું યોગ્ય છે અથવા તે જે પોતે જ માર્ગદર્શન મેળવી ના શકતો હોય? બસ! તમને શું થઇ ગયું છે તમે કેવા નિર્ણય કરો છો?
Yunus 10:36
૩૬. (વાત એવી છે કે) તેમના માંથી વધારે પડતા લોકો ફકત અનુમાનનું અનુસરણ કરે છે, ખરેખર અનુમાન સત્ય (ની ઓળખ)માં કંઈ પણ કામ નથી આવી શકતું. આ લોકો જે કંઈ કરી રહ્યા છે ખરેખર અલ્લાહ તે બધું જ જાણે છે.
Yunus 10:37
૩૭. અને આ કુરઆન એવું નથી કે અલ્લાહ (ની વહી) વગર (પોતે જ) ઘડી કાઢ્યું હોય, પરંતુ આ તો (તે કિતાબોની) પુષ્ટિ કરવાવાળું છે જે આ પહેલા (ઉતારવામાં) આવી હતી, આમાં કોઈ શંકાની વાત નથી કે આ પાલનહાર તરફથી જ (ઉતારવામાં) આવી છે.
Yunus 10:38
૩૮. શું આ લોકો એમ કહે છે કે તમે પોતે જ આ કુરઆન ઘડી કાઢ્યું છે? તમે તેમને કહી દો કે જો તમે સાચા હોવ તો પછી તમે પણ તેના જેવી એક જ સૂરહ લાવી બતાવો, અને અલ્લાહ સિવાય જેને તમે (મદદ કરવા માટે) બોલાવી શકતા હોય, બોલાવી લો.
Yunus 10:39
૩૯. પરંતુ એવી વસ્તુને જુઠ્ઠી ઠેરવવા લાગ્યા જેઓને પોતે જ જ્ઞાન નથી અને હજુ સુધી પરિણામ પણ નથી આવ્યું, આવી જ રીતે તે લોકોએ જુઠલાવ્યું, જે લોકો તમારા કરતા પહેલા હતા તો જોઇ લો કે તે જાલિમોનું પરિણામ કેવું આવ્યું?
Yunus 10:40
૪૦. અને તેમના માંથી કેટલાક એવા છે જે (કુરઆન) પર ઇમાન લઇ આવશે અને કેટલાક લોકો એવા પણ છે કે આ (કુરઆન) પર ઇમાન નહીં લાવે અને તમારો પાલનહાર વિદ્રોહીઓને ખૂબ સારી રીતે જાણે છે.
Yunus 10:41
૪૧. અને જો તમને જુઠલાવતા રહ્યા તો એવું કહી દો કે મારા માટે મારું કર્મ અને તમારા માટે તમારું કર્મ, તમે મારા કર્મથી મુક્ત છો અને હું તમારા કર્મની જવાબદારીથી મુક્ત છું.
Yunus 10:42
૪૨. અને તે લોકોમાં થોડાંક લોકો એવા છે જે તમારી તરફ કાન ધરીને બેઠા છે, શું તમે બહેરાને સંભળાવો છો, જેમને બુદ્ધિ નથી?
Yunus 10:43
૪૩. અને તે લોકોમાં થોડાંક એવા છે કે તમને તાકીને બેઠા છે, પછી શું તમે આંધળાઓને માર્ગદર્શન આપવા ઇચ્છો છો, જેમને દૃષ્ટિ જ નથી?
Yunus 10:44
૪૪. ખરેખર અલ્લાહ લોકો પર જરા પણ અત્યાચાર નથી કરતો, પરંતુ લોકો પોતે જ પોતાના પર અત્યાચાર કરે છે.
Yunus 10:45
૪૫. (અને તેમને તે દિવસ યાદ કરાવો,) જેમાં અલ્લાહ તેમને એકઠાં કરશે (તો તે લોકોને એવું લાગશે) કે તે લોકો (દુનિયામાં) આખા દિવસની એક પળ રહ્યા હોય, અને એકબીજાની ઓળખ માટે રોકાયા હોય, નિ:શંક નુકસાનમાં રહ્યા તે લોકો જેમણે અલ્લાહની મુલાકાતને જુઠલાવી અને તે લોકો સત્ય માર્ગદર્શનને ન અપનાવતા.
Yunus 10:46
૪૬. અને જે અઝાબનું વચન અમે તેમને આપી રહ્યા છે, તેમાંથી કંઈક આપના જીવનમાં જ અમે તમને બતાવી દઇએ, અથવા તો (તે પહેલા જ) તમને ઉઠાવી લઈએ, છેવટે અમારી પાસે તેમને પાછા આવવાનું છે. પછી અલ્લાહ તેમના દરેક કાર્યો પર સાક્ષી આપશે.
Yunus 10:47
૪૭. અને દરેક કોમ માટે એક પયગંબર છે, જ્યારે તેમનો પયગંબર તેમની પાસે આવી જાય તો તેમનો નિર્ણય ન્યાયથી કરવામાં આવે છે અને તેમના પર અત્યાચાર કરવામાં નથી આવતો.
Yunus 10:48
૪૮. અને આ લોકો કહે છે કે જો તમે સાચા છો તો જેની ધમકી અમને આપી રહ્યા છો, તે ક્યારે આવશે?
Yunus 10:49
૪૯. તમે તેમને કહી દો કે હું મારા માટે પણ કોઈ ફાયદા અને નુકસાનનો અધિકાર નથી ધરાવતો, સિવાય એટલું કે જે અલ્લાહ ઇચ્છતો હોય, દરેક કોમ માટે એક નક્કી કરેલ સમય છે જ્યારે તે લોકોનો નક્કી કરેલ સમય આવી પહોંચે છે તો એક ક્ષણ ન પાછળ જઇ શકે છે અને ન આગળ વધી શકે છે.
Yunus 10:50
૫૦. તમે તેમને પૂછો કે એ તો જણાવો કે જો તમારા પર અલ્લાહનો અઝાબ રાત્રે આવી પહોંચે અથવા દિવસે, તો અઝાબમાં કેવી વસ્તુ એવી છે, જેને અપરાધીઓ માંગવામાં ઉતાવળ કરે છે?
Yunus 10:51
૫૧. શું પછી જ્યારે (અઝાબ) આવી જશે ત્યારે ઇમાન લાવશો? હાં, હવે માન્યા, જો કે તમે તેના માટે ઉતાવળ કરતા હતા.
Yunus 10:52
૫૨. પછી અત્યાચારીઓને કહેવામાં આવશે કે હંમેશાનો અઝાબ ચાખો, તમને તમારા કાર્યોનો જ બદલો મળ્યો છે.
Yunus 10:53
૫૩. અને તે લોકો તમને પૂછે છે કે શું અઝાબ ખરેખર સાચે જ આવશે? તમે કહી દો કે હાં, મારા પાલનહારની કસમ, હા તે સાચે જ આવશે, અને તમે કોઈ પણ રીતે અલ્લાહને તમે રોકી નથી શકતા.
Yunus 10:54
૫૪. જે કોઈ વ્યક્તિએ જુલમ કર્યો હશે, જો તેની પાસે સંપૂર્ણ ધન પણ કેમ ના હોય તો તે અઝાબથી બચવા માટે તેને (મુક્તિદંડરૂપે) આપવા માટે રાજી થઈ જશે, અને જ્યારે તેઓ અઝાબ જોશે તો પોતાની નિરાશાને છુપાવશે, તેમનો નિર્ણય ન્યાયથી કરવામાં આવશે અને તેમના પર અત્યાચાર નહીં થાય.
Yunus 10:55
૫૫. યાદ રાખી લો કે જેટલી વસ્તુ આકાશો અને ધરતીમાં છે બધાનો માલિક અલ્લાહ જ છે, યાદ રાખો કે અલ્લાહ તઆલાનું વચન સાચું છે, પરંતુ ઘણા લોકો અજ્ઞાન છે.
Yunus 10:56
૫૬. તે જ જીવિત કરે છે, તે જ મૃત્યુ આપે છે અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
Yunus 10:57
૫૭. હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી નસીહત આવી ગઇ છે, અને જે લોકોના હૃદયોમાં રોગ છે તેના માટે તે દવા છે અને મોમિનો માટે હિદાયત અને રહેમત છે.
Yunus 10:58
૫૮. તમે લોકોને કહી દો કે (આ કિતાબ) અલ્લાહની કૃપા અને તેની મહેરબાનીથી (ઉતારવામાં આવી છે) તેથી તે લોકોએ તેના પર રાજી થી જવું જોઈએ. આ તે વસ્તુ કરતા ઉત્તમ છે, જેને તે લોકો ભેગું કરી રહ્યા છે.
Yunus 10:59
૫૯. તમે તેમને કહી દો કે એવું તો જણાવો કે અલ્લાહએ તમારા માટે જે કંઈ પણ રોજી મોકલી હતી, તેમાંથી તમે પોતે જ થોડાંક ભાગને હરામ અને થોડાંક ભાગને હલાલ ઠેરવી દીધું, તમે પૂછો કે શું તમને અલ્લાહએ પરવાનગી આપી હતી? અથવા અલ્લાહ પર જૂઠાણું બાંધો છો?
Yunus 10:60
૬૦. અને જે લોકો અલ્લાહ પર જૂઠાણું બાંધે છે તે લોકો કયામત વિશે શું અનુમાન કરે છે? ખરેખર લોકો પર અલ્લાહ તઆલાની ઘણી જ કૃપા છે પરંતુ ઘણા લોકો આભાર નથી માનતા.
Yunus 10:61
૬૧. (હે નબી!) તમે કોઈ પણ સ્થિતિમાં હોવ અને જે કંઈ પણ કુરઆન માંથી પઢી રહ્યા છો અને જે કંઈ પણ કાર્ય કરો છો અમે બધું જ જાણીએ છીએ જ્યારે તમે તે કાર્યમાં વ્યસ્ત હોવ છો અને તમારા પાલનહારથી કોઈ પણ વસ્તુ કણ બરાબર પણ છૂપી નથી. ન ધરતીમાં ન આકાશમાં અને તેનાથી ન કોઈ વસ્તુ નાની અને ન કોઈ મોટી વસ્તુ (છૂપી છે). પરતું આ બધું જ “કિતાબે મુબીન” (ખુલ્લી કિતાબ) માં છે.
Yunus 10:62
૬૨. યાદ રાખો! અલ્લાહના મિત્રો માટે ન કોઈ આપત્તિ છે અને ન તો તેઓ નિરાશ થશે.
Yunus 10:63
૬૩. આ તે લોકો છે જેઓ ઇમાન લાવ્યા અને પરહેજગાર બનીને રહ્યા.
Yunus 10:64
૬૪. તેમના માટે દુનિયાના જીવનમાં પણ અને આખિરત માં પણ ખુશખબર છે, અલ્લાહ તઆલાની વાતોમાં કંઈ ફેરફાર હોતો નથી, આ ભવ્ય સફળતા છે.
Yunus 10:65
૬૫. (હે નબી!) તમને તેઓની વાતો નિરાશ ન કરે, દરેક પ્રકારનું પ્રભુત્વ અલ્લાહનું જ છે, તે સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
Yunus 10:66
૬૬. યાદ રાખો! જે કંઈ પણ આકાશો અને ધરતીમાં છે આ બધું અલ્લાહનું જ છે અને જે લોકો અલ્લાહને છોડીને બીજા ભાગીદારોની બંદગી કરી રહ્યા છે, કેવી વસ્તુનું અનુસરણ કરી રહ્યા છે, ફકત કલ્પનાનું અનુસરણ કરી રહ્યા છે અને ફકત નકામી વાતો કરી રહ્યા છે.
Yunus 10:67
૬૭. તે તો છે, જેણે તમારા માટે રાત બનાવી જેથી તમે તેમાં આરામ કરો અને દિવસ પણ બનાવ્યો (જેથી તમે તેમાં કામકાજ કારી શકો), તેમાં પણ તે લોકો માટે કેટલીય નિશાનીઓ છે, (જેઓ સત્યવાત) સાંભળે છે.
Yunus 10:68
૬૮. તે કહે છે કે અલ્લાહને સંતાન છે, તે સુબ્હાન અલ્લાહ (અલ્લાહ પવિત્ર છે), તે બેનીયાજ છે, જે કંઈ આકાશોમાં અને જે કંઈ ધરતીમાં છે બધું જ તેનું છે, તમારી પાસે તેના પર કોઈ દલીલ નથી, શું અલ્લાહ વિશે એવી વાત કહો છો જેનું તમને જ્ઞાન નથી?
Yunus 10:69
૬૯. તમે તેમને કહી દો કે જે લોકો અલ્લાહ પર જૂઠાણું બાંધે છે તે સફળ નહીં થાય.
Yunus 10:70
૭૦. આ દુનિયામાં થોડીક મોજમજા છે, પછી અમારી તરફ તેમને આવવાનું છે, પછી અમે તેમને તેમના કુફરના બદલામાં સખત અઝાબ આપીશું.
Yunus 10:71
૭૧. અને તમે તેમને નૂહ નો કિસ્સો વાંચી સંભળાવો, જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, કે હે મારી કોમના લોકો! જો તમને મારું અહીંયા રહેવું અને અલ્લાહના આદેશોની શિખામણ આપવી કઠીન લાગતું હોય, તો મારો ભરોસો અલ્લાહ પર જ છે, તમે પોતાની યુક્તિ પોતાના ભાગીદારો સાથે મજબૂત કરી લો, પછી તમારી ચાલ તમારા ખંડનનું કારણ ન બનવી જોઇએ, પછી મારી સાથે જે કરવું હોય કરી લો મને મહેતલ ન આપો.
Yunus 10:72
૭૨. તો પણ જો (તમે મારી નસીહતથી) અળગા રહો તો મેં તમારી પાસે કોઈ વળતર તો નથી માંગ્યું, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે છે અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું મુસલમાન બનીને રહું.
Yunus 10:73
૭૩. પરંતુ તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને જે લોકો તેમની સાથે જહાજમાં સવાર હતા, (અઝાબથી) બચાવી લીધા અને તે લોકોને નાયબ બનાવી દીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી તે લોકોને ડુબાડી દીધા. તો તમે જુઓ જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા, તે લોકોની દશા કેવી થઇ?
Yunus 10:74
૭૪. નૂહ પછી અમે ઘણા પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા, તે લોકો તેમની પાસે સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, બસ! જે વસ્તુને તે લોકોએ પ્રથમ વખતે જુઠલાવી દીધી, પછી તેઓ માનવાવાળા ન થયા, અલ્લાહ તઆલા આવી જ રીતે હદ વટાવી દેનારાઓના હૃદયો પર મહોર લગાવી દે છે.
Yunus 10:75
૭૫. ત્યારબાદ અમે મૂસા અને હારૂનને મુઅજિઝહ આપી ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા, તો તે લોકોએ ઘમંડ કર્યુ અને તે લોકો અપરાધીઓ હતા.
Yunus 10:76
૭૬. પછી જ્યારે તેમની પાસે અમારા સાચા પુરાવા પહોંચ્યા તો તે લોકો કહેવા લાગ્યા કે ખરેખર આ ખુલ્લું જાદુ છે.
Yunus 10:77
૭૭. મૂસાએ તે લોકોને કહ્યું કે તમારી પાસે સત્યવાત આવી ગઈ તો તમે તેને જાદુ કહેવા લાગ્યા? જો કે જાદુગર સફળ થતા નથી.
Yunus 10:78
૭૮. તે લોકો કહેવા લાગ્યા શું તમે અમારી પાસે એટલા માટે આવ્યા છો કે અમને અમારા માર્ગથી હટાવી દો, જેના પર અમે અમારા પૂર્વજોને જોયા છે અને તમને બન્નેને દુનિયામાં હોદ્દો મળી જાય? અને અમે તમારા બન્નેની વાત ક્યારેય નહીં માનીએ.
Yunus 10:79
૭૯. અને ફિરઔને કહ્યું કે મારી પાસે દરેક નિષ્ણાંત જાદુગરોને ભેગા કરી દો.
Yunus 10:80
૮૦. પછી જ્યારે જાદુગરો ભેગા થયા તો મૂસાએ તેમને કહ્યું કે નાંખો, જે કંઈ પણ તમે નાંખવાના છો.
Yunus 10:81
૮૧. તો જ્યારે તે લોકોએ નાંખ્યું તો મૂસાએ કહ્યું કે આ જે કંઈ પણ તમે લાવ્યા છો, જાદુ છે, નિ:શંક અલ્લાહ હમણાં જ આને અસ્તવ્યસ્ત કરી દેશે, અલ્લાહ આવા વિદ્રોહી લોકોનું કામ સફળ નથી થવા દેતો.
Yunus 10:82
૮૨. અને અલ્લાહ તઆલા સત્યને પોતાના આદેશો દ્વારા સાબિત કરી દે છે, ભલેને અપરાધી પસંદ ન કરે.
Yunus 10:83
૮૩. બસ! મૂસા પર તેમની કોમ માંથી ફકત થોડાંક લોકો જ ઇમાન લાવ્યા, તે પણ ફિરઔન અને પોતાના સરદારોથી ડરતા- ડરતા કે ક્યાંક તેઓને તકલીફ ન પહોંચાડે અને ખરેખર ફિરઔન તે શહેરમાં બળવાન હતો અને આ વાત પણ હતી કે તે હદ વટાવી દેનારા લોકો માંથી હતો.
Yunus 10:84
૮૪. અને મૂસાએ કહ્યું કે હે મારી કોમના લોકો! જો તમે અલ્લાહ પર ઇમાન રાખતા હોવ તો તેના પર જ ભરોસો કરો, જો તમે મુસલમાન હોય.
Yunus 10:85
૮૫. તેઓ કહેવા લાગ્ય કે અમે અલ્લાહ પર જ ભરોસો કર્યો છે, હે અમારા પાલનહાર! અમને તે અત્યાચારીઓ માટે ઉપદ્રવનું કારણ ન બનાવ.
Yunus 10:86
૮૬. અને અમને પોતાની કૃપાથી તે કાફિરોથી બચાવી લે.
Yunus 10:87
૮૭. અને અમે મૂસા અને તેમના ભાઇની પાસે વહી મોકલી કે તમે બન્ને પોતાના તે લોકો માટે મિસ્રમાં ઘર નક્કી કરી લો અને તમે સૌ તે જ ઘરોમાં નમાઝ પઢવાનું નક્કી કરી લો અને નમાઝ કાયમ કરો અને તમે મુસલમાનોને ખુશખબર આપી દો.
Yunus 10:88
૮૮. અને મૂસાએ દુઆ કરી કે હે અમારા પાલનહાર! તેં ફિરઔન અને તેના સરદારોને શણગારનો સામાન અને અલગ-અલગ પ્રકારનું ધન દુનિયાના જીવનમાં આપ્યું. હે અમારા પાલનહાર! (આ કારણે આપ્યું છે કે) તે લોકો તારા માર્ગથી લોકોને પથભ્રષ્ટ કરે, હે અમારા પાલનહાર! તેમના ધનને નષ્ટ કરી દે અને તેમના હૃદયોને સખત કરી દે, જ્યાં સુધી તેઓ દુ:ખદાયી અઝાબ ન જોઇ લે. ઈમાન ના લાવે.
Yunus 10:89
૮૯. અલ્લાહ તઆલાએ કહ્યું કે, તમારા બન્નેની દુઆ કબૂલ કરવામાં આવી, તો તમે અડગ રહો અને તે લોકોના માર્ગે ન ચાલશો, જેઓ અજ્ઞાની છે.
Yunus 10:90
૯૦. અને અમે બનૂ ઇસ્રાઇલને દરિયો પાર કરાવી દીધો, પછી તેમની પાછળ-પાછળ ફિરઔન પોતાના લશ્કર સાથે અત્યાચાર કરવાના હેતુથી આવ્યો, ત્યાં સુધી કે જ્યારે તે ડુબવા લાગ્યો તો કહેવા લાગ્યો કે હું ઇમાન લાવું છું કે જેના પર બનૂ ઇસ્રાઇલ ઇમાન લાવ્યા, અને હું મુસલમાનો માંથી છું.
Yunus 10:91
૯૧. (જવાબ આપવામાં આવ્યો કે) હવે ઇમાન લાવે છે? અને પહેલા વિદ્રોહ કરતો રહ્યો અને અત્યાચારી બનીને રહ્યો.
Yunus 10:92
૯૨. હવે આજે અમે ફકત તારી લાશને છોડી દઇશું, જેથી તારી પાછળ આવનારા લોકો માટે તું એક નિશાની બની જાવ. અને ખરેખર ઘણા લોકો અમારી નિશાનીઓથી બેદરકાર છે.
Yunus 10:93
૯૩. અને અમે બનૂ ઇસ્રાઇલને રહેવા માટે ઉત્તમ ઠેકાણું આપ્યું અને અમે તેમને ખાવા માટે પવિત્ર વસ્તુઓ આપી, પછી તે લોકો તે સમયે વિવાદ કરવા લાગ્યા, જ્યારે કે તેમની પાસે સાચુ ઇલ્મ આવી ગયું હતું, ખરેખર તમારો પાલનહાર તેઓની વચ્ચે કયામતના દિવસે તે બાબતો વિશે નિર્ણય કરશે, જેના વિશે તેઓ વિરોધ કરતા હતા.
Yunus 10:94
૯૪. પછી જો તમને આ કિતાબ વિશે કઈ પણ શંકા હોય, જેને અમે તમારી પાસે ઉતારી છે, તો તમે તેમને પૂછો જેઓ તમારાથી પહેલાની કિતાબ (તોરાત) પઢે છે, નિ:શંક તમારી પાસે તમારા પાલનહાર તરફથી સાચી કિતાબ આવી છે. તમે ક્યારેય શંકા કરનારાઓ માંથી ન થઇ જશો.
Yunus 10:95
૯૫. અને ન તો તે લોકો માંથી થઇ થશો જેમણે અલ્લાહ તઆલાની આયતોને જુઠલાવી,નહીં તો નુકસાન ઉઠાવનારાઓ માંથી બની જશો.
Yunus 10:96
૯૬. નિ:શંક જે લોકો વિશે તમારા પાલનહારની વાત સાબિત થઇ ચૂકી છે તેઓ ઇમાન નહીં લાવે.
Yunus 10:97
૯૭. ભલેને તેઓની પાસે દરેક નિશાનીઓ પહોંચી જાય, જ્યાં સુધી કે તેઓ દુ:ખદાયી અઝાબ ન જોઇ લે.
Yunus 10:98
૯૮. શું યૂનુસ સિવાય તમારી પાસે બીજું કોઈ ઉદાહરણ છે, કે કોઈ કોમ (અઝાબ જોઇને) ઈમાન લઈ આવે તો તેનું ઈમાન તેને ફાયદો પહોંચાડે? જયારે તેઓ ઈમાન લઈ આવ્યા, તો અમે તેમના પરથી દુનિયાના જીવનમાં અપમાનિત કરી દે, તેવો અઝાબ દુર કરી દીધો, અને એક સમય સુધી તે લોકોને દુનિયાના જીવનથી લાભ ઉઠાવવા દીધો.
Yunus 10:99
૯૯. અને જો તમારો પાલનહાર ઇચ્છતો તો સૃષ્ટિના દરેક લોકો ઇમાન લઇ આવતા, તો શું તમે તે લોકોને મજબુર કરી શકો છો,કે તેઓ ઈમાન લઇ આવે.
Yunus 10:100
૧૦૦. અલ્લાહના આદેશ વગર કોઈ વ્યક્તિનું ઇમાન લાવવું શક્ય જ નથી અને અલ્લાહ તઆલા અણસમજુ લોકો પર ગંદકી નાંખી દે છે.
Yunus 10:101
૧૦૧. તમે તેમને કહી દો, ઝરા જુઓ તો ખરા, આકાશ અને ધરતીમાં કેટલીક (નિશાનીઓ) છે અને જે લોકો ઇમાન લાવવા જ નથી ઈચ્છતા, તો તે લોકોને આ નિશાનીઓ અને ધમકીઓ કંઈ લાભ નહીં પહોંચાડીશકે.
Yunus 10:102
૧૦૨. તો તે લોકો ફકત એવી વાતની રાહ જોઇ રહ્યા છે, જે તેમના પહેલા થઇ ગઈ છે, તમે કહી દો કે “સારું” તમે પણ રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઉં છું.
Yunus 10:103
૧૦૩. પછી અમે અમારા પયગંબરો અને ઇમાનવાળાઓને બચાવી લેતા હતા, આવી જ રીતે અમારી જવાબદારી છે કે અમે ઇમાનવાળાઓને બચાવી લઈએ.
Yunus 10:104
૧૦૪. તમે તેમને કહી દો કે હે લોકો! જો તમે મારા દીન વિશે શંકા કરતા હોવ, તો હું તેમની બંદગી નહીં કરું, જેમની બંદગી તમે અલ્લાહને છોડીને કરી રહ્યા છો, હું તો તે અલ્લાહની બંદગી કરું છું, જે તમને મૃત્યુ આપે છે અને મને આ જ આદેશ આપવામાં આવ્યો છે કે હું ઇમાન લાવનારા લોકો માંથી બની જાઉં.
Yunus 10:105
૧૦૫. અને એ કે તમે પોતાની દિશા ધ્યાનપૂર્વક (આ) દીન તરફ કરી લો અને ક્યારેય મુશરિકો માંથી ન થતા.
Yunus 10:106
૧૦૬. અને અલ્લાહને છોડીને કોઈને ના પોકારાશો, જે તમને ન કોઈ લાભ પહોંચાડી શકે અને ન કોઈ નુકસાન, ફરી જો આવું કર્યું તો તમે તે સ્થિતિમાં અત્યાચારી લોકોમાં થઇ જશો.
Yunus 10:107
૧૦૭. અને જો તમને અલ્લાહ કોઈ તકલીફ પહોંચાડે તો તેના સિવાય કોઈ તેને દૂર નથી કરી શકતું અને જો તે તમને કોઈ ભલાઇ પહોંચાડવા ઇચ્છે તો તેની ભલાઇને કોઈ દૂર નથી કરી શકતું, તે પોતાની કૃપા પોતાના બંદાઓ માંથી જેના માટે ઇચ્છે, કરી દે છે, અને તે ઘણો જ માફ કરવાવાળો, ઘણો જ દયાળુ છે.
Yunus 10:108
૧૦૮. તમે તેમને કહી દો કે હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સત્ય આવી પહોંચી ગયું છે એટલા માટે જે વ્યક્તિ સત્ય માર્ગ પર આવી જાય તો તેનું સત્ય માર્ગ અપનાવવું, તેને ફાયદો પહોચાડશે, અને જે વ્યક્તિ ગેરમાર્ગે રહેશે તો તેનું ગેરમાર્ગે રહેવાનું નુકસાન તેનાપર જ રહેશે અને હું તમારો વકીલ નથી.
Yunus 10:109
૧૦૯. અને તમે તેનું અનુસરણ કરતા રહો, જે કંઈ તમારી તરફ વહી કરવામાં આવે છે અને ધીરજ રાખો અહીં સુધી કે અલ્લાહ નિર્ણય કરી દે અને તે દરેક નિર્ણય કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ નિર્ણય કરનાર છે.
Hud 11:1
૧. અલિફ-લામ-રાઅ, [1] આ એક એવી કિતાબ છે કે જેની આયતો મુહકમ (મજબૂત) છે, અને આ કીતાબ એક હકીમ-માહિતગાર તરફથી સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવી છે,
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Hud 11:2
૨. એ કે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, હું તમને અલ્લાહ તરફથી તમને સચેત કરનાર અને ખુશખબર આપનારો છું.
Hud 11:3
૩. અને એ કે પોતાના પાલનહાર સામે માફી માંગો, અને તેની સમક્ષ તોબા કરો, તે તમને નક્કી કરેલ સમય સુધી જીવવા માટેનો ઉત્તમ સામાન આપશે, અને વધુ કર્મો કરનારને વધુ સવાબ આપશે અને જો તમે જુઠલાવતા રહ્યા તો મને તમારા માટે એક મોટા દિવસના અઝાબનો ભય છે.
Hud 11:4
૪. તમારે અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
Hud 11:5
૫. જુઓ! આ લોકો અલ્લાહથી છુપાવવા માટે પોતાની છાતીઓને ચોડી કરી દે છે, તેમજ પોતાના કપડાથી પોતાને પોતાને ઢાંકી દે છે, (તે સમયે પણ અલ્લાહ) તે બધું જ જાણે છે, જેને આ લોકો છુપાવી રહ્યા છે.
Hud 11:6
૬. ધરતી પર હરતા-ફરતા જેટલા સજીવો છે દરેકની રોજી અલ્લાહના શિરે છે, તે જ તેમના રહેઠાણોને જાણે છે અને તેમની કબરોની જગ્યાને પણ જાણે છે, બધું જ સ્પષ્ટ કિતાબ (લવ્હે મહફૂઝ)માં લખેલ છે.
Hud 11:7
૭. અલ્લાહ તે જ છે, જેણે આકાશ અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યું અને (તે સમયે) તેનું અર્શ પાણી પર હતું, જેથી તે તમારી કસોટી કરે કે તમારા માંથી સત્કાર્ય કરનાર કોણ છે, જો તમે તેમને કહો કે તમે લોકો મૃત્યુ પામ્યા પછી પાછા જીવિત કરવામાં આવશો તો કાફિરો જવાબ આપશે કે આ તો સ્પષ્ટ જાદુ છે.
Hud 11:8
૮. અને જો અમે તેમના પરથી અઝાબને થોડાંક સમય સુધી ટાળી દઇએ, તો આ લોકો જરૂર કહેવા લાગશે કે કઈ વસ્તુના કારણે અઝાબ રોકાઈ ગયો છે, સાંભળો જે દિવસે તેમના પર અઝાબ આવી જશે પછી તેમના પરથી હટશે નહીં, પછી જે વસ્તુની તેઓ ઠઠ્ઠામશ્કરી કરતા હતા, તે તેમને ઘેરાવમાં લઇ લેશે.
Hud 11:9
૯. જો અમે કોઈ વ્યક્તિને પોતાની નેઅમતનો સ્વાદ ચખાડ્યા પછી તેને લઇ લઇએ તો તે ઘણો જ નિરાશ અને કૃતઘ્ની બની જાય છે.
Hud 11:10
૧૦. અને જો અમે તેને કોઈ તકલીફ આપ્યા પછી નેઅમતનો સ્વાદ ચખાડીએ, તો તે કહેવા લાગે છે, હવે મારાથી દરેક બુરાઈ દુર થઇ ગઈ, અને તે ઘણો જ ઇતરાવવા લાગે છે અને ઘમંડ કરવા લાગે છે.
Hud 11:11
૧૧. (પરંતુ) આ પ્રમાણેની બુરાઈથી તે લોકો અળગા રહે છે) જેઓ ધીરજ રાખ્યું અને સત્કાર્યો કર્યા, તેમના માટે જ માફી અને ઘણો જ સારો બદલો છે.
Hud 11:12
૧૨. (હે નબી)! એવું ન થવું જોઈએ કે તમારા તરફ જે વહી ઉતારવામાં આવે છે, તમે તેનો થોડોક ભાગ ભૂલી જાઓ, અને જેના કારણે તમારું હૃદય તંગ થઇ જાય, અને કાફિરો કહેવા લાગે કે તમારા પર કોઈ ખજાનો ઉતારવામાં કેમ ન આવ્યો, અથવા તમારી સાથે કોઈ ફરિશ્તો કેમ ના આવ્યો? સાંભળી લો! તમે તો ફકત સચેત કરનારા છો અને દરેક વસ્તુનો જવાબદાર અલ્લાહ તઆલા જ છે.
Hud 11:13
૧૩. અથવા તો ત લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, તમે તેમને જવાબ આપી દો કે જો તમે પોતાની વાતમાં સાચા છો તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો.
Hud 11:14
૧૪. પછી જો તેઓ તમને આ ચેલેન્જનો જવાબ ન આપે, તો તમે જાણી લો કે આ કુરઆન અલ્લાહના જ્ઞાન સાથે ઉતારવામાં આવ્યું છે અને એ કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તો શું તમે આ (સત્ય આદેશા આવ્યા) પછી મુસલમાન બનો છો?
Hud 11:15
૧૫. જે વ્યક્તિ દુનિયાના જીવન અને તેના શણગારની ઇચ્છા ધરાવતો હોય, તો અમે આવા લોકોના દરેક કાર્યો (નો બદલો) દુનિયામાં જ પૂરેપુરો આપી દઇએ છીએ, અને દુનિયામાં તેમના બદલામાં કંઈ પણ ઓછું કરવામાં નથી આવતું.
Hud 11:16
૧૬. હાં, આ જ તે લોકો છે, જેમના માટે આખિરતમાં આગ સિવાય કંઈ નથી અને જે કંઈ તેઓએ દુનિયામાં કર્યું હશે, ત્યાં બધું જ વ્યર્થ થઇ જશે. અને જે કંઈ તેમના કાર્યો હતા બધા જ નષ્ટ થઇ જશે.
Hud 11:17
૧૭. શું તે વ્યક્તિ, જેની પાસે તેના પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ હોય,પછી તે જ પાલનહાર તરફથી એક સાક્ષી તે જ વાત પઢીને સંભળાવે, અને તે જ વાત તે પહેલાં મૂસાની કિતાબ (તૌરાત)મા પણ હોય, (જે લોકો માટે) માર્ગદર્શક અને રહેમતવાળી હતી, (તો શું તે આ વાતમાં શંકા કરી શકે છે?) આવા જ લોકો તેના પર ઈમાન લાવે છે અને તેમના માંથી જે કોઈ આ વાતનો ઇન્કાર કરશે તો અમે તેના માટે જ જહન્નમનું વચન આપ્યું છે, એટલા માટે તમારે આ પ્રમાણેની વાતોમાં શંકા ન કરવી જોઈએ, ખરેખર તે તમારા પાલનહાર તરફથી સાચી છે, તો પણ ઘણા લોકો ઈમાન નથી લાવતા.
Hud 11:18
૧૮. તેના કરતા વધારે ઝાલિમ કોણ હોઇ શકે છે જે અલ્લાહ પર જૂઠાણું બાંધે? આવા લોકો પોતાના પાલનહારની સમક્ષ રજૂ કરવામાં આવશે અને દરેક સાક્ષી આપનાર સાક્ષી આપશે અને કહેશે કે આ તે લોકો છે, જેમણે પોતાના પાલનહાર પર જુઠ ઘડયું, ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે,
Hud 11:19
૧૯. જે લોકો અલ્લાહના માર્ગથી રોકે છે, અને તેમાં ખામી શોધે છે, આવા જ લોકો આખિરતનો ઇન્કાર કરે છે.
Hud 11:20
૨૦. ન તો આ લોકો દુનિયામાં અલ્લાહને હરાવી શક્યા અને ન તો કોઈ અલ્લાહની વિરુદ્ધ તેમની મદદ કરનાર છે, તેમને બમણો અઝાબ આપવામાં આવશે, ન તો તેઓ (સત્ય વાત) સાંભળવાનું પસંદ કરતા હતા, અને ન તો તેઓ (સત્ય વાત) જોઈ શકતા હતા.
Hud 11:21
૨૧. આ જ તે લોકો છે, જેમણે પોતે જ પોતાનું નુકસાન કરી લીધું અને તે બધું જ તેમનાથી ખોવાઇ જશે, જે તેમણે ઘડી કાઢ્યું હતું.
Hud 11:22
૨૨. ખરેખર આ લોકો જ આખિરતમાં સૌથી વધારે નુકસાન ઉઠાવનારા હશે.
Hud 11:23
૨૩. નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને તેમણે સત્કાર્યો કર્યા અને પોતાના પાલનહાર તરફ ઝૂકેલા રહ્યા, તે લોકો જ જન્નતમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે.
Hud 11:24
૨૪. તે બન્ને જૂથનું ઉદાહરણ એવું જ છે, જેવું કે એક આંધળો-બહેરો હોય અને બીજો જોઈ પણ શકતો હોય અને સાંભળી પણ શકતો હોય શું આ લોકો સરખા હોઈ શકે છે? આ ઉદાહરણ સાંભળી તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા?
Hud 11:25
૨૫. નિ:શંક અમે નૂહને તેમની કોમ તરફ પયગંબર બનાવીને મોક્લ્યા, (તો તેમણે તે લોકોને કહ્યું) કે હું તમને સ્પષ્ટ રીતે તમને સચેત કરનાર છું.
Hud 11:26
૨૬. તમે અલ્લાહ સિવાય કોઈની ઈબાદત ન કરો, હું તમારા પર એક દુ:ખદાયી અઝાબ આવવાથી ડરું છે.
Hud 11:27
૨૭. તેમની કોમના કાફિર સરદારોએ જવાબ આપ્યો કે અમે તો તને અમારા જેવો એક મનુષ્ય જ જોઇ રહ્યા છે અને તારું અનુસરણ કરનારાઓને પણ અમે જોઇ રહ્યા છે કે તે લોકો સ્પષ્ટ રીતે નીચલા (હીન) લોકો છે, જે સમજ્યા વગર (તમારું અનુસરણ કરી રહ્યા છે) અમે તો તમારું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ અમારા ઉપર નથી જોઇ રહ્યા, પરંતુ અમે તો તમને જુઠા સમજી રહ્યા છીએ.
Hud 11:28
૨૮. નૂહએ કહ્યું મારી કોમના લોકો! (જુઓ તો ખરા) જો હું મારા પાલનહાર તરફથી કોઈ સ્પષ્ટ દલીલ પર છું અને તેણે મને પોતાની પાસેથી એક કૃપા (પયગંબરી) અર્પણ કરી છે, જે તમને નજર નથી આવતી, તો શું જબરદસ્તી હું તેને તમારા ગળે નાંખી દઉં? (કે તમે જરૂર ઈમાન લાવો) જો કે તમે તેને પસંદ ના કરતા હોય.
Hud 11:29
૨૯. મારી કોમના લોકો! હું તમારી કોઈ માલદૌલત તો નથી માંગતો, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે જ છે. જે લોકો ઈમાન લાવ્યા તેમને હું મારી પાસેથી દૂર નથી કરી શકતો, તેઓ પોતાના પાલનહાર સાથે જરૂર મુલાકાત કરશે, પરંતુ હું જોઇ રહ્યો છું કે તમે બધા અજ્ઞાનતામાં પડ્યા છો.
Hud 11:30
૩૦. મારી કોમના લોકો! જો હું તે ઇમાનવાળાઓને મારી પાસેથી દૂર કરી દઉં તો અલ્લાહની વિરૂદ્ધ મારી મદદ કોણ કરી શકે છે? શું તમે કંઈ પણ શિખામણ પ્રાપ્ત નથી કરતા.
Hud 11:31
૩૧. હું તમને એવું નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, અને ન તો મારી પાસે ગેબનું ઇલ્મ છે, ન હું એવું કહું છું કે હું કોઈ ફરિશ્તો છું, ન તો હું એવું કહું છું કે જેને તમે તુચ્છ જાણો છો, તેમને અલ્લાહ તઆલા કોઈ નેઅમત આપશે જ નહીં, તેમના હૃદયોમાં જે કંઈ પણ છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, જો હું આવું કહુ તો ખરેખર હું જાલિમ લોકો માંથી થઇ જઇશ.
Hud 11:32
૩૨. (કોમના લોકોએ) કહ્યું, હે નૂહ! તમે અમારી સાથે ઝઘડો કર્યો અને ઘણો વાદ-વિવાદ કરી લીધો, હવે તમે જે વસ્તુથી અમને ડરાવી રહ્યા છો, તે જ અમારી પાસે લઇ આવો, જો તમે સાચા હોવ.
Hud 11:33
૩૩. નૂહએ જવાબ આપ્યો કે, તેને પણ અલ્લાહ તઆલા જ લાવશે, જો તે ઇચ્છે અને તમે તેને ક્યારેય હરાવી નહીં શકો.
Hud 11:34
૩૪. જો હું તમારા માટે શુભેચ્છુક બનવા ઈચ્છું તો પણ મારી ભલામણ તમને શું ફાયદો પહોંચાડી શકે છે, જ્યારે કે અલ્લાહ જ તમને ગુમરાહ કરવા ઇચ્છતો હોય, તે જ તમારા સૌનો પાલનહાર છે અને તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.
Hud 11:35
૩૫. (હે નબી! શું આ લોકો કહે છે કે આ (કુરઆનને) તેણે પોતે જ ઘડી કાઢ્યું છે? તમે તેઓને જવાબ આપી દો કે જો મેં આ કુરઆન ઘડી કાઢ્યું હોય તો મારા ગુનાહનો જવાબદાર હું પોતે જ છું, અને હું તે ગુનાહોથી અળગો છું, જે તમે કરી રહ્યા છો.
Hud 11:36
૩૬. નૂહ તરફ વહી કરવામાં આવી કે તમારી કોમ માંથી જે લોકો ઇમાન લાવી ચૂક્યા તેમના સિવાય બીજા કોઈ ઇમાન નહીં લાવે, બસ! તમે તેમના કાર્યોથી નિરાશ થવાનું છોડી દો.
Hud 11:37
૩૭. અને એક હોડી અમારી આંખો સામે અમારા આદેશ પ્રમાણે બનાવો અને જાલિમ લોકો વિશે અમારી સાથે કંઈ પણ વાર્તાલાપ ન કરશો, તેઓને પાણીમાં ડુબાડી દેવામાં આવશે.
Hud 11:38
૩૮. નૂહ હોડી બનાવવા લાગ્યા, તેમની કોમના સરદારો તેમની પાસેથી પસાર થતા તો તેમની મશ્કરી કરતા, નૂહએ કહ્યું, જો (આજે) તમે અમારી મશ્કરી કરી રહ્યા છો, તો અમે પણ એક દિવસ તમારો મજાક ઉડાવીશું જેવી રીતે તમે અમારા પર હસો છો.
Hud 11:39
૩૯. તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર અઝાબ આવશે, જે તેને અપમાનિત કરશે અને તેના પર હંમેશાની સજા ઉતરશે.
Hud 11:40
૪૦. અહીં સુધી કે જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો અને “ તન્નૂર” (અર્થાત ધરતી) ઊકળવા લાગ્યું, અમે નૂહને કહ્યું કે આ હોડીમાં દરેક પ્રકારના (સજીવો માંથી) જોડ (એટલે કે) બે ઢોર (એક નર અને એક માદા) લઇ લો અને તમારા ઘરવાળાઓને પણ લઈ લો, તે લોકો સિવાય જેમની બાબતે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે, (કે તેઓ નષ્ટ થનારા લોકો માંથી છે), અને દરેક ઇમાન લાવનારા લોકોને પણ તમારી સાથે લઇ લો, તેમની સાથે ઇમાન લાવનારા થોડાક જ હતા.
Hud 11:41
૪૧. નૂહએ કહ્યું કે આ હોડીમાં બેસી જાઓ, અલ્લાહના જ નામથી તે ચાલશે અને રોકાશે, નિ:શંક મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે.
Hud 11:42
૪૨. તે હોડી તેમને લઇ ચાલી રહી હતી, જ્યારે કે એક મોજો પર્વતની જેમ ઉઠી રહ્યો હતો, તે સ્થિતિમાં નૂહએ પોતાના પુત્રને, જે એક કિનારા પર હતો, પોકારીને કહ્યું કે હે મારા પ્રિય દીકરા! અમારી સાથે સવાર થઇ જા અને કાફિર લોકોનો સાથ ન આપ.
Hud 11:43
૪૩. તેણે જવાબ આપ્યો કે હું તો કોઈ ઊંચા પર્વત ઉપર ચાલ્યો જઇશ, જે મને પાણીથી બચાવી લેશે, નૂહએ કહ્યું આજે અલ્લાહના આદેશ મુજબ બચાવનાર કોઈ નથી, ફકત તે જ લોકો બચશે જેના પર અલ્લાહ રહમ કરશે, તે જ સમયે બન્નેની વચ્ચે મોજા આવી ગયા અને તે ડુબનારાઓ માંથી થઇ ગયો.
Hud 11:44
૪૪. (પછી થોડોક સમય પછી અલ્લાહનો આદેશ આવ્યો) કહ્યું કે હે ધરતી! પોતાના પાણીને પી લે, અને હે આકાશ! બસ કર, થંભી જા, તે જ સમયે પાણી સુકાવી દેવામાં આવ્યું અને કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હોડી “જૂદી” નામના પર્વત પર ઉભી રહી અને કહેવામાં આવ્યું કે જાલિમ લોકો (અલ્લાહની રહમતથી) દૂર રહી ગયા.
Hud 11:45
૪૫. નૂહએ પોતાના પાલનહારને પોકારીને કહ્યું કે મારા પાલનહાર! મારો દીકરો તો મારા ઘરવાળાઓ માંથી હતો, નિ:શંક તારું વચન ખરેખર સાચું છે અને તું જ ઉત્તમ નિર્ણય કરનાર છે.
Hud 11:46
૪૬. અલ્લાહ તઆલાએ કહ્યું, હે નૂહ! ખરેખર તે તારા ઘરવાળાઓ માંથી ન હતો, એટલા માટે જે વસ્તુનું તને ઇલ્મ ના હોય તેની બાબતે મારી પાસે સવાલ ના કરશો, હું તને શિખામણ આપું છું કે તું અણસમજુ લોકો જેવી વિનંતિ ન કરશો.
Hud 11:47
૪૭. નૂહએ કહ્યું, મારા પાલનહાર! હું તારા જ શરણમાં આવુ છું તે વાતથી કે તારી પાસે તે માંગુ જેનું જ્ઞાન મને નથી, જો તું મને માફ નહીં કરે અને તું મારા પર દયા નહીં કરે તો હું નુકસાન ઉઠાવનારા લોકો માંથી થઇ જઇશ.
Hud 11:48
૪૮. કહેવામાં આવ્યું કે હે નૂહ! અમારા તરફથી સલામતી અને બરકતો સાથે જે તારા પર અને તે જૂથ પર (ઉતારવામાં આવી) જેઓ તારી સાથે છે, હોડી માંથી ઉતરી જાઓ. (તેમની પેઢીમાં) ઘણા તે જૂથો હશે જેને અમે લાભ તો જરૂર પહોંચાડીશું, પછી તેમના પર અમારા તરફથી તેમના પર દુ:ખદાયી અઝાબ આવશે.
Hud 11:49
૪૯. (હે નબી) આ જાણકારી ગેબની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરીએ છીએ, તેને આ પહેલા ન તમે જાણતા હતા અને ન તો તમારી કોમ, એટલા માટે ધીરજ રાખો, (એટલા માટે કે) નિ:શંક સારું પરિણામ ડરવાવાળાઓ માટે જ છે.
Hud 11:50
૫૦. અને આદની કોમ તરફ તેમના ભાઇ હૂદને અમે મોકલ્યા, તેમણે કહ્યું મારી કોમના લોકો! અલ્લાહની જ બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તમે તો જુઠું ઘડી રાખ્યું છે.
Hud 11:51
૫૧. હે મારી કોમના લોકો! આના બદલામાં હું તમારી પાસે કોઈ બદલો નથી માગતો, મારો બદલો તો અલ્લાહના શિરે છે જેણે મારું સર્જન કર્યું, શું તમે વિચારતા નથી?
Hud 11:52
૫૨. હે મારી કોમના લોકો! તમે પોતાના પાલનહાર પાસે પોતાના ગુનાહોની માફી માગો અને તેના દરબારમાં તૌબા કરો, જેથી તે તમારા પર વરસનારા વાદળો મોકલી દે. અને તમારી તાકાતમાં પણ વધારો કરી દે. અને પાપી લોકો તરફ મોઢું ના ફેરવશો.
Hud 11:53
૫૩. તેમણે કહ્યું હે હૂદ! તમે અમારી પાસે કોઈ સ્પષ્ટ દલીલ તો લાવ્યા નથી અને અમે ફકત તારા કહેવાથી અમારા પૂજ્યોને છોડવાના નથી અને ન તો તારા પર ઇમાન લાવી શકીએ છીએ.
Hud 11:54
૫૪. પરંતુ અમે તો એ જ કહીએ છીએ કે તમે અમારા કોઈ પૂજ્યની ખરાબ ઝપટમાં આવી ગયા છો, હૂદે જવાબ આપ્યો કે હું અલ્લાહને સાક્ષી બનાવું છું અને તમે પણ ગવાહી આપજો કે હું તો જે કઈ શિર્ક તમે કરી રહ્યા છો તેનાથી હું અળગો છું.
Hud 11:55
૫૫. અલ્લાહને છોડીને બાકી તમે સૌ ભેગા મળીને મારી વિરૂદ્ધ યુક્તિઓ કરી શકો છો તો કરો અને મને થોડીક પણ મહેતલ ન આપો.
Hud 11:56
૫૬. મારો વિશ્વાસ ફક્ત અલ્લાહ પર છે, જે મારો અને તમારા બધાનો પાલનહાર છે, જેટલા પણ સજીવો છે સૌના કપાળો તેના જ હાથમાં છે. નિ:શંક મારો પાલનહાર સાચા માર્ગ ઉપર છે.
Hud 11:57
૫૭. બસ! જો તમે મોઢું ફેરવશો, તો હું તમારી પાસે જે આદેશો પહોચાડવા માટે મોકલવામાં આવ્યો હતો, તે આદેશો મેં તમારા સુધીપહોંચાડી દીધા, મારો પાલનહાર તમારી જગ્યા પર બીજા લોકોને લાવી દેશે અને તમે તેનું કંઈ પણ બગાડી શકતા નથી, નિ:શંક મારો પાલનહાર દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે.
Hud 11:58
૫૮. અને જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો તો અમે હૂદને અને તેના મુસલમાન મિત્રોને પોતાની ખાસ કૃપા વડે મુક્ત કર્યા અને અમે સૌને સખત અઝાબથી બચાવી લીધા.
Hud 11:59
૫૯. આ આદની કોમના લોકો હતા, જેમણે પોતાના પાલનહારની આયતોનો ઇન્કાર કર્યો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી. અને દરેક અત્યાચારી અને વિદ્રોહી લોકોના આદેશોનું અનુસરણ કર્યું.
Hud 11:60
૬૦. દુનિયામાં પણ તેમની ઉપર લઅનત (ફિટકાર) નાંખી દેવામાં આવી અને કયામતના દિવસે પણ, જોઇ લો આદની કૌમે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, આદના લોકો અલ્લાહની (કૃપાથી) દૂર થાય. જેઓ હૂદની કોમના લોકો હતા.
Hud 11:61
૬૧. અને ષમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલિહ ને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલાહ નથી, તેણે જ તમારું ધરતી માંથી સર્જન કર્યું અને તેણે જ આ ધરતી પર તમને વસાવ્યા, બસ! તમે તેની પાસે માફી માંગો અને તેની તરફ રજૂ થઇ જાવો, નિ:શંક મારો પાલનહાર નજીક છે અને દુઆઓને કબૂલ કરવાવાળો છે.
Hud 11:62
૬૨. તેમણે કહ્યું, હે સાલિહ! આ પહેલા તો અમને તારાથી ઘણી આશાઓ હતી, શું તું અમને (તે પૂજ્યોની) બંદગી કરવાથી રોકી રહ્યો છે જેમની બંદગી આપણા પૂર્વજો કરતા આવી રહ્યા છે? અમને તો તે દીન વિશે શંકા છે, જેની તરફ તું અમને બોલાવી રહ્યો છે.
Hud 11:63
૬૩. સાલિહએ જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! તમે મને જણાવો કે જો હું મારા પાલનહાર તરફથી કોઈ મજબૂત દલીલ પર હોય અને તેણે મને પોતાની કૃપા (નુબૂવ્વત) પણ આપી હોય, પછી જો હું તેની અવજ્ઞા કરું તો કોણ છે જે તેની વિરૂદ્ધ મારી મદદ કરશે? તમે તો મારું નુકસાન વધારી રહ્યા છો.
Hud 11:64
૬૪. અને મારી કોમના લોકો! આ અલ્લાહની ઉતારેલી ઊંટણી છે, જે તમારા માટે એક મુઅજિઝો (ચમત્કાર) છે, હવે તેને તમે અલ્લાહની ધરતી પર ખાવા માટે છોડી દો અને તેને કઈ પણ પ્રકારની તકલીફ ન પહોંચાડો, નહીં તો તરત જ તમારા પર અઝાબ આવી પહોંચશે.
Hud 11:65
૬૫. તો પણ તે લોકોએ તે ઊંટણીના પગ કાપી નાંખ્યા, તેના પર સાલિહએ કહ્યું કે સારું તો તમે પોતાના ઘરોમાં (ફક્ત) ત્રણ દિવસ સુધી રહી લો, આ એવું વચન છે, જે ખોટું નથી.
Hud 11:66
૬૬. પછી જ્યારે અમારો (અઝાબનો) આદેશ આવી પહોંચ્યો, અમે સાલિહને અને તેમના પર ઇમાન લાવવાવાળાને પોતાની કૃપાથી તે અઝાબ અને તે દિવસના અપમાનથી બચાવી લીધા, નિ:શંક તમારો પાલનહાર અત્યંત તત્વદર્શી અને વિજયી છે.
Hud 11:67
૬૭. અને જે લોકોએ અત્યાચાર કર્યો હતો તેમને એક ધમાકાએ પકડી લીધા, પછી તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડેલા રહી ગયા.
Hud 11:68
૬૮. એવી રીતે, જાણે કે તેઓ ત્યાં ક્યારેય રહેતા જ ન હતા, સચેત થઇ જાવ કે ષમૂદની કોમે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, સાંભળી લો તે ષમૂદના લોકો પર (અલ્લાહની રહેમત)થી દૂર થઇ ગયા.
Hud 11:69
૬૯. અને હા, અમારા સંદેશવાહક (ફરિશ્તા) ઇબ્રાહીમ ખુશખબર લઇ પહોંચ્યા, તેમને સલામ કર્યું, તેમણે પણ સલામનો જવાબ આપ્યો અને વિલંબ કર્યા વગર ગાયનું ભુનેલું વાછરડું લઇ આવ્યા.
Hud 11:70
૭૦. હવે જ્યારે જોયું કે તે (મહેમાનો) હાથ ખાવા માટે આગળ નથી રહ્યા, તો તેની અજાણતા જોઇ, મનમાં તેમનાથી ડરવા લાગ્યા, (આ જોઈ તેઓ કહેવા લાગ્યા) ડરો નહીં, અમે તો લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
Hud 11:71
૭૧. અને ઇબ્રાહિમની પત્ની,જે પાસે ઉભા હતા, હસવા લાગ્યા, તો અમે તેમને ઇસ્હાક અને ઇસ્હાક પછી યાકૂબની ખુશખબર આપી.
Hud 11:72
૭૨. તે કહેવા લાગી, મારા પર અફસોસ છે, મારે ત્યાં સંતાન કેવી રીતે થઇ શકે છે, હું પોતે વૃદ્ધા અને મારા પતિ પણ વૃદ્ધાવસ્થામાં છે. આ તો ખરેખર આશ્ચર્યની વાત છે.
Hud 11:73
૭૩. ફરિશ્તાઓએ કહ્યું, શું તું અલ્લાહના આદેશ પર આશ્વર્ય પામે છે? હે અહલે બેત! તમારા પર અલ્લાહની કૃપા અને તેની બરકતો ઉતરે, નિ:શંક અલ્લાહ તઆલા પ્રશંસાને લાયક અને ખૂબ જ પ્રતિષ્ઠાવાળો છે.
Hud 11:74
૭૪. જ્યારે ઇબ્રાહીમનો ભય ખતમ થવા લાગ્યો અને તેમને ખુશખબરી પણ પહોંચી ગઇ તો તેઓ લૂતની કોમ વિશે ઝઘડવા લાગ્યા.
Hud 11:75
૭૫. નિ:શંક ઇબ્રાહીમ ખૂબ જ ધૈર્યવાન, નમ્ર અને અલ્લાહની તરફ ઝૂકવાવાળા હતા.
Hud 11:76
૭૬. (ફરિશ્તાઓએ કહ્યું) હે ઇબ્રાહીમ એ વિચારને છોડી દો, તમારા પાલનહારનો આદેશ આવી પહોંચ્યો હવે તેમના પર અઝાબ આવીને જ રહેશે અને તે અઝાબ તેમનાથી ટાળવામાં નહીં આવે.
Hud 11:77
૭૭. જ્યારે અમારા મોકલેલા ફરિશ્તા લૂત પાસે પહોંચ્યા તો તે તેમનું આવવું તેમને સારું ન લાગ્યું અને મનમાં જ પરેશાન થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજનો દિવસ મોટી મુસીબતનો છે.
Hud 11:78
૭૮. અને તેમની કોમના લોકો દોડતા દોડતા તેમની પાસે પહોંચ્યા, તે તો પહેલાથી જ દુષ્કર્મો કરતા હતા, લૂતે કહ્યું, હે મારી કોમના લોકો! આ છે મારી દીકરીઓ જે તમારા માટે ખૂબ જ પવિત્ર છે, અલ્લાહથી ડરો અને મને મારા મહેમાનો સામે મારું અપમાન ન કરશો, શું તમારામાં એક પણ સારો વ્યક્તિ નથી?
Hud 11:79
૭૯. તેમણે જવાબ આપ્યો કે તમે ખૂબ જાણો છો, અમને તમારી દીકરીઓનો કોઈ શોખ નથી અને તમે અમારી ઇચ્છાને સારી રીતે જાણો છો.
Hud 11:80
૮૦. લૂતએ કહ્યું કે કદાચ મારામાં તમારી સાથે લડવાની શક્તિ હોત! અથવા હું કોઈ મજબૂત સહારો લઇ શક્તો હોત.
Hud 11:81
૮૧. હવે ફરિશ્તાઓએ કહ્યું કે હે લૂત! અમે તમારા પાલનહાર તરફથી મોકલેલા ફરિશ્તા છે, આ લોકો તમારું કઈ પણ બગાડી નથી શકતા, બસ તમે તમારા ઘરવાળાઓને પાછલી રાત્રે લઈ આ વસ્તી માંથી નીકળી જાવ, તમારા માંથી કોઈ પણ મોઢું ફેરવી ન જુએ,સિવાયતમારી પત્નીનાં, એટલા માટે કે તેને પણ તે (અઝાબ) પહોંચીને રહેશે, જે બધાને પહોંચશે. નિ:શંક તેમના વચનનો સમય સવારનો છે, હવે સવાર પાડવામાં વાર જ કેટલી છે?
Hud 11:82
૮૨. પછી જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો તો અમે તે વસ્તીનાં ઉપરના ભાગને નીચેનો ભાગ બનાવી દીધો અને તેમના પર સતત કાંકરા વરસાવ્યા, જે નિશાન વાળા હતા.
Hud 11:83
૮૩. તમારા પાલનહાર તરફથી નિશાનીવાળા હતા અને (આ વસ્તી) તે જાલિમ લોકોથી દુર નથી.
Hud 11:84
૮૪. અને અમે મદયનના લોકો તરફ તેમના ભાઇ શુઐબને મોકલ્યા, તેમણે કહ્યું કે હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ઇલા નથી અને તમે તોલમાપમાં કમી ન કરો, હું તો તમને ખુશ જોઇ રહ્યો છું અને મને ડર છે કે તમારા પર એક એવો અઝાબ આવશે, જે તમને સૌને ઘેરી લેશે.
Hud 11:85
૮૫. હે મારી કોમના લોકો! તોલમાપ ન્યાય સાથે પૂરેપૂરું કરો, લોકોને તેમની વસ્તુ ઓછી ન આપો અને ધરતીમાં વિદ્રોહ અને બગાડ ન ફેલાવો.
Hud 11:86
૮૬. તમારા માટે અલ્લાહ તઆલાએ આપેલી બચત જ હલાલ છે, જો તમે ઇમાનવાળા છો. હું તમારા પર દેખરેખ રાખનાર નથી.
Hud 11:87
૮૭. તેઓ કહેવા લાગ્યા કે હે શુઐબ, શું તારી નમાઝ તને આ જ આદેશ આપે છે કે અમે અમારા પૂર્વજોના પૂજ્યોને છોડી દઇએ અને અમે અમારા ધન માંથી અમારી મરજી મુજબ ચોક્કસ ઉપયોગ કરવાનું છોડી દઇએ? તમે તો ઘણા ધૈર્યવાન અને સદાચારી વ્યક્તિ હતા.
Hud 11:88
૮૮. શુઐબે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! જુઓ! જો હું મારા પાલનહાર તરફથી એક સ્પષ્ટ દલીલ પર હોય, અને અલ્લાહએ મને સારી રોજી પણ આપી હોય, (તો હું કઈ રીતે તમારો સાથ આપી શકું છું?) મારી ઈચ્છા નથી કે જે વાતથી હું તમને રોકી રહ્યો છું, હું પોતે જ તેની વિરુદ્ધ કોઈ કાર્ય કરું, હું તો જ્યાં સુધી બની શકે, ઈસ્લાહ કરવાની ઈચ્છા ધરાવું છું, અને મને તોફિક મળવી પણ અલ્લાહ તરફથી જ છે, હું તેના પર જ ભરોસો કરું છું અને તેની તરફ જ મારો ઝુકાવ છે.
Hud 11:89
૮૯. અને હે મારી કોમના લોકો! એવું ન થાય કે તમને મારો વિરોધ તે મુસીબત માટેનું કારણ બનાવી દે, જે નૂહ, હૂદ અને સાલિહની કોમના લોકો પર પહોંચી અને લૂતની કોમના લોકો તો તમારા કરતા દૂર ન હતા.
Hud 11:90
૯૦. તમે પોતાના પાલનહાર પાસે માફી માંગો અને તેની તરફ તૌબા કરો, નિ:શંક મારો પાલનહાર ખૂબ જ દયા કરવાવાળો અને (પોતાના સર્જનીઓ) સાથે જ મુહબ્બત કરવાવાળો છે.
Hud 11:91
૯૧. તેઓ કહેવા લાગ્યા કે હે શુઐબ! તારી વધારે પડતી વાતો તો અમે સમજતા જ નથી, અને અમે તો તને અમારામાં ઘણો જ અશક્ત જોઇ રહ્યા છે. જો (અમે) તારા ખાનદાન વિશે ન વિચારતા તો તને પથ્થરો મારી નષ્ટ કરી દેતા અને અમે તને કોઈ પ્રભુત્વશાળી વ્યક્તિ નથી ગણતા.
Hud 11:92
૯૨. તેમણે જવાબ આપ્યો કે હે મારી કોમના લોકો! શું તમારી દૃષ્ટિએ મારા ખાનદાનના લોકો અલ્લાહ કરતા પણ વધારે પ્રતિષ્ઠિત છે, કે તમે તેને પીઠ પાછળ નાંખી દીધી છે, નિ:શંક મારો પાલનહાર જે કંઈ પણ તમે કરી રહ્યા છો દરેકને ઘેરાવમાં રાખેલ છે.
Hud 11:93
૯૩. હે મારી કોમના લોકો! હવે તમે પોતાની જગ્યાએ કર્મો કરતા રહો, હું પણ મારી જગ્યાએ કર્મો કરી રહ્યો છું, તમને નજીકમાં જ ખબર પડી જશે કે કોના પર અપમાનિત કરી દેનારો અઝાબ અએ છે? અને કોણ છે, જે જૂઠ્ઠો છે? તમે રાહ જુઓ હું પણ તમારી સાથે રાહ જોઇ રહ્યો છું.
Hud 11:94
૯૪. જ્યારે અમારો આદેશ (અઝાબ) આવી પહોંચ્યો અમે શુઐબને અને તેમની સાથે (દરેક) ઇમાનવાળાઓને પોતાની ખાસ કૃપા વડે બચાવી લીધા અને અત્યાચારીઓને સખત ચીસ વડે નષ્ટ કરી દીધા અને તે લોકો પોતાના ઘરોમાં ઊંધા પડ્યા રહ્યા.
Hud 11:95
૯૫. જાણે કે તેઓ તે ઘરોમાં રહેતા જ ન હતા, સચેત રહો! મદયનના લોકો માટે પણ એવી જ લઅનત થઇ, જે જેવી લઅનત ષમૂદના લોકો માટે થઇ.
Hud 11:96
૯૬. અને નિ:શંક અમે જ મૂસાને અમારા મુઅજિઝહ અને સ્પષ્ટ નિશાનીઓ સાથે મોકલ્યા હતાં.
Hud 11:97
૯૭. ફિરઔન અને તેના સરદારો પાસે, તો પણ તે લોકોએ ફિરઔનના આદેશોનું અનુસરણ કર્યું અને ફિરઔનનો કોઈ આદેશ બરાબર ન હતો.
Hud 11:98
૯૮. તે તો કયામતના દિવસે પોતાની કોમની આગળ આગળ ચાલશે, અને તે દરેકને જહન્નમ કિનારા પર લઇ આવશે. તે ઘણી જ ખરાબ ખીણ છે, જેના પર તેઓને લાવવામાં આવશે.
Hud 11:99
૯૯. તેમના પર તો આ દુનિયામાં પણ લઅનત (ફિટકાર) નાખી દીધી અને કયામતના દિવસે પણ, કેટલું ખરાબ પરિણામ હશે, જે તેમને આપવામાં આવશે.
Hud 11:100
૧૦૦. વસ્તીઓની આ કેટલીક જાણકારી, જે અમે તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે, તેમાંથી તો કેટલીક અત્યારે છે અને કેટલીક તો નષ્ટ થઇ ચુકી છે.
Hud 11:101
૧૦૧. અમે તેમના પર સહેજ પણ જુલ્મ નથી કર્યો પરંતુ તેમણે જ પોતે પોતાના પર અત્યાચાર કર્યો, પછી જ્યારે અલ્લાહનો આદેશ (અઝાબ) આવી પહોચ્યો તો તેમના તે પૂજ્યોએ કંઈ પણ ફાયદો ન પહોંચાડયો જેમને તેઓ અલ્લાહ સિવાય પોકારી રહ્યા હતા, પરંતુ તે પુજ્યોએ તેમના નુકસાનમાં વધારો કરી દીધો.
Hud 11:102
૧૦૨. અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે.
Hud 11:103
૧૦૩. જે લોકો આખિરતના અઝાબથી ડરતા હોય છે, તે લોકો માટે આમાં શિખામણ છે, તે એવો દિવસ હશે, જેમાં દરેક લોકોને ભેગા કરવામાં આવશે અને તે દિવસે જે કઈ પણ થશે, સૌની હાજરીમાં થશે.
Hud 11:104
૧૦૪. તે દિવસને અમે બસ એક નક્કી કરેલ સમય સુધી જ દૂર કરી રહ્યા છે.
Hud 11:105
૧૦૫. જ્યારે તે દિવસ આવી જશે, તો કોઈ પણ વ્યક્તિ અલ્લાહની પરવાનગી વગર વાત પણ નહીં કરી શકે, તો તેમાંથી કેટલાક બદનસીબ હશે અને કેટલાક તો નસીબદાર હશે.
Hud 11:106
૧૦૬. પરંતુ જે બદનસીબ હશે, તે જહન્નમમાં જશે, ત્યાં ચીસો અને રાડો પાડતા રહેશે.
Hud 11:107
૧૦૭. જ્યાં સુધી આકાશો અને ધરતી બાકી રહેશે, તેઓ તેમાં રહેશે, સિવાય તમારો પાલનહાર કઈ ઇચ્છે. નિ:શંક તમારો પાલનહાર જે કંઈ ઇચ્છે તે કરી લે છે.
Hud 11:108
૧૦૮. પરંતુ જે લોકો નસીબદાર હશે, તે ત્યાં સુધી જન્નતમાં રહેશે, જ્યાં સુધી આકાશો અને ધરતી બાકી રહેશે, સિવાય એ કે તમારો પાલનહાર કઇક અલગ કરવા ઈચ્છે, આ એવું ઇનામ હશે જે ક્યારેય ખત્મ નહીં થાય.
Hud 11:109
૧૦૯. એટલા માટે (હે નબી) જેમની આ લોકો પૂજા કરી રહ્યા છે તમે તે વસ્તુઓ વિશે શંકામાં ન રહેશો, તેમની પૂજા તો એવી છે જેવી તેમના પૂર્વજોની આ પહેલા હતી, અમે તે દરેકને તેમનો પૂરેપૂરો ભાગ કમી કર્યા વગર આપી દઇશું.
Hud 11:110
૧૧૦. અમે આ પહેલા મૂસાને કિતાબ આપી હતી, તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જો પહેલા જ તમારા પાલનહારની વાત ન આવી હોત તો ખરેખર તેમનો ફેંસલો કરી દેવામાં આવતો, તે લોકોને તો આમાં ખૂબ જ શંકા હતી.
Hud 11:111
૧૧૧. ખરેખર તે લોકો માંથી દરેકને તમારો પાલનહાર તેમને તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપશે, તેઓ જે કઈ પણ કરી રહ્યા છે, તેને તે સારી રીતે જાણે છે.
Hud 11:112
૧૧૨. બસ! તમે અડગ રહો, જેનો તમને આદેશ આપવામાં આવ્યો છે અને તે લોકો પણ જેઓ તમારી સાથે (ઈમાન તરફ) ફર્યા હોય, ખબરદાર તમે હદ ન વટાવશો, અલ્લાહ તમારા દરેક કાર્યોને જુએ છે.
Hud 11:113
૧૧૩. જુઓ! તમે જાલિમો તરફ ક્યારેય ઝૂકશો નહીં, નહીં તો તમને પણ (જહન્નમની) આગ અડી જશે અને અલ્લાહ સિવાય બીજો કોઈ તમારી મદદ કરનાર નહીં હોય. અને ન તો તમારી મદદ કરવામાં આવશે.
Hud 11:114
૧૧૪. દિવસના બન્ને ભાગમાં નમાઝ પઢતા રહો અને રાતના અમુક ભાગમાં પણ, નિ:શંક સદકર્મો દુષ્કર્મોને ખતમ કરી દે છે, આ શિખામણ છે, શિખામણ પ્રાપ્ત કરનારાઓ માટે.
Hud 11:115
૧૧૫. તમે ધીરજ રાખો, ખરેખર અલ્લાહ તઆલા સદાચારી લોકોનો બદલો વ્યર્થ નથી કરતો.
Hud 11:116
૧૧૬. જે કોમ તમારા કરતા પહેલા પસાર થઈ ગઈ છે, તેઓ માંથી જે લોકોને અમે બચાવી લીધા હતા, તે ઓકો માંથી શુભેચ્છુક લોકો પેદા કેમ ન થયા, જેઓ લોકોને જમીનમાં ફસાદ ફેલાવવાથી રોકતા? જો તેમાં આવા લોકો હતા તો પણ થોડાક જ લોકો હતા. અને જે લોકો જાલિમ હતા, તેઓ તે મોજાશોખની મસ્તીમાં રહ્યા, જે તેમને આપવામાં આવી હતી, અને તેઓ પાપી બનીને રહ્યા.
Hud 11:117
૧૧૭. તમારો પાલનહારની શાન એવી નથી કે તે કોઈ વસ્તીને નાહક નષ્ટ કરી દે, અને ત્યાંના લોકો સદાચારી હોય.
Hud 11:118
૧૧૮. જો તમારો પાલનહાર ઇચ્છતો તો દરેક લોકોને એક જ માર્ગ પર એક જૂથ બનાવી દેત, પરંતુ તે લોકો હંમેશા વિરોધ જ કરતા રહેશે.
Hud 11:119
૧૧૯. તે લોકો સિવાય જેમના પર તમારો પાલનહાર દયા કરે, તેમને તો એટલા માટે જ પેદા કરવામાં આવ્યા છે (કે તેઓ વિવાદ કરતા રહે) અને તમારા પાલનહારની વાત સાચી છે, કે હું જહન્નમને જિન્નાતો અને માનવીઓથી ભરી દઇશ.
Hud 11:120
૧૨૦. પયગંબરોની એક એક વાતો અમે તમારી સમક્ષ તમારા હૃદયની શાંતિ માટે જણાવી રહ્યા છીએ, અને તે જાણના કારણે તમારી સમક્ષ સાચી વાત પહોચી જાય, અને ઈમાનવાળાઓ માટે નસીહત અને યાદગીરી પણ થઇ ગઈ.
Hud 11:121
૧૨૧. જે લોકો ઇમાન નથી લાવતા તમે તેઓને કહી દો કે પોતાની રીતે કર્મો કરતા રહો, અમે પણ અમલ કરી રહ્યા છે.
Hud 11:122
૧૨૨. અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે.
Hud 11:123
૧૨૩. આકાશો અને ધરતીનું જે કઈ પણ છુપાયેલું છે, તે બધું જ જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે જ છે, દરેક કાર્યો તેની જ પાસે રજૂ કરવામાં આવે છે, બસ! તમારે તેની જ બંદગી કરવી જોઇએ અને તેના પર જ ભરોસો કરવો જોઇએ અને તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી.
Yusuf 12:1
૧. અલિફ-લામ-રૉ[1], આ તે કિતાબની આયતો છે, જે દરેક વાત સ્પષ્ટ રીતે વર્ણન કરે છે.
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Yusuf 12:2
૨. નિ:શંક અમે આ કુરઆનને અરબી ભાષામાં એટલા માટે ઉતાર્યું, જેથી તેને તમે સમજી શકો.
Yusuf 12:3
૩. (હે નબી) એ આ કુરઆન તમારી તરફ વહી કરી એક શ્રેષ્ઠ કિસ્સો વર્ણન કરી રહ્યા છે, તમે આ પહેલા (આ કિસ્સાને) નહતા જાણતા.
Yusuf 12:4
૪. જ્યારે યૂસુફે પોતાના પિતાને કહ્યું કે પિતાજી! મેં સપનામાં અગિયાર તારાઓ, સૂર્ય અને ચંદ્રને જોયા કે તે બધા મને સિજદો કરી રહ્યા છે.
Yusuf 12:5
૫. યાકૂબે કહ્યું કે વ્હાલા દીકરા! આ સપનું પોતાના ભાઇઓ સામે વર્ણન ન કરશો, એવું ન થાય કે તેઓ તારી સાથે કોઈ દગો કરે, શેતાન તો માનવીનો ખુલ્લો શત્રુ છે.
Yusuf 12:6
૬. અને આ (સ્વપ્ન દ્વારા) તમારો પાલનહાર તમને (દીન માટે) પસંદ કરી લેશે, અને તને સમસ્યાઓના ઉકેલ (સપનાનું સ્પષ્ટીકરણ) પણ શિખવાડશે અને તમારા પર અને યાકૂબના ઘરવાળાઓ પર પોતાની ભરપૂર કૃપા એવી રીતે પૂરી કરશે, જેવી રીતે કે તેણે આ પહેલા તમારા દાદા અને પરદાદા એટલે કે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ભરપૂર કૃપા કરી. ખરેખર તમારો પાલનહાર ખૂબ જ જ્ઞાની અને જબરદસ્ત હિકમતવાળો છે.
Yusuf 12:7
૭. યૂસુફ અને તેમના ભાઇઓનાં કિસ્સામાં ઘણી શિખામણો છે, જાણવાવાળાઓ માટે.
Yusuf 12:8
૮. જ્યારે યૂસુફના ભાઈઓ (અંદરોઅંદર) વાત કરવા લાગ્યા, યૂસુફ અને તેનો ભાઇ આપણા પિતાને આપણા કરતા વધુ પ્રિય છે, જો કે આપણે (શક્તિશાળી) જૂથ છે, આપણા પિતા સ્પષ્ટ ભૂલ કરી રહ્યા છે.
Yusuf 12:9
૯. એટલા માટે યૂસુફને મારી નાખો, અથવા તેને કોઈ (વેરાન) જગ્યાએ ફેંકી દો, પછી તમારા પિતાનું ધ્યાન ફક્ત તમારી તરફ જ કેન્દ્રિત રહેશે, ત્યાર પછી તમે સદાચારી બની જજો.
Yusuf 12:10
૧૦. તેમના માંથી એકે કહ્યું યૂસુફને કતલ ન કરો, પરંતુ જો તમે કરવા જ માંગતા હોય તો આ પ્રમાણે કરો, તેને એક અંધારા કુવામાં નાખી દો, કે તેને કોઈ (આવતી જતી) ટોળકી ઉઠાવી લે,
Yusuf 12:11
૧૧. (આ યુક્તિ કર્યા પછી) તેઓ પોતાના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી! તમે યૂસુફ વિશે અમારા પર ભરોસો કેમ નથી કરતા? અમે તો તેના શુભેચ્છુક છીએ.
Yusuf 12:12
૧૨. આવતીકાલે તમે તેને અમારી સાથે મોકલી દેજો, જેથી કરીને તે (જંગલના ફળો) ખાઇ-પીવે અને રમે, અમે તેની સુરક્ષા કરતા રહીશું.
Yusuf 12:13
૧૩. (યાકૂબ અ.સ.એ) કહ્યું તમારું તેને લઇને જવું મને તો ખૂબ જ ઉદાસ કરી દેશે અને મને એ પણ અંદેશો રહેશે કે તમારી બેદરકારીના કારણે વરું તેનો શિકાર કરી જશે .
Yusuf 12:14
૧૪. તેમણે જવાબ આપ્યો કે અમારા જેવા (શક્તિશાળી) જૂથની હાજરીમાં પણ જો તેને વરું ખાઇ જાય તો અમે તદ્દન નફ્ફટ સાબિત થઇ જઇશું.
Yusuf 12:15
૧૫. પછી જ્યારે તેઓ યૂસુફને લઇ ગયા અને દરેકે ભેગા થઇ નક્કી કરી લીધું કે તેને કોઈ વેરાન, ઊંડા કૂવામાં નાખી દઇશું, તે સમયે અમે યૂસુફ તરફ વહી મોકલી કે નિ:શંક (એક સમય આવશે) કે તમે તેમને આ કિસ્સાની જાણ તે સ્થિતિમાં આપશો કે તેઓ જાણતા પણ નહીં હોય.
Yusuf 12:16
૧૬. અને ઇશાના સમયે (તે દરેક) પોતાના પિતા સામે રડતા રડતા આવ્યા.
Yusuf 12:17
૧૭. અને કહેવા લાગ્યા કે પિતાજી! અમે તો દોડની રેસમાં એકબીજાથી આગળ વધી ગયા અને યૂસુફ ને અમે પોતાની સામગ્રીઓ પાસે બેસાડ્યા હતા, બસ! તેને વરું આવીને તેનો શિકાર કરી ગયું, તમે તો અમારી વાત નહીં માનો, ભલેને અમે તદ્દન સાચા કેમ ન હોય.
Yusuf 12:18
૧૮. અને યૂસુફના ખમીસને ખોટા લોહીવાળું પણ કરી લાવ્યા હતા, પિતાએ કહ્યું કે (વાત આ પ્રમાણેની નથી) પરંતુ તમે એક (ખરાબ) વાતને બનાવી રહ્યા છો, બસ!હવે સબર કરવું જ ઉત્તમ છે. અને તમારી ઘડેલી વાતો પર અલ્લાહ પાસે જ મદદ ઇચ્છું છું.
Yusuf 12:19
૧૯. અને પછી એક ટોળકી આવી અને તેમણે પોતાના પાણી લાવવા માટે માણસ મોકલ્યો, તેણે (તે કુંવામાં) પોતાની ડોલ નાખી, કહેવા લાગ્યો ખુશીની વાત છે આ તો એક બાળક છે, તે લોકોએ (યૂસુફ)ને વેપારનો માલ સમજી છુપાવી દીધા, અને જે કંઈ તેઓ કરી રહ્યા હતા, અલ્લાહ તઆલા તેને સારી રીતે જાણતો હતો,
Yusuf 12:20
૨૦. અને તેમણે તેમને ખૂબ જ નજીવી કિંમતે ગણતરીના થોડાંક દીરહમો લઇ વેચી દીધા, તેઓ તો યૂસુફ વિશે ખૂબ જ બેદરકાર હતા.
Yusuf 12:21
૨૧. મિસ્રમાં જે વ્યક્તિએ યૂસુફ ને ખરીદ્યા હતા, તેણે પોતાની પત્નીને કહ્યું કે આ બાળકને ખૂબ જ ઇજજત અને આદર સાથે રાખજે, શક્ય છે આ આપણને ફાયદો પહોંચાડશે અથવા શક્ય છે કે આ બાળકને આપણે આપણો જ બાળક માની લઇએ, આમ અમે મિસ્રની ધરતીમાં યૂસુફને નિવાસી બનાવ્યા, કે અમે વાત કરવાનું થોડુંક જ્ઞાન શીખવાડી દઇએ, અલ્લાહ પોતાના આદેશ પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે પરંતુ ઘણા લોકો આ વાત જાણતા નથી.
Yusuf 12:22
૨૨. અને જ્યારે યૂસુફ યુવાન થઇ ગયા અમે તેમને હિકમત અને જ્ઞાન આપ્યું, અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
Yusuf 12:23
૨૩. તે સ્ત્રીએ, જેના ઘરમાં યૂસુફ રહેતા હતા, તે યૂસુફને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી કે તેણીએ દરવાજો બંધ કરી દીધો અને કહેવા લાગી “ લો આવી જાવ” યૂસુફ એ કહ્યું “અલ્લાહની પનાહ” મારા પાલનહારે તો મને ખૂબ સારી જગ્યા આપી છે, (અને હું આ કામ કરું?) ઝાલિમ લોકો ક્યારેય સફળ નથી થતા.
Yusuf 12:24
૨૪. તે સ્ત્રી યૂસુફ તરફ આગળ વધી અને જો યૂસુફ પોતાના પાલનહારની દલીલ ન જોતા તો તેઓ પણ તેની તરફ આગળ વધતા પરંતુ એવું ન થયું એટલા માટે કે અમે તેનાથી બુરાઇ અને અશ્લિલતા દૂર કરી દીધી હતી, નિ:શંક તે અમારા પસંદ કરેલા બંદાઓ માંથી હતા.
Yusuf 12:25
૨૫. બન્ને દરવાજા તરફ દોડ્યા અને તે સ્ત્રીએ યૂસુફ નો કુર્તો પાછળથી ખેંચીને ફાડી નાંખ્યો અને જ્યારે દરવાજો ખોલ્યો તો તે બન્નેને સ્ત્રીનો પતિ દરવાજા પાસે જ મળી ગયો, ત્યારે તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી, જે વ્યક્તિ તારી પત્ની સાથે ખરાબ ઇરાદો કરે બસ! તેની સજા આ જ છે કે તેને કેદી બનાવી લેવામાં આવે અથવા બીજી કોઈ દુ:ખદાયી સજા આપવામાં આવે.
Yusuf 12:26
૨૬. યૂસુફએ કહ્યું (વાત આમ નથી) આ સ્ત્રી જ મને પોતાની તરફ આકર્ષિત કરતી હતી અને સ્ત્રીની કબીલાના એક વ્યક્તિએ સાક્ષી આપતા કહ્યું કે જો આનો કુર્તો આગળથી ફાટેલો હોય તો સ્ત્રી સાચી છે અને યૂસુફ જુઠું બોલે છે.
Yusuf 12:27
૨૭. અને જો તેનો કુર્તો પાછળથી ફાડવામાં આવ્યો હોય તો સ્ત્રી ખોટી છે અને યૂસુફ સાચા લોકો માંથી છે.
Yusuf 12:28
૨૮. પછી જ્યારે પતિએ જોયું કે યૂસુફનો કુર્તો પીઠ તરફથી ફાડવામાં આવ્યો છે તો (આ જોઈ તે પોતાની પત્નીને કહેવા લાગ્યો)કે આ તો સ્ત્રીઓની ચાલાકી છે, નિ:શંક તમારી ચાલાકી ખૂબ જ ખતરનાક હોય છે.
Yusuf 12:29
૨૯. પછી યૂસુફને કહ્યું કે હવે આ વાતને છોડી દો અને પોતાની પત્નીને કહ્યું (હે સ્ત્રી) તું પોતાના પાપની માફી માંગ, નિ:શંક તું પાપીઓ માંથી છે.
Yusuf 12:30
૩૦. અને શહેરની સ્ત્રીઓમાં ચર્ચા થવા લાગી કે અઝીઝની પત્ની, પોતાના (યુવાન) દાસને પોતાની ઇચ્છા પૂરી કરવા માટે પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતી હતી, તેના હૃદયમાં યૂસુફની મુહબ્બત બેસી ગઇ છે, અમારી વિચારધારા પ્રમાણે તો તે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે.
Yusuf 12:31
૩૧. તેણે જ્યારે તેમની આ દગાની વાતો સાંભળી, તો તેઓને બોલાવ્યા અને તેમના માટે એક સભા રાખી અને તેમના માંથી દરેક સ્ત્રીને ચપ્પુ આપ્યું અને કહ્યું હે યૂસુફ! આ લોકો સામે આવો, તે સ્ત્રીઓએ જ્યારે તેમને જોયા તો ઘણા જ સુંદર જોયા અને (ફળ કાપતા કાપતા) પોતાના હાથ કાપી નાખ્યા અને ઝબાન માંથી નીકળી ગયું, “હાશ-અલ્લાહ” આ તો માનવી છે જ નહીં, આ તો ખરેખર કોઈ પ્રતિષ્ઠિત ફરિશ્તો છે.
Yusuf 12:32
૩૨. તે સમયે મિસ્રના બાદશાહની પત્નીએ કહ્યું, આ જ છે જેના વિશે તમે મને ટોણાં મારતા હતા, ખરેખર હું જ તેને પોતાના તરફ આકર્ષિત કરવા ઈચ્છતી હતી,પરંતુ આ બચીને જ રહ્યો અને જો હજુ પણ તે મારું કહ્યું નહી મને તો તેને કેદી બનાવી લેવામાં આવશે. અને તે અપમાનિત થશે.
Yusuf 12:33
૩૩. યૂસુફ એ દુઆ કરી કે હે મારા પાલનહાર! જે વાત તરફ આ સ્ત્રીઓ મને બોલાવી રહી છે તેના કરતા મને જેલ ખૂબ જ પસંદ છે, જો તેં આ સ્ત્રીનીની યુક્તિને મારાથી દૂર ન કરી તો હું આ લોકો તરફ આકર્ષિત થઇ જઇશ અને જાહિલ લોકો માંથી બની જઈશ.
Yusuf 12:34
૩૪. તેના પાલનહારે તેની દુઆ કબૂલ કરી અને તે સ્ત્રીઓની યુક્તિને તેનાથી ફેરવી નાંખી, ખરેખર તે સાંભળવાવાળો, અને બધું જ જાણવાવાળો છે.
Yusuf 12:35
૩૫. પછી તે દરેક નિશાનીઓને જોઇ લીધા પછી પણ તેમને આવું જ કરવું યોગ્ય લાગ્યું કે યૂસુફ ને થોડાંક સમય માટે જેલમાં રાખીએ.
Yusuf 12:36
૩૬. યૂસુફ સાથે બીજા બે યુવાન જેલમાં ગયા, તેમાંથી એકે કહ્યું કે મેં સપનામાં પોતાને દારૂ નિચોડતા જોયો અને બીજાએ કહ્યું મેં પોતે માથા પર રોટલી ઉઠાવેલી જોઇ રહ્યો છું, જેને પક્ષીઓ ખાઇ રહ્યા છે, (પછી બન્ને કહેવા લાગ્યા) અમને આ સપનાનું સ્પષ્ટીકરણ બતાવો, અમને તમે ગુણવાન વ્યક્તિ લાગો છો.
Yusuf 12:37
૩૭. યૂસુફ એ કહ્યું,તમને જે ખાવાનું આપવામાં આવી રહ્યું છે, તે તમારી પાસે પહોંચતા પહેલા જ હું તમને તે સપનાનો સ્પષ્ટીકરણ બતાવી દઇશ, આ બધું તે ઇલ્મના કારણે જે મને મારા પાલનહારે શિખવાડ્યું છે, મેં તે લોકોનો ધર્મ છોડી દીધો છે, જેઓ અલ્લાહ પર ઇમાન નથી રાખતા અને આખિરતનો પણ ઇન્કાર કરનારા છે.
Yusuf 12:38
૩૮. એના કરતા મેં મારા પૂર્વજો એટલે કે ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબના દીનનો સ્વીકાર કર્યો છે, અમારા માટે એ યોગ્ય નથી કે અમે અલ્લાહની સાથે કોઈને પણ ભાગીદાર ઠેરવીએ, અમારા અને દરેક લોકો પર અલ્લાહની ખાસ કૃપા છે, પરંતુ વધારે પડતા લોકો શુકર નથી કરતા.
Yusuf 12:39
૩૯. હે મારા જેલના મિત્રો! શું કેટલાક અલગ-અલગ પાલનહાર શ્રેષ્ઠ છે અથવા એક અલ્લાહ જબરદસ્ત?
Yusuf 12:40
૪૦. તેના સિવાય જેની પણ તમે બંદગી કરી રહ્યા છો, તે ફક્ત નામ જ છે, જે તમે અને તમારા પૂર્વજોએ પોતે જ ઘડી કાઢ્યા છે, અલ્લાહ તઆલાએ તેમના માટે કોઈ દલીલ નથી ઉતારી, આદેશ ફક્ત અલ્લાહનો જ છે, તેણે આદેશ આપ્યો છે કે તેના સિવાય કોઈ બીજાની બંદગી ન કરો, આ જ સત્ય દીન છે, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી.
Yusuf 12:41
૪૧. હે મારા જેલના મિત્રો! તમે બન્ને માંથી એક તો બાદશાહને દારૂ પીવડાવશે, પરંતુ બીજાને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે અને પંખીઓ તેનું માથું કોચી ખાશે, તમે બન્ને જે વાતોની સત્યતા પૂછી રહ્યા હતા તેનો નિર્ણય કરી દેવામાં આવ્યો.
Yusuf 12:42
૪૨. અને જેના વિશે યૂસુફ વિચારતા હતા કે તે બન્ને માંથી છૂટી જશે, તેને કહ્યું કે પોતાના બાદશાહને મારા વિશે પણ જણાવી દેજો, પછી તેને શૈતાને પોતાના બાદશાહ સામે (યૂસુફનું વર્ણન) કરવાનું ભૂલાવી દીધું અને યૂસુફે કેટલાય વર્ષો જેલમાં જ વિતાવ્યા,
Yusuf 12:43
૪૩. (એક દિવસે) બાદશાહે (પોતાના દરબારીઓને) કહ્યું, મેં સપનામાં સાત હૃષ્ટ-પૃષ્ટ ગાયોને જોઇ, જેને સાત દૂબળી ગાયો ખાઇ રહી છે અને સાત હર્યા-ભર્યા ડુંડા જોયા અને બીજા સાત ડુંડા તદ્દન સૂકા. હે દરબારીઓ! મારા આ સપનાનું સ્પષ્ટીકરણ જણાવો, જો તમે સપનાનું સ્પષ્ટીકરણ કરી શકતા હોવ.
Yusuf 12:44
૪૪. તેમણે જવાબ આપ્યો કે આ તો જેવા-તેવા સપના છે અને આવા બેકાર સપનાનું સ્પષ્ટીકરણ અમે નથી જાણતા.
Yusuf 12:45
૪૫. તે બન્ને કેદીઓ માંથી જે કેદી મુક્ત થયો હતો, તેને વર્ષો પછી (યૂસુફ અને તેનો સંદેશો) યાદ આવ્યો અને કહેવા લાગ્યો હું તમને આનું સ્પષ્ટીકરણ બતાવી દઇશ, મને (જેલમાં યૂસુફ પાસે) જવા માટેની પરવાનગી આપો.
Yusuf 12:46
૪૬. (ત્યાં જઈ તેણે યૂસુફને કહ્યું) હે સાચા વ્યક્તિ યૂસુફ! તમે અમને આ સપનાનું સ્પષ્ટીકરણ બતાવો, સાત હૃષ્ટપૃષ્ટ ગાયો છે, જેમને સાત દૂબળી ગાયો ખાઇ રહી છે આને સાત હર્યા-ભર્યા ડુંડા છે અને સાત બીજા સૂકા ડુંડા છે, જેથી હું પાછો ફરી તે લોકોને કહી દઉં જેથી તે સૌ જાણી લે.
Yusuf 12:47
૪૭. યૂસુફે જવાબ આપ્યો કે તમે સાત વર્ષ સુધી સતત આદત પ્રમાણે ખેતી કરતા રહેજો તેમાંથી પોતાના ખોરાક જેટલું લઇ અને ઊપજો કાપી તેને ડૂડાં સાથે જ રહેવા દેજો,
Yusuf 12:48
૪૮. ત્યારપછી સાત વર્ષ અત્યંત દુકાળ પડશે, તે ઊપજો કામ આવશે, જેને તમે સંભાળી રાખ્યું હતું, (બીજી વાર ખેતી કરવા માટે જે ઉપજ બચાવી રાખવામાં આવે છે) તે સિવાય બધું જ તમને કામ આવશે.
Yusuf 12:49
૪૯. ત્યાર પછી જે વર્ષ આવશે તેમાં લોકો માટે ખૂબ વરસાદ વરસાવવામાં આવશે અને તે વર્ષમાં તમે ખૂબ જ રસ નીચોડશો.
Yusuf 12:50
૫૦. અને બાદશાહે (જ્યારે આ સપનાનું સ્પષ્ટીકરણ સાભળ્યું તો) કહ્યું કે યૂસુફને મારી પાસે લાવો, જ્યારે સંદેશવાહક યૂસુફ પાસે પહોંચ્યો, તો તેમણે કહ્યું, પોતાના બાદશાહ પાસે પાછો જા અને તેને પૂછ કે તે સ્ત્રીઓની સાચી વાત શું છે? જેમણે પોતાના હાથ કાપી નાખ્યા હતા, તેમની યુક્તિને (સાચી રીતે) જાણવાવાળો મારો પાલનહાર જ છે.
Yusuf 12:51
૫૧. બાદશાહે તે સ્ત્રીઓને બોલાવીને પૂછ્યું હે સ્ત્રીઓ! તે સમયની સાચી વાત શું છે? જ્યારે તમે યુક્તિ કરી યૂસુફને તેની મનની ઇચ્છાથી હટાવવા માંગતા હતા, તેણીઓ સ્પષ્ટ જવાબ આપ્યો કે “ અલ્લાહની પનાહ” અમે યૂસુફમાં કોઈ બુરાઇ નથી જોઇ, પછી તો અઝીઝની પત્ની પણ બોલી કે હવે સાચી વાત આવી ગઇ, મેં જ તેને લાલચ આપી હતી અને ખરેખર તે સાચા લોકો માંથી છે.
Yusuf 12:52
૫૨. (તે સમયે યૂસુફ અ.સ. એ કહ્યું) આ એટલા માટે કે (અઝીઝ) જાણી લે કે મેં તેની ગેરહાજરીમાં તેને દગો નથી કર્યો અને એ પણ અલ્લાહ ધોકાખોરોની યુક્તિઓને સફળ નથી થવા દેતો.
Yusuf 12:53
૫૩. હું પોતાના મનની પવિત્રતાનું વર્ણન નથી કરતો, નિ:શંક મનતો બુરાઇ તરફ જ પ્રોત્સાહીત કરે છે, પરંતુ જેના પર મારા પાલનહારની કૃપા હોય. ખરેખર મારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છે.
Yusuf 12:54
૫૪. બાદશાહે (પોતાના લોકોને) કહ્યું કે, તેને મારી પાસે લાવો જેથી હું તેને મારા ખાસ કાર્યો માટે તેમને નક્કી કરું, (યૂસુફા આવી પહોચ્યા) તો બાદશાહે તેમને સાથે વાર્તાલાપ કરી, અને કહ્યું, તમે આજથી અમારે ત્યાં પ્રતિષ્ઠિત અને નિષ્ઠાવાન છો.
Yusuf 12:55
૫૫. (યૂસુફે) કહ્યું, તમે મને શહેરના ખજાનાની વ્યવસ્થા માટે નક્કી કરી દો, હું નિરીક્ષક અને આ કામ પણ જાણું છું.
Yusuf 12:56
૫૬. આવી જ રીતે અમે યૂસુફને શહેર પર સત્તા આપી દીધી, કે તે જ્યાં ઇચ્છે ત્યાં રહે, અમે જેને ઇચ્છીએ છીએ તેના પર પોતાની કૃપા કરીએ છીએ, અમે સદાચારી લોકોના સારા કાર્યોનો બદલો વ્યર્થ નથી કરતા.
Yusuf 12:57
૫૭. જે લોકો ઈમાન લાવ્યા અને અલ્લાહથી ડરતા રહ્યા તેમના માટે આખિરતનો બદલો જ ઉત્તમ છે.
Yusuf 12:58
૫૮. (થોડાક સમય પછી) યૂસુફના ભાઇઓ આવ્યા અને યૂસુફ પાસે ગયા,યૂસુફે તો તેઓને ઓળખી લીધા પરંતુ તે લોકો યૂસુફને ઓળખી ન શક્યા
Yusuf 12:59
૫૯. પછી જ્યારે યૂસુફે (તેમન પાછા જવાનો) બંદોબસ્ત કરી દીધો તો તેમને કહ્યું કે, તમે મારી પાસે પોતાના સાવકા ભાઇને પણ લઇને આવજો, શું તમે જોયું કે હું પૂરેપૂરું તોલીને આપુ છું અને હું ઉત્તમ મહેમાનગતિ કરવાવાળો છું.
Yusuf 12:60
૬૦. બસ! જો તમે તેને લઇ મારી પાસે ન આવ્યા તો મારા તરફથી તમને કંઈ પણ નહીં મળે, પરંતુ તમે મારી નજીક પણ ન ભટકશો.
Yusuf 12:61
૬૧. તેમણે કહ્યું કે સારું અમે તેના પિતાને તેના વિશે મનાવીશું અને સંપૂર્ણ પ્રયત્ન કરીશું.
Yusuf 12:62
૬૨. પોતાના સહાયકોને કહ્યું કે, આ લોકોનું ભાથું તેમના કોથળાઓમાં મૂકી દો, કે જ્યારે પાછા ફરીને પોતાના ઘરવાળાઓ પાસે જાય અને ભાથાને પારખી લે તો શક્ય છે કે આ લોકો ફરીથી પાછા આવશે.
Yusuf 12:63
૬૩. જ્યારે આ લોકો પાછા ફરી પોતાના પિતા સમક્ષ ગયા, તો કહેવા લાગ્યા કે આવતી ફેરી અમારું ભાથું રોકી લેવામાં આવશે, હવે તમે અમારી સાથે અમારા ભાઇને મોકલો (તો આવી રીતે) અમને અનાજ મળી શકશે અમે આની દેખરેખની જવાબદારી લઇએ છીએ.
Yusuf 12:64
૬૪. (યાકૂબે) કહ્યું કે, શું હું તમારા પર એવી જે રીતે ભરોસો કરું જે આ પહેલા તેના ભાઈ વિશે તમારા પર ભરોસો કર્યો હતો, બસ! અલ્લાહ જ ઉત્તમ દેખરેખ રાખનાર અને તે બધા કરતા ઘણો દયાળુ છે.
Yusuf 12:65
૬૫. જ્યારે તેઓએ પોતાનો કોથળો ખોલ્યો તો પોતાનું ભાથું જોયું, જે તેમને આપી દેવામાં આવ્યું હતું, કહેવા લાગ્યા કે હે અમારા પિતા આપણને બીજુ શું જોઇએ છે? જુઓ, આ અમારું ભાથું પણ અમને પાછું આપવામાં આવ્યું. અમે પોતાના કુંટુંબીજનો માટે લઇ આવીશું અને અમારા ભાઇની દેખરેખ પણ રાખીશું અને એક ઊંટ જેટલું અનાજ વધારે લાવીશું, હવે અનાજ લાવવું તો ખૂબ જ સરળ છે.
Yusuf 12:66
૬૬. યાકૂબે કહ્યું, હું તો આને ક્યારેય તમારી સાથે નહીં મોકલું, જ્યાં સુધી કે તમે અલ્લાહને વચ્ચે રાખી મને વચન ન આપો કે તમે આને મારી પાસે પાછો લઇ આવશો, સિવાય એકે તમે સૌ કેદી બનાવી લેવામાં આવો, પછી જ્યારે તેઓએ પાકુ વચન આપી દીધું, તો તેમણે કહ્યું કે અમે જે કંઈ પણ વચન આપી રહ્યા છે, અલ્લાહ તેના પર સાક્ષી છે.
Yusuf 12:67
૬૭. અને (યાકૂબે) કહ્યું હે મારા બાળકો! તમે સૌ શહેરના એક દ્વાર માંથી દાખલ ન થશો, પરંતુ જુદા-જુદા દ્વાર માંથી પ્રવેશ કરજો, હું અલ્લાહ તરફથી આવનારી કોઈ વસ્તુને તમારાથી ટાળી નથી શક્તો. આદેશ ફક્ત અલ્લાહનો છે. મારો સંપૂર્ણ ભરોસો તેના પર જ છે અને દરેક ભરોસો કરનારે તેના પર જ ભરોસો કરવો જોઇએ.
Yusuf 12:68
૬૮. જે પ્રમાણે તેમના પિતાએ શહેરના અલગ અલગ દરવાજા માંથી દાખલ થવાનો આદેશ આપ્યો હતો તે જ પ્રમાણે તેઓએ કર્યું,તેમની આ યુક્તિ અલ્લાહની ઈચ્છા સામે કઈ પણ કામમાં ના આવી, બસ આ તો ફક્ત યાકૂબના દિલનું અનુમાન કરવું હતું, જે તેમણે પૂરું કર્યું, ખરેખર તે અમારા શિખવાડેલા જ્ઞાનના જાણકાર હતા, પરંતુ વધુ પડતા લોકો આ સત્યતા નથી જાણતા.
Yusuf 12:69
૬૯. આ બધા જ્યારે યૂસુફ પાસે પહોંચી ગયા, તો તેમણે (યૂસુફે) તેમના ભાઇને પોતાની પાસે બેસાડી દીધા અને કહ્યું કે, હું તારો ભાઇ (યૂસુફ) છું. બસ! આ જે કંઈ પણ કરી રહ્યા છે તેનાથી નિરાશ ન થઇશ.
Yusuf 12:70
૭૦. પછી જ્યારે યૂસુફે તેમના પાછા જવાનો) બંદોબસ્ત કરી દીધો, તો પોતાના ભાઇના ભાથામાં પાણી પીવા માટેનો પ્યાલો મુકી દીધો, (જ્યારે આ લોકો શહેરની બહાર આવી ગયા તો) એક અવાજ આપનારાએ પોકારીને કહ્યું કે હે કાફલાવાળાઓ! તમે લોકો ચોર છો.
Yusuf 12:71
૭૧. તેમણે તેમની તરફ મોઢું ફેરવી કહ્યું કે તમારી કઇ વસ્તુ ખોવાઇ ગઇ છે?
Yusuf 12:72
૭૨. જવાબ આપવામાં આવ્યો કે શાહી પ્યાલો ગુમ છે, જે આને શોધી લાવે તેને એક ઊંટના વજન જેટલું અનાજ મળશે. આ વચનનો હું જવાબદાર છું.
Yusuf 12:73
૭૩. તેઓ કહેવા લાગ્યા અલ્લાહની કસમ! તમે સારી રીતે જાણો છો કે અમે શહેરમાં ભ્રષ્ટાચાર ફેલાવવા માટે નથી આવ્યા અને ન તો અમે ચોર છીએ.
Yusuf 12:74
૭૪. તેમણે કહ્યું કે તમે જુઠા સાબિત થયા તો ચોરીની કેવી સજા મળશે?
Yusuf 12:75
૭૫. યૂસુફાના ભાઈઓ કહેવા લાગ્યા કે તેની સજા આ જ છે કે જેના કોથળા માંથી નીકળે તે જ તેનો બદલો છે, અમે તો આવા અત્યાચારીઓને આવી જ સજા આપીએ છીએ.
Yusuf 12:76
૭૬. યૂસુફે પોતાના ભાઇની ચકાસણી પહેલા બીજા ભાઈઓના સામાનની ચકાસણી શરૂ કરી, પછી તે પ્યાલાને પોતાના ભાઇના સામાન માંથી કાઢ્યો. અમે યૂસુફ માટે આવી જ યુક્તિ કરી હતી, તે બાદશાહના કાયદા પ્રમાણે આ લોકો પોતાના ભાઇને લઇ જઇ શક્તા નથી, પરંતુ એ કે અલ્લાહ ઇચ્છતો હોય અમે જેના માટે ઇચ્છીએ તેના હોદ્દા ઉચ્ચ કરી દઇએ છીએ, અને એક હસ્તી એવી છે જે દરેક જાણકાર કરતા પણ વધુ જાણકાર છે.
Yusuf 12:77
૭૭. યૂસુફ્ના ભાઈઓ કહેવા લાગ્યા કે જો તેણે ચોરી કરી (તો કોઈ આશ્વર્યની વાત નથી) આનો ભાઇ (યૂસુફ) પણ પહેલા ચોરી કરી ચુકયો છે. યૂસુફે આ વાતને પોતાના મનમાં રાખી લીધી અને તેમની સમક્ષ કંઈ પણ જાહેર ન કર્યું, મનમાં કહેવા લાગ્યા કે તમે અત્યંત ખરાબ લોકો છો અને જે કંઈ પણ તમે વર્ણન કરી રહ્યા છો તેને અલ્લાહ જ ખૂબ સારી રીતે જાણે છે.
Yusuf 12:78
૭૮. તેઓએ કહ્યું કે હે સરકાર! આના પિતા ઘણા જ વૃદ્ધ વ્યક્તિ છે, તમે આના બદલામાં અમારા માંથી કોઈને પોતાની પાસે રાખી લો, અમે જોઇએ છીએ કે તમે ખૂબ જ ઉપકાર કરવાવાળા છો.
Yusuf 12:79
૭૯. યૂસુફે કહ્યું કે આ વાતથી અલ્લાહની પનાહ!, અમે જેની પાસે અમારી વસ્તું જોઇ છેઅમે તો તેની જ પકડ કરીશું, જો અમે (તમારા કહેવા પ્રમાણે કરીશું) તો તો અમે જાલિમ બની જઈશું.
Yusuf 12:80
૮૦. જ્યારે આ લોકો યૂસુફથી નિરાશ થઇ ગયા, તો એકાંતમાં બેસી સલાહ-સુચન કરવા લાગ્યા, સૌથી મોટા ભાઈએ કહ્યું કે તમને ખબર નથી કે તમારા પિતાએ તમારી પાસેથી અલ્લાહની કસમ લઇ મજબુત વચન લીધું છે અને આ પહેલા યૂસુફ વિશે તમે બેદરકારી કરી ચુકયા છો. બસ! હું તો અહીંયાથી નહીં જાઉં, જ્યાં સુધી કે પિતાજી પોતે મને પરવાનગી ન આપે, અથવા અલ્લાહ તઆલા મારી આ બાબતે ફેંસલો ન કરી દે, તે જ ઉત્તમ ફેંસલો કરનાર છે.
Yusuf 12:81
૮૧. તમે પિતા પાસે પાછા જાઓ અને કહો કે પિતાજી! તમારા દીકરાએ ચોરી કરી છે અને અમે તે જ ગવાહી આપી,જે અમે જાણીએ છીએ, અમે કંઈ પણ અદૃશ્યનું જ્ઞાન જાણતા ન હતા.
Yusuf 12:82
૮૨. તમે આ શહેરના લોકોને પૂછી લો, જ્યાં અમે હતા અને તે કાફલાના લોકોને ને પણ પૂછી લો, જેની સાથે અમે આવ્યા છે અને ખરેખર અમે સાચા છે.
Yusuf 12:83
૮૩. (યાકૂબ અ.સ.એ) કહ્યું વાત આમ નથી પરંતુ તમે પોતાના તરફથી વાત ઘડી કાઢી છે, બસ! હવે ધીરજ રાખવી જ ઉત્તમ છે, શક્ય છે કે અલ્લાહ તઆલા તે સૌને મારી પાસે જ પહોંચાડી દે, તે જ જ્ઞાની અને હિકમતવાળો છે.
Yusuf 12:84
૮૪. પછી તેમનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે હાય યૂસુફ! તેમની આંખો દુ:ખના કારણે અંધ થઇ ગઇ હતી અને તેમણે દુ:ખને છુપાવી રાખ્યું હતું.
Yusuf 12:85
૮૫. આ સ્થિતિ જોઈ દીકરાઓએ કહ્યું કે અલ્લાહની કસમ! તમે હંમેશા યૂસુફને યાદ કરતા જ રહેશો, ત્યાં સુધી કે ઘરડા થઇ જાવ અથવા મૃત્યુ પામો.
Yusuf 12:86
૮૬. યાકૂબે જવાબ આપ્યો કે હું તો મારી પરેશાની અને દુ:ખની ફરિયાદ (અલ્લાહ સિવાય) કોઈની પાસે નથી કરત, મને અલ્લાહ તરફથી તે વાતોની જાણ છે, જેને તમે નથી જાણતા.
Yusuf 12:87
૮૭. મારા વ્હાલા પુત્રો! તમે જાવ અને યૂસુફ અને તેના ભાઇની સંપૂર્ણ રીતે શોધ કરો અને અલ્લાહની કૃપાથી નિરાશ ન થાવ, નિ:શંક પાલનહારની કૃપાથી નિરાશ તે જ લોકો થાય છે જેઓ કાફિર છે.
Yusuf 12:88
૮૮. પછી જ્યારે આ લોકો ફરીવાર યૂસુફ પાસે પહોંચ્યા, તો કહેવા લાગ્યા કે હે સરકાર! અમને અને અમારા કુટુંબીજનોને દુ:ખ પહોંચ્યું છે, અમે થોડુક જ (ધન) લાવ્યા છે, બસ! તમે અમારા પર સડકો કરતા અમને પૂરેપૂરું અનાજ આપો અલ્લાહ તઆલા દાન કરવાવાળાઓને બદલો આપે છે.
Yusuf 12:89
૮૯. યૂસુફે કહ્યું, જાણો છો કે તમે યૂસુફ અને તેના ભાઇ સાથે શું કર્યું ક્યારે કે તમે જાહિલ હતા?
Yusuf 12:90
૯૦. તેઓ અચંબા સાથે બોલી ઉઠ્યા કે શું (ખરેખર) તમે જ યૂસુફ છો? જવાબ આપ્યો કે હાં, હું જ યૂસુફ છું અને આ મારો ભાઇ (બીન્યામીન) છે, અલ્લાહએ અમારા પર ઘણી કૃપા કરી, કારણ કે જે કોઈ અલ્લાહથી ડરવા લાગે અને ધીરજ રાખે છે તો અલ્લાહ તઆલા નેકી કરવાવાળાઓનો બદલો વ્યર્થ નથી કરતો.
Yusuf 12:91
૯૧. તેઓએ કહેવા લાગ્યા કે અલ્લાહની કસમ! અલ્લાહ તઆલાએ તમને અમારા પર પ્રભુત્વ આપ્યું અને જ ગુનેગાર હતા.
Yusuf 12:92
૯૨. યુસુફે જવાબ આપ્યો કે, આજે તમારી સહેજ પણ પકડ નહીં થાય, અલ્લાહ તઆલા તમને માફ કરે. તે સૌથી વધારે રહેમ કરવાવાળો છે.
Yusuf 12:93
૯૩. મારો આ કુર્તો તમે લઇ જાવ અને તેને મારા પિતાના ચહેરા પર નાંખી દેજો, જેથી તેઓની દૃષ્ટિ પાછી આવી જશે, અને તેમને તથા પોતાના દરેક કુંટુંબીજનોને મારી પાસે લઇ આવો.
Yusuf 12:94
૯૪. જ્યારે આ કાફલો (મિશ્ર)થી છુટો પડયો તો તે સમયે તેમના પિતાએ કહ્યું, મને તો યૂસુફની સુગંધ આવી રહી છે, જો તમે મને પાગલ ન સમજો તો.
Yusuf 12:95
૯૫. તેઓ કહેવા લાગ્યા, કે અલ્લાહની કસમ! તમે પોતાના તે જ જુના વિચારોમાં છો.
Yusuf 12:96
૯૬. જ્યારે ખુશખબર આપનારાએ પહોંચીને તેમના ચહેરા પર તે કુર્તો નાખ્યો તે જ સમયે તે ફરીથી જોવા લાગ્યા, અને કહ્યું! શું હું તમને નહતો કહેતો કે હું અલ્લાહ તરફથી તે વાતો જાણું છું જેને તમે નથી જાણતા.
Yusuf 12:97
૯૭. તેઓએ કહ્યું, કે પિતાજી! તમે અમારા માટે ગુનાની માફી માંગો, ખરેખર અમે અપરાધી છે.
Yusuf 12:98
૯૮. કહ્યું કે, હું નજીક માંજ તમારા માટે પોતાના પાલનહાર પાસે માફી માંગીશ, તે ઘણો જ મોટો માફ કરનાર અને અત્યંત દયાળુ છે.
Yusuf 12:99
૯૯. જ્યારે આ બધા ઘરવાળાઓ યૂસુફ પાસે પહોંચ્યા તો યૂસુફે પોતાના માતાપિતાને પોતાની નજીક બેસાડ્યા અને કહ્યું તમે બધા શહેર ચાલો, ઇન્ શાઅ અલ્લાહ શાંતિ અને ચેનથી અહીંયા રહેશો.
Yusuf 12:100
૧૦૦. અને યૂસુફે પોતાના માતાપિતાને ઉઠાવી (પોતાની સાથે) સિંહાસન બેસાડ્યા અને સૌ તેમની સામે સિજદામાં પડી ગયા, યૂસુફે કહ્યું કે પિતાજી! આ મારા પહેલા સપનાનું સ્પષ્ટીકરણ છે. મારા પાલનહારે આ સપનાને સાચું કરી બતાવ્યું. તેણે મારા પર તે સમયે પણ ઉપકાર કર્યો, જ્યારે કે મને જેલ માંથી કાઢ્યો અને તે સમયે પણ જ્યારે કે તમને રણ પ્રદેશ માંથી લઇ આવ્યો, જો કે શેતાન મારી અને મારા ભાઈઓ વચ્ચે ફિતનો ઉભો કરી ચુક્યો હતો, મારો પાલનહાર જે ઇચ્છે તેની ઉત્તમ વ્યવસ્થા કરવાવાળો છે અને તે ઘણો જ જ્ઞાની અને હિકમતવાળો છે.
Yusuf 12:101
૧૦૧. હે મારા પાલનહાર! તે મને શહેર આપ્યું અને તે મને સપનાના સ્પષ્ટીકરણનું જ્ઞાન શિખવાડ્યું. હે આકાશ અને ધરતીનું સર્જન કરનાર! તું જ દુનિયા અને આખિરતમાં મારો દોસ્ત અને વ્યવસ્થાપક છે. તું મને ઇસ્લામની સ્થિતિમાં મૃત્યુ આપ અને સદાચારી લોકો માંથી કરી દે.
Yusuf 12:102
૧૦૨. (હે નબી)! આ (કિસ્સો) પણ ગેબની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરી રહ્યા છીએ, તે સમયે તેમની પાસે તમે ન હતા, જ્યારે યૂસુફના ભાઈઓ એક વાત નક્કી કરી ચુક્યા હતા, અને તેઓ વિદ્રોહ કરવા લાગ્યા હતા.
Yusuf 12:103
૧૦૩. ભલેને તમારી ઈચ્છા ઘણી હોય, પરંતુ તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન લાવવાવાળા નથી.
Yusuf 12:104
૧૦૪. તમે (આ પ્રચાર માટે) તેમની પાસે કોઈ વળતર નથી માંગી રહ્યા, આ તો દરેક લોકો માટે સ્પષ્ટ શિખામણ જ છે.
Yusuf 12:105
૧૦૫. આકાશો અને ધરતીમાં ઘણી નિશાનીઓ છે, જેના પરથી આ લોકો પસાર થતા રહે છે, અને તેની તરફ ધ્યાન પણ નથી કરતા.
Yusuf 12:106
૧૦૬. તેમના માંથી વધારે પડતા લોકો અલ્લાહ પર ઇમાન ધરાવે છે, પરંતુ સાથે સાથે શિર્ક પણ કરી રહ્યા છે.
Yusuf 12:107
૧૦૭. શું તેઓ આ વાતથી નીડર બની ગયા છે કે તેમની પાસે અલ્લાહનો અઝાબ આવી જાય અથવા અચાનક (કયામતનો સમય) આવી પહોંચે, અને તેમને કઈ જાણ પણ ન થાય.
Yusuf 12:108
૧૦૮. તમે કહી દો કે, મારો માર્ગ આ જ છે, હું અને મારું અનુસરણ કરનારા અલ્લાહ તરફ બોલાવી રહ્યા છે, સંપૂર્ણ ભરોસા સાથે. અને અલ્લાહ પવિત્ર છે અને હું મુશરિકો માંથી નથી.
Yusuf 12:109
૧૦૯. તમારા પહેલા અમે જેટલા પણ પયગંબરો મોકલ્યા છે, બધાં પુરુષ જ હતા, અને તેમની જ વસ્તીઓના રહેવાસી હતા, જેમની તરફ અમે વહી કરતા રહ્યા, શું આ લોકો જમીન પર હરી-ફરીને જોતા નથી એ તેમનાથી પહેલા લોકોની દશા કેવી થઈ? અને જે લોકો અલ્લાહથી ડરે છે તેમના માટે આખિરતનું ઘર જ ઉત્તમ છે, શું આ લોકો કઈ પણ સમજતા નથી?
Yusuf 12:110
૧૧૦. (આ પહેલા પયગંબરો સાથે આ બધું જ થતું રહ્યું) અહીં સુધી કે જ્યારે રસૂલ નિરાશ થઈ ગયા અને લોકોને પણ યકીન થઈ ગયું કે તેમના દ્વારા જૂઠું કહેવામાં આવ્યું છે, તો પયગંબરો માટે અમારી મદદ આવી ગઇ, પછી અમે જેને ઇચ્છીએ તેને બચાવી લઈએ છીએ, જોન કે અપરાધી લોકો પરથી અમારો અઝાબ હટાવવામાં નથી આવતો.
Yusuf 12:111
૧૧૧. આ કિસ્સાઓમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી શિખામણ છે, આ કુરઆન એવું નથી જે ઘઢી કાઢવામાં આવ્યું હોય, પરંતુ આ કુરઆન પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે, તેમાં દરેક વાતનું સ્પષ્ટીકર વર્ણન કરવામાં આવ્યું છે, અને ઈમાન લાવવાવાળાઓ માટે હિદાયત અને રહેમત છે.
Ra'd 13:1
૧. અલિફ-લામ-મિમ-રૉ. [1] આ અલ્ કિતાબની આયતો છે અને જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે, તે તદ્દન સાચું છે, પરંતુ ઘણા લોકો આ વાત પર ઇમાન નથી લાવતા.
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Ra'd 13:2
૨. અલ્લાહ તે છે, જેણે આકાશોને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે, કે તમે તેને જોઇ શકો પછી તે અર્શ પર બિરાજમાન છે, તેણે સૂર્ય અને ચંદ્રને (એક ખાસ કાનૂન માટે) નિયમિત કરી રાખ્યા છે, (આ વ્યવસ્થાની) દરેક વસ્તુઓ નક્કી કરેલ સમય સુધી ચાલી રહી છે, તે જ સૃષ્ટિના કાર્યોની વ્યવસ્થા કરે છે, તે સ્પષ્ટ રીતે પોતાની નિશાનીઓનું વર્ણન કરી રહ્યો છે કે તમે પોતાના પાલનહારની મુલાકાતને સાચી જાણો.
Ra'd 13:3
૩. તેણે જ ધરતીને ફેલાવીને પાથરી દીધી છે અને તેમાં પર્વત અને નહેરોનું સર્જન કરી દીધું છે અને તેમાં દરેક પ્રકારના ફળોની બે-બે જોડ બનાવી, તે દિવસને રાત વડે છૂપાવી દે છે, નિ:શંક ચિંતન-મનન કરનારાઓ માટે આમાં ઘણી જ નિશાનીઓ છે.
Ra'd 13:4
૪. અને ધરતીમાં વિવિધ પ્રકારના ભાગ એકબીજા સાથે જોડાયેલ છે અને (તેમાં) દ્રાક્ષના બગીચાઓ છે અને ખેતરો અને ખજૂરીના વૃક્ષો છે, કેટલાકના મૂળીયા જમીન સાથે ભેગા હોય છે અને કેટલાક ભેગા નથી હોતા, સૌને એક જ પ્રકારનું પાણી આપવામાં આવે છે, તો પણ સ્વાદમાં અમે કોઈ ફળને સ્વાદીષ્ટ બનાવી દઈએ છીએ અને (કોઈ ફળને સ્વાદીષ્ટહિન). આમાં પણ બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
Ra'd 13:5
૫. જો તમને આશ્વર્ય થતું હોય, તો આના કરતા પણ વધારે આશ્વર્યજનક વાત તે લોકોની છે જેઓ કહે છે કે અમે માટી બની જઇશું, તો અમારું ફરી વખત નવેસરથી સર્જન કરવામાં આવશે? આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, આ જ તે લોકો છે, જેમના ગળાઓમાં તોક (બેડીઓ) હશે અને આ જ લોકો જહન્નમમાં રહેનારા છે જેમાં તેઓ હંમેશા રહેશે.
Ra'd 13:6
૬. આ લોકો ભલાઇથી પહેલા બુરાઇ માટે ઉતાવળ કરી રહ્યા છે, ખરેખર (તેમના જેવા લોકો પર અઝાબ આવી ગયો છે તે બાબતે) ઘણા કિસ્સાઓનું વર્ણન થઈ ગયું છે, અને ખરેખર તમારો પાલનહાર લોકોના જુલમ કરવા છતાંય માફ કરનાર છે, અને આ પણ ચોક્કસ વાત છે કે તમારો પાલનહાર ઘણી જ સખત સજા આપનાર પણ છે.
Ra'd 13:7
૭. કાફિર લોકો કહે છે કે, આ (નબી) પર તેના પાલનહાર તરફથી કોઈ નિશાની ઉતારવામાં કેમ ન આવી, (હે નબી તમે એ વાતની ચિંતા ના કરશો) તમે તો ફક્ત સચેત કરનારા છો અને દરેક કોમ માટે સત્ય માર્ગદર્શન આપનાર થઈ ગયો છે.
Ra'd 13:8
૮. અલ્લાહ તો તે છે, દરેક માદા પોતાના પેટમાં જે કંઈ પણ રાખે છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે અને જે કઈ તેમના પેટમાં ઘટાડો-વધારો થાય છે તેને પણ જાણે છે, અને તેની પાસે દરેક વસ્તુ પ્રમાણસર છે.
Ra'd 13:9
૯. છૂપી અને જાહેર દરેક વાતોને તે જાણે છે, (બધા કરતા) મોટો અને (બધા કરતા) ઉચ અને પ્રતિષ્ઠિત છે.
Ra'd 13:10
૧૦. જો તમારા માંથી કોઈ પોતાની વાત છુપાવીને કહે અથવા ઊંચા અવાજે કહે તે તેના માટે બરાબર છે, એવી જ રીતે જો કોઈ રાતનાં (અંધારામાં) છુપું હોય અને જે દિવસમાં ચાલી રહ્યું હોય, બધું જ અલ્લાહ માટે સરખું છે.
Ra'd 13:11
૧૧. દરેક માનવીની આગળ-પાછળ અલ્લાહે નક્કી કરેલ નિરિક્ષકો હોય છે, જે અલ્લાહના આદેશથી તેમની હિફાજત કરે છે, કોઈ કોમની (સારી) સ્થિતિ અલ્લાહ તઆલા ત્યાં સુધી નથી બદલતો, જ્યાં સુધી કે તે પોતે પોતાના ગુણો બદલી ન નાખે, અને જ્યારે અલ્લાહ તઆલા કોઈ કોમને મુસીબત આપવાનો નિશ્વય કરી લે છે, તો તે પોતાનો નિર્ણય બદલતો નથી અને ન તો તેના વિરુદ્ધ તે કોમની કોઈ મદદ કરી શકે છે.
Ra'd 13:12
૧૨. તે અલ્લાહ જ છે, જે તેમને વીજળી દેખાડે છે, જેના પ્રકાશથી તમે ડરો પણ છો અને આશા પણ રાખો છો, અને તે જ (પાણીથી) ભારે વાદળોને ઉઠાવે છે.
Ra'd 13:13
૧૩. (વાદળની) ગર્જના, તેના નામનું સ્મરણ અને તેની પ્રશંસા કરે છે અને ફરિશ્તાઓ પણ તેના ભયથી (પાકીનું વર્ણન કરે છે), તે જ આકાશ માંથી વીજળી પાડે છે, અને જેના પર ઇચ્છે છે તેના પર જ તે વીજળી પડે છે, જો કે કાફિરો અલ્લાહ વિશે વિવાદ કરી રહ્યા છે અને અલ્લાહની યુક્તિ ખૂબ જ ઝબરદસ્ત છે.
Ra'd 13:14
૧૪. તેને જ પોકારવું સત્ય છે, જે લોકો તેને છોડીને અન્યને પોકારે છે, તે તેમનો કોઈ જવાબ નથી આપતા, તેમને પોકારવું તો એવું છે, જેવું કે કોઈ વ્યક્તિ પોતાના બન્ને હાથ પાણી તરફ એટલા માટે ફેલાયેલા રાખે કે પાણી તેના મોઢા સુધી આપોઆપ આવી જાય, જો કે આ રીતે તે પાણી તેના મોઢા સુધી ક્યારેય પહોચી શકતું નથી તે કાફિરોની પોકાર પણ આ જ રીતે પથભ્રષ્ટ થઈ જાય છે.
Ra'd 13:15
૧૫. આકાશો અને ધરતીમાં જેટલી પણ વસ્તુઓ છે દરેક અલ્લાહને ગમે તે રીતે સિજદો કરી રહી છે, કોઈ ખુશીથી અને કોઈ મજબુરી સાથે, (અને એવી જ રીતે) તેમના પડછાયા પણ સવાર સાંજ સિજદો કરતા હોય છે.
Ra'd 13:16
૧૬. તમે તેમને પૂછો કે આકાશો અને ધરતીનો પાલનહાર કોણ છે? કહી દો કે “અલ્લાહ”. પછી તેમને કહી દો કે, શું તમે એવા લોકોને પોતાના વ્યવસ્થાપક બનાવી લીધા છે, જે પોતે પોતાના ફાયદા અને નુકસાન પર અધિકાર નથી ધરાવતા? ફરી પૂછો શું આંધળો અને જે જોઇ શકે છે, તે બન્ને સરખા હોઇ શકે છે? અથવા શું અંધારું અને પ્રકાશ બન્ને સરખા હોઇ શકે છે? અથવા જેમને અલ્લાહના ભાગીદાર ઠેરવી રહ્યા છે, તેમણે પણ અલ્લાહ જેવું જ બીજું કોઈ સર્જન કર્યું છે? જે તેમના માટે શંકાસ્પદ થઇ ગઇ હોય? કહી દો કે ફકત અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે, તે એકલો છે અને જબરદસ્ત પ્રભાવશાળી છે.
Ra'd 13:17
૧૭. તેણે જ આકાશ માંથી પાણી વરસાવ્યું, જેનાથી વાદીઓ પોતાના પ્રમાણે વહેવા લાગી, પછી પાણીના વહેણના કારણે ઉપરના ભાગે ફીણ ઉત્પન્ન થવા લાગ્યું, જેવી રીતે ઘરેણા તથા વાસણો સાફ કરતી વખતે ફીણ ઉભરાઇ આવે છે, આવી જ રીતે અલ્લાહ તઆલા સત્ય અને અસત્યનું ઉદાહરણ આપે છે, હવે ફીણ વ્યર્થ થઇ ખતમ થઇ જાય છે, પરંતુ જે લોકોને ફાયદો આપનારી વસ્તુ છે તે ધરતીમાં રહી જાય છે, અલ્લાહ તઆલા આવી જ રીતે ઉદાહરણોનું વર્ણન કરે છે.
Ra'd 13:18
૧૮. જે લોકોએ પોતાના પાલનહારના આદેશોનું અનુસરણ કર્યું તેમના માટે ભલાઇ છે અને જે લોકોએ તેના આદેશોનું અનુસરણ ન કર્યું, તે લોકો જ અલ્લાહની પકડથી બચવા માટે ધરતીમાં જે કંઈ પણ છે અને તેના જેટલું જ બીજું પણ હશે તો તે બધું જ (મુક્તિદંડ માટે) આપી દેશે, આવા જ લોકો માટે સખત હિસાબ લેવામાં આવશ અને જેમનું ઠેકાણું જહન્નમ છે જે અત્યંત ખરાબ જગ્યા છે.
Ra'd 13:19
૧૯. શું તે એક વ્યક્તિ, જે આ જાણતો હોય કે તમારી તરફ તમારા પાલનહાર તરફથી જે કઈ પણ ઉતારવામાં આવ્યું છે, તે સત્ય છે, તે વ્યક્તિ જેવો હોઇ શકે છે જે આંધળો હોય, શિખામણ તો તે જ લોકો પ્રાપ્ત કરે છે જે બુદ્ધિશાળી છે.
Ra'd 13:20
૨૦. જેઓ અલ્લાહને આપેલ વચન પૂરું કરે છે અને મજબુત આપેલ વચનનું ભંગ નથી કરતા.
Ra'd 13:21
૨૧. અને અલ્લાહએ જે (સંબંધોને) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે, તે તેને જાળવી રાખે છે અને તે પોતાના પાલનહારથી ડરે છે અને હિસાબની કઠણાઇનો ભય રાખે છે.
Ra'd 13:22
૨૨. અને તે પોતાના પાલનહારની પ્રસન્નતા માટે ધીરજ રાખે છે અને નમાઝ કાયમ કરે છે અને જે કંઈ પણ અમે તેમને આપી રાખ્યું છે તેને છૂપી રીતે અને ક્યારેક જાહેરમાં દાન કરે છે અને બુરાઇને ભલાઇથી દૂર કરે છે, તેમના માટે જ આખિરતનું ઘર છે.
Ra'd 13:23
૨૩. તે ઘર જે હંમેશા કાયમ રહેવાવાળા બગીચાઓ છે, જ્યાં તે પોતે જશે અને તેમની સાથે પોતાના પૂર્વજો અને પત્નીઓ અને સંતાનો માંથી જે સદાચારી હશે, તેઓ પણ પ્રવેશ પામશે, અને ફરિશ્તાઓ (જન્નતના) દરેક દરવાજા ઉપર (તેમનું સન્માન કરવામ માટે) આવશે.
Ra'd 13:24
૨૪. (કહેશે) કે, તમારા પર સલામતી થાય કારણકે તમે (દુનિયામાં મુસીબતો પર) સબર કરતા રહ્યા. તેના માટે આખિતનું ઘર, કેટલું સુંદર છે.
Ra'd 13:25
૨૫. અને જે અલ્લાહના મજબૂત વચનનો ભંગ કરે છે અને જે (સંબંધો)ને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે તેને જાળવી રાખતા નથી અને ધરતીમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે, તેમના માટે લઅનતો (ફિટકાર) છે અને તેમના માટે (આખિરતમાં) ખરાબ ઠેકાણું છે.
Ra'd 13:26
૨૬. અલ્લાહ તઆલા જેને રોજી આપવાનું ઇચ્છે છે, તેને વધારે આપે છે, અને જેના માટે ઇચ્છે તેની રોજીમાં ઘટાડો કરી દે છે, આ (કાફિરો) તો દુનિયાના જીવનમાં મગ્ન થઇ ગયા, જો કે દુનિયા પરલોકની સરખામણીમાં અત્યંત (તુચ્છ) સામાન છે.
Ra'd 13:27
૨૭. કાફિરો કહે છે કે, આ (નબી) પર તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ ન ઉતરી? તમે તેમને જવાબ આપી દો કે અલ્લાહ (નિશાનીઓ જાહેર કરી દીધા પછી પણ) જેને ગુમરાહ કરવા ઇચ્છે, તેને ગુમરાહ કરી દે છે, અને જે તેની તરફ ઝૂકે તેને સત્યમાર્ગ બતાવી દે છે.
Ra'd 13:28
૨૮. જે લોકો ઇમાન લાવ્યા તેમના હૃદય અલ્લાહના ઝિકરથી શાંતિ પ્રાપ્ત કરે છે, યાદ રાખો! અલ્લાહના ઝિકરમાં જ દિલને શાંતિ મળે છે.
Ra'd 13:29
૨૯. જે લોકો ઇમાન લાવ્યા અને જે લોકોએ સારા કાર્યો પણ કર્યા તેમના માટે પ્રસન્નતા છે અને ઉત્તમ ઠેકાણું.
Ra'd 13:30
૩૦. આવી જ રીતે અમે તમને એવી કોમ તરફ મોકલ્યા છે, જેમના પહેલા કેટલીય કોમો પસાર થઇ ચુકી, જેથી તમે તે લોકોને તે કઈ પઢીને સંભળાવો, જે અમે તમારી તરફ વહી દ્વારા ઉતારી રહ્યા છે, પરંતુ તે લોકો રહમાન (અલ્લાહ) નો ઇન્કાર કરી રહ્યા છે, તમે તે લોકોને કહી દો કે, મારો પાલનહાર તો તે જ છે, જેના સિવાય કોઈ ઇલાહ નથી, તેના પર જ મારો ભરોસો છે અને તેની જ તરફ મારો ઝૂકાવ છે.
Ra'd 13:31
૩૧. અને જો કુરઆન એવું હોત જેની (વાણી) દ્વારા પર્વતો ચલાવવામાં આવતા અથવા ધરતી લાંબા અંતરને ટુંકી કરી દેવામાં આવતું અથવા મૃતકો સાથે વાર્તાલાપ કરાવી દેવામાં આવતો (તો પણ તેઓ ઇમાન ન લાવતા). વાત એ છે કે દરેક કાર્ય અલ્લાહના જ હાથમાં છે, તો શું ઇમાનવાળાઓને આ વાત પર વિશ્વાસ નથી કે જો અલ્લાહ તઆલા ઇચ્છે તો દરેક લોકોને સત્ય માર્ગદર્શન આપી દે, કાફિર લોકોને તો તેમના ઇન્કારના બદલામાં હંમેશા કોઈને કોઈ સખત સજા પહોંચતી રહેશે અથવા તેમના મકાનોની નજીક આવતી રહેશે, ત્યાં સુધી કે નક્કી કરેલ સમય આવી જાય, ખરેખર અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો.
Ra'd 13:32
૩૨. ખરેખર તમારા પહેલાના પયગંબરોની પણ મજાક કરવામાં આવી હતી, અને મેં પહેલા પહેલા તો કાફીરોને થોડીક મહેતલ આપી હતી, પછી તેમને પકડી લીધા, પછી (જોઈ લો)! મારો અઝાબ કેવો રહ્યો?
Ra'd 13:33
૩૩. શું તે અલ્લાહ, જે દરેક વ્યક્તિની કમાણી ઉપર નજર રાખનાર છે, (તે લોકોને સજા આપ્યા વગર જ છોડી દેશે?) જ્યારે કે તે લોકોએ અલ્લાહના ભાગીદાર ઠેરવી રાખ્યા છે, તમે તેમને કહી દો કે તમારા થોડાંક ભાગીદારોના નામ તો લો, અથવા તમે અલ્લાહને તે વસ્તુની જાણ આપી રહ્યા છો, જે ધરતી પર તો છે પરંતુ તે તેને નથી જાણતો? જે કઇ મોઢાંમાં આવે, બકી રહ્યા છો, વાત ખરેખર એવી છે કે કાફિરો માટે તેમની યુક્તિઓ શણગારી દેવામાં આવી છે, અને તેમને સત્ય માર્ગથી રોકી દેવામાં આવ્યા છે અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે, તેને હિદાયત આપનાર કોઈ નથી.
Ra'd 13:34
૩૪. તેમના માટે દુનિયાના જીવનમાં પણ સજા છે અને આખિરતની સજા તો ઘણી જ સખત છે, તેમને અલ્લાહના ગુસ્સાથી બચાવનાર કોઈ નથી.
Ra'd 13:35
૩૫. તે જન્નતના ગુણોનું ડરવાવાળાઓને વચન આપવામાં આવી રહ્યું છે, તેની શાન એ છે કે તેની નીચેથી નહેરો વહી રહી છે, તેનું ફળ અને તેનો છાંયડો હંમેશા રહેશે, આ છે ડરવાવાળોનું પરિણામ અને જેઓ કાફિર છે તેમનું ઠેકાણું તો જહન્નમ છે.
Ra'd 13:36
૩૬. જેમને અમે (આ પહેલા) કિતાબ આપી હતી, તેઓ તો આ કીતાબથી ખુશ થાય છે, જે તમારી તરફ ઉતારવામાં આવી છે, અને તેમનામાં અમુક જૂથ તેની થોડીક વાતોનો ઇન્કાર કરે છે, તમે તેમને કહી દો કે મને તો ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો છે કે, હું અલ્લાહની બંદગી કરું અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવું. હું તેની જ તરફ બોલાવી રહ્યો છું અને તેની જ તરફ મારે પાછા ફરવાનું છે.
Ra'd 13:37
૩૭. આવી જ રીતે અમે આ કુરઆનને અરબી ભાષામાં આદેશરૂપે ઉતાર્યું છે, હવે આ ઇલ્મ પછી, જે તમારી પાસે આવી ગયું છે, જો તમે તેમની મનેચ્છાઓનું અનુસરણ કર્યું, તો અલ્લાહ વિરૂદ્ધ તમારી મદદ કરનાર કોઈ નહીં મળે અને ન તો કોઈ તમને તેની પકડથી બચાવી શકશે.
Ra'd 13:38
૩૮. તમારા પહેલા અમે ઘણા જ પયગંબરોને મોકલ્યા, અને અમે તે સૌને પત્ની તથા બાળકોવાળા બનાવ્યા હતા, કોઈ પયગંબર અલ્લાહની પરવાનગી વગર કોઈ નિશાની નથી લાવી શકતો, દરેક સમય માટે એક કિતાબ છે.
Ra'd 13:39
૩૯. અલ્લાહ જે ઇચ્છે (તેમાંથી) મિટાવી દે છે અને જે ઇચ્છે તેને બાકી રાખે, અને સચોટ કિતા તેની જ પાસે છે.
Ra'd 13:40
૪૦. (હે નબી!) જે અઝાબની ધમકી અમે કાફિરો ને આપી રહ્યા છે, તેનો થોડોક ભાગ અમે તમારા જીવનમાં જ બતાવી દઈએ અથવા તમારા મૃત્યુ પછી તેમને આઝાબ આપીએ, તો તમારા શિરે તો ફક્ત પહોચાડી દેવું છે, હિસાબ લેવાની જવાબદારી તો અમારી છે.
Ra'd 13:41
૪૧. શું તે લોકો નથી જોતા કે અમે (તેમના માટ) ધરતીને તેના દરેક કિનારા પરથી ઘટાડી રહ્યા છીએ, અલ્લાહ જ આદેશ આપે છે, જેના નિર્ણય પર કોઈ બીજું નિર્ણય કરવાવાળું નથી તે નજીકમાં જ હિસાબ લેનાર છે.
Ra'd 13:42
૪૨. તેમના પહેલાના લોકોએ પણ પોતાની ચાલાકીમાં કોઈ કસર છોડી ન હતી, પરંતુ દરેક યુક્તિઓ અલ્લાહની જ છે, જે વ્યક્તિ જે કંઈ પણ કરી રહ્યો છે અલ્લાહ તેને જાણે છે, કાફિરોને નજીકમાં જ ખબર પડી જશે કે આખિરતનું ઘર કોના માટે છે?
Ra'd 13:43
૪૩. કાફિરો તમને કહે છે કે તમે અલ્લાહના પયગંબર નથી, તમે તેમને જવાબ આપી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહની ગવાહી પૂરતી છે અને તે દરેકની જે અલ્લાહની કિતાબનું જ્ઞાન ધરાવે છે.
İbrahim 14:1
૧. અલિફ-લામ-રૉ. [1] આ કિતાબ અમે તમારી તરફ એટલા માટે ઉતારી છે, તમે લોકોને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવો, (અર્થાત) તેમના પાલનહારના આદેશથી લોકોને તે માર્ગ તરફ લાવો, જે જબરદસ્ત અને પ્રશંસાવાળા અલ્લાહનો માર્ગ છે.
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
İbrahim 14:2
૨. તે અલ્લાહ, જે આકાશો અને ધરતીમાં જે કઈ પણ છે, તેનો માલિક છે, અને કાફિરો માટે સખત અઝાબની ચેતના છે.
İbrahim 14:3
૩. જે આખિરતની સરખામણીમાં દુનિયાના જીવનને પસંદ કરે છે અને અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે અને તેમાં પોતાની ઈચ્છા પ્રમાણે ટીકા કરવાનું શોધે છે, આ જ લોકો છેલ્લી કક્ષાની ગુમરાહીમાં છે.
İbrahim 14:4
૪. અને અમે જે પયગંબરો પણ મોકલ્યાત, તેણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા, જેથી તે પયગંબર તે લોકો માટે સરેક વાત સ્પષ્ટ રીતે વર્ણન કરી શકે, હવે અલ્લાહ જેને ઇચ્છે તેને ગુમરાહ કરી દે અને જેને ઇચ્છે તેને સત્યમાર્ગ બતાવે છે, અને તે દરેક વિજયી અને હિકમતવાળો છે.
İbrahim 14:5
૫. અને અમે મૂસાને મુઅજિઝહ લઇ મોકલ્યા (અને કહ્યું) કે તું પોતાની કોમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ બોલાવો, અને તેમને અલ્લાહના (અઝાબ વિશે) યાદ જણાવો,, તેમાં દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યકત કરનાર માટે નિશાનીઓ છે.
İbrahim 14:6
૬. અને (યાદ કરો) જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે, અલ્લાહના તે ઉપકારો યાદ કરો જે તેણે તમારા પર કર્યા છે, જ્યારે તેણે તમને ફિરઔનના લોકોથી છુટકારો આપ્યો જે તમને ઘણી તકલીફ આપતા હતા, તમારા બાળકોને કતલ કરી દેતા અને તમારી બાળકીઓને જીવિત છોડી દેતા હતા, તેમાં તમારા પાલનહાર તરફથી તમારા પર ઘણી કઠિન કસોટી હતી.
İbrahim 14:7
૭. અને જ્યારે તમારા પાલનહારે તમને જણાવી દીધું હતું કે જો તમે શુકર (આભાર) કરશો તો ખરેખર હું તમને વધુ આપીશ અને જો તમે શુકર નહીં કરો તો ખરેખર મારો અઝાબ પણ ઘણો સખત છે.
İbrahim 14:8
૮. અને મૂસાએ તમને કહ્યું કે જો તમે બધા અને ધરતીના દરેક લોકો કુફર કરશો, તો પણ અલ્લાહ (તમારા બધાથી) બેનિયાઝ (નિરપેક્ષ) અને પ્રશંસાવાળો છે.
İbrahim 14:9
૯. શું તમારી પાસે તમારા કરતા પહેલાના લોકોની ખબર નથી આવી? એટલે કે નૂહ, આદ અને ષમૂદની કોમની અને તેમના પછી આવનારા લોકોની, જેમને અલ્લાહ સિવાય કોઈ નથી જાણતુ, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, પરંતુ તેમણે પોતાના હાથ પોતાના મોઢામાં દબાવી દીધા અને સ્પષ્ટ કહી દીધું કે જે કંઈ તમે લઇનેઆવ્યા છો અમે તેનો ઇન્કાર કરીએ છીએ અને જે વસ્તુ તરફ તમે અમને બોલાવી રહ્યા છો અમને તો એવી શંકમાં પડેલા છે, જેણે અમને બેચેન કરી દીધા છે.
İbrahim 14:10
૧૦. તેમના પયગંબરોએ તેમને કહ્યું કે, શું તે અલ્લાહ વિશે તમને શંકા છે, જે આકાશો અને ધરતીને બનાવનાર છે? તે તો તમને એટલા માટે બોલાવી રહ્યો છે કે તે તમારા બધા ગુના માફ કરી દે અને એક નક્કી કરેલ સમય સુધી તમને મહેતલ આપે. તેઓ કહેવા લાગ્યા, તમે તો અમારી જેમ જ ઇન્સાન છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે માબૂદોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો.
İbrahim 14:11
૧૧. તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી જેમ જ ઇન્સાન છે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેના પર ઇચ્છે છે, પોતાની કૃપા કરે છે. અલ્લાહના આદેશ વગર અમારી શક્તિ નથી કે અમે કોઈ નિશાની તમારી સામે લાવી બતાવીએ અને ઇમાનવાળાઓએ ફક્ત અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ.
İbrahim 14:12
૧૨. છેવટે શું કારણ છે કે અમે અલ્લાહ તઆલા પર ભરોસો ન કરીએ, જ્યારે કે તેણે જ અમને સત્ય માર્ગ બતાવ્યો છે, અલ્લાહના સોગંદ, જે તકલીફ તમે અમને આપશો, અમે તેના પર ધીરજ રાખીશું, ભરોસો કરનારાઓએ અલ્લાહ પર જ ભરોસો કરવો જોઇએ.
İbrahim 14:13
૧૩. કાફિરોએ પોતાના પયગંબરોને કહ્યું કે, અમે તમને શહેર માંથી કાઢી મૂકીશું, અથવા તમે ફરીથી અમારા ધર્મનો સ્વીકાર કરી લો, તો તેમના પાલનહારે તેમની તરફ વહી મોકલી કે અમે તે જાલિમ લોકોને નષ્ટ કરી દઇશું.
İbrahim 14:14
૧૪. અને તેમના પછી અમે તમને આ ધરતી પર વસાવીશું, આ (ઇનામ) છે તેમના માટે, જે મારી સામે (જવાબ આપવાથી) ઊભા રહેવાનો ડર રાખે. અને મારી ચેતવણીથી ડરતો રહે.
İbrahim 14:15
૧૫. પયગંબરોએ વિજયની દુઆ માંગી હતી અને (તેના કારણે) દરેક વિદ્રોહી, દુશ્મન નિરાશ થઇ ગયા.
İbrahim 14:16
૧૬. ત્યારબાદ (તેમના માટે) જહન્નમ હશે, અને પીવા માટે તેમને પરૂનું પાણી પીવડાવવામાં આવશે.
İbrahim 14:17
૧૭. જેને મુશ્કેલીથી ઘુંટડો ઘુંટડો પીશે, તો પણ એને ગળે ઉતારી નહીં શકે અને તેને દરેક બાજુથી મૃત્યુ દેખાશે, પરંતુ તે મૃત્યુ નહીં પામે, ત્યાર પછી પણ તેના માટે સખત અઝાબ હશે.
İbrahim 14:18
૧૮. જે લોકોએ પોતાના પાલનહારનો ઇન્કાર કર્યો, તેમના કાર્યોનું ઉદાહરણ તે રાખ જેવું છે, જેને ભયંકર વાવાઝોડાએ ઉડાવી દીધું હોય, તે લોકો પોતે કરેલા કાર્યો માંથી કઈ પણ ફાયદો ઉઠાવી નહીં શકે. આ જ દૂરની ગુમરાહી છે.
İbrahim 14:19
૧૯. શું તમે નથી જોયું કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીને ઉત્તમ વ્યવસ્થા સાથે બનાવ્યા? જો તે ઇચ્છે તો તમને બધાને નષ્ટ કરી દે અને (તમારી જગ્યા પર) નવું સર્જન લાવી દે.
İbrahim 14:20
૨૦. અલ્લાહ માટે આ કાર્ય સહેજ પણ અશક્ય નથી.
İbrahim 14:21
૨૧. અને જ્યારે આ લોકો અલ્લાહની સમક્ષ હાજર થશે તો તે સમયે અશક્ત લોકો અહંકારીઓને કહેશે, અમે તો (દુનિયામાં) તમારી પાછળ લાગેલા હતા, હવે)બતાવો આજે) તમે અમને અલ્લાહના અઝાબથી બચાવવા માટે કઈ કામમાં આવી શકો છો? જો અલ્લાહ અમને હિદાયત આપતો તો અમે પણ તમને હિદાયત તરફ જ માર્ગદર્શન આપતા, હવે તો અમારા પર અફસોસ કરો અથવા ધૈર્ય રાખો, બન્ને સરખું છે, આપણા માટે કોઈ છૂટકારો નથી.
İbrahim 14:22
૨૨. જ્યારે દરેક કર્મોનો ફેંસલો કરી દેવામાં આવશે તો શેતાન કહેશે કે અલ્લાહએ તો તમને સાચું વચન આપ્યું હતું અને તે સાચો હતો, અને મેં પણ તમને વચન આપ્યું હતું, જેનું મેં વચનભંગ કર્યું, મારું તમારા પર કોઈ દબાણ હતું જ નહીં, હાં મે તમને પોકાર્યા અને તમે મારી વાતોને માની લીધી, તમે મારા પર આરોપ ન લગાવો, પરંતુ પોતે પોતાને જ દોષી માની લો, (આજ) ન હું તમારી ફરિયાદ સાંભળી શકું છું અને ન તો તમે મારી, આ પહેલા તમે લોકો મને અલ્લાહ સાથે ભાગીદાર ઠહેરાવતા રહ્યા,હું તો તેનો ઇન્કાર કરું છું, આવા જાલિમ લોકો માટે સખત અઝાબ છે.
İbrahim 14:23
૨૩. જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમને તે જન્નતોમાં પ્રવેશ આપવામાં આવશે, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ પોતાના પાલનહારના આદેશથી હંમેશા રહેશે, જ્યાં તેમનું સ્વાગત “સલામ” સાથે કરવામાં આવશે.
İbrahim 14:24
૨૪. શું તમે જોતા નથી કે અલ્લાહ તઆલાએ કલિમએ તય્યિબહ (તોહીદ) નું શ્રેષ્ઠ ઉદાહરણ કઈ રીતે વર્ણન કર્યું છે? એક પવિત્ર વૃક્ષ વડે જેનું મૂળ્યું મજબૂત છે અને જેની ડાળીઓ આકાશો સાથે વાતચીત કરી રહી હોય.
İbrahim 14:25
૨૫. જે પોતાના પાલનહારના આદેશથી દરેક સમયે પોતાનું ફળ ઉપજાવે છે અને અલ્લાહ તઆલા લોકોની સામે એટલા માટે ઉદાહરણનું વર્ણન કરી રહ્યો છે જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
İbrahim 14:26
૨૬. અને અપવિત્ર વાતનું ઉદાહરણ ખરાબ વૃક્ષ જેવું છે, જે ધરતી માંથી ઉપરથી જ ઉખાડી દેવામાં આવ્યું હોય, તેને કંઈ મજબૂતાઇ નથી.
İbrahim 14:27
૨૭. ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.
İbrahim 14:28
૨૮. શું તમે તે લોકોની દશા તરફ ન જોયું જે લોકોએ અલ્લાહની નેઅમત (ઈમાન)ને કુફ્ર વડે બદલી નાખી, અને પોતાની કોમને વિનાશકના ઘરમાં ઉતારી દીધા.
İbrahim 14:29
૨૯. એટલે કે જહન્નમમાં-જેમાં આ સૌ જશે, જે ઘણું જ ખરાબ ઠેકાણું છે.
İbrahim 14:30
૩૦. તેમણે અલ્લાહના કેટલાય ભાગીદાર બનાવી લીધા, જેથી લોકોને અલ્લાહના માર્ગથી હટાવી દે, તમે કહી દો કે ભલે મજા કરી લો, તમારું છેલ્લું ઠેકાણું તો જહન્નમ જ છે.
İbrahim 14:31
૩૧. (હે નબી!) મારા ઇમાનવાળા બંદાઓને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે અને જે કંઈ પણ અમે તેઓને આપી રાખ્યું છે તેમાંથી થોડુંક પણ છુપી રીતે અથવા જાહેરમાં દાન કરતા રહે, એ પહેલા કે તે દિવસ આવી પહોંચે જેમાં ન તો લે-વેચ થશે અને ન તો મિત્રતા કામમાં આવશે.
İbrahim 14:32
૩૨. અલ્લાહ તે છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને આકાશો માંથી વરસાદ વરસાવી તેના દ્વારા તમારી રોજી માટે ફળ ઉપજાવ્યા અને હોડીઓને તમારા વશમાં કરી દીધી છે, જે સમુદ્રોમાં તેના આદેશથી ચાલે છે, તેણે જ નહેરોને પણ તમારી હેઠળ કરી દીધી છે.
İbrahim 14:33
૩૩. તેણે જ તમારા માટે સૂર્ય અને ચંદ્રને કામે લગાડેલા છે, કે સતત ચાલી રહ્યા છે. તથા રાત અને દિવસને પણ તમારા કામ પર લગાડેલ છે.
İbrahim 14:34
૩૪. તેણે જ તમારી ઇચ્છા પ્રમાણેની દરેક વસ્તુ આપી રાખી છે, જો તમે અલ્લાહની નેઅમતો ગણવા ઇચ્છો તો ક્યારેય તેનો હિસાબ નહીં કરી શકો, નિ:શંક માનવી ઘણો જ અન્યાયી અને કૃતઘ્ની છે.
İbrahim 14:35
૩૫. અને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે દુઆ કરી હતી, હે મારા પાલનહાર! આ શહેરને શાંતિપૂર્ણ બનાવી દે તથા મને અને મારા સંતાનને મૂર્તિપૂજાથી બચાવી લે.
İbrahim 14:36
૩૬. હે મારા પાલનહાર! તેઓએ ઘણા લોકોને સત્ય માર્ગથી ગુમરાહ કરી દીધા, બસ! જેણે મારું અનુસરણ કર્યું તે મારો (સાથી) છે અને જે મારી અવજ્ઞા કરે, તો તું ઘણો જ માફ કરનાર અને દયાળુ છે.
İbrahim 14:37
૩૭. હે મારા પાલનહાર! મેં મારા અમુક સંતાનને આ વેરાન અને જ્યાં કોઈ ખેતી પણ નથી, એવી ધરતી પર તારા પવિત્ર ઘર પાસે છોડ્યા છે, હે મારા પાલનહાર! આ એટલા માટે કે તેઓ નમાઝ કાયમ કરે, બસ! તું કેટલાક લોકોના હૃદયોને તેમની તરફ ઝૂકાવી દે અને તેમને ફળોની રોજી આપ, જેથી તે લોકો આભાર વ્યક્ત કરે.
İbrahim 14:38
૩૮. હે મારા પાલનહાર! જે કઇ અમે છુપાવીએ છીએ અને જે કઈ અમે જાહેર કરીએ છીએ તેને તું ખૂબ સારી રીતે જાણે છે, ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહથી છુપી નથી.
İbrahim 14:39
૩૯. તે અલ્લાહનો આભાર, જેણે મને આ વૃદ્ધાવસ્થામાં ઇસ્માઇલ અને ઇસ્હાક આપ્યા, ખરેખર મારો પાલનહાર દુઆ સાભળે છે,
İbrahim 14:40
૪૦. હે મારા પાલનહાર! મને નમાઝ કાયમ કરનારો બનાવ અને મારા સંતાનને પણ, હે મારા પાલનહાર! મારી દુઆ કબૂલ કર.
İbrahim 14:41
૪૧. હે મારા પાલનહાર! મને, મારા માતાપિતાને અને દરેક મોમિનોને તે દિવસે માફ કરી દે, જે દિવસે હિસાબ લેવામાં આવશે.
İbrahim 14:42
૪૨. (મોમિનો) આવું ક્યારેય ન વિચારશો કે જાલિમ જે કઈ પણ કરે છે અલ્લાહ તેમનાથી અજાણ છે, તેણે તો તેઓને તે દિવસ સુધી મહેતલ આપી છે, જે દિવસે આંખો ફાટેલી રહી જશે.
İbrahim 14:43
૪૩. તે પોતાના માથાને ઉપર ઉઠાવી ભાગ-દોડ કરી રહ્યા હશે, તેઓ પોતાના તરફ પણ નહીં જુએ અને તેમના હૃદયો (ગભરાટના કારણે) ભટકી રહ્યા હશે.
İbrahim 14:44
૪૪. (હે નબી!) લોકોને તે દિવસથી સચેત કરી દો, જ્યારે તેમની પાસે અઝાબ આવી પહોંચશે અને તે દિવસે જાલિમ કહેશે કે હે અમારા પાલનહાર! અમને થોડાંક સમયની મહેતલ આપ જેથી અમે તારી વાતનું અનુસરણ કરી લઇએ અને તારા પયગંબરોનું પણ અનુસરણ કરવા લાગીએ. (અલ્લાહ તઆલા તેઓને જવાબ આપશે) શું તમે તે જ લોકો છો, જેઓ આ પહેલા કસમો ખાતા હતા કે અમને નષ્ટતા ક્યારેય સ્પર્શ નહીં કરે?
İbrahim 14:45
૪૫. જો કે તમે એવા લોકોની વસ્તીમાં રહેતા હતા, જે લોકોએ પોતાના પર જુલમ કર્યો હતો, અને તમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે અમે તે લોકોની કેવી દશા કરી હતી, અને તમારા માટે અમે તેમના ઉદાહરણ પણ વર્ણન કરી દીધા હતા.
İbrahim 14:46
૪૬. આ લોકોએ (સત્યની વિરુદ્ધ) ઘણી યુક્તિઓ કરી અને અલ્લાહને તેમની દરેક યુક્તિઓનું જ્ઞાન છે અને તેમની યુક્તિઓ એટલી ખતરનાક રહેતી કે તેનાથી પર્વતો પણ પોતાની જગ્યા પરથી ખસી જાય.
İbrahim 14:47
૪૭. (હે નબી!) તમે ક્યારેય એવો વિચાર ન કરશો કે અલ્લાહ પોતાના પયગંબરો સાથે વચનભંગ કરશે, અલ્લાહ ઘણો જ વિજયી અને બદલો લેવાવાળો છે.
İbrahim 14:48
૪૮. જે દિવસે ધરતી અને આકાશ બદલી નાખવામાં આવશે અને દરેક લોકો ફકત એક, વિજયી અલ્લાહ સમક્ષ ઊભા હશે.
İbrahim 14:49
૪૯. તમે તે દિવસે પાપીઓને જોશો કે એક જગ્યા પર સાંકળોમાં જકડાયેલા હશે.
İbrahim 14:50
૫૦. તેમના વસ્ત્રો ગંધકના હશે અને આગ તેમના મોઢાઓ પર વ્યાપેલી હશે.
İbrahim 14:51
૫૧. આ એટલા માટે કે અલ્લાહ તઆલા દરેક વ્યક્તિને તેના કર્મોનો બદલો આપશે, નિ:શંક અલ્લાહ તઆલાને હિસાબ લેતા કંઈ પણ વાર નહીં થાય.
İbrahim 14:52
૫૨. આ કુરઆન દરેક લોકો સુધી પહોચાડવાની વસ્તુ છે, જેથી તેના દ્વારા તેઓને સચેત કરવામાં આવે, અને એટલા માટે પણ કે તેઓ જાણી લે કે અલ્લાહ એકલો જ ઇલાહ છે, અને એટલા માટે પણ કે બુદ્ધિશાળી લોકો શિખામણ પ્રાપ્ત કરે.
Hicr 15:1
૧. અલિફ-લામ્-રૉ. [1] આ અલ્લાહની કિતાબની અને તે કુરઆનની આયતો છે, જે પોતાના આદેશો સ્પષ્ટ રીતે વર્ણન કરે છે.
———
[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ
Hicr 15:2
૨. એક સમય આવશે, જ્યારે કાફિરો એવી આશા કરશે કે કદાચ તેઓ મુસલમાન બની ગયા હોત.
Hicr 15:3
૩. તમે તેઓને (તેમની હાલત પર) છોડી દો, કે કઈક ખાઈ લે, થોડોક ફાયદો ઉઠાવી લે અને લાંબી આશાઓએ તેઓને ગફલતમાં રાખ્યા છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.
Hicr 15:4
૪. અમે જે વસ્તીને પણ નષ્ટ કરી તો તેના માટે એક સમય પહેલાથી જ નક્કી કરેલો હતો.
Hicr 15:5
૫. કોઈ કોમ તે નક્કી કરેલ સમય પહેલા નષ્ટ નથી થઇ શકતી અને ન તો તે સમય પછી બાકી રહી શકે છે,
Hicr 15:6
૬. કાફિરો કહે છે કે હે તે વ્યક્તિ! જેના પર કુરઆન ઉતારવામાં આવે છે, ખરેખર તું તો કોઈ પાગલ છે.
Hicr 15:7
૭. જો તમે સાચા જ છો, તો અમારી પાસે ફરિશ્તાઓને કેમ નથી લઇ આવતા?
Hicr 15:8
૮. (જો કે) અમે ફરિશ્તાઓને સત્ય (નિર્ણય) ના સમયે જ ઉતારીએ છીએ અને તે સમયે તેમને મહેતલ આપવામાં નથી આવતી.
Hicr 15:9
૯. ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે.
Hicr 15:10
૧૦. અમે તમારા પહેલાની કોમમાં પણ પોતાના પયગંબર મોકલ્યા હતા.
Hicr 15:11
૧૧. અને જે પણ પયગંબર તેમની પાસે આવ્યા, તેઓ તેમની ઠઠ્ઠામશ્કરી જ કરતા રહ્યા.
Hicr 15:12
૧૨. પાપીઓના હૃદયોમાં અમે આવી જ રીતે વાતો દાખલ કરીદઇએ છીએ.
Hicr 15:13
૧૩. કે તેઓ તેમના પર ઇમાન નથી લાવતા અને નિ:શંક પહેલાના લોકોની પણ આજ રીત ચાલતી આવી રહી છે.
Hicr 15:14
૧૪. અને જો અમે તેમના માટે આકાશના કોઈ દ્વાર ખોલી પણ નાંખીએ અને આ લોકો તેના પર ચઢવા પણ લાગે.
Hicr 15:15
૧૫. તો પણ તે લોકો આ પ્રમાણે જ કહેશે કે અમારી આંખો ધોકો ખાઇ રહી છે અથવા તો અમારા પર જાદુ કરી દેવામાં આવ્યું છે.
Hicr 15:16
૧૬. નિ:શંક અમે આકાશોમાં “બુરૂજ” બનાવ્યા અને જોનારાઓ માટે તેને શણગારી દેવામાં આવ્યું છે.
Hicr 15:17
૧૭. અને દરેક ધિક્કારેલા શેતાનથી તેની રક્ષા કરી.
Hicr 15:18
૧૮. હાં, જો કોઈ છુપી રીતે સાંભળવાનો પ્રયત્ન કરે, તો તેની પાછળ સળગેલો (ગોળો) લાગી જાય છે.
Hicr 15:19
૧૯. અને ધરતીને અમે ફેલાવી દીધી અને તેના પર પર્વતોને જમાવી દીધા અને તેમાં અમે દરેક વસ્તુને એક માપસર ઊપજાવી દીધી છે.
Hicr 15:20
૨૦. અને તે જ ઝમીનામાં અમે તમારા માટે રોજી બનાવી દીધી છે અને તેમના માટે પણ, જેમને તમે રોજી આપનારા નથી.
Hicr 15:21
૨૧. અને જેટલી પણ વસ્તુઓ છે તે બધાંના ખજાના અમારી પાસે છે અને અમે દરેક વસ્તુને તેના માપસર જ ઉતારીએ છીએ.
Hicr 15:22
૨૨. અને અમે પાણીનો ભારે ઉઠાવેલી હવાઓ મોકલીએ છીએ, પછી આકાશ માંથી પાણી વરસાવી તેના દ્વારા તમને પાણી પીવડાવીએ છીએ અને તે પાણીનો સંગ્રહ કરનાર પણ અમે જ છીએ, તમે નથી.
Hicr 15:23
૨૩. અમે જ જીવન પ્રદાન કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ અને અમે જ (દરેક વસ્તુઓના) વારસદાર છે.
Hicr 15:24
૨૪. અને તે લોકોને પણ જાણીએ છીએ, જેઓ તમારા કરતા આગળ વધી ગયા અને (તે લોકોને પણ જાણે છે) જેઓ પાછળ રહી જનારા છે,
Hicr 15:25
૨૫. તમારો પાલનહાર જ બધાંને ભેગા કરશે, નિ:શંક તે ખૂબ જ હિકમતવાળો અને બધું જ જાણવાવાળો છે.
Hicr 15:26
૨૬. નિ:શંક અમે મનુષ્યનું સર્જન, કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટીથી કર્યું.
Hicr 15:27
૨૭. અને આ પહેલા અમે જિન્નાતોનું સર્જન, લૂં વાળી આગ વડે કર્યું.
Hicr 15:28
૨૮. અને (તે સમય પણ યાદ કરો) જ્યારે તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે એક મનુષ્યનું સર્જન કરવાનો છું.
Hicr 15:29
૨૯. તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉ અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં, તો તમે સૌ તેની સામે સિજદો કરજો.
Hicr 15:30
૩૦. છેવટે દરેક ફરિશ્તાઓએ (આદમ)ને સિજદો કર્યો.
Hicr 15:31
૩૧. ફક્ત ઇબ્લિસ સિવાય, કે તેણ સિજદો કરવાવાળોનો સાથ આપવાથી ઇન્કાર કર્યો.
Hicr 15:32
૩૨. (અલ્લાહ તઆલાએ) તેને કહ્યું હે ઇબ્લિસ! તને શું થઈ ગયું છે કે તું સિજદો કરવાવાળોનો સાથ ન આપ્યો?
Hicr 15:33
૩૩. તેણે કહ્યું કે, મને યોગ્ય ના લાગ્યું કે હું એવા વ્યક્તિને સિજદો કરું, જેને તે કાળી, સડેલી અને ખણખણ બોલનારી માટી વડે પેદા કર્યો હોય.
Hicr 15:34
૩૪. અલ્લ્લાહ તઆલાએ કહ્યું, હવે તું અહિયાથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.
Hicr 15:35
૩૫. અને તારા પર મારી ફિટકાર કયામત સુધી રહેશે.
Hicr 15:36
૩૬. કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર! મને તે દિવસ સુધી (જીવિત રહેવાની) મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે.
Hicr 15:37
૩૭. કહ્યું કે સારું તને મહેતલ આપવામાં આવે છે.
Hicr 15:38
૩૮. તે દિવસ સુધી જેનો સમય નક્કી જ છે.
Hicr 15:39
૩૯. (શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર! જો કે તે મને (આદમ દ્વારા) ગેરમાર્ગે કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ દુનિયામાં લોકોને (તેમના ગુનાહ) શણગારીને બતાવીશ, અને તે બધાને ગેર માર્ગે દોરીશ.
Hicr 15:40
૪૦. તારા આજ્ઞાકારી બંદાઓ સિવાય (તેઓ બચી જાય તો બીજી વાત છે).
Hicr 15:41
૪૧. અલ્લાહ તઆલાએ કહ્યું કે, હાં, આ તે રસ્તો છે, જે સીધો મારા સુધી પહોચે છે.
Hicr 15:42
૪૨. મારા (સાચા) બંદાઓ પર તારો કોઈ પ્રભાવ નહીં પડે, પરંતુ તારો પ્રભાવ ફક્ત તે ગુમરાહ લોકો પર હશે, જે તારું અનુસરણ કરશે.
Hicr 15:43
૪૩. અને જહન્નમ જ તટે જગ્યા છે, જેનું વચન આવા લોકોને આપવામાં આવ્યું છે.
Hicr 15:44
૪૪. જેના સાત દરવાજા છે, દરેક દરવાજા માટે એક વહેંચાયેલો ભાગ હશે.
Hicr 15:45
૪૫. (તેની વિરુદ્ધ) પરહેજગાર લોકો બગીચાઓ અને ઝરણાઓમાં હશે.
Hicr 15:46
૪૬. (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે તેમાં પ્રવેશ કરો.
Hicr 15:47
૪૭. તેમના હૃદયોમાં જો કપટ અને નિરાશા હશે તો તેને કાઢી લઇશું, તેઓ ભાઇ-ભાઇ બની એક-બીજાની સામે આસનો પર બેઠા હશે.
Hicr 15:48
૪૮. ન તો ત્યાં તેમને કોઈ તકલીફ ઉઠાવવી પડશે અને ન તો તેઓને ત્યાંથી કાઢવામાં આવશે.
Hicr 15:49
૪૯. (હે નબી)! મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને અત્યંત દયાળુ છું.
Hicr 15:50
૫૦. અને સાથે સાથે એ પણ જણાવી દો કે મારો અઝાબ પણ અત્યંત દુ:ખદાયી અઝાબ છે.
Hicr 15:51
૫૧. તેઓને ઇબ્રાહીમના મહેમાનો વિશે જણાવો.
Hicr 15:52
૫૨. કે જ્યારે તેઓ તેમની પાસે આવ્યા તો ઇબ્રાહીમને સલામ કહ્યું, ઇબ્રાહીમે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે.
Hicr 15:53
૫૩. તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ.
Hicr 15:54
૫૪. ઈબ્રાહીમે કહ્યું, શું મને આ સ્થિતિમાં (બાળકની) ખુશખબર આપી રહ્યા છો, જ્યારે કે હું વૃદ્ધ થઇ ગયો છે, પછી તમે કેવી રીતે આ ખુશખબર આપી રહ્યા છો?
Hicr 15:55
૫૫. તેઓએ કહ્યું કે અમે તમને સાચી ખુશખબરી આપી રહ્યા છીએ. તમે નિરાશ ન થશો.
Hicr 15:56
૫૬. ઇબ્રાહીમે કહ્યું (હું નિરાશ નથી કારણકે) પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત ગુમરાહ લોકો જ થાય છે.
Hicr 15:57
૫૭. પછી તેઓને પુછ્યું કે, અલ્લાહએ મોકલેલા (ફરિશ્તાઓ)! તમારું એવું શું અગત્યનું કામ છે?
Hicr 15:58
૫૮. તેમણે જવાબ આપ્યો કે અમે એક અપરાધી કોમ તરફ મોકલવામાં આવ્યા છે.
Hicr 15:59
૫૯. લૂતના કુટુંબીજનો સિવાય, અમે તે સૌને જરૂર બચાવી લઇશું.
Hicr 15:60
૬૦. જો કે લૂતની પત્ની માટે (અલ્લાહના આદેશ પ્રમાણે) અમે નક્કી કર્યું છે કે તેઓ પાછળ રહી જનારા લોકો માંથી થઇ જશે.
Hicr 15:61
૬૧. પછી જ્યારે મોકલેલા ફરિશ્તા લૂત (અ.સ.) ના કુટુંબીજનો પાસે પહોંચ્યા.
Hicr 15:62
૬૨. તો લૂતે તે લોકોને કહ્યું કે તમે તો કોઈ અજાણ્યા લાગો છો.
Hicr 15:63
૬૩. તેઓ કહેવા લાગ્યા, પરંતુ અમે તમાંરી પાસે તે (અઝાબ) લઇને આવ્યા છીએ, જેના વિશે આ લોકો શંકામાં હતા.
Hicr 15:64
૬૪. અમે તો તમારી પાસે (ઠોસ) વાત લઇને આવ્યા છીએ અને અમે પણ સાચા છે.
Hicr 15:65
૬૫. હવે તમે પોતાના કુટુંબીજો સાથે રાત્રિના કોઈ પ્રહરમાં ચાલી નીકળો અને તમે તે સૌની પાછળ રહેજો અને (ખબરદાર) તમારા માંથી કોઈ (પાછળ) ફરીને ન જુએ. અને ત્યાં જાઓ જે જગ્યા પર જવાનો તમને આદેશ આપવામાં આવ્યો છે.
Hicr 15:66
૬૬. અને અમે લૂતને અમારો નિર્ણય સભળાવી દીધો, કે સવાર થતાં જ તે લોકોના મૂળ ઉખાડી ફેંકીશું.
Hicr 15:67
૬૭. એટલા માંજ શહેરવાળાઓ ખુશી ખુશી લૂત પાસે આવ્યા.
Hicr 15:68
૬૮. લૂતે તેમને કહ્યું, આ લોકો મારા મહેમાન છે તેમની સામે મારું અપમાન ન કરશો .
Hicr 15:69
૬૯. અલ્લાહ તઆલાથી ડરો અને મારું અપમાન ન કરશો.
Hicr 15:70
૭૦. તેઓએ કહ્યું શું અમે તમને દુનિયાની (ઠેકેદારી) લેવાથી રોક્યા નથી?
Hicr 15:71
૭૧. લૂતે કહ્યું, જો તમારે કંઈક કરવું જ હોય તો આ મારી બાળકીઓ છે.
Hicr 15:72
૭૨. (હે નબી ﷺ) તમારી ઉંમરની કસમ! તે સમયે પોતાની મસ્તીમાં પાગલ બની ગયા હતા.
Hicr 15:73
૭૩. બસ! સૂર્ય નીકળતા જ તેમને એક મોટા અવાજે પકડી લીધા.
Hicr 15:74
૭૪. છેવટે અમે તે શહેરના ઉપરના ભાગને નીચે કરી દીધો અને તે લોકો પર કાંકરીઓ જેવા પથ્થર વરસાવ્યા.
Hicr 15:75
૭૫. ખરેખર બુદ્ધિશાળી લોકો માટે આ કિસ્સામાં ઘણી નિશાનીઓ છે.
Hicr 15:76
૭૬. આ વસ્તી સામાન્ય માર્ગની વચ્ચે આવતી હતી.
Hicr 15:77
૭૭. અને તેમાં ઇમાનવાળાઓ માટે ઘણી નિશાનીઓ છે.
Hicr 15:78
૭૮. “અયકહ”ના લોકો પણ અત્યંત જાલિમ લોકો હતા.
Hicr 15:79
૭૯. અમે તેમનાથી)પણ) બદલો લઈ લીધો અને આ બન્ને શહેરના સામાન્ય માર્ગ ઉપર રહેતા હતા.
Hicr 15:80
૮૦. અને હિજર વાળાઓએ પણ પયગંબરોને જુઠલાવ્યા હતા.
Hicr 15:81
૮૧. અને અમે તેમને પોતાની નિશાનીઓ પણ બતાવી. પરંતુ તે લોકો તે નિશાનીઓની અવગણના જ કરતા રહ્યા.
Hicr 15:82
૮૨. આ લોકો પર્વતોને કોતરીને ઘરો બનાવી, શાંતિપૂર્વક તેમાં રહેતા હતા.
Hicr 15:83
૮૩. છેવટે સવારના સમયે તેઓને એક ધમાકાએ પકડી લીધા.
Hicr 15:84
૮૪. અને જે કઈ (પથ્થરના ઘરો વગેરે) બનાવતા હતા, સહેજ પણ તેમના કામમાં ના આવ્યા.
Hicr 15:85
૮૫. અમે આકાશ અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓને યોગ્યતા પ્રમાણે પેદા કરી છે, અને કયામત જરૂર આવશે. એટલા માટે (હે નબી! આ કાફિરોની ભૂલો પર) તમે સારી રીતે તેમને દરગુજર કરી દો. .
Hicr 15:86
૮૬. નિ:શંક તમારો પાલનહાર જ સર્જન કરનાર અને બધું જ જાણવાવાળો છે.
Hicr 15:87
૮૭. નિ:શંક અમે તમને સાત આયતો એવી આપી રાખી છે, જેને વારંવાર પઢવામાં આવે છે અને પ્રભાવશાળી કુરઆન પણ આપી રાખ્યું છે.
Hicr 15:88
૮૮. એટલા માટે અમે ઘણા લોકોને જે દુનિયાનો સામાન આપી રાખ્યો છે, તે તરફ નજર ઊઠાવીને પણ ન જોશો, અને ન તો તેમના માટે નિરાશ ન થશો, અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.
Hicr 15:89
૮૯. અને કહી દો કે હું તો સ્પષ્ટ રીતે (અઝાબથી) સચેત કરનારો છું.
Hicr 15:90
૯૦. જેવું કે અમે (અઝાબ) તે મતભેદ કરનારાઓ પર ઉતાર્યો.
Hicr 15:91
૯૧. જેઓએ તે અલ્લાહની કિતાબના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા.
Hicr 15:92
૯૨. તમારા પાલનહારની કસમ! અમે તેઓને (તે કાર્યો વિશે) જરૂર પૂછીશું.
Hicr 15:93
૯૩. દરેક તે બાબત વિશે, જે તેઓ કરતા હતા.
Hicr 15:94
૯૪. બસ! તમને જે આદેશ આપવામાં આવી રહ્યો છે. ખુલ્લી રીતે જણાવી દો અને મુશરિકો લોકોની પરવા ન કરશો.
Hicr 15:95
૯૫. તમારી સાથે જે લોકો મશ્કરી કરે છે તેમની સજા માટે અમે પૂરતા છે.
Hicr 15:96
૯૬. જે અલ્લાહની સાથે બીજાને ઇલાહ નક્કી કરે છે, નજીકમાં જ તેઓને જાણ થઇ જશે.
Hicr 15:97
૯૭. અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે.
Hicr 15:98
૯૮. તમે પોતાના પાલનહારના વખાણ કરતા તસ્બીહ પઢતા રહો, અને સિજદો કરો.
Hicr 15:99
૯૯. અને પોતાના પાલનહારની બંદગી મૃત્યુ સુધી કરતા રહો.